થાળી

વિકિપીડિયામાંથી
ટોકિયોની એક હોટેલમાં પીરસાયેલી થાળી
ભારતીય શાકાહારી થાળી

થાળી એટલે આમ તો જમવાનું ચપટું ગોળાકાર પાત્ર પણ આ નામે ભારતીય રાજસી ભોજનને પણ અપાય છે. થાળી એ વિવિધ વાનગીઓનો સમુહ છે, જેને નાની નાની વાટકીઓ કે કટોરીમાં ગોળાકાર થાળીમાં પીરસવામાં આવે છે. સામાન્ય રીતે થાળીમાં ભાત, દાળ, શાક, રોટલી કે ચપાતી, પાપડ, દહીં, ચટણી કે અથાણાં, અને તેની ઉપર મિઠાઈ. આમાં ભરતીય ભૌગોલોક સ્થાન અનુસાર પીરસાતા પદાર્થોમાં ફરક પડે છે. હોટેલોમાં આ આમીષ અને નિરામીષ બન્ને રૂપે મળે છે. કેરળમાં આ પ્રકારના ભોજનનને સાદ્યા કહે છે. જેમાં આધારભૂત વાનગી ભાત હોય છે, જેની સાથે વિવિધ રસ્સા વાળા પદાર્થ ખવાય છે. સ્થાનીય પ્રદેશ અનુસાર વ્યંજનો થાળીમાં ઉમેરાતા જાય છે.

અમુક હોટેલોમાં પીરસાતી થાળીઓમાં પીરસાતી વાનગીના પ્રમાણ પર કોઈ પ્રતિબંધ નથી હોતો. આવી થાળીઓ 'અનલિમીટેડ થાળી' તરીકે પ્રખ્યાત છે. અમુક સ્થળે આ થાળીઓનો અર્થ થાય છે, અમુક ખાસ વ્યંજન છોડીને (દા.ત. મિઠાઈ, દહીંવડા) બાકી અન્ય વસ્તુઓ અનલિમિટેડ હોય છે.

ઘણી વખત થાળીને ક્ષેત્રના નામ સાથે જોડીને પણ બોલાય છે જેમ કે ગુજરાતી થાળી, રાજસ્થાની થાળી. પ્રાચીન સમયે મહારાષ્ટ્રમાં થાળીને રાઈસ પ્લેટ તરીકે પણ સંબોધવામાં આવતી હતી. થાળીમાં રોટલી અને ભાત એક સાથે નથી અપાતા. પહેલા રોટલી સાથે શાક આદિ વ્યંજન અપાય છે. પછી વેઈટર જુદા વાડકામાં ભાત આપી જાય છે.

ઉત્તર ભારત અને વાયવ્ય પ્રાંતમાં ખાસ વ્યવસ્થા હોય છે, જેમાં માત્ર રોટલી શાક સાથે પીરસાય છે. જેને ઢાબા પણ કહે છે.