કૈલાશ સત્યાર્થી

વિકિપીડિયામાંથી
કૈલાશ સત્યાર્થી
જન્મ૧૧ જાન્યુઆરી ૧૯૫૪ Edit this on Wikidata
વિદિશા Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
વ્યવસાયChildren's rights activist, શિક્ષણશાસ્ત્રી, વિદ્યુત એન્જિનિયર Edit this on Wikidata
પુરસ્કારો
  • નોબેલ શાંતિ પારિતોશિક (મલાલા યુસુફઝઈ, for their struggle against the suppression of children and young people and for the right of all children to education, ૪૦,૦૦,૦૦૦, 2014 Nobel Peace Prize, ૨૦૧૪)
  • Humanitarian of the Year (૨૦૧૫) Edit this on Wikidata
વેબસાઇટhttp://www.kailashsatyarthi.net/ Edit this on Wikidata

કૈલાશ સત્યાર્થી (હિંદી ભાષા:कैलाश सत्यार्थी; અંગ્રેજી: Kailash Satyarthi;) (જન્મ: ૧૧ જાન્યુઆરી ૧૯૫૪) બાળકોના હક્કોના આંદોલનકારી છે અને બાળ મજૂરી સામે ચાલતી વૈશ્વિક લડતમાં એક આગળ પડતું નામ છે [૧][૨]. તેમણે ૧૯૮૦માં 'બચપન બચાઓ આંદોલન' નામની સંસ્થાની સ્થાપના કરી અને ૧૪૪ દેશોના ૮૩,૦૦૦થી વધુ બાળકોના હક્કો બચાવવા માટે લડત આપી છે.[૩][૪] આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને (ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન-International Labour Organization) બાળ મજૂરીના સૌથી ખરાબ પ્રકાર પરના કન્વેન્શન નંબર ૧૮૨ને અપનાવ્યું તેની પાછળનું પ્રેરકબળ કૈલાશ સત્યાર્થીએ કરેલાં કામ અને ચલાવેલા આંદોલનને જ ગણવામાં આવે છે. આ કન્વેન્શન આજે વિશ્વભરની સરકારો માટે પાયારૂપ માર્ગદર્શિકા છે.[૨]

તેમના કાર્યોની સરાહના અનેક રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય ખિતાબો અને પારિતોષિકોથી કરવામાં આવી છે, જેમાં વર્ષ ૨૦૧૪ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનો સમાવેશ થાય છે. આ પારિતોષિક તેમને અને મલાલા યુસફઝાઇને સંયુક્તપણે મળ્યો છે.[૫]

વ્યક્તિગત જીવન[ફેરફાર કરો]

કૈલાશભાઈ નવી દિલ્હીમાં રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર, પુત્રવધુ અને પુત્રીનો સમાવેશ થાય છે.[૬] તેમના સામાજીક આંદોલન સિવાયના જીવનમાં તેઓ ઉમદા રસોઈ બનાવનાર તરીકે પણ ઓળખાવવામાં આવે છે.[૭]

સન્માનો અને પારિતોષિકો[ફેરફાર કરો]

પુસ્તકો[ફેરફાર કરો]

  • સત્યાર્થી, કૈલાશ; ઝુત્શી, બુપિન્દર (૨૦૦૬). ગ્લોબલાઇઝેશન, લેબર એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ (Globalisation, Development And Child Rights). નવી દિલ્હી: શીપ્રા પબ્લિકેશન્સ. ISBN 9788175412705.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ P.J. George. "Malala, Kailash Satyarthi win Nobel Peace Prize". The Hindu.
  2. ૨.૦ ૨.૧ "Grassroots Activist Made Ending Child Labor Global Cause". USembassy.gov. 11 June 2007. મેળવેલ 15 May 2010.
  3. Dnaindia.com
  4. "Who is Kailash Satyarthi?". Hindustan Times. મૂળ માંથી 2014-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-10.
  5. "The Nobel Peace Prize 2014". Nobel Foundation. 10 October 2014. મેળવેલ 10 October 2014.
  6. "Kailash Satyarthi - Biography". મૂળ માંથી 20 ઑક્ટોબર 2014 પર સંગ્રહિત. મેળવેલ 10 October 2014. Check date values in: |archive-date= (મદદ)
  7. Azera Parveen Rahman (10 October 2014). "Kailash Satyarthi loves to cook for rescued child labourers". news.biharprabha.com. IANS. મેળવેલ 10 October 2014.
  8. "Social Activist Kailash Satyarthi to get 2009 Defender of Democracy Award in U.S". 20 October 2009. મેળવેલ 10 October 2014.
  9. "Kailash Satyarthi". globalmarch.org. મેળવેલ 10 October 2014.
  10. "Kailash Satyarthi". Robert F. Kennedy Center for Justice & Human Rights. મૂળ માંથી 2014-10-18 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
  11. "Heroes Acting To End Modern-Day Slavery". U.S. Department of State.
  12. "Kailash Satyarthi - Architect of Peace". Architects of Peace. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
  13. "Medal Recipients - Wallenberg Legacy, University of Michigan". University of Michigan. મૂળ માંથી 2014-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
  14. "Human Rights Award of the Friedrich-Ebert-Stiftung". fes.de. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
  15. "Our Board". મૂળ માંથી 2014-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
  16. "Robert F Kennedy Center Laureates". મૂળ માંથી 2014-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
  17. Ben Klein. "Trumpeter Awards winners". National Consumers League.
  18. "Nobel Peace Prize 2014: Pakistani Malala Yousafzay, Indian Kailash Satyarthi Honored For Fighting For Access To Education". Omaha Sun Times.
  19. "Aachener Friedenspreis 1994: Kailash Satyarthi (Indien), SACCS (Südasien) und Emmaus-Gemeinschaft (Köln)". Aachener Friedenspreis. મૂળ માંથી 2014-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-15.
  20. "Fellows: Kailash Satyarthi". Ashoka: Innovators for the Public. 1993. મેળવેલ 13 October 2014.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]