તાજ લેક પેલેસ

વિકિપીડિયામાંથી
લેક પર લેક પેલેસ પીચોલા, ઉદયપુર, ભારત

જે લેક પેલેસ અગાઉ જગ નિવાસ તરીકે જાણીતી હતી,83 રૂમ અને સ્યુઇટ્સથી બનેલી આ વૈભવશાળી હોટેલ સફેદ આરસપહાણ થી બનેલી છે.લેક પેલેસ ભારતના રાજસ્થાન રાજયમાં આવેલા ઉદયપુર શહેરના પીચોલા તળાવની  વચ્ચે આવેલા જગ નિવાસ ટાપુ  પર સ્થિત છે, તે  4 એકરમાં  (16,000 એમ 2) છવાયેલો છે. [૧] આ હોટલ પોતાના મહેમાનોને શહેરના જેટી થી લાવવા લઇજવા માટે  સ્પીડ બોટ ચલાવે છે. આ હોટેલે ભારતમાં અને વિશ્વમાં  સૌથી રોમેન્ટિક હોટેલ તરીકે નામના મેળવી છે. 

ઇતિહાસ[ફેરફાર કરો]

તેનું  બાંધકામ સન 1743 થી 1746માં  મહારાણા જગત સિંઘ દ્વિતીય દ્વારા મેવાડ ના શાહી પરિવાર આગેવાની નીચે કરવામાં આવ્યું હતું [૧] આ મહેલનું નિર્માણ પેહલા એક શાહી ઉનાળાના નિવાસ સ્થાન તરીકે થયો હતો માટે તેને જગ નિવાસ સ્થાન તરીકે ઓળખાતો હતો.

સૌથી મહત્વની બાબત એ કે મહેલનું નિર્માણ પૂર્વાભિમુખ કરવામાં આવ્યું છે, એની પાછળનો  ઉદ્દેશ, સવારે ઉઠીને ત્યાં રેહતું વ્યક્તિ  સૂર્યની પૂજા કરી શકે. [૨]

રાજાના વંશજો મહેલનો ઉપયોગ હિલસ્ટેશન તરીકે  કરતા જેમાં તેઓ બાદશાહી દરબારનું  આયોજન કરતા, આ મહેલના રૂમ ઉપર એક  વર્તુળ છે તેનો  વ્યાસ લગભગ 21ફૂટ (6.4મીટર) છે. તેના માળની રચના કાળા અને સફેદ આરસ  લગાડીને કરવામાં આવી  છે, દિવાલોને  અનોખી રીતે  શણગાર અને વિવિધ રંગીન પત્થરોથી ગુંબજ ખુબ જ સુંદર દેખાય  છે. [૨]

1857માં ભારતીય સિપાહીઓ દ્વારા કરવામાં આવેલા બળવા  દરમિયાન અનેક યુરોપીયન પરિવારો નીમાચ  નાસી ગયા અને મહારાણા સ્વરૂપ સિંહ દ્વારા તેમને  આશ્રય આપવામાં  માટે  ટાપુ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પોતાના  મહેમાનોને સુરક્ષિત રાખવા માટે, રાણા નગરની તમામ બોટ નાશ કર્યો જેથી બળવાખોરો ટાપુ સુધી પહોંચી શકે નહિ. [૨]

નવીનીકરણ[ફેરફાર કરો]

ભગવત સિંગે આ જગ નિવાસ મહેલને ઉદયપુરની પેહલી વૈભવશાળી હોટેલમાં[૩] ફેરવવાનો વિચાર કર્યો અને કોન્ટ્રાક્ટર ડીડી જે એક અમેરિકન કલાકાર છે તેને આ કાર્યમાં સલાહ માટે હોટલ પ્રોજેક્ટ ડિઝાઇન તરીકે નિમણુક કરી. ડીડી પાસેથી મળેલી માહિતી પરથી ઉદયપુરના મહારાજા આ પ્રોજેક્ટની જાણકારી  ભેગી કરી. [૨]

સન 1971 માં તાજ હોટેલ્સ રીસોર્ટ્સ અને મહેલો દ્વારા આ જવાબદારી ઉપાડી લેવાઈ અને 75 નવા રૂમો નું નિર્માણ કરવામાં આવ્યું [૪] તાજ ગ્રૂપના  જમશેદ  ડી. એફ . લામ આ મહેલ ના નવીનીકરણ અને સુરક્ષાના કાર્યમાં ભાગ લીધો હતો અને તેમની દેખરેખ હેઠળ તેમને આ હોટેલ નું નવીનીકરણને ઉચ્ચ ધોરણે પોચાડનાર આ હોટેલના અને ભારતના સૌથી પેહલા જવાન મેનેજર બન્યા.

સન 2000માં તેનું ફરી નવીનીકરણ કરવામાં આવ્યું।

આ હોટલમાં કામ કરતા  "રોયલ બટલરો " મૂળ મહેલમાં  કામ કરતા અનુયાયીના વંશજો છે. [૧]

અતિરિક્ત માહિતી[ફેરફાર કરો]

શાહી નિવાસસ્થાન અને વૈભવશાળી હોટેલ તરીકે   લોર્ડ કર્ઝન, વિવીયન લેઇ, રાણી એલિઝાબેથ, ઈરાન ના શાહ, નેપાળના રાજાઅને પ્રથમ મહિલા જેકલીન કેનેડીની  પસંદગીની મહોર લાગી છે।

આ મહેલનો ઉપયોગ ઘણી ફિલ્મોમાં  શૂટિંગ તરીકે  થતો હતો:

  • 1959માં ફ્રિટ્ઝ લેંગે પટકથાઓ બનાવી એશ્ચનાપુરનો શેર,  ચંદ્ર મહેલ જેવો ભારતનો મકબરો અને બનાવટી નગર એશ્ચનાપુરના મહારાજા.
  • 1983માં જેમ્સ બોન્ડ ફિલ્મ ઓક્તોપસ્સિ જેમાં મૌડ એડમ્સે ઓક્તોપસ્સિની ભૂમિકા ભજવી હતી  ફિલ્મ માટે  ઉદયપુરના  જગ મંદિર અને મોન્સૂન પેલેસનો ઉપયોગ કરાયો હતો.
  • 1984  બ્રિટિશ ટેલિવિઝન  ક્રાઉન માં જ્વેલ શ્રેણીમાં નવાબ મિરાતના  ગેસ્ટ હાઉસ તરીકે બતાવામાં આવ્યો હતો.
  • 2001 સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત બોલીવુડ ફિલ્મ યાદે, 2006 તારસેમ સિંઘ દ્વારા નિર્દેશિત ફિલ્મધ ફોલનું શુટિંગ ત્યાં થયું હતું.
  • 2013 યે જવાની હૈ દીવાની ફિલ્મનું  પણ અહીં બનાવામાં  આવ્યું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "તાજ લેક પેલેસ, ઉદયપુર". તાજ હોટેલ્સ. મૂળ માંથી 2011-08-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૨૮.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "જગ નિવાસ લેક પેલેસ, ઉદયપુર ભારતમાં જગ નિવાસ પેલેસ, લેક પેલેસ ઉદયપુર રાજસ્થાન". ઈન્દિઅસિતે.કોમ. મૂળ માંથી 2012-09-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૨૮.
  3. "તાજ લેક પેલેસ, ઉદયપુર". ચ્લેઅર્ત્રીપ. મેળવેલ ૨૦૧૦-૦૭-૨૮.
  4. "એતેર્નલ મેવાર". એતેર્નલ મેવાર.