લખાણ પર જાઓ

અમદાવાદ સીટી તાલુકો

વિકિપીડિયામાંથી

અમદાવાદ સીટી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો ભૂતપૂર્વ તાલુકો હતો. ૧૯-૨૦ માર્ચ ૨૦૧૨ની આસપાસ આ તાલુકાનું અમદાવાદ સીટી (પૂર્વ) અને અમદાવાદ સીટી (પશ્ચિમ) એમ બે ભાગોમાં વિભાજત કરવામાં આવ્યું હતું.[][]

તાલુકાના ઘણા ગામોનો સમાવેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ થઈ ગયો હતો. નવા બનેલા બંને તાલુકાઓનું વડુમથક અમદાવાદ છે. તાલુકાનું વિભાજન કરતી વેળા સાબરમતી નદીને ભેદરેખા તરીકે લેવામાં આવી છે. એટલે કે, સાબરમતીને આ બંને તાલુકાઓ વચ્ચેની સીમા ગણીને તેની પૂર્વના વિસ્તારોનો અમદાવાદ સીટી (પૂર્વ) તાલુકામાં અને નદીની પશ્ચિમે આવેલા ભાગને અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "અમદાવાદ સિટી તાલુકાનું વિભાજન કરવાનો નિર્ણય". અમદાવાદ: ગુજરાત સમાચાર. ૨૦ માર્ચ ૨૦૧૨. મૂળ સંગ્રહિત માંથી 2015-12-17 પર સંગ્રહિત. મેળવેલ ૭ મે ૨૦૧૨.
  2. VTV - AHMEDABAD CITY TALUKA DIVISION FOR ADMINISTRATIVE CONVENIENCE - AHMEDABAD [નવા અસ્તિત્વમાં આવેલા અમદાવાદ સિટી પૂર્વ કચેરીનું આજે મહેસુલમંત્રીએ ઉદ્દઘાટન કર્યું.] (દૃશ્ય-શ્રાવ્ય). VTV (વીટીવી-ગુજરાતી ગૌરવ). ૨૭ એપ્રિલ ૨૦૧૨. LM2OuY65T2A. મૂળ સંગ્રહિત માંથી 2015-12-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ડિસેમ્બર ૨૦૧૫.