શંકુધારી વૃક્ષ

વિકિપીડિયામાંથી
ઉત્તરીય કેલિફોર્નિયા ખાતે એક શ્ંકુધારી વૃક્ષોનું જંગલ

કોણધારી અથવા શંકુધારી (અંગ્રેજી: coniferous, કોનિફેરસ) વૃક્ષોનો એક પ્રકાર છે. તે ઠંડા અથવા ઓછી ગરમીવાળા ભૂપ્રદેશમાં ઊગે છે અને તેના પર કોણ અથવા શંકુ આકારનાં ફળ થાય છે. આ વૃક્ષોનું જનન આ શંકુફળ મારફતે થાય છે. આવા વૃક્ષોનાં પાંદડા ચપટાં નહીં પણ લાંબી સળી આકારનાં હોય છે. વૈજ્ઞાનિક  ભાષામાં આ વૃક્ષોને 'પાઇનોફાઇટા' (Pinophyta), 'કોનિફેરોફાઇટા' (Coniferophyta) અથવા કોનિફેરે (Coniferae) કહેવામાં આવે છે. ચીડ (પાઈન), તાલિસપત્ર (યૂ), પ્રસરલ (સ્પ્રુસ), સનોબર (ફર) અને દેવદાર (સીડર) વગેરે વૃક્ષ આ શંકુધારી વૃક્ષોની શ્રેણીમાં આવે છે.[૧]

શંકુધારી વૃક્ષ સંબંધિત ચિત્રો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • શંકુધારી કોણ
  • દેવદાર (સીડર)
  • ચીડ (પાઈન)
  • પ્રસરલ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Invitation to Biology, Helena Curtis, N. Sue Barnes, Macmillan, 1994, ISBN 978-0-87901-679-1, ... Most conifers are evergreens, with small, compact leaves protected against water loss by a thick cuticle ...