પી.એન.ભગવતી

વિકિપીડિયામાંથી
પ્રફુલ્લચંદ્ર ભગવતી
૧૭મા મુખ્ય ન્યાયમૂર્તિ, ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય
પદ પર
૧૨ જુલાઇ ૧૯૮૫ – ૨૦ ડિસેમ્બર ૧૯૮૬
નિમણૂકઝૈલસિંઘ
પુરોગામીવાય. વી. ચંદ્રચુડ
અનુગામીઆર. એસ. પાઠક
ગુજરાતના ગવર્નર (કાર્યકારી)
પદ પર
૧૭ માર્ચ ૧૯૭૩ – ૪ એપ્રિલ ૧૯૭૩
પુરોગામીશ્રીમાન નારાયણ
અનુગામીકે. કે. વિશ્વનાથન
મુખ્ય ન્યાયમૂર્તિ, ગુજરાત હાઇ કોર્ટ
પદ પર
૧૬ ઓગસ્ટ ૧૯૬૭ – ૧૭ જુલાઇ ૧૯૭૩
ગુજરાતના ગવર્નર (કાર્યકારી)
પદ પર
૭ ડિસેમ્બર ૧૯૬૭ – ૨૬ ડિસેમ્બર ૧૯૬૭
પુરોગામીનિત્યાનંદ કાનુગો
અનુગામીશ્રીમાન નારાયણ
અંગત વિગતો
જન્મ
પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી

(1921-12-21)21 December 1921
અમદાવાદ,[૧] બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
મૃત્યુ15 June 2017(2017-06-15) (ઉંમર 95)
નવી દિલ્હી, ભારત
માતૃ શિક્ષણસંસ્થાબોમ્બે યુનિવર્સિટી, ગવર્મેન્ટ લૉ કોલેજ, બોમ્બે

પી. એન. ભગવતી, (૨૧ ડિસેમ્બર ૧૯૨૧ - ૧૫ જૂન ૨૦૧૭[૨]) ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશના સર્વોચ્ચ ન્યાયાલયના ૧૭મા મુખ્ય ન્યાયમૂર્તિ હતા.

પ્રારંભિક જીવન અને અભ્યાસ[ફેરફાર કરો]

તેમનું આખું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી હતું. તેમના પિતા નટવરલાલ અગ્રણી ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ હતા.[૩] તેમના માતાનું નામ સરસ્વતીબહેન હતું. ૧૯૩૭માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર વિસ્તારમાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા પછી તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ૧૯૪૧માં બી.એ.ની પરીક્ષા પાસ કરી અને એક વર્ષ માટે એ કૉલેજના ફેલો નિમાયા (૧૯૪૧–૪૨). ત્યારબાદ ગાંધીજીની હાકલને માન આપી ભારત છોડો આંદોલનમાં ઝંપલાવ્યું અને આઠ માસ સુધી ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરી. ૧૯૪૩માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાં દાખલ થયા, જ્યાંથી ૧૯૪૫માં એલ.એલ.બી.ની પદવી પ્રાપ્ત કરી.[૪] ત્યારબાદ ઍડ્વોકેટ (ઓ.એસ.)ની પરીક્ષા પાસ કરી.

કારકિર્દી[ફેરફાર કરો]

ત્યાર પછી તેમણે મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. ટૂંક સમયમાં વ્યવસાયક્ષેત્રે નામના મેળવી. ‘મુન્દ્રા કૌભાંડ’ નામથી જાણીતા બનેલા કેસમાં એમણે ‘ચાગલા તપાસ પંચ’ સમક્ષ તે વખતના સંરક્ષણસચિવ એચ. એમ. પટેલનો કુશળતાપૂર્વક બચાવ કરેલો.

બૃહદ મુંબઇ રાજ્ય (૧૯૫૬–૬૦)નું મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે અલાયદાં રાજ્યોમાં વિભાજન થતાં, ૧૯૬૦માં નવી રચાયેલી ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમની વરણી થઈ. ૧૯૬૫માં ઑસ્ટ્રેલિયા ખાતે ત્રીજી રાષ્ટ્રકુટુંબ કાયદા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓ હાજર રહ્યા હતા. ૧૯૬૭માં ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના પદ પર તેમની નિમણૂક થઈ અને ત્યારે તેઓ ભારતના સૌથી નાની ઉંમરના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતની વડી અદાલતે ભારતની અન્ય વડી અદાલતોમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. જુલાઈ ૧૯૭૩માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમને બઢતી મળી. જુલાઈ ૧૯૮૫માં તેઓ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા અને ડિસેમ્બર ૧૯૮૬માં તે પદ પરથી તેઓ નિવૃત્ત થયા.

ઇ.સ. ૨૦૦૭માં તેમને પદ્મવિભૂષણનો પુરસ્કાર એનાયત થયો હતો.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Who's who in India 1986, Guide Publications, p. 57
  2. "PN Bhagwati, former Chief Justice of India, dies at 95 after brief illness". Hindustan Times. 15 June 2017. મેળવેલ 16 June 2017.
  3. "Hon'ble Mr. Justice Natwarlal Harilal Bhagwati". Supreme Court of India. 2014. મેળવેલ 16 June 2017.
  4. "Judges Biography: P. N. Bhagwati". Supreme Court of India. મૂળ માંથી 10 મે 2012 પર સંગ્રહિત. મેળવેલ 16 જૂન 2017.
  5. "Padma Awards Directory (1954-2007)" (PDF). Ministry of Home Affairs. મૂળ (PDF) માંથી 10 એપ્રિલ 2009 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2010.