લખાણ પર જાઓ

આંધળી ચાકળ (સર્પ)

વિકિપીડિયામાંથી
(આંધળીચાકળ (સર્પ) થી અહીં વાળેલું)

આંધળી ચાકણ, આંધળી ચાકળ
આંધળી ચાકળ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: મેરૂદંડી
Class: સરિસૃપ
Order: સ્કુઆમાટા
Suborder: સર્પ
Family: બોઈડેઈ
Subfamily: Erycinae
Genus: 'Eryx'
Species: ''E. johnii''
દ્વિનામી નામ
Eryx johnii
(Russell, 1801)
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
  • Boa Johnii - Russell, 1801
  • [Boa] Anguiformis - Schneider, 1801
  • Clothonia anguiformis - Daudin, 1803
  • [Tortrix] eryx indicus - Schlegel, 1837
  • Clothonia Johnii - Gray, 1842
  • Eryx Johnii — A.M.C Duméril & Bibron, 1844
  • Eryx maculatus - Hallowell, 1849
  • Eryx johnii - Boulenger, 1890
  • Eryx jaculus var. johnii - Ingoldby, 1923
  • Eryx johnii johnii - Stull, 1935
  • [Eryx] johnii - Kluge, 1993[]

આંધળી ચાકળ કે આંધળી ચાકણ કે ડમોઈ કે દમોઈ કે બે-મોઢાવાળો સર્પ (અંગ્રેજી: Red Sand Boa, John’s Earth Boa, Blunt-tailed Sand Boa, દ્વિપદ-નામ: Eryx johnii) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર (૧૨) કુટુંબોની ત્રેસઠ (૬૩)[] જાતિઓમાંની એક બિનઝેરી સાપની જાતિ છે. આંધળી ચાકળ દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે. આ સાપ ઇરાન, પાકિસતાન અને ભારતમાં જોવા મળે છે. આ સાપની કોઇ પેટા જાતિ શોધાઇ નથી.[] તે ભારતીય ઉપખંડમાં સોથી વધુ જોવા મળે છે તેમ જ સરિસૃપ વર્ગમાં આવે છે. આ સાપને "બે મોઢાવાળા સાપ" તરીકે પણ ઓળખાય છે. ભારતમાં આ સાપ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા વાયવ્ય ભાગના સૂકા વિસ્તારોમાં તે બહોળા પ્રમાણમાં જોવા મળે છે. રેતાળ તેમ જ રણ જેવા સૂકા પ્રદેશમાં રેતી પર તે સરળતાથી સરકી શકે છે.

આ સર્પ પૃખ્તવયના થાયતો પણ બે ફીટથી લાંબા થતા ભાગ્યે જ જોવા મળે છે. ક્યારેક ૩ ફીટ (૯૧ સે.મી.) જેટલા લાંબા નમુના જોવા મળ્યા છે. માથુ ફાચર આકારનું અને સાંકડા નસકોરાવાળું અને અત્યંત જીણી આંખો વાળુ હોવાને લીધે જમીનમાં દર બનાવવા માટે અનુકુલન સાધેલું શરીર છે. નાના ભીંગડાવાળુ નળાકાર શરીર હોય છે. પુછડી બુઠ્ઠી, ગોળાઇવાળી, અને શરીરથી જુદી ન દેખાય એવી હોય છે જેથી સર્પ ટૂંકો લાગે છે. રંગ વિધતા રતાશપડતા કથ્થાઇથી ફીક્કા-પીળાશવાળા રાતા જેટલી જોવા મળે છે.[]

ભૌગોલીક સીમા

[ફેરફાર કરો]

ઇરાનથી લઇને પાકિસ્તાનમાં થઇને પશ્ચિમ, દક્ષીણ અને વાયવ્ય ભારત.[]

નિવાસસ્થાન

[ફેરફાર કરો]

સૂકા, રણ જેવા, જાડીજાંખરા વાળા મેદાનો અને ખડકાળ અને સુકી તળેટીઓવાળા વિસ્તારોમાં રહેવું ગમે. છૂટી રેતી અથવા જલદી ભાંગી જાય તેવા ઢેફાવાળી માટીવાળા વિસ્તારોમાં રહેવું ગમે.[]

વર્તણૂક

[ફેરફાર કરો]

પૂંછડી અને માથાનો આકાર મળતો આવતો હોવાને લીધે અને જ્યારે ભય પામે ત્યારે ગુંચળુ વળીને માથાને બદલે પુંછડી જાણે માથું હોય એ રીતે ઉંચું કરવાની ટેવને લીધે લોકબોલીમાં બન્ને છેડે મોઢાવાળો સાપ પણ કહે છે.

આ સર્પનો ખોરાક મોટાભાગે ઊંદર, છછુંદર, જેવા નાના સસ્તન પ્રાણીઓ છે. જેને તે ભરડો લઇને મારી નાખે છે અને પછી ખાઇ જાય છે. કેટલાક નમુનાઓ ખોરાકરૂપે ફક્ત બીજા સર્પ પર નભતા જોવા મળ્યા છે.[]

પ્રજનન

[ફેરફાર કરો]

ઇંડા માદાનાં શરીરની અંદર જ સેવાય છે અને પૂરા દિવસે માદા લગભગ ૧૪ જેટલા બચ્ચાને જન્મ આપે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ McDiarmid RW, Campbell JA, Touré T. 1999. Snake Species of the World: A Taxonomic and Geographic Reference, vol. 1. Herpetologists' League. 511 pp. ISBN 1-893777-00-6 (series). ISBN 1-893777-01-4 (volume).
  2. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
  3. "Eryx johnii". Integrated Taxonomic Information System.
  4. ૪.૦ ૪.૧ Mehrtens JM. 1987. Living Snakes of the World in Color. New York: Sterling Publishers. 480 pp. ISBN 0-8069-6460-X.
  5. Sights, Warren P. (1949). "Annotated list of reptiles taken in western Bengal". Herpetologica. 5 (4): 81–83.