ચાટ

વિકિપીડિયામાંથી
ચાટ
દહીં અને સૂંઠની ચટણી સાથે ભલ્લા પપરી ચાટ
અન્ય નામોસાટ (સિલ્હટ પ્રાંત)
પ્રકારનાસ્તો
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યઑડિશા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ
  • Cookbook: ચાટ
  •   Media: ચાટ સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર

ચાટ (હિંદી: चाट) એક ચટપટો સ્વાદિષ્ટ નાસ્તો છે જેનો ઉદ્દભવ ભારત થયો છે. આ વાનગી ખાસ કરીને ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ સહિત ભારતીય ઉપખંડમાં મોટે ભાગે લારી, ઠેલા અથવા રસ્તાની બાજુએ રેંકડી પર વેચાય છે.[૧][૨] ભારતના ઉત્તર પ્રદેશમાં તેની ઉત્પત્તિ સાથે, [૩] ચાટ ભારતીય ઉપખંડના અન્ય ભાગોમાં ખૂબ લોકપ્રિય થઈ છે. આ શબ્દ હિન્દી શબ્દ चाटना (ચાટવા માટે, જેમ કે ખાતી વખતે આંગળીઓને ચાટતા હોય છે), પ્રાકૃત ભાષાનો શબ્દ चट्टेइ ચટ્ટેઇ ( સ્વાદથી ખાવું, ઘોંઘાટથી ખાવું) પરથી ઉતરી આવ્યો છે.[૪]

અવલોકન[ફેરફાર કરો]

આલૂ ટીક્કી, લીલી (ફૂદિનાની) તથા સૂંઠની ચટણી અને દહીં

ચાટના વિવિધ પ્રકારો અમુક તળેળા પદાર્થો અને વિવિધ પ્રકારની ચટણીઓ સાથે બદલાય છે. મૂળ અસલની ચાટ બટેટાના ટુકડા, કરકરી તળેલી પુરી, દહીંવડા અથવા દહી ભલ્લા, ચણા અથવા બાફેલા ચણા અને ખાટી-મીઠી ચટણીઓ, મસાલો, મરચાં, સોંઠ (સૂંઠ અને આમલીની ચટણી), સુશોભન માટે તાજા લીલા ધાણાના પાન (કોથમીર) અને દહીંનું મિશ્રણ હોય છે. પરંતુ અન્ય લોકપ્રિય પ્રકારોમાં આલૂ ટિક્કી અથવા સમોસા ચાટ (ડુંગળી, ધાણા, ગરમ મસાલા અને દહીં વગેરે મિશ્ર કરીને), ભેળપૂરી , દહીપૂરી, પાણીપૂરી, દહીંવડા, પાપડી ચાટ અને સેવપુરીનો સમાવેશ થાય છે.

ચાટના આ પ્રકારોમાં સામાન્ય તત્વો છે: દહીં, સમારેલી ડુંગળી અને ધાણા (કોથમીર), સેવ અને ચાટ મસાલો. ચાટ મસાલામાં સામાન્ય રીતે આમચૂર (સૂકવેલ કાચી કેરીનો પાઉડર), જીરું, સંચળ (કાળું મીઠું), ધાણા (દાણા), સૂંઠ (સૂકા આદુનો પાવડર), મીઠું, કાળા મરી અને લાલ મરચાંનો સમાવેશ થાય છે. ચાટના ઘટકો એકસાથે મેળવી અને નાની ધાતુની કે અન્ય પ્લેટ, બાઉલ અથવા કેળાના પાન પર પીરસવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મોટાભાગની ચાટનો ઉદ્દભવ ભારતના ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં થયો છે,[૫] પરંતુ હવે તે સમગ્ર ભારતીય ઉપખંડમાં ખવાય છે. ચાટના કેટલાક પ્રકારો સાંસ્કૃતિક સુમેળના પરિણામો છે - દાખલા તરીકે, પાવભાજી (રાંધેલા અને છૂંદેલા શાકભાજી સાથે બ્રેડ/બન) નો ઉદ્દભવ મુંબઈમાં થયો છે[૬] [૭] પરંતુ બનના રૂપમાં તે પોર્ટુગીઝ પ્રભાવને પ્રતિબિંબિત કરે છે. ભેળપૂરી અને સેવપુરી, જેનો ઉદ્ભવ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો છે.[૮]

પ્રદેશો[ફેરફાર કરો]

જ્યાં ચાટ લોકપ્રિય છે તે શહેરોમાં, ચાટ હાઉસ કે ઢાબા હોય છે દા.ત. મુંબઇમાં ચોપાટી બીચ. વિભિન્ન શહેરોમાં ચાટની વિશેષતાઓ અલગ અલગ હોય છે. દિલ્હી (જ્યાંથી તે તેના વર્તમાન સ્વરૂપમાં ઉદ્ભવી છે), લખનૌ, [૯] આઝમગઢ, વારાણસી, આગ્રા, મેરઠ, મુજફ્ફરનગર અને મથુરા ભારતભરમાં ચાટ માટે પ્રખ્યાત છે. હૈદરાબાદમાં, ચાટ મોટે ભાગે બિહારથી આવેલા વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવે છે, અને તેનો સ્વાદ અલગ હોય છે.

ચાટ ના પ્રકાર[ફેરફાર કરો]

ચોટપોટી
સૂંઠની ચટણી સાથે દિલ્હી ચાટ
આલૂ ચાટ વિક્રેતા, કનોટ પ્લેસ, નવી દિલ્હી
બેંગલોર નજીક ચાટ સ્ટોલમાં લારી વિક્રેતાઓ દ્વારા બનાવવામાં આવેલી પૂરીની એક પ્લેટ
  • આલૂ ચાટ - બટાટા (હિન્દીમાં આલૂ) નાના ટુકડા કરી, કરકરા થાય ત્યાં સુધી તળી અને ચટણી સાથે પીરસવામાં આવે છે.
  • આલૂ ટિકી
  • બેડમી - પુરીમાં દાળનો સાંજો કે પૂરણ ભરી અને કરકરી તળ્યા બાદ ખાસ કરીને બટેટાના શાક સાથે પીરસાય છે અને સવારના નાસ્તામાં ખવાય છે.
  • ભલ્લા (વડા)/ આલૂ ટિક્કી
  • ભેળપૂરી
  • રાગડા પેટીસ (આલૂ ટિકી ચાટ)
  • ચીલા- બેસન ના પુડલા કે ચલ્લાને ચટણી અને સૂંઠની ચટણી કે મીઠી ચટણી સાથે પીરસાય છે
  • ચોટપોટી, બાફેલા બટાટા, બાફેલા ચણા અને સમારેલી ડુંગળી અને મરચું નું મિશ્રણ. તેની ઉપર પર ઇંડાનું ખમણ. તેની બનાવટમાં ઘણા પ્રકારના મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે.
  • દહીંપૂરી
  • દહીંવડા
  • કચોરી - અથવા કચૌડી, જેમ કે ખસ્તા કચોરી
  • મંગોડે - ભજીયા સમાન હોય છે, પરંતુ બેસનના ખીરાને મગની દાળના ખીરા સાથે બદલવામાં આવે છે
  • પકોડા - પનીર, વિવિધ શાકભાજીઓને બેસન(ચણાનો લોટ)ના ખીરામાં નાખીને તળીને બનાવવામાં આવે છે.
  • પાણીપૂરી / ગોલ ગપ્પા
  • મસાલાપુરી
  • ચણા ચાટ
  • પાપડી ચાટ - પપરી તરીકે ઓળખાતી પટ્ટીઓ હોય છે જેને પપરી (પાપડી) કહેવામાં આવે છે.
  • સમોસા ચાટ - સમોસાના ટુકડા કરી દેવામાં આવે છે અને લીલી અને મીઠી ચટણી સાથે પીરસવામાં આવે છે.
  • સેવપૂરી
  • પાવભાજી
  • પાવ વડા કે વડાપાંઉ
  • દહી ભલ્લે કી ચાટ (ભલ્લે, બટાકા, ચણા, ખાટી આમલીની ચટણી, ચાટ મસાલો, ડુંગળી, ટામેટાં, દહીં વગેરે)
  • બીટરૂટ અને બટાકાની ચાટ [૧૦]
  • ઢાકા ચાટ [૧૧]
  • પનીર ચાટ પુરી
  • થટ્ટુ વડાઇ સેટ [૧૨]
  • સોયા મૂંગ કી ચાટ - આમાં આદુ, ડુંગળી, લીલા મરચાં, હળદર પાવડર, ધાણા, સોયાની વડા, લીલા મગ, લોટ, વરિયાળીનાં દાણા અને મીઠી દહીં હોય છે.[૧૩] તેને મોટાભાગે ફુદીનાના પાન, ધાણાજીરું અને આમલીની ચટણીથી સજાવવામાં આવે છે.[૧૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Thumma, Sanjay. "Chaat Recipes". Hyderabad, India: Vahrehvah.com. મૂળ માંથી 2012-11-03 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-27. CS1 maint: discouraged parameter (link)
  2. "The Chaat Business". infokosh.bangladesh.gov.bd (Bengaliમાં). મૂળ માંથી 2012-11-29 પર સંગ્રહિત. મેળવેલ 2012-10-17.
  3. "10 Best Recipes From Uttar Pradesh (Varanasi/ Agra / Mathura )". NDTV. 25 October 2013. મૂળ માંથી 2013-10-28 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-26.
  4. Oxford English Dictionary. Chaat. Mar. 2005 Online edition. Retrieved 2008-02-18.
  5. "10 Best Recipes From Uttar Pradesh (Varanasi/ Agra / Mathura )". NDTV. 25 October 2013. મૂળ માંથી 2013-10-28 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-26.
  6. Patrao, Michael. "Taking pride in our very own pav". Deccan Herald. The Printers (Mysore) Private Ltd. મેળવેલ 31 May 2015.
  7. Patel, Aakar. "What Mumbaikars owe to the American Civil War: 'pav bhaji'". Live Mint. HT Media Limited. મેળવેલ 31 May 2015.
  8. "CHOICE TABLES; Wide World of Food in the Capital". The New York Times. 27 November 1994. મેળવેલ 19 March 2012.
  9. Mehrotra, Akash (27 February 2015). "Lucknow Food Trail: 10 Lucknowi delicacies and best eateries to savour them". DNA.
  10. Moghul, Sobiya N. (25 October 2013). "Beetroot and potato chaat recipe". The Times of India. મૂળ માંથી 2013-11-15 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-15.
  11. D.Nath, Subha. "Dhaka chaat" (PDF). મૂળ (PDF) માંથી 9 November 2017 પર સંગ્રહિત. મેળવેલ 9 November 2017.
  12. Saravanan, S.P. (28 October 2015). "Salem's own evening Snack". The Hindu (અંગ્રેજીમાં). મેળવેલ 2018-01-22.
  13. Authentic Cookbooks. Delicious Indian Chaat Snacks Recipes: Mouthwatering Snacks.
  14. Ranveer Brar. "Soya Moong ki Chaat". Livingfoodz.com. મૂળ માંથી 2019-04-05 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-07.