અરાલ સમુદ્ર
અરાલ સમુદ્ર ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાનની સરહદ પર આવેલો સમુદ્ર છે.
ભૂસ્તરશાસ્ત્રીઓના મત પ્રમાણે લગભગ ૨૫ લાખ વર્ષ પહેલા અરાલ સમુદ્રનુ અસ્તિત્વ ન હતું ત્યારે આદિકાળમાં યુરેશીયા (યુરોપ + એશીયા) ખંડના દક્ષિણે ટિથિસ નામનો સમુદ્ર ફેલાયેલો હતો. ઉત્તર તરફ પ્રવાસ ખેડતો ભારતીય ઉપખંડ યુરેશીયા જોડે ટકરાયો, ત્યારે ટિથિસ સમુદ્ર આપોઆપ નાબુદ થયો. ભારતીય ઉપખંડનો પોપડો યુરેશીયન પ્લેટ નીચે સરક્યો આ ભુસ્તરીય ટક્કરે આઘાતનાં મોજાં છેક મધ્ય એશીયા સુધી પહોંચાડ્યાં. પારીણામે ત્યાં પણ ઉથલપાથલો મચી. ગ્રેનાઇટના અમુક થરો ત્યાં સખત દબાણના માર્યા ફસકી પડ્યા. ભુસપાટી કરતા સહેજ નીચે બેસી ગયા. પ્રક્રિયા બહુ ધીમી ચાલી, પરંતુ લાંબે ગાળે જે ત્રણ નાનાં બેસીનો રચાયાં તેમાં કાળો સમુદ્ર, કાસ્પિયન સમુદ્ર, તથા અરાલ સમુદ્ર એમ ત્રણ સમુદ્રો બન્યા.
-
અવકાશમાંથી અરાલ સમુદ્ર, ઓગસ્ટ ૧૯૮૫
-
અવકાશમાંથી અરાલ સમુદ્ર, ૧૯૯૭
-
અવકાશમાંથી અરાલ સમુદ્ર, ઓગસ્ટ ૨૦૦૯
-
સૂકતો જતો અરાલ સમુદ્ર: ૧૯૬૦-૨૦૧૪
અરાલ સમુદ્રને જન્મ આપનાર મુખ્ય નદી અમુદરીયા છે જે અફઘાનિસ્તાનના પહાડોમાંથી નીકળીને કિઝિલ કુમ તરીકે ઓળખાતા રણપ્રદેશ વચ્ચે પસાર થઇને અરાલ સમુદ્રને મળે છે. ઇ.સ. પૂર્વે ચૌથી સદીમાં ગ્રીસના સિકંદરે મધ્ય એશીયા પર આક્રમણ કરવા અહીં પડાવ નાખેલો. ૨૦મી સદીના સર્વેક્ષણ મુજબ અરાલ સમુદ્રનું ક્ષેત્રફળ ૬૮,૦૦૦ ચોરસ કિલોમીટર હતું, પરંતુ બાષ્પીભવનને લીધે તેનું સ્તર દર વર્ષે ૩ ફીટ ઘટતું હતું.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |