બાલાશંકર કંથારીયા

વિકિપીડિયામાંથી
બાલાશંકર કંથારીયા
જન્મબાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા
(1858-05-17)17 May 1858
નડીઆદ
મૃત્યુ1 April 1898(1898-04-01) (ઉંમર 39)
નડીઆદ
અન્ય નામક્લાન્ત કવિ, બાલ
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
જીવનસાથીમણિલક્ષ્મી[૧]

બાલાશંકર કંથારીયા[૨] (૧૭ મે ૧૮૫૮ – ૧ એપ્રિલ ૧૮૯૮) એ જાણીતા ગુજરાતી કવિ હતા.

જીવન[ફેરફાર કરો]

બાળાશંકરના જન્મસ્થળે (નડિયાદ) લગાડવામાં આવેલ તકતી

બાલાશંકર કંથારીયાનો જન્મ ૧૭ મે ૧૮૫૮માં નડીઆદમાં સાઠોદર નાગર કુળમાં સરકારી મેજિસ્ટ્રેટ ઉલ્લાસરામ અર્જુનલાલ કંથારિયા અને રેવાબાને ત્યાં થયો હતો[૩][૪] તેમને એક ભાઈ ઉમેદરામ અને એક બહેન રુક્ષ્મણી હતા. તેમણે કૉલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને ગુજરાતી, પર્શિયન, અરબી, સંસ્કૃત, વ્રજ અને હિન્દી ભાષાઓ તેમજ સંગીત અને પુરાતત્ત્વને જાણતા હતા.[૩] તેમની પત્નીનું નામ મણિલક્ષ્મી હતું.[૧] અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓ ક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુદ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા.[૩]

તેમને આધુનિક ગુજરાતી કવિતા અને ગઝલના મુખ્ય પ્રણેતા માનવામાં આવે છે. મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી.[૩] એમ માનવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી હતી.[૫]

તેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે મરકીમાં નડિયાદ ખાતે અવસાન પામ્યા.[૬]

સાહિત્ય-સર્જન[ફેરફાર કરો]

'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે.[૪] તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે.[૩]

'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  2. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "બાલાશંકર કંથારીયા". 3 July 2006. મેળવેલ 23 August 2016.
  4. ૪.૦ ૪.૧ ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  5. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
  6. પટેલ, રણજીત (ઓક્ટોબર ૨૦૧૮). "કંથારિયા, બાલાશંકર". માં ઠાકર, ધીરુભાઈ ઠાકર (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૬૩. OCLC 248968756.
  7. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

પૂરક વાચન[ફેરફાર કરો]

  • ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]