અપર્ણા સેન
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
અપર્ણા સેન | |
---|---|
જન્મ | ૨૫ ઓક્ટોબર ૧૯૪૫ કોલકાતા |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા |
અપર્ણા સેન (ઉર્ફ દાસગુપ્તા) (બંગાળી: [অপর্ণা সেন Ôporna Shen] Error: {{Lang}}: text has italic markup (help); જન્મ 25 ઓક્ટોબર 1945) ભારતની સમીક્ષકો દ્વારા પ્રશંસા પ્રાપ્ત કરી ચૂકેલી એક જાણીતી ફિલ્મ નિર્માતા, પટકથા લેખક અને અભિનેત્રી છે.તેણીએ અત્યાર સુધીમાં ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને આઠ આંતરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોના પુરસ્કાર જીત્યા છે.
જીવનકથા
[ફેરફાર કરો]અપર્ણા સેનનો જન્મ કોલકત્તામાં, મૂળ પૂર્વ બંગાળમાંથી આવેલા એક બંગાળી પરિવારમાં થયો હતો. તેણીના પિતા ચીદાનંદા દાસગુપ્તા, એક અનુભવી સમીક્ષક અને ફિલ્મ નિર્માતા હતા. તેણીની માતા સુપ્રિયા દાસગુપ્તા જાણીતા બંગાળી કવિ જીબાનાનંદા દાસની પિતરાઇ હતી. તેણીએ તેમનું બાળપણ હઝારીબાગ અને કોલકાતામાં વીતાવ્યું અને તેમનું પ્રાથમિક શિક્ષણ સાઉથ પોઇન્ટ અને ત્યારબાદ કુમારીકાઓ માટેની મોર્ડન હાઇ સ્કૂલમાં કર્યું હતું.તેણીએ પ્રેસિડન્સી કોલેજમાંથી અંગ્રેજી ઓનર્સ સાથે બી.એ.(B.A.)નો અભ્યાસ કર્યો હતો..
1961માં તેણી કોલકત્તામાં મૈગ્નમના ફોટોગ્રાફર બ્રાયન બ્રેકને મળી, આ સમયે બ્રાયન તેમની મોનસુન શ્રેણીઓ માટે ભારતની મુલાકાતે આવ્યા હતા બ્રેકે સેનનો ઉપયોગ એક મોડેલ તરીકે કર્યો જેનાથી તે એક સૌથી જાણીતા ફ્રોટોગ્રાફર બની ગયા- આ ફોટો એક છોકરીના ચહેરા પર વરસાદનું પહેલું ટીપાઓના પડ્યાનો હતો. આ ફોટો કોલકાતાના એક ધાબા પર એક સીડી અને પાણીના પીપની મદદથી લેવામાં આવ્યો હતો. સેન આ શૂટને આ રીતે વર્ણવ્યો હતો:
તે મને એક ધાબા પર લઇ ગયા હતા, તેમણે મને ગામડાની છોકરીઓ જે રીતે સાડી પહેરે તે રીતે લાલ સાડી પહેરવાનું કહ્યું, અને મારા નાકમાં લીલા રંગનો રત્ન પહેરવાનું કહ્યું. તેમને મદદ કરવાના આશયથી મેં કહ્યું કે હું લાલ રંગનો રત્ન પહેરું તેનો સાડી સાથે મેળ પણ થશે, પણ તેમને મને ના પાડી - તે એકદમ આખાબોલા હોવાને બદલે એકદમ દૃઢ હતા - મને લાગે છે લીલો જ યોગ્ય છે. આ રત્ન ગુંદર વડે મારા નાકમાં બેસાડવામાં આવ્યો, કારણકે મારા નાકમાં કાણું નહતું કર્યું. કોઇએ એક મોટું પાણીની પીપડું મારી પર નાખ્યું. એક ખરેખરમાં જ એક સરળ ઘટના હતી. જેને પૂર્ણ થતા કદાચ માત્ર અડધો કલાક જ લાગ્યો હશે.[૧]
અભિનય કારકીર્દિ
[ફેરફાર કરો]સેને 16 વર્ષની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશ કર્યો, તેણીએ 1961ની ફિલ્મ તીન કન્યા (ત્રણ પુત્રીઓ )ના સમપતી ભાગમાં એક ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું નિર્દેશન સત્યજીત રે દ્વારા કરવામાં આવ્યું હતું (જે તેણીની પિતાના લાંબા સમયથી મિત્ર હતા). ત્યારબાદ તેણીએ કોલકાતાની પ્રેસિડન્સી કોલેજ ખાતે અભ્યાસ કર્યો.
ત્યારબાદ તેણીએ સત્યજીત રેની અનેક ફિલ્મોમાં તેમની સાથે કામ કર્યું, જેમાં પીકુ (1981) નામની ટૂંકી ફિલ્મનો પણ સમાવેશ થાય છે જ્યાં તેણે એક વ્યભિચારયુક્ત પત્ની અને માતાની ભૂમિકા ભજવી હતી.
1965માં, સેને મૃણાલ સેનની ફિલ્મ આકાશ કુસુમ સાથે ફરીથી પોતાની ફિલ્મ કારકીર્દી શરૂ કરી, આ ફિલ્મને પાછળથી હિન્દી ફિલ્મ મંઝિલના નામે ફરીથી બનાવવામાં આવી જેમાં અમિતાબ બચ્ચન અને મૌસમી ચેટર્જીએ ભૂમિકા ભજવી હતી.પાછળથી તેણીએ મૃણાલ સેનની મહાપૃથ્વી માં વિધવા સ્ત્રીનો અન્ય જ એક અર્થ બહાર લાવ્યો હતો.1970ના અંત સુધીમાં, તેણીએ દૃઢપણે તે વખતની બંગાળી ફિલ્મ ઉદ્યોગની એક મુખ્ય નાયિકા તરીકે કામ કર્યું હતું. તેણીએ અનેક હિન્દી ફિલ્મોમાં પણ અભિનય આપ્યો છે જેમાં સમાવિષ્ટ છે ઇમાન ઘરમ (1977) જેમાં તેણીએ બચ્ચન, શશી કપૂર, સંજીવ કુમાર અને રેખા સાથે કામ કર્યું હતું. અપર્ણા સેને મુખ્ય ધારાની બંગાળી ફિલ્મોમાં પણ તેટલી જ સફળતા મેળવી હતી. તેણીની કેમસ્ટ્રી બન્નેની સાથે, સુમિત્રા ચેટર્જી જેની સાથે તેણીએ બસંત બિલાપ, બક્સા બાદલ, છુટીર ફન્ડે જેવી ફિલ્મો કરી તથા તેણીને ઉત્તમ કુમાર જોડે જોય જયંતી, અલોર થિકાના વગેરે જેવી ફિલ્મો કરવા માટે પણ એટલી જ પસંદ કરવામાં આવી.
1969માં, સેન મર્ચન્ટ આઇવરી પ્રૉડક્શન્સની અંગ્રેજી ભાષાવાળી ફિલ્મ ધ ગુરુ માં દેખાયા. તેણી બે અન્ય ફિલ્મો મરચન્ટ આઇવરી સાથે બનાવી જે, બોમ્બે ટોકી (1970), અને હુલ્લાબોલ ઓવર જોર્જી અને બોન્નીસ પિકચર્સ (1978) હતી.
2009માં, સેન અનિરુદ્ધ રોય-ચક્રવર્ધીની ફિલ્મ અંતહીન માં શર્મિલા ટાગોર અને રાહુલ બોઝ જોડે જોવા મળી. આ ફિલ્મે ચાર રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર જીત્યા છે.[૨]
અપર્ણા એક દિગ્દર્શક તરીકે
[ફેરફાર કરો]1981માં, સેને 36 ચોરગી લેન નામની તેણીની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ બનાવી. તેણીએ આ ફિલ્મની પટકથા પણ લખી હતી. આ ફિલ્મ કોલકાતામાં રહેતા એક એંગ્લો ભારતીય શિક્ષક પર હતી, જેને સમીક્ષકો તરફથી હકારાત્મક સમીક્ષાઓ પ્રાપ્ત થઇ. તેણીની પ્રથમ ફિલ્મ માટે, સેને ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર તરફથી શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર જીત્યો. 36 ચોરગી લેન ને મિલાન આંતરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ ખાતે ગ્રાન્ડ પીક્સ (ગોલ્ડન ઇગલ) જીત્યો હતો.
ત્યારબાદ પણ તેણીની અન્ય કેટલીક ફિલ્મો જેવીકે પારોમા (1984), સતી (1989) અને યુગાંતે (1995) પણ આ શરૂઆતી સફળતા મેળવી હતી. જેણે વિવિધ દ્રષ્ટિકોણથી આધુનિક ભારતમાં રહેલી સ્ત્રીઓની સ્થિતી તપાસી હતી. તેણીએ બંગાળી સિનેમામાં ઋતુપર્ણો ઘોષની ફિલ્મ ઉનીસ એપ્રિલ (1994) માં પણ અભિનય કર્યો હતો.
પારોમિતાર એક દિન (2000) સેનની દિગ્દર્શક તરીકે બીજી ફિલ્મ હતી તેણે સમીક્ષાની દ્રષ્ટ્રિએ સફળતા મેળવી અને તેમની પ્રથમ ફિલ્મની સફળતાને ફરીથી યાદ કરાવી હતી. આ ફિલ્મમાં તેણીએ એક તલાક પામેલી મહિલા (ઋતુપર્ણો ઘોષ) અને તેણીની સાસુ વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યા છે, આ પાત્ર અપર્ણાએ જાતે ભજવ્યું હતું. આ ફિલ્મે આંતરાષ્ટ્રીય ફિલ્મ ક્ષેત્રે અનેક પુરસ્કારો જીત્યા હતા.
મિ. એન્ડ મિસીઝ. ઐયર (2002), ભારતના સાંપ્રદાયિક હિંદુ મુસ્લિમની નિષ્ઠુર હિંસાની વિરુદ્ધમાં રચાયેલી પ્રેમ કથા હતી. આ ફિલ્મમાં સેનના દિગ્દર્શન માટે તેણીએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો, અને અભિનય માટે તેણીની પુત્રી કોંકણા સેન શર્માને પણ પુરસ્કૃત કરવામાં આવી. હવાઇ અને મિલાન ફિલ્મ ઉત્સવમાં, લોકોર્નો ખાતે, આ ફિલ્મે વધુ પુરસ્કારો જીત્યા હતા.
15, પાર્ક એવન્યુ (2005)માં તેણીની પુત્રી, શબાના આઝમી, ધ્રીતીમાન ચેટર્જી, વહીદા રહેમાન, રાહુલ બોઝ અને સુમિત્રા ચેટર્જીજેવા કલાકારોએ અભિનય આપ્યો છે. આ ફિલ્મ એક માનસિક રીતે બિમાર છોકરી (કોંકણા સેન શર્મા) અને તેણીની મોટી બહેન જેનું પાત્ર શબના આઝમી ભજવ્યું હતું તેઓના સંબંધો પર આધારીત હતી..
તેણી ત્યારબાદની ફિલ્મનું નામ હતું ધ જાપાનીઝ વાઇફ (2010), જેમાં રીમા સેન, રાહુલ બોઝ અને ચિગુસા ટાકાકુને રજૂ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ બંગાળી લેખક કુણાલ બાસુની ટૂંકી વાર્તા પર આધારીત હતી, જે બે સ્ત્રીઓના જીવનને દર્શાવતી હતી.
છેલ્લા 28 વર્ષમાં અપર્ણાએ અમુક પસંદગીની, કુલ સાત ફિલ્મો જ બનાવી છે.
2009માં, સેને તેની આવનારી બંગાળી ફિલ્મ ઇતિ મૃણાલીની ની ધોષણા કરી, જેમાં કોંકણા સેન શર્મા, અપર્ણા સેન, રજત કપૂર, કૌષિક સેન, અને પ્રિયાષુ ચેટર્જીને રજૂ કરવાના હતા. સેનની છેલ્લી બંગાળી ફિલ્મ પારોમિતા એક દિન (2000) હતી. પ્રથમ વાર પટકથા લેખન કરનારા રંજન ધોષ[૩], ઇતિ મૃણાલીની ના ઉપ લેખક પણ હતા. આકસ્મિત રીતે આ અપર્ણા સેનની પહેલી તેવી ફિલ્મ છે જેમાં તે કોઇ લેખક કે ફિલ્મ સંસ્થાના અભ્યાસક્રમ સાથે જોડાઇને સંયુક્ત રીતે કરી રહી હોય. મુંબઇમાં આવેલી વીશલીંગ વુડ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ શાળા ખાતે ઇતિ મૃણાલીની ની કથાને પટકથા લેખકોના અભ્યાસક્રમમાં એક કામ તરીકે લેવામાં આવી હતી.[૪] ભારતીય પટકથા લેખનમાં આવું પ્રથમ વાર બન્યું છે કે કોઇ ભારતીય ફિલ્મ સંસ્થા દ્વારા સોંપેલી કથા પર ખરેખરમાં એક ફિલ્મ બની રહી હોય.[૫] આ ફિલ્મ હાલ પૂર્વ નિર્માણમાં છે અને 2010ની મધ્યમાં તેની રજૂ થવાની શક્યતા છે.
અંગત જીવન
[ફેરફાર કરો]સેને ત્રણ વાર લગ્ન કર્યા છે. તેણીની પ્રથમ વાર સંજય સેન જોડે જ્યારે તે યુવાન હતી ત્યારે પરણી હતી. તેણીના બીજા વખતના પતિ મુકુલ શર્મા, વૈજ્ઞાનિક લેખક અને પત્રકાર હતા. તેમણે પાછળથી મૈત્રીપૂર્વક તલાક લીધા હતા. સેન હાલમાં કલ્યાણ રેય સાથે લગ્ન કર્યા છે, જે સંયુક્ત રાજ્યોમાં આવેલા ન્યૂ જર્સીની રેન્ડોલ્ફના કન્ટ્રી કોલેજ ઓફ મોરીસમાં અંગ્રેજીના પ્રધ્યાપક તરીકે ભણાવે છે અને તેઓ એક લેખક પણ છે. તેણીનીને બે પુત્રીઓ છે, કમલીની અને કોંકણા પણ અભિનેત્રીઓ છે, અને સેનને બે પૌત્રાઓ પણ છે.
અન્ય સિદ્ધિઓ
[ફેરફાર કરો]2008માં, સેન એશિયન પેસિફિક સ્ક્રીન પુરસ્કારમાં આંતરાષ્ટ્રીય જૂરી તરીકે ચૂંટાયા હતા. ઉચ્ચ શાખવાળી આ જૂરી દ્વારા, આંતરાષ્ટ્રીય વ્યક્તિત્વવાળા પ્રમુખની અધ્યક્ષતા હેઠળ પ્રત્યેક પુરસ્કાર શ્રેણીઓના તમામ નામાંકનમાંથી વિજેતાને નક્કી કરવામાં આવે છે.
1986 થી 2005 સુધી, સેને સનાન્દા નામના એક પાક્ષિક સામાયિકની સંપાદક રહી હતી (જેનું પ્રકાશન આનંદ બઝાર પત્રિકા જૂથ દ્વારા કરવામાં આવે છે), આ સામાયિકે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં સમાનપણે લોકપ્રિયતા મેળવી હતી. નવેમ્બર 2005 થી ડિસેમ્બર 2006 સુધી, તેણી કોલકાતા ટીવી (TV)ની માહિતી ચેનલ બંગાળી 24x7 સાથે એક રચનાત્મક દિગ્દર્શક તરીકે જોડાયા હતા.
1986માં, ભારતના રાષ્ટ્રપતિએ તેણીના ભારતીય સિનેમા પર કરેલા યોગદાનની કદર કરવા માટે તેણીને પદ્મ શ્રી સમર્પિત કર્યો હતો. ત્યારથી તેણીએ અનેક લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કારોને પ્રાપ્ત કર્યા છે, અને વિશ્વભરમાં અનેક ફિલ્મ ઉત્સવોમાં તેણીએ જૂરી તરીકે સેવા આપી છે.
ફિલ્મોગ્રાફી
[ફેરફાર કરો]અભિનેતા
[ફેરફાર કરો]વર્ષ | ફિલ્મ/ચલચિત્ર | ભૂમિકા | અન્ય નોંધ |
---|---|---|---|
1955 | મેજો બોઉ | ||
1961 | તીન કન્યા | મ્રિનમોઇ | "સમાપ્તિ" ભાગ |
1965 | આકાશ કુસુમ | મોનિકા | |
1968 | હંગ્સા-મિથુન | ||
1969 | વિશ્વાસ | ||
ધ ગુરુ | ગઝાલા | ||
અપરાચિતા | સુનિતા | ||
1970 | બક્સા બાદલ | મીનુ | |
અરનયેર દિન રાત્રિ | હરિની અગાઉની પ્રેમિકા | ||
કલંકિતા નાયક | |||
બોમ્બે ટોકી | માલા | ||
1971 | કૂંજ બેરી | રાજા | |
1973 | સોનાર કંચા | ||
કાયા હીનેર કાહીની | |||
બસંત બિલાપ | |||
રાતેર રજનીગંધ્રા | |||
1974 | જાદુ બંશ | ||
અસતી | |||
આલોર ઠીકાના | |||
સગીના | સેક્રેટરી વિશાકા દેવી | ||
1975 | છુટીર ફન્ડે | ||
રાગ અનુરાગ | |||
નિશિમૃગયા | |||
1976 | જના આરન્યા | સોમનાથની પૂર્વ પ્રેમિકા | |
અજસરા ધન્યબાદ | |||
નીધીરામ સરદાર | |||
1977 | ઇમાન ધરમ | શ્યામલી | |
કોટવાલ સાબ | |||
પ્રોક્સી | |||
1979 | નૌકાડુબી | કમલા | |
1981 | ધી રજનીકાંત અને સુમને રજૂ કરતી તમિલ ફિલ્મ દિવારનું પુનનિર્માણ | અનિતા | |
1982 | અમૃતા કુમ્ભેર સાંધને | ||
1983 | બીશાબ્રીશા | સૂર્યામુખી | |
અભિનોય નોય | |||
અર્પિતા | |||
ઇન્દિરા | |||
1984 | પારોમા | ||
1985 | નીલકંઠ | ||
1986 | શ્યામ સાહેબ | ||
1987 | દેબિકા | ||
1989 | કરી દીયા કીનલમ | ||
એક દિન અચાનક | અધ્યાપકના વિદ્યાર્થી | ||
જાર જેય પ્રિયો | |||
1992 | સેત પાથોરેર થાલા | બન્દના | |
મહાપૃથ્વી | વહુ | ||
1994 | ઉનીશે એપ્રિલ | સરોજીની | |
અમોદિની | |||
2000 | પારોમિતાર એક દિન | સનકા | |
ધાટ | સુમન પાંડે | ||
2002 | તીતલી | ઊર્મિલા | |
2009 | અંતહીન | પારોમિતા | |
2010 | ઇતી મૃણાલિની | જૂની મૃણાલિની |
લેખક/દિગ્દર્શક
[ફેરફાર કરો]વર્ષ | ફિલ્મ/ચલચિત્ર | નોંધ |
---|---|---|
1981 | 36 ચોરગી લેન | શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, જીત્યા હિન્દીની શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર,જીત્યા |
1984 | પારોમા | |
1989 | સતી | |
1995 | યુગંત | બંગાળી ભાષામાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર,જીત્યા |
2000 | પારોમિતાર એક દિન | બંગાળી ભાષાની શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ,જીત્યા |
2001 | મિ. એન્ડ મિસીઝ ઐયર | શ્રેષ્ઠ દિર્ગ્દશક તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કારજીત્યા રાષ્ટ્રીય સંકલન પર શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે નરગીસ દત્ત પુરસ્કાર,જીત્યા શ્રેષ્ઠ પટકથા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, જીત્યા |
2005 | 15 પાર્ક એવન્યુ | અંગ્રેજી ભાષાની શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, જીત્યા |
2010 | ધ જાપાનીઝ વાઇફ | 9 એપ્રિલ, 2010ના રોજ રજૂ થશે[૬] |
ઇતી મૃણાલિની | અનિશ્ચિત સમય સુધી વિલંબિત |
વધુ વાંચન
[ફેરફાર કરો]- શોમા એ. ચેટર્જી દ્વારા લખેલી પરમા એન્ડ અધર આઉટ સાઇડર: ધ સિનેમા ઓફ અપર્ણા સેન . પારુમીતા પ્રકાશનો, 2002. આઇએસબીએન (ISBN) 8125026568.
- રાજશ્રી દાસગુપ્તા દ્વારા અપર્ણા સેન કોલ્સ ધ શોર્ટ્સ (ભારતીય ફિલ્મોમાં મહિલાઓ). જુબાન, 2009.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "મોનસુન ગર્લ્સ ડોટર ટેક્સ આઉટ ટોપ મુવી હોનર". મૂળ માંથી 2009-02-07 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-17.
- ↑ "Bollywood wins big at National Film Awards". Reuters India. 23 January 2010. મૂળ માંથી 26 જાન્યુઆરી 2010 પર સંગ્રહિત. મેળવેલ 2 February 2010.
- ↑ "Ranjan Ghosh". IMDb. મેળવેલ 2010-02-06. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ "There's no luck without hard work". dnaindia. મેળવેલ 2010-05-31. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ "Iti Mrinalini". Facebook. મેળવેલ 2009-12-11. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ "Aparna Sen's 'The Japanese Wife' to be released on April 9". Outlook India. 24 February 2010. મૂળ માંથી 18 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 25 February 2010. Check date values in:
|archive-date=
(મદદ)