ધોમડો

વિકિપીડિયામાંથી

ધોમડો (Gull)
પુખ્ત ગોળ ચાંચવાળો ધોમડો (ring-billed gull)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Charadriiformes
Suborder: Lari
Family: Laridae
Vigors, 1825
Genera

11, see text

સિડની ખાતે કીઆમા બીચ (Kiama beach) પર નાતાલ વેળા ઊડતા ધોમડા

ધોમડો (અંગ્રેજી:Gulls or seagulls) એ એક દરિયાઈ પક્ષી છે. આ પક્ષી મોટે ભાગે સફેદ અથવા તપખીરિયા રંગના હોય છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ અલગ રીતે માથા,પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળે છે. કાગડા કરતાં સહેજ મોટા કદનાં આ પક્ષીનું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે. ધોમડાની કેટલીક પ્રજાતિઓ સ્થાયી હોય છે, જ્યારે કેટલીક પ્રજાતિઓ યાયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતી હોય છે[૧]. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો, શ્યામશિર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Herring Gull". The Cornell Lab of Ornithology. Retrieved online 3 August 2011. Check date values in: |date= (મદદ)