હિમલર હેનરિક

વિકિપીડિયામાંથી
હિમલર હેનરિક
હિમલર હેનરિક, 1942
જન્મની વિગત7 October 1900[૧]
મ્યૂનિક, કિંગ્ડમ ઑફ બાવારિયા, જર્મન સામ્રાજ્ય
મૃત્યુ23 May 1945(1945-05-23) (ઉંમર 44)
લૂનબર્ગ, જર્મની
રાજકીય પક્ષનૅશનલ સોશ્યાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી (NSDAP)
જીવનસાથી
માર્ગારેટ હિમલર (લ. 1928)
હસ્તાક્ષર

હિમલર હેનરિક (જ. ૭ ઓક્ટોબર ૧૯૦૦ - ૨૩ મે ૧૯૪૫) જર્મન નાઝી નેતા અને પોલિસ વડા હતાં. તેમનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૦૦ ના રોજ જર્મનીના મ્યૂનિક ખાતે થયો હતો. ૧૯૨૫માં તે નાઝી પાર્ટીમાં જોડાયા અને ૧૯૨૯માં તે એસ. એસ. રક્ષક દળ (Schutzstaffel protective forces) ના વડા તરીકે નિમાયા હતાં. આ દળ મૂળ તો હિટલરના અંગત રક્ષણ માટેના દળ તરીકે વિકસાવાયું હતું, પરંતુ હિમલરે આ દળને પાર્ટીના ખૂબ શક્તિશાળી શસ્ત્ર રૂપે નવો ઓપ આપ્યો હતો.[૨]


તે ખાનગી પોલીસનું (ગેસ્ટાપોનું) નિયમન કરતાં હતા તથા તેમણે યહૂદીઓનું પદ્ધતિસર નિકંદન કાઢવાનો પ્રારંભ કર્યો હતો. ૧૯૪૩માં તે આંતરિક બાબતોના પ્રધાન બન્યા અને ૧૯૪૪માં આંતરિક દળોના કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાથી રાજ્યો તરફથી તેમની ધરપકડ કરવામાં આવી અને ૨૩ મે ૧૯૪૫ ના રોજ લૂનબર્ગ, જર્મની ખાતે તેમને આત્મહત્યા કરી.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Manvell & Fraenkel 2007, p. 13.
  2. ૨.૦ ૨.૧ ચોક્સી, મહેશ (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૨૧.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]