ભુપેન હજારિકા સેતુ

વિકિપીડિયામાંથી
ભુપેન હજારિકા સેતુ
Dhola-Sadiya bridge
ભુપેન હજારિકા સેતુ
Coordinates27°47′55″N 95°40′34″E / 27.79861°N 95.67611°E / 27.79861; 95.67611
Crossesલોહિત નદી
Localeઢોલા (અરુણાચલ પ્રદેશ) - સદિયા (આસામ)
Official nameભુપેન હજારિકા સેતુ
Maintained byમાર્ગ વાહનવ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય - નવયુગ એન્જિન્યરીંગ કંપની લિમિટેડની સાથે (સરકારી-ખાનગી યોજના)
Characteristics
Total length9.15 km (5.69 mi)
Width12.9 m (42 ft)
Longest span50 m (160 ft)
No. of spans183
History
Construction start૨૦૧૧
Construction end૧૦ માર્ચ ૨૦૧૭
Opened૨૬ મે ૨૦૧૭

ભુપેન હજારિકા સેતુ અથવા ઢોલા-સદિયા પુલ ભારત દેશનો સૌથી લાંબો પુલ છે.[૧] આ પુલનું ઉદ્ઘાટન ૨૬ મે ૨૦૧૭ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આ ૯.૧૫ કિમી (૫.૬૯ માઇલ) લાંબો સેતુ લોહિત નદી પર બાંધવામાં આવ્યો છે, જે બ્રહ્મપુત્રા નદીની એક મુખ્ય ઉપનદી પૈકીની એક છે. તેના એક છેડે અરુણાચલ પ્રદેશ રાજ્યનું ઢોલા નગર અને બીજા છેડે આસામ રાજ્યના તિનસુકિયા જિલ્લાનું સદિયા નગર આવેલ છે. આ સેતુ દ્વારા અરુણાચલ પ્રદેશ અને આસામ વચ્ચેના વાહન-વ્યવહારના સમયમાં ચાર કલાકનો ઘટાડો થશે.[૨] ભુપેન હજારિકા પુલ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેર ખાતે આવેલ બાંદ્રા-વરલી સમુદ્રસેતુ કરતાં ૩.૫૫ કિમી (૨.૨૧ માઇલ) વધુ લંબાઈ ધરાવે છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "The mighty Brahmaputra is the biggest hurdle to the country's longest bridge".
  2. "India's Longest Bridge In Final Stages Of Construction: 10 Points," Ratnadip Choudhury, 15 April 2017, NDTV
  3. "Longest bridge in India provides a quick link to LAC".