સોહરાબ મોદી

વિકિપીડિયામાંથી
સોહરાબ મોદી
જન્મ૨ નવેમ્બર ૧૮૯૭ Edit this on Wikidata
મૃત્યુ૨૮ જાન્યુઆરી ૧૯૮૪ Edit this on Wikidata
વ્યવસાયનાટ્યકલાકાર, ફિલ્મ અભિનેતા Edit this on Wikidata

સોહરાબ મોદી (૧૮૯૭–૧૯૮૪) એ એક ભારતીય પારસી નાટ્ય અને ફીલ્મ અભિનેતા, દિગ્દર્શક અને ફીલ્મ નિર્માતા હતા.[૧] તેમની ફીલ્મો ખૂન કા ખૂન (૧૯૩૫) શેક્સપીયરના હેમલેટથી પ્રેરિત, સિકંદર, પુકાર, પૃથ્વી વલ્લભ, ઝાંસીકી રાની, મિર્ઝા ગાલિબ, જેલર અને નૌશેરવાન -એ- આદિલ(૧૯૫૭) પ્રચલિત બની હતી. તેમની ફીલ્મો પ્રાયઃ સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ સંબંધીત સંદેશ અસરકારક સ્વરૂપે ધરાવતી.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

સોહરાબ મોદીની ફીલ્મ સિકંદરનું પોસ્ટર (૧૯૪૧).

તેમનો જન્મ ૨ નવેમ્બર ૧૮૯૭ના દિવસે મુંબઈમાં થયો હતો. શાલેય અભ્યાસ પૂરો કર્ય પછી તેઓ તેમના ભાઈ કેકી મોદી સાથે ગ્વાલિયરમાં ફીલ્મ પ્રદર્શક તરીકે રહ્યા હતા. ૧૬ વર્ષની વયે તેઓ ગ્વાલિયરના ટાઉન હોલ્માં ફીલ્મો પ્રોજેક્ટ કરતા હતા. ૨૬ વર્ષની વયે તેમણે આર્ય સુબોધ થિએટ્રીકલ કંપની સ્થાપી.[૨] મુંગી ફીલ્મોમાં થોડો અનુભવ લઈ તેમણે એક પારસી થિયેટર સ્થાપ્યું. તેમણે તેમના ભાઈની થિયેટર કંપની સાથે ભારત ભરમાં પ્રવાસ કર્યો અને શેક્સપીરીયન કલાકાર તરીકે નામના મેળવી. ૧૯૩૧માં સંવાદ વાળી ફીલ્મો આવતાં નાટક કંપનીઓની પડતી શરૂ થઈ. આમાંથી નાટ્ય કલાને બચાવવા મોદીએ ૧૯૩૫માં સ્ટેજ ફીલ્મ કંપની શરૂ કરી. તેમની પ્રથમ બે ફીલ્મો તેમના આગલા નાટકોનું જ રૂપાંતરણ હતી. ખૂન કા ખૂન (૧૯૩૫) શેક્સપીયરના હેમલેટનું રૂપાંતરણ હતી તે નસીમ બાનુની અભિનેત્રી તરીકે સૌ પ્રથમ ફીલ્મ હતી. સૈદ-એ-હવસ શેક્સપીયરના નાટક કિંગ જ્હોન પર આધારિત હતી. આ બંને ફીલ્મો નિષ્ફળ ગઈ.

અંગત જીવન[ફેરફાર કરો]

તેમના લગ્ન મેહતાબ મોદી સાથે થયા. તેઓ ગુજરાતના મુસલમાન રાજ પરિવારની કન્યા હતી. તેમણે પરખ ફીલ્મ સાથે પોતાની ફીલ્મ કારકિર્દીની શરૂઆત કરી. તેણેના જન્મ દિવસે બંને લગ્ન ગ્રંથિથી જોડાયા.[૩] તેમને મેહલી નામનો પુત્ર થયો જે યુ.એસ.એ.માં સ્થાયી થયો.[૪] મેહતાબ ને તેમના પહેલા લગ્ન થકી ઈસ્માઈલ નામે એક પુત્ર હતો, તે તેમની સાથે જ રહ્યો.

જીવન[ફેરફાર કરો]

૧૯૩૬માં તેમણે મિનર્વા મૂવીટોન ની સ્થાપના કરી. મિનર્વા મૂવીટોનમાં તેમની શરૂઆતની ફીલ્મો સામાજિક દુષણો પર આધારીત હતી, જેમકે - મીઠા ઝહેર (૧૯૩૮) દારૂના નશા પર આધારિત, તલાક (૧૯૩૮) હિંદુ સ્ત્રીઓના છૂટાછેડાના અધિકાર પર આધારિત. આ ફીલ્મો સફળ રહી તે છતાં પણ મોદીનું ધ્યાન ઐતિહાસિક વિષય વસ્તુ તરફ આકર્ષાયું. ત્યાર પછી બનેલી ત્રણ ઐતિહાસિક ફીલ્મોને કારણે મિનર્વા મૂવીટોન ખૂબ જાણીતી બની. તે ત્રણ ફીલ્મો - પુકાર (૧૯૩૯), સિકંદર (૧૯૪૧) અને પૃથ્વી વલ્લભ (૧૯૪૩)

પુકાર, મુગલરાજા જહાંગીરની ન્યાય પ્રિયતા દર્શાવતી એક કાલ્પનીક ઘટના પર આધારિત ફીલ્મ હતી. મોટાભાગની ફીલ્મ ખરા ઘટના સ્થળોએ ફીલ્માવાઈ હતી. તેમાં ચંદ્ર મોહન, નસીમ બાનોએ કામ કર્યું. કમાલ અમરોહી એ લખેલા જાજરમાન સંવાદોએ ફીલ્મને લોકપ્રિય બનાવી.

સિકંદર એ મોદીની સૈથી સફળ ફીલ્મ હતી. આમાં સિકંદરની ભૂમિકા પૃથ્વીરાજ કપૂરે ભજવી અને તે પાત્ર દ્વારા તે લગભગ અમર બની ગયા. આ ફીલ્મ ઈ.સ. પૂર્વે૩૨૬ના કાળ ખંડ પર આધારિત હતી, જ્યારે પર્શિયા અને કાબુલની ખીણ જીતી, જેલમ નદી પાસે સિકંદર ભારતમાં પ્રવેશ કરવાનો હતો. ત્યાં તેનો સામનો પોરસ (પુરુરાજા)(સોહરાબ મોદી દ્વારા ભજવાયેલ) સાથે થયો, જેણે સિકંદરને ભારતમાં આગળ વધતો અટકાવ્યો. સિકંદરની ભવ્ય સવારીઓ, વિશાળ સેટ અને નિર્માણની કિંમત તે સમયના હોલીવુડની ફીલ્મોની બરાબરી જેટલી હતી. બ્રિટિશ લેખકોએ આ ફીલ્મને પ્રાચીન માસ્ટાર પીસ ધ બર્થ ઑફ નેશનની તુલનાની ફીલ્મ જણાવી. આ ફીલ્મના નાટ્યાત્મક સંવાદોને કારણે પૃથ્વીરાજ અને મોદી બંનેને ઐતિહાસિક ફીલ્મોના રાજા સમાન બનાવી દીધા.

પૃથ્વી વલ્લ્ભ કનૈયાલાલ મુનશીની તેજ નામની નવલકથા પર આધારિત હતી. આ ફીલ્મમાં રાણી મૃણાલવતીની ભુમિકા દુર્ગા ખોટે એ ભજવી. મૃણાલવતી એ એક આક્રમક રાણી હતી. તેણે નાયકને જનમેદનીમાં અપમાનીત કર્યો અને છેવટે તેના જ પ્રેમમાં પડી.

૧૯૪૬માં તેમના નસીમ સાથેના લગ્નજીવનમાં તિરાડ પડી. (તેમ છતાં નસીમે શીશ મહેલ (૧૯૫૦) અને નૈશીર-એ-આદીલ (૧૯૫૦)માં કામ કર્યું) ત્યાર પછી તેમણે પોતાનાથી ૨૦ વર્ષ નાની એવી અભિનેત્રી મેહતાબ સાથે લગ્ન કર્યા.

૧૯૫૩ની ઝાંસી કી રાનીએ ભારતની પ્રથમ ટેક્નીકલર ફીલ્મ હતી. તેની માટે હોલીવુડના તકનીકી કાર્યકરોને તેડાવવામાં આવ્યા હતા. ૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિ પર આધારિત આ ફીલ્મમાં ઝાંસીની રાણીની ભૂમિકા મેહતાબે કરી હતી. રાણીના મુખ્ય સલાહકાર રાજગુરુની ભૂમિકા મોદીએ કરી. આ ફીલ્મ ઘણી મોંઘી હતી પરંતુ તે નિષ્ફળ રહી અને મોદી ને ઘણું નુકશાન થયું.

તેમ છતાં મોદીએ મિર્ઝા ગાલિબના જીવન પર આધારિત તેજ નામની ફીલ્મ બનાવી. આ માટે તેમને રાષ્ટ્રપતિનો સર્વોત્તમ ફીલ્મ માટેનો સુવર્ણ ચંદ્રક મળ્યો. તેમા સુરૈયાએ ગાલિબની પ્રેમિકાનો ભાગ ભજવ્યો અને લોકપ્રિય બની. તેણે ગાયેલા ગીતો ખૂબ લોકપ્રિય થયા. આ ફીલ્મ માટે જવાહર લાલ નહેરુ એ તેમને ટિપ્પણ આપી કે "તેમણે ગાલિબને જીવંત કર્યો." ("तुमने मिर्झा गालिब की रुह को झिंदा कर दिया").

પાછલું જીવન[ફેરફાર કરો]

જીવનના અંતિમ વર્ષોમાં તેમણે ફિલ્મો બનાવવી બંધ કરી હતી, પરંતુ ફિલ્મ બનાવવાની ઈચ્છા તેમને ખૂબ હતી. ૧૯૮૨માં ૮૫ વર્ષની વયે પણ તેમણે ગુરુ-દક્ષિણા ફીલ્મનું મૂર્હત કર્યું. ત્યાર પછી તેઓ ખૂબ માંદા પડ્યા અને ફરી સાજા ન થઈ શક્યા.

૧૯૮૦માં તેમને દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ મળ્યો. આ ઍવોર્ડ મેળવનારા તેઓ ૧૦મી વ્યક્તિ હતા. તેમને બોન મેરોનું કેન્સર હતું. તેઓ ૨૮ જાન્યુઆરી ૧૯૮૪માં અવસાન પામ્યા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Gulazāra; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. પૃષ્ઠ 614–. ISBN 978-81-7991-066-5. મેળવેલ 15 December 2014.
  2. Gangar, Amrit (2008). The Legends of Indian Cinema - Sohrab Modi. New Delhi: Wisdom Tree. પૃષ્ઠ 6. ISBN 978-81-8328-108-9.
  3. "Mehtab Modi Memories".
  4. http://cineplot.com/yesteryear-actress-mehtab-remembers-her-husband-sohrab-modi/