આન્દ્રે અગાસી

વિકિપીડિયામાંથી
આન્દ્રે અગાસી
[[File:|frameless|alt=]]
CountryUnited States
ResidenceLas Vegas, Nevada, USA
Height1.80 m (5 ft 11 in)
Weight80 kg (180 lb)
Turned pro1986
RetiredSeptember 3, 2006
PlaysRight-handed; two-handed backhand
Prize moneyUS$31,152,975
Singles
Career record870–274 (76.05%)
Career titles68 including 60 listed by the ATP
Highest rankingNo. 1 (April 10, 1995)
Grand Slam Singles results
Australian OpenW (1995, 2000, 2001, 2003)
French OpenW (1999)
WimbledonW (1992)
US OpenW (1994, 1999)
Other tournaments
Tour FinalsW (1990)
Olympic GamesW (1996)
Doubles
Career record40–42
Career titles1
Highest rankingNo. 123 (August 17, 1992)
Grand Slam Doubles results
French OpenQF (1992)
US Open1R (1987)


આન્દ્રે કિર્ક અગાસી (pronounced /ˈɑːndreɪ ˈæɡəsi/; જન્મ 29 એપ્રિલ, 1970) એ એક નિવૃત્ત અમેરિકન વ્યાવસાયિક ટેનિસ ખેલાડી અને ભૂતપૂર્વ વિશ્વના નં. 1 ખેલાડી છે. સામાન્ય રીતે ટીકાકારો અને સાથી ખેલાડીઓ દ્વારા અત્યાર સુધીના મહાન ખેલાડીઓમાંના એક તરીકે ગણવામાં આવતા,[૧][૨][૩] અગાસીને રમતના ઇતિહાસમાં શ્રેષ્ઠ સર્વિસ રિટર્નર તરીકે ઓળખવામાં આવે છે.[૧][૪][૫][૬]

સિંગલ્સ ટેનિસમાં, અગાસી ઇતિહાસનો એકમાત્ર પુરુષ ખેલાડી છે છે જેણે કેરિયર ગોલ્ડન સ્લેમ પ્રાપ્ત કર્યું હોય. આ ઉપરાંત કેરિયર ગ્રાન્ડ સ્લેમ મેળવનારા છ ખેલાડીઓમાં તે રોડ લેવર, ડોન બજ, ફ્રેડ પેરી, રોય ઇમર્સન, અને રોજર ફેડરર સાથેની યાદીમાં અને ત્રણમાંથી એક (લેવર અને ફેડરર સાથે) ઓપન એરાની શરૂઆતથી સ્થાન ધરાવે છે.[૭] તેમણે સોળ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાંથી આઠ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટુર્નામેન્ટ્સની ફાઇનલમાં જીત મેળવી હતી, જેને પગલે તેઓ પુરૂષ ખેલાડીઓ દ્વારા ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટુર્નામેન્ટમાં જોઇન્ટ ફિફ્થ થયા હતા, જેમાં સિંગલ્સમાં ઓલમ્પિક ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. તેમણે સત્તર એટીપી માસ્ટર્સ સિરીઝ પણ જીતી હતી, જે 2004-2010 દરમિયાન વિક્રમ રહ્યો છે. તેમણે 1990 એટીપી ટુર વર્લ્ડ ચેમ્પિયનશીપ્સ જીતી હતી અને 1990 અને 1992માં ડેવિસ કપની વિજેતા ટીમના એક ભાગ રહ્યા હતા.[૮] અગાસી ફ્રેન્ચ ઓપન, (1999) [૯] અને ઓસ્ટ્રેલિયન ઓપન (2003)[૧૦]માં જીત મેળવનાર અંતિમ અમેરિકન ખેલાડી છે.

તેની પીઠના બે મણકાની વચ્ચે આવેલા સોજાને કારણે થયેલા સાઇટીકા, સ્પોન્ડાઇલોલિસ્થેસિસ (વર્ટેબ્રલ ડિસ્પ્લેસમેન્ટ) અને હાડકાની વ્યાધિ કે જેને કારણે મજ્જાતંતુ પર પર અસર થતી હતી, જેને પગલે તેણે 3 સપ્ટેમ્બર, 2006ના રોજ યુએસ ઓપનમાં ત્રીજા રાઉન્ડમાં હાર્યા બાદ વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિ લઇ લીધી. તેઓ આન્દ્રે અગાસી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક છે,[૧૧] જેણે સધર્ન નેવાડાના જોખમમાં જીવતા બાળકો માટે 60 મિલિયન ડોલરથી વધારે રકમ એકઠી કરી હતી.[૧૨] 2001માં, ફાઉન્ડેશન દ્વારા લાસ વેગાસમાં આન્દ્રે અગાસી પ્રિપરેટરી એડેકેમીની સ્થાપના કરવામાં આવી, જે જોખમમાં જીવતા બાળકો માટે કે-12 પબ્લિક ચાર્ટર સ્કૂલ છે.[૧૩] નિવૃત્તિ સમયે બીબીસી (BBC) દ્વારા "કદાચ રમતના ઇતિહાસમાં સૌથી મોટા વૈશ્વિક સિતારા"[૩] તરીકે દર્શાવવામાં આવ્યા હતા તેવા અગાસીનું પ્રદર્શન, તેના બિનરૂઢીગત વસ્ત્રો અને વર્તન સાથે તેને રમતના ઇતિહાસનો સૌથી વધુ પ્રભાવશાળી ખેલાડી ગણવામાં આવતા, અને 1990ના દાયકા દરમિયાન ટેનિસની લોકપ્રિયતામાં વધારો કરવાનો શ્રેય પણ તેમના ફાળે જાય છે.[૧][૩][૧૪] તેમણે નિવૃત્ત વ્યાવસાયિક ટેનિસ ખેલાડી સ્ટેફી ગ્રાફ સાથે લગ્ન કર્યા છે.

1970–1985: પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

અગાસીનો જન્મ લાસ વેગાસ, નેવાડામાં ઇમેન્યુઅલ "માઇક" અગાસિયન અને એલિઝાબેથ "બેટ્ટી" અગાસી (née Dudley)ને ત્યાં થયો હતો.[૧૫] તેમના પિતા આર્મેનિયન અને એસિરીયન[૧૬][૧૭][૧૮][૧૯] વંશના ઇરાની હતા, જેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થતા પહેલા 1948 અને 1952ની ઓલમ્પિક રમતોમાં બોક્સિંગની રમતમાં ઇરાનનું પ્રતિનિધીત્વ કર્યુ હતું.[૨૦] આન્દ્રે અગાસીની માતા, બેટ્ટી સ્તન કેન્સરથી બચેલી મહિલા હતા.

માઇક અગાસી મેચ દરમિયાન હથોડી સાથે લઇ જતા હતા અને આન્દ્રે જ્યારે પોઇન્ટ હારે ત્યારે તેઓ ફરતી વાડ પર પ્રહાર કરતા અને વારંવાર તેઓ અધિકારીઓ પર પણ ગુસ્સે થઇ જતા હોવાનું મનાય છે. 13 વર્ષની વયે, આન્દ્રેને ફ્લોરિડામાં નિક બોલેટરીની ટેનિસ એકેડેમીમાં મોકલવામાં આવ્યા હતા.[૨૦] તેઓ ફક્ત ત્રણ મહિના માટે ત્યાં રહી શક્યા, કેમકે તેમના પિતાને તેનો ખર્ચ પોષાય તેમ ન હતો. અગાસીને દસ મિનીટ માટે રમતો જોઇને બોલેટરીએ માઇકને બોલાવીને કહ્યું: "તમારો ચેક પાછો લઇ જાઓ. તે અહીંયા વિનામૂલ્યે રહેશે," તેમના મતે અગાસીમાં અન્ય સરખામણીએ વધારે કુદરતી આવડત હતી.[૨૧]

આંતરરાષ્ટ્રીય ટેનિસ કારકિર્દી[ફેરફાર કરો]

1986–1993[ફેરફાર કરો]

તેઓ 16 વર્ષની વયે વ્યાવસાયિક બન્યા અને તેમની પ્રથમ ટુર્નામેન્ટ લા ક્વિન્ટા, કેલિફોર્નિયામાં હતી. તેઓ જોહ્ન ઓસ્ટિન સામેની પ્રથમ મેચ 6-4, 6-2થી જીતી ગયા હતા, પરંતુ પછી મેટ્સ વિલાન્ડર સામેની બીજી મેચમાં તેઓ 6-1, 6-1થી હારી ગયા. તે વર્ષના અંતે, અગાસી વિશ્વમાં 91 ક્રમાંકે હતા.[૨૨] અગાસીએ ઇટાપેરિકાના સુલ અમેરિકન ઓપન ખાતે 1987માં પ્રથમ ઉચ્ચ-કક્ષાનું સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું.[૨૦] તે વર્ષે તેઓ વૈશ્વિક રેન્કીંગમાં 25 નંબર પર હતા.[૨૦] તેણે 1988માં છ વધારાની ટુર્નામેન્ટ જીતી હતી (મેમ્ફિસ, યુ.એસ. મેન્સ ક્લે કોર્ટ ચેમ્પિયનશિપ્સ, ફોરેસ્ટ હિલ્સ ડબ્લ્યુસીટી, સ્ટટગાર્ટ આઉટડોર, વોલ્વો ઇન્ટરનેશનલ અને લિવિંગ્સ્ટન ઓપન),[૨૦] અને તે વર્ષના ડિસેમ્બર મહિના સુધીમાં તે ફક્ત 43 ટુર્નામેન્ટ્સ રમીને તેની કારકિર્દીમાં 2 મિલિયન US$ની સપાટી વટાવી ગયો હતો - આ સપાટીએ પહોંચનારા ખેલાડીઓમાં તે સૌથી ઝડપી હતો.[સંદર્ભ આપો] તે વર્ષના અંતે તે વૈશ્વિક રેન્કીંગમાં 3 ક્રમ પર હતો અને ફક્ત બીજા ક્રમે રહેલા ઇવાન લેન્ડલ અને ટોચના ખેલાડી મેટ્સ વિલાન્ડર કરતા જ પાછળ રહ્યો હતો. અસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ અને ટેનિસ મેગેઝિન બંનેએ અગાસીને 1988ના વર્ષ માટે રમતમાં સૌથી વધુ સુધારો લાવનાર ખેલાડી તરીકે ગણાવ્યો.[૨૦]

તેની કારકિર્દીના પ્રથમ આઠ વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપન (પાછળથી તે શ્રેષ્ઠ ગ્રાન્ડ સ્લેમ ઇવેન્ટ બની ગઇ)માં રમનારા, અગાસીએ 1988થી 1990 દરમિયાન વિમ્બલ્ડનમાં પણ નહીં રમવાનો નિર્ણય લીધો અને જાહેરમાં નિવેદન આપ્યું કે તેઓ કાર્યક્રમની પરંપરગત નીતિઓને કારણે ત્યાં રમવા માગતા નથી, જેમાં મુખ્યત્વે ત્યાં રમવા માટે ફરજિયાતપણે પહેરવા પડતા "સફેદ વસ્ત્રો"નો સમાવેશ થાય છે.

ટુરમાં મજબૂત પ્રદર્શન બાદ અગાસીને ઝડપથી ભવિષ્યનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન માનવામાં આવ્યો. કિશોર વયે પણ, તેઓ 1988માં ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનની સેમિ-ફાઇનલ્સમાં પહોંચી ગયા અને 1989માં યુએસ ઓપનની સેમિફાઇનલ્સમાં પણ સ્થાન મેળવ્યું. તેમણે 1990ના દાયકાની શરૂઆત બહુ સારી રીતે ન કરી. તેઓ ફ્રેન્ચ ઓપનમાં 1990માં પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં પહોંચ્યા, તેઓ એન્દ્રેઝ ગોમેઝ સામે ચાર સેટ્સમા હાર્યા પહેલા જીતવા માટે સક્ષમ ગણાતા હતા. તેઓ યુએસ ઓપનમાં તે વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પ્રવેશ્યા, જેમાં તેમણે સેમિ-ફાઇનલ્સમાં અગાઉના વિજેતા બોરિસ બેકરને હાર આપી હતી. ફાઇનલમાં તેમના પ્રતિસ્પર્ધી ખેલાડી પેટ સામ્પ્રસ હતા; એક વર્ષ અગાઉ, અગાસીએ સામ્પ્રસને 6-2, 6-1થી માત આપી હતી, જેના બાદ તેમણે તેમના કોચને જણાવ્યું હતું કે તેમને સામ્પ્રસ માટે ખૂબ ખરાબ લાગ્યું છે અને તેઓ ક્યારેય તેને એક વિરોધી તરીકે નહીં જુએ. અગાસી સામ્પ્રસ સામેની યુએસ ઓપન ફાઇનલ 6-4, 6-3, 6-2થી હારી ગયા.[૨૦] આ બે અમેરિકન ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધા દાયકાના બાકીના ભાગ દરમિયાન જાણીતી બની રહી. 1990માં પણ, અગાસીએ યુનાઇટેડ સ્ટેટ્સને આઠ વર્ષોમાં પ્રથમ વાર ડેવિસ કપ જીતવામાં મદદ કરી અને ફાઇનલમાં વિમ્બલ્ડન ચેમ્પિયન સ્ટેફન એડબર્ગને ફાઇનલમાં હરાવી તેનો પ્રથમ ટેનિસ માસ્ટર્સ કપ જીત્યો.

1991માં, અગાસી સતત બીજી ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પહોંચ્યા જ્યાં તેમની સામે બોલેટરી એકેડેમીના પૂર્વ સાથી જીમ કુરિયર હતા. પાંચ સેટની ફાઇનલમાં કુરીયરનો વિજય થયો. અગાસીએ 1991માં વિમ્બલ્ડનમાં રમવાનો નિર્ણય લીધો, જેના એક સપ્તાહ પહેલાથી તે કયા વસ્ત્રો પહેરશે તે અંગે મિડીયામાં અટકળો કરવામાં આવી. અંતે તેઓ પ્રથમ રાઉન્ડમાં સંપૂર્ણ સફેદ વસ્ત્રોમાં મેચ રમ્યા. તેઓ ક્વાર્ટર-ફાઇનલ્સ સુધી પહોંચ્યા, જ્યાં તેઓ ડેવિડ વ્હીટન સામે પાંચ સેટની મેચમાં હારી ગયા.

અગાસીના ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની શરૂઆત વિમ્બલ્ડનથી થઇ, નહીં કે ફ્રેન્ચ ઓપન કે યુએસ ઓપન કે જેમાં તેમણે અગાઉ સફળતા મેળવી હતી. 1992, તેમણે પાંચ સેટની ફાઇનલમાં ગોરાન ઇવાનિસેવિકને હાર આપી.[૨૦] આમ તેમણે ભૂતપૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન્સ બોરિક બેકર અને જોહ્ન મેકેનરોને પાછળ રાખી દીધા. અન્ય કોઇ ખેલાડી વિમ્બલ્ડન ખાતે આ રીતે જીતી ન શક્યું, જે દસ વર્ષ બાદ લેટોન હેવિટ્ટે કરી બતાવ્યું. અગાસી 1992માં બીબીસી ઓવરસીઝ સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધી યર બન્યા. અગાસી ફરીથી 1992માં યુનાઇટેડ સ્ટેટ્સની ડેવિસ કપ વિજેતા ટીમમાં રમ્યા. ત્રણ વર્ષના સમયગાળામાં આ તેમનું બીજુ ડેવિસ કપ ટાઇટલ હતું.

વર્ષ 1993માં અગાસીએ સિનસિનાટી માસ્ટર્સ ખાતે પેટર કોર્ડા સાથે મળી તેનું એકમાત્ર ડબલ્સ ટાઇટલ જીત્યું. અગાસીએ ઇજાઓને કારણે તે વર્ષનો શરૂઆતનો મોટો ભાગ વિતાવ્યો. વિમ્બલ્ડન ટાઇટલની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હોવા છતાં, તેઓ અંતિમ ચેમ્પિયન અને વિશ્વના પ્રથમ ક્રમના પેટ સામ્પ્રસ સામે પાંચ સેટની મેચમાં હારી ગયા. અગાસી યુએસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં થોમસ એન્ક્વિસ્ટ સામે હારી ગયા અને વર્ષના અંત ભાગમાં તેમને કાંડાની સર્જરી કરાવવાની જરૂરિયાત ઉભી થઇ.

1994–1997[ફેરફાર કરો]

નવા કોચ, બ્રાડ ગિલ્બર્ટના આગમન બાદ, અગાસીએ વ્યૂહાત્મક, સતત અભિગમ અપનાવ્યો, જે તેના પુનરાગમનમાં મદદરૂપ સાબિત થયો. અગાસીએ 1994માં ધીમેધીમે રમવાની શરૂઆત કરી અને પ્રથમ સપ્તાહમાં ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડનમાં હાર થઇ. હાર્ડ કોર્ટ સિઝનમાં, અગાસીએ કેનેડિયન ઓપનમાં જીત મેળવીને સારી શરૂઆત કરી. તેમનું પુનરાગમન પરાકાષ્ઠાએ પહોંચ્યુ જ્યારે 1994 યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં વિરોધી માઇકલ ચાંગ સામે પાંચ સેટની મેચમાં જીત મેળવી અને ફાઇનલમાં માઇકલ સ્ટિચને હરાવી તેઓ યુએસ ઓપન મેળવનારા પ્રથમ અનસિડેડ ખેલાડી બન્યા.[૨૦]

1995માં અગાસીએ તેની જૂની "ઇમેજ ઇઝ એવરીથિંગ" સ્ટાઇલને અવગણીને મુંડન કરાવી દીધું. તેમણે 1995 ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લીધો (આ ઇવેન્ટમાં પ્રથમ વાર) અને ચાર સેટની ફાઇનલમાં સામ્પ્રસ સામે જીત મેળવી.[૨૦] અગાસી અને સામ્પ્રસ 1995માં પાંચ ટુર્નામેન્ટની ફાઇનલ્સમાં રમ્યા, જે બધી જ હાર્ટકોર્ટ પર હતી, જેમાં અગાસીએ ત્રણમાં જીત મેળવી. અગાસીએ 1995માં ત્રણ માસ્ટર્સ સિરીઝ (સિનસિનાટી, કિ બિસ્કેયન, અને ધી કેનેડિયન ઓપન) અને કુલ સાત ટાઇટલ્સ જીત્યા.[૨૦] તેમણે સમર હાર્ડકોર્ટ સર્કિટ દરમિયાન કારકિર્દીમાં શ્રેષ્ઠ સતત 26 મેચોમાં વિજય મેળવ્યો, જે વિજયયાત્રા યુએસ ઓપનની ફાઇનલમાં સામ્પ્રસ સામે હાર્યા બાદ અટકી ગઇ.

અગાસી એપ્રિલ 1995માં પ્રથમ વાર રેન્કીંગમાં વિશ્વના નં. 1 ખેલાડીના સ્થાન પર પહોંચ્યા. તેમણે નવેમ્બર મહિના સુધીના 30 સપ્તાહ માટે આ સ્થાન જાળવી રાખ્યું. હાર/જીતના વિક્રમની દ્રષ્ટિએ, અગાસી માટે 1995નું વર્ષ શ્રેષ્ઠ રહ્યું. તેઓ 73 મેચ જીત્યા હતા અને ફક્ત 9માં જ હાર મેળવી હતી. અગાસી ફરીથી યુનાઇટેડ સ્ટેટ્સની ડેવિસ કપની વિજેતા ટીમ માટે ચાવીરૂપ ખેલાડી સાબિત થયો - જે અગાસીનું ત્રીજુ અને અંતિમ ડેવિસ કપ ટાઇટલ હતું.

1996નું વર્ષ અગાસી માટે વધારે સફળ ન રહ્યું, કેમકે તેઓ કોઇ પણ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશવામાં નિષ્ફળ રહ્યા. તેઓ ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડનમાં અનુક્રમે ક્રિસ વુડરફ અને ડોગ ફ્લેચની સામે રાઉન્ડના શરૂઆતના તબક્કામાં જ હારી ગયા, અને ઓસ્ટ્રેલિયન અને યુએસ ઓપન સેમિફાઇનલ્સમાં ચેંગ સામે સીધા સેટોમાં હારનો સામનો કર્યો. તે સમયે અગાસીએ હાર માટે વધુ પવનની સ્થિતનું કારણ આગળ ધર્યું, પરંતુ પાછળથી તેની આત્મકથામાં તેણે સ્વીકાર્યુ કે તેણે હાથે કરીને આ મેચોમાં હારની પસંદગી કરી હતી, કેમકે તે ફાઇનલમાં બોરિસ બેકર સામે રમવા માગતો ન હતો. એટલાન્ટા ખાતેની ઓલમ્પિક ગેમ્સની ફાઇનલમાં સ્પેનના સર્ગિ બ્રુગેરાને 6-2, 6-3, 6-1થી હાર આપીને પુરૂષ વર્ગનો સિંગલ્સ ગોલ્ડ મેડલ મેળવ્યો તે અગાસી માટે ટોચની સિદ્ધી હતી.[૨૦] અગાસીએ સિનસિનાટી અને કી બિસ્કેનના સિંગલ્સ ટાઇટલ્સમાં પણ સફળતાપૂર્વક જીત મેળવી.

1997નું વર્ષ અગાસીની કારકિર્દીમાં નિમ્ન કક્ષાનું રહ્યું. તેની કાંડાની ઇજાએ ફરી ઉથલો માર્યો અને તે સમગ્ર વર્ષ દરમિયાન ફક્ત 24 મેચમાં જ રમી શક્યો. તેણે પાછળથી એવું સ્વીકાર્યું કે તેણે એક મિત્રની વિનંતીથી તે સમયે ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.[૨૩] તે એટીપી ડ્રગ પરિક્ષણમાં નિષ્ફળ નિવડ્યા, પરંતુ તેમણે મિત્રના કહેવાથી આ શરૂ કર્યાનો દાવો કરતો પત્ર લખ્યો. એટીપીએ નિષ્ફળ ડ્રગ પરિક્ષણને એક ચેતવણી તરીકે ધ્યાનમાં લીધી. તેમણે ડ્રગનો ઉપયોગ કરવાનું સ્વીકાર્યું તે સમયે જણાવ્યું કે તેઓ અગાઉ અસત્ય બોલતા હતા.[૨૪] ત્યાર બાદ તરત જ તેમણે ડ્રગનું સેવન છોડી દીધુ. તેઓ કોઇ પણ ઉચ્ચ કક્ષાનું ટાઇટલ જીતી ન શક્યા અને 10 નવેમ્બર, 1997ના રોજ તેમનું રેન્કિંગ વિશ્વના નં. 141 પર આવી ગયું.[૨૦]

1998–2003[ફેરફાર કરો]

સર્વ કરી રહેલો અગાસી

1998માં, અગાસીએ સખત તાલિમ કાર્યક્રમની શરૂઆત કરી અને ચેલેન્જર સિરીઝ ટુર્નામેન્ટમાં રમીને રેન્કિંગમાં સુધારો કરવાનું કામ કર્યું, જે વિશ્વના ટોચના 50 ખેલાડીઓ સિવાયના વ્યાવસાયિક ખેલાડીઓ માટેની સર્કિટ હતી. આ સમય દરમિયાન તેમણે પેટ સામ્પ્રસ અને પેટ્રિક રાફ્ટર સામેની કેટલીક મેચોમાં પણ ઉત્તમ પ્રદર્શન કર્યું.

1998માં, અગાસીએ પાંચ ટાઇટલ્સ જીત્યા અને વિશ્વના નં. 122થી સીધા સરકીને નં. 6 પર આવી ગયા, જે કેલેન્ડર વર્ષમાં સીધા ટોચના 10 ખેલાડીઓમાં સ્થાન મેળવવા આટલો લાંબો કુદકો લગાવનાર પ્રથમ ખેલાડી હતા.[૨૫] વિમ્બલ્ડન ખાતે, તેઓ બીજા રાઉન્ડમાં જ એટીપી ખેલાડી ટોમી હાસ સામે હારી ગયા હતા. તેમણે દસ ફાઇનલ્સમાંથી પાંચ ટાઇટલમાં જીત મેળવી અને કી બિસ્કેનમાં માસ્ટર્સ સિરીઝ ટુર્નામેન્ટ ખાતે માર્કેલો રાયોઝ સામે હારીને તેઓ બીજા સ્થાને રહ્યા, જેને પરિણામે પ્રતિસ્પર્ધી વિશ્વનો નં. 1 ખેલાડી બની ગયો.

1999માં જ્યારે તેમણે બે સેટમાં હાર મેળવ્યા બાદ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં આન્દ્રે મેડ્વેનેવને પાંચ સેટની મેચમાં હરાવી દીધો ત્યારે તેઓ આ જીત મેળવનારા પાંચમા પુરૂષ ખેલાડી બન્યા (રોડ લેવર, ફ્રેડ પેરિ, રોય ઇમર્સન અને ડોન બજ બાદ - ત્યાર બાદ તેમાં રોજર ફેડરરનો છઠ્ઠા ખેલાડી તરીકે ઉમેરો થયો), જેમણે તેમની કારકિર્દી દરમિયાન ચારેય ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ્સ જીત્યા હોય. આ જીતે તેમને વિવિધ કોર્ટ્સ પર (ક્લે, ગ્રાસ અને હાર્ડ કોર્ટ્સ) બધા જ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ્સ જીતનારા ઇતિહાસના પ્રથમ ખેલાડી બનાવી દીધા (બેમાંથી એક, બીજા ક્રમે રોજર ફેડરર), જે તેમની પ્રત્યેક સ્થિતીમાં રમવાની કાબેલિયત દર્શાવતી હતી, અન્ય ચાર ખેલાડીઓને તેમના ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ્સ ફક્ત ક્લે અને ગ્રાસ કોર્ટ્સ પર જ મેળવ્યા હતા. અગાસી કેરિયર ગોલ્ડન સ્લેમ જીતનારા પ્રથમ પુરૂષ ખેલાડી પણ બની ગયા, જેમાં બધી જ ચાર ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ્સ ઉપરાંત ઓલમ્પિક ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે.

અગાસી 1999માં ફ્રેન્ચ ઓપનમાં મેળવેલી જીત બાદ, વિમ્બલ્ડનમાં પણ ફાઇનલમાં પહોંચ્યા, જ્યાં તેઓ સામ્પ્રસ સામે સીધા સેટોમાં હારી ગયા.[૨૦] વિમ્બલ્ડનમાં મેળવેલી હાર બાદ તેઓ ફરી યુએસ ઓપનની ફાઇનલમાં ટોડ માર્ટિનને પાંચ સેટની મેચમાં હરાવી જીત મેળવી. અગાસીએ 1999નું વર્ષ વિશ્વના નં. 1 ક્રમાંક પૂર્ણ કર્યુ, અને સામ્પ્રસના સતત છ વર્ષ સુધી (1993-1998) ટોચના સ્થાને રહેવાના વિક્રમનો અંત આણ્યો.[૨૦] ત્યારે પ્રથમ વાર એવું બન્યું કે અગાસીએ તે વર્ષ પ્રથમ ક્રમાંકે પૂર્ણ કર્યું.

અગાસીએ ત્યાર પછીના વર્ષની શરૂઆત બીજુ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતીને કરી, જેમાં તેમણે સેમિફાઇનલમાં પાંચ સેટમાં સામ્પ્રસને અને ચાર સેટની ફાઇનલમાં યેવગેની કાફેલ્નિકોવને માત આપી.[૨૦] 1969માં રોડ લેવરે ગ્રાન્ડ સ્લેમ મેળવ્યું ત્યાર પછી સતત ચાર ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ્સમાં પ્રવેશ કરનારા ત અગાસી પ્રથમ પુરૂષ ખેલાડી હતા.[૨૬] તે સમયે અગાસી લેવરની જીત બાદ ફક્ત ચોથા ખેલાડી હતો જેમણે ફક્ત વિમ્બલ્ડન ટાઇટલ સિવાય ગ્રાન્ડ સ્લેમના ચાર ટાઇટલમાંથી ત્રણમાં જીત મેળવી હતી.[૨૭]

2000માં પણ અગાસી વિમ્બલ્ડનની સેમિફાઇનલ્સમાં પહોંચ્યા, જેમાં તેઓ રાફ્ટર સામે પાંચ સેટની મેચમાં અંતે હારી ગયા. આ મેચને ઘણા લોકો દ્વારા વિમ્બલ્ડનની સૌથી શ્રેષ્ઠ મેચ માનવામાં આવે છે.[૨૮] લિસ્બનમાં પ્રારંભિક ટેનિસ માસ્ટર્સ કપની શરૂઆતમાં, અગાસીએ સેમિફાઇનલ્સમાં મારત સાફિનને 6-3, 6-3થી હરાવીને ટેનિસના ઇતિહાસમાં સૌથી યુવા વયના વિશ્વના નં. 1 બનવાની રશિયાની આશાનો અંત લાવી દીધો. જોકે પાછળથી અગાસી ફાઇનલમાં ગુસ્તાવો કુર્ટન સામે હારી ગયો અને વિજેતા વિશ્વનો નં. 1 બની ગયો.

અગાસીએ આર્નૌડ ક્લેમેન્ટ સામે સીધા સેટોમાં ફાઇનલમાં જીત મેળવીને 2001માં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જાળવી રાખ્યું અને જીતથી શરૂઆત કરી.[૨૦] તે અગાઉ, તેમણે મોટી સંખ્યામાં ચાહકોની હાજરીમાં રાફ્ટરને (7-5, 2-6, 6-7, 6-2, 6-3)થી હાર આપી અને તે છેલ્લી ઓસ્ટ્રેલિયન ઓપન બની રહી. વિમ્બલ્ડન ખાતે, તેઓ ફરી સેમિફાઇનલ્સમાં મળ્યા, જેમાં અગાસી ખૂબ રોમાંચક મેચમાં રાફ્ટર સામે અંતિમ સેટમાં 8-6થી હારી ગયા. યુએસ ઓપન ખાતેની ક્વાર્ટરફાઇનલ્સમાં, અગાસી સામ્પ્રસ સામેની ઐતિહાસિક[૨૯] 3 કલાક, 33 મિનીટ સુધી ચાલેલી મેચમાં સામ્પ્રસ સામે 6–7(7), 7–6(7), 7–6(2), 7–6(5),[૩૦]થી હારી ગયા, જેમાં 48 ગેમની મેચ કોઇ પણ બ્રેક વિના રમવામાં આવી હતી. આ હાર બાદ પણ, અગાસીએ 2001નું વર્ષ વિશ્વના નં. 3 પર પૂર્ણ કર્યુ, અને તેઓ ત્રણ અલગ દાયકાઓમાં[૩૧] ટોચના 10માં સ્થાન સાથે વર્ષ પૂર્ણ કરનાર એક માત્ર પુરૂષ ખેલાડી બની ગયા (1880નો દાયકો - 1988માં વિશ્વના નં. 3 અને 1989માં નં. 7; 1990ના દાયકામાં - 1990નું વર્ષ, વિશ્વના નં. 4 તરીકે અને 1991માં નં. 10, 1992માં નં. 9, 1994 અને 1995માં નં. 2, 1998માં નં. 6 અને 1999માં નં. 1; 2000ના દાયકામાં - 2000ના વર્ષમાં વિશ્વના નં. 6, 2001માં નં. 3, 2002માં નં. 2, 2003માં નં. 4, 2004માં નં. 8 અને 2005). 1984માં 32 વર્ષના કોનોર્સે વિશ્વના નં. 2 ખેલાડી તરીકે પૂર્ણ કર્યું ત્યાર બાદ તેમણે ટોચના ત્રણમાં સ્થાન મેળવનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી (31 વર્ષ) બની ગયા.[૨૫]

2002ના વર્ષની શરૂઆત અગાસી માટે નિરાશાજનક રહી, કેમકે ઇજાને કારણે તેમને ઓસ્ટ્રેલિયન ઓપન છોડવી પડી, જેમાં તેઓ બે વાર ચેમ્પિયન રહી ચૂક્યા છે. અગાસી અને સામ્પ્રસ વચ્ચેની અંતિમ મેચ યુએસ ઓપનની ફાઇનલ હતી, જેમાં સામ્પ્રસ ચાર સેટની મેચમાં જીતી ગયો અને તેમની કારકિર્દીની કુલ 34 મેચોમાં સામ્પ્રસ 20-14થી આગળ રહ્યો. આ મેચ સામ્પ્રસની કારકિર્દીની અંતિમ મેચ હતી. અગાસીની યુએસ ઓપનની પૂર્ણાહુતિ, સાથે કી બિસ્કેન, રોમ અને મેડ્રિડમાં માસ્ટર્સ સિરીઝમાં મેળવેલી જીતે 2002માં તેને 32 વર્ષ 8 મહિનાની સૌથી મોટી ઉંમરે વિશ્વના નં. 2 પર લાવી દીધા.[૨૫]

2003માં, અગાસીએ ઓસ્ટ્રેલિયન ઓપન ખાતે તેમની કારકિર્દીનું આઠમું (અને છેલ્લું) ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું, જેમાં તેમણે ફાઇનલમાં રેઇનર શટલરને સીધા સેટોમાં હાર આપી. માર્ચ મહિનામાં, તેમણે કારકિર્દીનુ છઠ્ઠું અને સતત ત્રીજુ કી બિસ્કેન ટાઇટલ જીત્યું, અને આથી તેમણે પત્ની સ્ટેફી ગ્રાફના આ ટાઇટલ 5 વખત જીતવાના વિક્રમને પાર કર્યો. આ ફાઇનલ તે ટુર્નામેન્ટ તેમનો 18મો સતત વિજય હતો, જેને પગલે 1993-1995નો સામ્પ્રસનો 17 સેટનો અગાઉનો વિક્રમ તૂટી ગયો. (અગાસીની જીતનો સિલસિલો તે ટુર્નામેન્ટમાં તેઓ ઓગસ્ટિન કેલેરી સામે હાર્યા તે અગાઉ પ્રથમ બે મેચમાં જીત મેળવીને સતત 20 મેચો સુધી ચાલુ રહ્યો.) આ જીત સાથે, અગાસી સૌથી નાની વય (19 વર્ષ) અને સૌથી મોટી વય (32) સાથે કી બિસ્કેન ટુર્નામેન્ટના વિજેતા બની ગયા. 28 એપ્રિલ, 2003ના રોજ, તેમણે ક્વીન્સ ક્લબ ચેમ્પિયનશીપ્સ ખાતે ઝેવિયર મેલિસ્સે સામે ક્વાર્ટરફાઇનલમાં જીત મેળવીને વિશ્વના નં. 1નું સ્થાન ફરીથી હાંસલ કર્યું, જેને પગલે તેઓ સૌથી મોટી ઉંમરે ટોચનું સ્થાન હાંસલ કરનાર ખેલાડી બની ગયા, એટીપી રેન્કિંગની શરૂઆત 33 વર્ષ અને 13 દિવસે થઇ હતી. તેમણે વિશ્વના નં. 1નું રેન્કિંગ બે સપ્તાહ માટે જાળવી રાખ્યું અને લેટન હેવિટ્ટે 12મી મે, 2003ના રોજ આંચકી લીધું. ત્યાર પછી અગાસીએ 16મી જૂન, 2003ના રોજ વિશ્વના નં. 1 ખેલાડીનું સ્થાન પાછું મેળવ્યું, જે તેમણે 7 સપ્ટેમ્બર, 2003 સુધી જાળવી રાખ્યું. સમગ્ર કારકિર્દી દરમિયાન, અગાસીએ કુલ 101 સપ્તાહ સુધી વિશ્વના નં. 1નું સ્થાન જાળવી રાખ્યું હતું.[૩૨] ઇજાઓને કારણે તેમના પર ઘણી ઇવેન્ટ છોડી દેવાનું દબાણ સર્જાવાથી અગાસીના રેન્કિંગમાં ઘટાડો થયો. તેઓ યુએસ ઓપનની સેમિફાઇનલ્સમાં પહોંચવામાં સફળ રહ્યા જ્યાં તેઓ જુઆન કાર્લોસ ફેરેરો સામે હારી ગયા અને તેમનો વિશ્વના નં. 1નો ખિતાબ ફેરેરોને ફાળે ગયો. વર્ષના અંતના ટેનિસ માસ્ટર્સ કપ ખાતે, અગાસીએ ફેડરર સામે ફાઇનલમાં હારનો સામનો કર્યો અને વર્ષના અંતે તેઓ વિશ્વના નં. 4ના સ્થાન પર રહ્યા. 33 વર્ષની વયે, તેઓ કોનોર્સ બાદ ટોચના પાંચ ખેલાડીઓમાં સ્થાન પામનારા સૌથી મોટી ઉંમરના ખેલાડી હતા. કોનોર્સ 1987માં 35 વર્ષની વયે વિશ્વના નં. 4 ખેલાડી હતા.[૨૫]

2004–2006[ફેરફાર કરો]

2004માં, અગાસીએ કારકિર્દીના ટોચની કક્ષાના સિંગલ્સ ટાઇટલ્સની સંખ્યા 59 અને એટીપી માસ્ટર્સ સિરીઝ ટાઇટલ્સની સંખ્યા 17 કરતા સિનસિનાટીમાં માસ્ટર્સ સિરીઝ ઇવેન્ટ જીતી લીધી, જેમાં તેમણે નવ એટીપી માસ્ટર્સ ટુર્નામેન્ટ્સમાંથી સાત અગાઉથી જીતી હતી, જેમાં મોન્ટે કાર્લો અને હેમ્બર્ગની ટુર્નામેન્ટ અપવાદ હતી. 34 વર્ષી વયે, તેઓ સિનસિનાટી ટુર્નામેન્ટના ઇતિહાસમાં (ટુર્નામેન્ટ 1899માં શરૂ થઇ હતી) બીજા ક્રમના સૌથી મોટી વયના સિંગલ્સ ચેમ્પિયન બન્યા હતા, ફક્ત કેન રોઝવોલ જ તેમનાથી આગળ હતા જેમણે 1970માં 35 વર્ષની ઉંમરે ટાઇટલ જીત્યું હતું. તેમણે વિશ્વના નં. 8 પર વર્ષ પૂર્ણ કર્યું અને 1988માં 36 વર્ષની વયે વિશ્વના નં. 7 પર રહેનારા કોનોર્સ બાદ ટોચના 10માં સ્થાન મેળવનાર સૌથી મોટી વયના ખેલાડી બન્યા હતા.[૨૫] અગાસી લોસ એન્જલસ ખાતે કન્ટ્રીવાઇડ ક્લાસિકમાં એલેક્સ બોગોમોલોવ સામે પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવીને ઓપન એરામાં કારકિર્દીની 800મી જીત મેળવનાર ફક્ત છઠ્ઠા પુરૂષ ખેલાડી બન્યા હતા.

અગાસીની વર્ષ 2005ની શરૂઆત ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટરફાઇનલમાં ફેડરર સામે હારથી થઇ. અગાસી ઘણી વાર ટુર્નામેન્ટ્સમાં આગળ સુધી પહોંચ્યા, પરંતુ ઘણી મેચોમાં ઇજાને કારણે તેમણે ખસી જવું પડતું હતું. ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં જાર્કો નિમીનેન સામે તેઓ હારી ગયા. તેમણે લોસ એન્જલસમાં તેમનું ચોથું ટાઇટલ જીત્યું અને તેઓ રોજર્સ કપની ફાઇનલમાં પ્રવેશ્યા જેમાં તેઓ વિશ્વના નં. 2 રફેલ નડાલ સામે હારી ગયા. અગાસી માટે 2005નું વર્ષ યુએસ ઓપન ફાઇનલ તરફની તેમની દોડ માટે સારૂ સાબિત થયું. રેઝવેન સબાઉ અને આઇવો કાર્લોવિકને સીધા સેટોમાં અને ટોમેસ બેર્ડિચને ચાર સેટમાં હરાવ્યા બાદ, અગાસીએ ફાઇનલમાં પહોંચતા પહેલા પાંચ સેટની સતત ત્રણ મેચો જીતી. આ મેચોમાંથી સૌથી નોંધપાત્ર મેચમાં તેમણે ક્વાર્ટરફાઇનલમાં જેમ્સ બ્લેક સામે મેળવેલી જીતનો સમાવેશ થાય છે, જેમાં તેમણે બે સેટમાં હાર મેળવ્યા બાદ 3-6, 3-6, 6-3, 6-3, 7-6 (6)થી જીત મેળવી હતી. પાંચ સેટ સુધી ચાલેલી અન્ય મેચોમાં ચોથા રાઉન્ડમાં ઝેવિયર મેલિસ્સે અને સેમિફાઇનલ્સમાં રોબી ગિનેપ્રી સામેની મેચનો સમાવેશ થાય છે. ફાઇનલમાં, અગાસીનો સામનો ફેડરર સાથે થયો, જે તેનું સતત બીજું યુએસ ઓપન ટાઇટલ અને બે વર્ષમાં છઠ્ઠું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવા માગતો હતો. ફેડરરે અગાસીને ચાર સેટમાં હાર આપી, છતાં અગાસીએ જ્યારે ત્રીજા સેટ બ્રેક કર્યો ત્યારે ત્યારે જીત અંગે શંકા જાગી હતી.

2005માં શાંઘાઇના ટેનિસ માસ્ટર્સ કપ પહેલા, અગાસીને રેક્વેટબોલમાં પગની ઘૂંટીમાં ઇજા પહોંચી અને ઘણા અસ્થિબંધનો ફાટી ગયા હતા. તેઓ સપ્તાહો સુધી ચાલી શક્યા ન હતા. જોકે તેમણે ટુર્નામેન્ટમાં રમવાની પ્રતિબદ્ધતા દર્શાવી, જેમાં તેઓ ત્રીજા ક્રમે હતા, અને પ્રથમ રાઉન્ડની રોબિન મેચમાં તેઓ નિકોલાય ડેવિડેન્કો સામે રમ્યા હતા. અગાસીની રમતમાં અને મુખ્ય સર્વની સામેના બેકહેન્ડમાં નોંધપાત્ર રીતે ઇજાની અસર જોઇ શકાતી હતી, અને તેઓ સીધા સેટોમાં હારી ગયા. તેમણે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.

અગાસીએ 2005નું વર્ષ વિશ્વના નં. 7ના સ્થાને પૂર્ણ કર્યું, જે વર્ષના અંતે ટોચના 10 રેન્કિંગમાં 16મી વખત બન્યું હતું, જે કોનોર્સના ટોચના 10માં સૌથી વધુ સ્થાન મેળવવાની સિદ્ધીને સમાન કાર્ય હતું. 2005માં, અગાસી 17 વર્ષ બાદ નાઇકી (Nike)ને છોડી દીધી અને એડિડાસ (Adidas) સાથે એન્ડોર્સમેન્ટ સોદો કર્યો.[૩૩] નાઇકી (Nike)એ અગાસીને તેના સખાવતી કાર્યોમાં દાન આપવાની ના પાડી હોવાના મુખ્ય કારણોસર તેણે કંપની છોડી હતી અને એડિડાસ (Adidas) તેમ કરવા રાજી હતી.

2006ના વર્ષમાં અગાસીની શરૂઆત નબળી રહી. તેઓ હજુ પણ પગની ઘૂંટીની ઇજામાંથી બહાર આવી રહ્યા હતા અને પીઠ તથા પગના દર્દની પણ તેમને તકલીફ હતી. અગાસીએ ઘૂંટીની ઇજાને કારણે ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી પોતાનું સ્થાન પાછું ખેંચી લીધું, અને તેમની પીઠની ઇજા અને અન્ય દર્દોએ તેમને ઘણી અન્ય ટુર્નામેન્ટ્સમાંથી પોતાનું નામ પાછું ખેંચવા માટે મજબૂર કર્યા, અંતે તેમણે ફ્રેન્ચ ઓપન સહિતની સંપૂર્ણ ક્લે કોર્ટ સિઝન ગુમાવી દીધી. તેને પગલે તેઓ છેલ્લી વાર ટોચના 10 રેન્કિંગમાંથી બહાર આવી ગયા.

અગાસી ગ્રાસ કોર્ટ સિઝન માટે પરત ફર્યા અને પહેલા ટ્યુઅન-અપ અને ત્ચાર બાદ વિમ્બલ્ડનમાં રમ્યા. તેઓ ત્રીજા રાઉન્ડમાં વિશ્વના નં. 2 (અને અંતે બીજા સ્થાને રહેલા) રફેલ નડાલ સામે 7-6(5), 6-2 , 6-4થી હારી ગયા. પરંપરાગત પદ્ધતિની વિરૂદ્ધ, હારી જનારા ખેલાડી, અગાસીની કોર્ટ પર મેચ બાદ મુલાકાત લેવામાં આવી હતી.[૩૪] વિમ્બલ્ડન ખાતે, અગાસીએ યુએસ ઓપન બાદ પોતાની નિવૃત્તિના આયોજનની જાહેરાત કરી હતી.

અગાસી સમર હાર્ડકર્ટ સિઝનમાં ફક્ત બે ઇવેન્ટમાં રમી શક્યા અને તેઓ લોસ એન્જલસ ખાતેની કન્ટ્રીવાઇડ ક્લાસિકની ક્વાર્ટરફાઇનલમાં ચિલીના ફર્નાન્ડો ગોન્ઝાલેઝ સામે 6-4, 3-6, 7-5થી હારી ગયા. તેના પરિણામે તેઓ યુએસ ઓપનમાં અનસિડેડ રહ્યા.

અંતિમ યુએસ ઓપનમાં અગાસીનો ટૂંકો પણ નાટકીય સમય રહ્યો. પીઠના અતિશય દુખાવાને કારણે, અગાસીને પ્રત્યેક મેચ બાદ ફરજિયાતપણે એન્ટી-ઇન્ફ્લેમેટરી ઇન્જેક્શન્સ લેવા પડતા હતા. આન્દ્રે પેવલ સામેની ચાર સેટની સંઘર્ષમય જીત બાદ, અગાસીએ આઠમા ક્રમાંકિત માર્કોસ બઘડાટિસનો બીજા રાઉન્ડમાં સામનો કર્યો, જે અગાઉ 2006ની ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ અને વિમ્બલ્ડન સેમિફાઇનલ્સમાં પહોચ્યો હતો. અંતિમ સેટમાં યુવાન બઘડાટિસના સ્નાયુઓ ખેંચાઇ જવાથી અગાસી 6-4, 6-4, 3-6, 5-7, 7-5થી જીતી ગયા હતા. તેની અંતિમ મેચમાં, અગાસી 112માં ક્રમાંકિત બિગ-સર્વિંગ જર્મનીના બેન્જામિન બેકર સામે ચાર સેટની મેચમાં હારી ગયા. મેચ બાદ અગાસીને દર્શકોએ આઠ મિનીટ સુધી ઉભા રહીને માન આપ્યું હતું અને તેણે નિવૃત્તિ સમયની યાદગાર સ્પીચ આપી હતી.

કમાણી[ફેરફાર કરો]

અગાસીએ તેની કારકિર્દી દરમિયાન ઇનામમાં 30 મિલિયન યુએસ ડોલરથી પણ વધારે જીત્યા છે, જે અત્યાર સુધીમાં ફેડરર, સામ્પ્રસ અને નડાલ બાદ ચોથા સ્થાને છે. જાહેરાત દ્વારા પણ તેઓ દર વર્ષે 25 મિલિયન ડોલરની કમાણી કરતા હતા, તે સમયે તેઓ પ્રત્યેક રમતમાં ચોથા ક્રમે હતા.[સંદર્ભ આપો]

નિવૃત્તિ બાદ[ફેરફાર કરો]

2006 યુએસ ઓપન પછી નિવૃત્તિ લીધી ત્યારથી, અગાસીએ ઘણી સખાવતી હેતુઓ ધરાવતી ટુર્નામેન્ટ્સમાં ભાગી લીધો હતો અને પોતાના અંગત સખાવતી કાર્યોમાં વ્યસ્ત રહ્યા હતા. 5 સપ્ટેમ્બર, 2007ના રોજ, અગાસી એન્ડી રોડ્ડિક/રોજર ફેડરરની યુએસ ઓપન ક્વાર્ટર-ફાઇનલમાં ઓચિંતા મહેમાન કોમેન્ટેટર બનીને આવ્યા હતા. તેઓ તેમના પત્ની , સ્ટેફી ગ્રાફની સાથે, ટિમ હેન્મેન અને કિમ ક્લાઇસ્ટર્સની જોડી સામે વિમ્બલ્ડન ખાતે એક પ્રદર્શન મેચ રમ્યા હતા. તેઓ 2009ની સમર સિઝનમાં[૩૫] ફિલાડેલ્ફીયા ફ્રિડમ્સ માટે વર્લ્ડ ટીમ ટેનિસ રમ્યા હતા અને પ્રથમ વાર તેઓ આઉટબેક ચેમ્પિયન્સ સિરીઝમાં પણ રમ્યા હતા. તેઓ સરપ્રાઇઝ, એરિઝોના ખાતે કેન્સર ટ્રિટમેન્ટ સેન્ટર્સ ઓફ અમેરિકા ટેનિસ ચેમ્પિયનશીપ્સ ખાતે રમ્યા હતા, જ્યાં તેઓ અંતિમ મેચમાં ટોડ માર્ટિન સામે હાર્યા તે અગાઉ ફાઇનલ સુધી પહોંચ્યા હતા.[૩૬] ફાઇનલ સુધીના માર્ગમાં, અગાસીએ ક્વાર્ટર-ફાઇનલ્સમાં મિકેલ પર્નફોર્સ અને સેમિ-ફાઇનલ્સમાં વેન ફરેરાને માત આપી. તેમણે એવી જાહેરાત પણ કરી કે તેઓ પૂર્ણ સમય માટે આ ટુરમાં નહીં રમે, અને તેઓ લાંબા સમયના મિત્ર જિમ કુરિયરની ઇચ્છાથી જ આ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે.[૩૭] હૈતિમાં આવેલા ભૂકંપના રાહતકાર્યો માટે આન્દ્રે સામ્પ્રસ, ફેડરર અને નડાલ સાથે સખાવતી ટુર્નામેન્ટમાં રમ્યા. 2011ની શરૂઆતમાં, અગાસી તાઇવાનમાં મરાત સાફિન સાથે તેઇપી એરેના ખાતે 6 જાન્યુઆરી, 2011ના રોજ અને 8 જાન્યુઆરી, 2011ના રોજ કાઓશિંગ એરેના ખાતે પ્રદર્શનકારી મેચોની શ્રેણી રમ્યા હતા.

રમતની શૈલી[ફેરફાર કરો]

કારકિર્દીની શરૂઆતમાં, અગાસી ઝડપથી પોઇન્ટ મેળવતા હતા અને નબળા રિટર્નની સામે ડીપ અને હાર્ડ શોટ મારીને અંતે એંગલથી પોઇન્ટ મેળવતા હતા. સર્વિસ સામેના તેના રિટર્ન, બેઝલાઇન ગેમ અને ઝડપથી રમવાની તેમની શૈલી શ્રેષ્ઠ હતી, અને તેની મદદથી જ તેઓ 1992માં વિમ્બલ્ડનનું ટાઇટલ જીતી શક્યા હતા. તેમનો બોલ નેટને અડે તેમ ખૂબ ઓછું બનતું, અને તેમ થાય ત્યારે અગાસીને બોલ જમીનને અડે તે પહેલા ફટકારીને સામેના ખેલાડીને ફટકો મારીને આપવાનું ગમતું.

અગાસી બોલને જલ્દી ફટકારીને હંમેશા વિરોધીઓ પર દબાણ ઉભું કરતા અને લાઇન પર શક્તિશાળી બેકહેન્ડ જેવા ડીપ એન્ગલ્સ મારવા માટે જાણીતા હતા. કોર્ટની પાછળ જઇને રમાતી આક્રમક રમત અગાસીની ખસિયત હતી. તેમના વિકાસ દરમિયાન, તેમના પિતા અને નિક બોલેટરીએ આ રીતે જ પ્રશિક્ષણ આપ્યું હતું[૩૮]. જ્યારે તેઓ પોઇન્ટ પર નિયંત્રણ ધરાવતા હોય ત્યારે, અગાસી ઘણી વાર જીતની તક આપતા અને પોતાની ભૂલમાં ઘટાડો કરવા પરંપરાગત શોટ મારતા અને વિરોધીને વધારે દોડવા માટે મજબૂર કરતા.

અગાસીની સર્વિસ ક્યારેય તેની રમતનો હકારાત્મક ગુણ ન હતી, પરંતુ તેની કારકિર્દી દરમિયાન તેમાં સ્થિર સુધારો થયો અને તે સરેરાશથી વધારે સારી થઇ ગઇ. તેઓ વારંવાર તેમના વિરોધીને કોર્ટની બહાર મોકલવા માટે ડ્યૂસમાં હાર્ડ સ્લાઇસ સર્વનો ઉપયોગ કરતા અને ત્યાર બાદ બીજા કોર્નર પર શોટ મારતા. અગાસીની સર્વિસની ઝડપ આશરે 110 mph (177 km/h) થી 125 mph (201 km/h) વચ્ચે હતી. તેમની બીજી સર્વિસ સામાન્ય રીતે 80ની મધ્યમાં ભારે કિક સર્વ હતી.

વ્યક્તિગત અને કૌટુંબિક જીવન[ફેરફાર કરો]

અગાસી 19મી એપ્રિલ, 1997ના રોજ અભિનેત્રી બ્રુક શિલ્ડ્સને પરણ્યા હતા. ફેબ્રુઆરી 1998માં, ધી નેશનલ એન્ક્વાયરર સામે તે દંપતિ વિષે "ખોટા અને બનાવટી" નિવેદનો પ્રકાશિત કર્યા હોવાના આરોપ સાથે કેસ કર્યો હતો, પાછળથી તેને રદ કરવામાં આવ્યો હતો. આ દંપતિએ પાછળથી છુટાછેડા માટે અરજી કરી હતી, જેને 9 એપ્રિલ, 1999ના રોજ મંજુર કરવામાં આવી હતી.

1999ના ફ્રેન્ચ ઓપન ખાતે, અગાસી અને સ્ટેફી ગ્રાફ આશ્ચર્યજનક વિજેતાઓ રહ્યા હતા, કેમકે તે 1995થી અને તેણી 1996થી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી શક્યા ન હતા. વિનર્સ બોલ ખાતે તેઓ બીજી વખત એકબીજાને મળ્યા હતા. તેના થોડા સમય બાદ જ તેમણે મળવાની શરૂઆત કરી. તેઓ બંને જૂલાઇ મહિનામાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચ્યા ત્યાર બાદ ગ્રાફે નિવૃત્તિ લઇ લીધી. 22 ઓક્ટોબર, 2001ના રોજ તેઓ લગ્નગ્રંથીથી જોડાઇ ગયા.[૩૯] તેમનો દિકરો જેડન ગિલનો જન્મ ચાર દિવસ બાદ 26 ઓક્ટોબરના રોજ થયો. તેમની દિકરી, જેઝ એલિનો જન્મ 3 ઓક્ટોબર, 2003ના રોજ થયો. આ દંપતિ લાસ વેગાસમાં રહે છે અને ઘણા વેકેશન હોમ્સ ધરાવે છે.

અગાસીની મોટી બહેન, રિતાએ ટેનિસ ખેલાડી પાંચો ગોન્ઝાલેઝ સાથે લગ્ન કર્યા હતા. 1995માં, જ્યારે ગોન્ઝાલેઝ લાસ વેગાસમાં મૃત્યુ પામ્યો ત્યારે અગાસીએ અંતિમ વિધીના નાણાં ચૂકવ્યા. અગાસીના સૌથી નજીકના મિત્ર ગણાતા લાંબા સમયથી સાથે રહેલા ટ્રેનર ગિલ રેયઝે તેને "ફાધર ફિગર" ગણાવ્યો હતો.[૪૦][૪૧] આન્દ્રે અગાસીની બીજી બહેન, ટેમી સંગ્રહિત ૨૦૧૦-૦૩-૧૦ ના રોજ વેબેક મશિન પણ તેની માતા બેટ્ટીની જેમ સ્તનના કેન્સરથી બચી ગઇ હતી.

ડિસેમ્બર 2008માં, અગાસીના બાળપણના મિત્ર અને પૂર્વ બિઝનેસ મેનેજર પેરી રોજર્સે 50,000 ડોલરની મેનેજમેન્ટ ફી માટે ગ્રાફ વિરૂદ્ધ અદાલતમાં દાવો માંડ્યો, તેણે એવો દાવો કર્યો હતો કે તેણીએ દેવું કર્યું હતું.[૪૨][૪૩]

અગાસીનું આત્મચરિત્ર ઓપન (જે.આર. મોહરિંજર[૪૪]ની મદદથી લખવામાં આવેલી) નવેમ્બર 2009માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમાં, અગાસીએ એવું સ્વીકાર્યું હતું કે તેના ગીચ લાંબા વાળ ખરેખર વીગ હતી અને તેમણએ 1997માં મેથામ્ફેટામાઇનના ઉપયોગનો પરિક્ષણ હકારાત્મક આવ્યો હતો[૨૩][૪૫][૪૬]. પાછળથી કરેલી આ જાહેરાત સામે પ્રતિક્રિયા આપતા, રોજર ફેડરરે તેને આંચકાજનક અને ઉદાસિન ગણાવી હતી,[૪૭] જ્યારે [૪૮]સર્જેજ બુબ્કાએ એવી જાહેરાત કરી હતી કે અગાસીને ગેરલાયક ઠરાવવો જોઇતો હતો.[૪૯] અગાસીએ સીબીએસને આપેલી એક મુલાકાતમાં પોતાનો બચાવ કર્યો અને જણાવ્યું કે "તે મારા જીવનનો એવો સમય હતો જ્યારે મારે મદદની જરૂર હતી."[૫૦] તેમણે એવી પણ જાહેરાત કરી કે તેઓ તેમના પર રહેલા સતત દબાણને કારણે કારકિર્દી દરમિયાન ટેનિસને નફરત કરતા હતા. તેમણે એવું પણ જણાવ્યું કે તેમના મતે પેટ સામ્પ્રસ "રોબોટિક" હતા.[૫૧][૫૨] આ પુસ્તક ન્યૂ યોર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર લિસ્ટ[૫૩]માં #1 પર પહોંચી અને તેને શુભેચ્છાભરી વિવેચનો પ્રાપ્ત થયા.[૫૪]

અગાસી એક રજિસ્ટર્ડ ડેમોક્રેટ[૫૫] છે અને તેણે ડમોક્રેટિક ઉમેદવારોને 1,00,000 ડોલરથી વધારે દાનમાં આપ્યા હતા.[૫૬]

દાનવૃત્તિ[ફેરફાર કરો]

અગાસીએ 1994માં આન્દ્રે અગાસી ચેરિટેબલ અસોસિએશનની સ્થાપના કરી હતી, જે લાસ વેગાસના યુવાન લોકોને મદદ કરે છે. બિનઆશ્રિત લોકોને મદદ કરવાના પ્રયત્નો બદલ 1995માં અગાસીને એટીપી આર્થર આશે હ્યુમનિટેરિયન એવોર્ડની નવાજવામાં આવ્યા હતા. વ્યાવસાયિક ટેનિસમાં તે હંમેશા સૌથી વધારે સખાવતી કાર્યો કરનાર અને સમાજ સાથે સંકળાયેલા ખેલાડી તરીકે જાણીતો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કદાચ તેમની પેઢીનો તે સૌથી વધુ દાન કરનાર ખેલાડી છે.[૫૭]

અગાસીના સખાવતી કાર્યોએ બાળકોને તેમના ખેલાડી તરીકેના ભાવિ સુધી પહોંચવામાં મદદ કરી છે. તેમની બોય્ઝ એન્ડ ગર્લ્સ ક્લબમાં 2,000થી વધારે બાળકોની સંભાળ રાખે છે અને વૈશ્વિક કક્ષાની જૂનિયર ટેનિસ ટીમને પ્રોત્સાહન આપે છે. તેમાં બાસ્કેટબોલ પ્રોગ્રામ (ધી અગાસી સ્ટાર્સ)નો પણ સમાવેશ થાય છે અને ભણતર અને એથ્લેટિક્સ બંને વસ્તુઓને પ્રોત્સાહન આપે છે.

2001માં, અગાસીએ લાસ વેગાસમાં આન્દ્રે અગાસી કોલેજ પ્રિપરેટરી એકેડેમીની[૫૮] સ્થાપના કરી, જે ક્ષેત્રના જોખમી વિસ્તારમાં રહેતા બાળકો માટેની ટ્યૂશન-ફ્રી ચાર્ટર સ્કૂલ છે. 2009માં, સ્નાતક થઇ રહેલો વર્ગ 100 ટકા ગ્રેજ્યુએશન રેટ અને 100 ટકા કોલેજ એક્સેપ્ટન્સ રેટ ધરાવતો હતો[સંદર્ભ આપો]. અગાસી આન્દ્રે અગાસી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જેને મદદ કરતો હતો તેવા બાળકો સંબંધિત કાર્યક્રમોમાં ક્લાર્ક કન્ટ્રીની ત્યજાયેલા બાળકોને રહેઠાણની સગવડ આપતી સંસ્થા, ચાઇલ્ડ હેવનનો સમાવેશ થાય છે. 1997માં, અગાસીએ ચાઇલ્ડ હેવનને છ રૂમમાં ક્લાસરૂમ ધરાવતી બિલ્ડીંગ દાનમાં આપી હતી, જેને હવે અગાસી સેન્ટર ફોર એજ્યુકેશન નામ આપવામાં આવ્યું છે. તેના ફાઉન્ડેશને આરોગ્યની રીતે નબળા બાળકો માટેના આન્દ્રે અગાસી કોલેજના બાંધકામ માટે પણ 7,20,000 ડોલર આપ્યા હતા. આ 20 પથારીની સવલત ડિસેમ્બર 2001માં ખુલ્લી મુકાઇ હતી અને તેમાં પાછળથી વિકાસ થયો હોય અથવા અપંગ બાળકો અને ચેપી રોગોથી પિડાતા બાળકોને સ્થાન આપવામાં આવ્યું હતું.[સંદર્ભ આપો]

2007માં, અગાસી, મહોમ્મદ અલિ, લાન્સ આર્મસ્ટ્રોન્ગ, વોરિક ડન, જેફ ગોર્ડન, મિયા હેમ, ટોની હોક, આન્દ્રે જેગર, જેકી જોયનેર-કેર્સિ, મારિયો લેમિએક્સ, આલોન્ઝ મોર્નીંગ અને કાર રિપકેન જૂનિયરે ચેરિટી એથ્લેટ ફોર હોપની સ્થાપના કરી હતી,[૫૯] જે વ્યાવસાયિક એથ્લેટોને સખાવતી કાર્યોમાં ભાગ લેવામાં મદદ કરે છે અને તેમના સમુદાયને મદદ કરવામાં બધા જ લોકોને ટેકો આપવા પ્રોત્સાહિત કરે છે.

સન્માન[ફેરફાર કરો]

2005માં, ટેનિસ મેગેઝિને 1965થી 2005ના સમયગાળા માટેનો 7મો સૌથી મહાન પુરૂષ ખેલાડી અને બંનેમાં 12મા સૌથી મહાન ખેલાડી તરીકેનો દરજ્જો આપ્યો.[૮].

વિક્રમો[ફેરફાર કરો]

ગ્રાન્ડ સ્લેમ વર્ષો વિક્રમ પૂર્ણ કર્યો સમકક્ષ ખેલાડી
વિમ્બલ્ડન
યુએસ ઓપન
ઓસ્ટ્રેલિયન ઓપન
ઓલમ્પિક
ફ્રેન્ચ ઓપન
1992
1994
1995
1996
1999
કેરિયર ગોલ્ડન સ્લેમ એકમાત્ર ખેલાડી
વિમ્બલ્ડન
યુએસ ઓપન
ઓસ્ટ્રેલિયન ઓપન
ફ્રેન્ચ ઓપન
1992
1994
1995
1999
કેરિયર ગ્રાન્ડ સ્લેમ રોડ લેવર
રોજર ફેડરર
ઓસ્ટ્રેલિયન ઓપન 1995–2003 4 જીત એકંદર રોજર ફેડરર
ઓસ્ટ્રેલિયન ઓપન 2000-04 સતત 26 મેચમાં વિજયી એકમાત્ર ખેલાડી
ઓસ્ટ્રેલિયન ઓપન 2000-03 ચાર વર્ષમાં ત્રણમાં વિજય રોજર ફેડરર
ઓસ્ટ્રેલિયન ઓપન 2000-01 સતત 2 ટાઇટલ્સ કેન રોઝવોલ
ગ્યુલેર્મો વિલાસ
જોહાન ક્રિક
મેટ્સ વિલેન્ડર
સ્ટિફન એડબર્ગ
ઇવાન લેન્ડલ
જિમ કુરિયર
રોજર ફેડરર

અન્ય વિક્રમો:

  • એટીપી વર્લ્ડ ટુર માસ્ટર્સ 1000 (અગાઉથી એટીપી માસ્ટર્સ સિરીઝ) ટાઇટલ્સ: 17 (નડાલ: 18 બીદ તરત બીજા)
  • એટીપી એન્ટ્રી રેન્કિંગમાં સૌથી જૂના ટોચના પુરુષ ખેલાડી: 33 વર્ષ 4 મહિના.


સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "ટેનિસ લવ અફેર વીથ અગાસી કમ્સ ટુ એન એન્ડ" સીબીસી સ્પોર્ટ્સ. પુન:પ્રાપ્તિ મે 15, 2010.
  2. "ગ્રાન્ડ-સ્લેમ્ડ". ધ ડેઇલી ટેલિગ્રાફ. પુન:પ્રાપ્તિ મે 15, 2010.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "સ્ટાર્સ પે ટ્રેબ્યુટ ટુ અગાસી". બીબીસી. Retrieved મે 15, 2010.
  4. "રીડ્સ શોટમેકર્સ: મેન્સ રિટર્ન ઓફ સર્વ". Yahoo! સ્પોર્ટ્સ. પુન:પ્રાપ્તિ મે 15, 2010.
  5. "એડ્જેક્ટિવ્ઝ ટેન્ગલ્ડ ઇન ધ નેટ". ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ. પુન:પ્રાપ્તિ મે 15, 2010.
  6. "સામ્પ્રસ, અગાસી હેવ જસ્ટ બીગન ટુ ફાઇટ" લોસ એન્જલસ ટાઇમ્સ . પુન:પ્રાપ્તિ મે 15, 2010.
  7. લોસ એન્જલસ ટાઇમ્સ કવરેજ
  8. ૮.૦ ૮.૧ "Tennis.com: "ટેનીસના ઇતિહાસના 40 સૌથી મહાન ખેલાડીઓ"". મૂળ માંથી 2006-11-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-30.
  9. [http://www.rolandgarros.com/en_FR/news/articles/2010-05-22/201005221274537108461.html
  10. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-10-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-30.
  11. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2002-10-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-30.
  12. "Tribute to a legend: Andre Agassi Charitable Foundation". ATP Tour, Inc. મેળવેલ 2007-02-15.[હંમેશ માટે મૃત કડી]
  13. "Homepage of". Andre Agassi Preparatory Academy. મેળવેલ 2007-02-15.
  14. "ધી ઇન્ડિપેન્ડન્ટ: "ડોન્ટ વોક અવે, આન્દ્રે"". મૂળ માંથી 2011-06-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-30.
  15. "Andre Agassi Biography". Netglimpse.com. મેળવેલ 2007-08-14.
  16. http://books.google.com/books?id=5R1y1nvcWccC&pg=PA278&lpg=PA278&dq=andre+aghassi+Armenian+-wikipedia.org&source=bl&ots=MiSYlmHbHG&sig=wMd8xu9J8iOQyv_RuVwJvaJWiyc&hl=en&sa=X&oi=book_result&resnum=48&ct=result
  17. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2006-01-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-30.
  18. http://www.zindamagazine.com/html/archives/1995/zn082895.html
  19. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2007-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-30.
  20. ૨૦.૦૦ ૨૦.૦૧ ૨૦.૦૨ ૨૦.૦૩ ૨૦.૦૪ ૨૦.૦૫ ૨૦.૦૬ ૨૦.૦૭ ૨૦.૦૮ ૨૦.૦૯ ૨૦.૧૦ ૨૦.૧૧ ૨૦.૧૨ ૨૦.૧૩ ૨૦.૧૪ ૨૦.૧૫ ૨૦.૧૬ Jensen, Jeffry (2002) [1992]. Dawson, Dawn P (સંપાદક). Great Athletes. 1 (Revised આવૃત્તિ). Salem Press. પૃષ્ઠ 17–19. ISBN 1-58765-008-8. CS1 maint: discouraged parameter (link)
  21. "Coming Into Focus". Gary Smith for Sports Illustrated. મેળવેલ 2007-02-15.
  22. "http://www.tennis28.com/rankings/history/agassi.html". Tennis28. મેળવેલ 2009-06-12. External link in |title= (મદદ)
  23. ૨૩.૦ ૨૩.૧ http://sports.espn.go.com/sports/tennis/news/story?id=4600027
  24. "Agassi admits use of crystal meth". BBC News. October 28, 2009. મેળવેલ March 30, 2010.
  25. ૨૫.૦ ૨૫.૧ ૨૫.૨ ૨૫.૩ ૨૫.૪ આન્દ્રે અગાસી પ્લેયર પ્રોફાઇલ[હંમેશ માટે મૃત કડી]
  26. રોજર ફેડરર હેઝ સીન્સ ડુપ્લિકેટેડ હીઝ ફિટ, અપીયરીંગ ઇન ટેન કન્ઝીક્યુટિવ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ્સ ફ્રોમ 2005–2007.
  27. પેટ સામ્પ્રસે 1993 વિમ્બલ્ડન, 1993 યુએસ ઓપન, અને 1994 ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ્સ એક સાથે મેળવ્યા. જિમ્મી કોનોર્સે આ બધી જ સ્પર્ધાઓ 1974માં જીતી હતી, જોકે તે સમયે તે ગ્રાસ કોર્ટ્સ પર રમાઇ હતી. મેટ્સ વિલાન્ડરે બધા જીત્યા હતા, પણ 1988માં વિમ્બલ્ડન દરમિયાન તે વર્ષના અંત ભાગમાં વિશ્વના પ્રથમ ક્રમાંકે પહોંચ્યા. ફેડરરે પણ આ સિદ્ધી મેળવી, અને વર્ષ 2004ના અંતે ફ્રેન્ચ ઓપન સિવાય બધા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ્સ મેળવ્યા તેમજ 2006 અને 2007 દરમિયાન પણ આ સિદ્ધી પ્રાપ્ત કરી. રફેલ નડાલે 2008 ફ્રેન્ચ ઓપન, 2008 વિમ્બલ્ડન, અને 2009 ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા હતા.
  28. "Classic Matches: Rafter v Agassi". BBC Sport. 2004-05-31. મેળવેલ 2007-10-25.
  29. બીલિવ ધી હાઇપ
  30. અનબ્રેકેબલ
  31. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2007-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-30.
  32. વીક્સ એટ નંબર વન
  33. ESPN - અગાસી સાઇન્સ એડીડાસ ડીલ આફ્ટર લોન્ગ-ટર્મ ડીલ વીથ નાઇકી - ટેનીસ
  34. "Upsetting day: Agassi, then Roddick ousted". Associated Press. NBC Sports. 2006-06-01. મેળવેલ 2007-10-27.
  35. આન્દ્રે અગાસી વીલ પ્લે ડબ્લ્યુટીટી SI.com, માર્ચ 1, 2009
  36. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-10-15 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-23.
  37. [૧]
  38. ઓપન: આન્દ્રે અગાસી હાર્પરકોલિન્સ 2009
  39. આન્દ્રે અગાસી અને સ્ટેફી ગ્રાફના લગ્ન
  40. ફાધર ન્યુ બેસ્ટ
  41. પિટર બોડો બ્લોક: પાપા ગિલ
  42. Alliance Sports Management v. Stephanie Graf Las Vegas Sun . પ્રવેશ 23 ઓક્ટોબર 2009
  43. "Ex-manager for Agassi sues Graf" Las Vegas Review-Journal 7 December 2008. પ્રવેશ 23 ઓક્ટોબર 2009
  44. "અગાસી બાસ્ક્સ ઇન હીઝ ઓન સ્પોટલાઇટ" જેનેટ મેલિન દ્વારા ન્યૂ યોર્ક ટાઇમ્સ નવેમ્બર 8, 2009 પ્રવેશ 11 ડિસેમ્બર 2009
  45. http://www.nydailynews.com/sports/more_sports/2009/10/27/2009-10-27_agassi.html
  46. http://www.nbcwashington.com/news/sports/NATL-Andre-Agassi-Admits-to-Using-Crystal-Meth-66510482.html
  47. [૨]
  48. http://sport.repubblica.it/news/sport/tennis-doping-bubka-agassi-dovrebbe-essere-punito/3730891
  49. http://sport.repubblica.it/news/sport/tennis-doping-bubka-agassi-dovrebbe-essere-punito/3730891
  50. http://www.sportmediaset.mediaset.it/altrisport/articoli/articolo27870.shtml
  51. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-01-17 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-23.
  52. Jeffries, Stuart (2009-10-29). "Why did Andre Agassi hate tennis?". London: guardian.co.uk. મેળવેલ 2010-01-25.
  53. "Hardcover Nonfiction". The New York Times. November 29, 2009. મેળવેલ March 30, 2010.
  54. http://latimesblogs.latimes.com/jacketcopy/2009/11/book-reviews-agassi-mayle-mourlevat-palin.html
  55. "હોલિવુડ, સ્પોર્ટ્સ સેલિબ્રીટિઝ નોટ એન સેમ ડોનેશન પેજ". મૂળ માંથી 2010-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-30.
  56. "આન્દ્રે અગાસીઝ ફેડરલ કેમ્પેઇન કોન્ટ્રીબ્યુશન રિપોર્ટ". મૂળ માંથી 2011-05-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-30.
  57. સ્પોર્ટ્સમેન/પર્સન ઓફ ધી યર
  58. [111] ^
  59. [૩]

વધું વાંચન[ફેરફાર કરો]

  • Agassi, Mike; Cobello, Dominic; Welsh, Kate (2004). The Agassi Story. Toronto: ECW Press. ISBN 1-55022-656-8.CS1 maint: multiple names: authors list (link)

વિડીઓ[ફેરફાર કરો]

  • વિમ્બલ્ડન 2000 સેમિ-ફાઇનલ - અગાસી વિ. રાફ્ટર (2003) સ્ટારિંગ: આન્દ્રે અગાસી, પેટ્રિક રાફ્ટર; સ્ટેન્ડીંગ રૂમ ઓન્લી, ડિવીડી રજૂઆતની તારીખ: ઓગસ્ટ 16, 2005, સમય: 213 મિનીટ્સ, ASIN: B000A343QY.
  • ચાર્લિ રોઝ સાથે આન્દ્રે અગાસી (મે 7, 2001) ચાર્લિ રોઝ, ઇન્ક., ડીવીડી રજુઆત તારીખ: ઓગસ્ટ 15, 2006, સમય: 57 મિનીટ્સ, ASIN: B000HBL6VO.
  • વિમ્બલ્ડન રેકોર્ડ બ્રેકર્સ (2005) સ્ટારિંગ: આન્દ્રે અગાસી, બોરિસ બેકર; સ્ટેન્ડીંગ રૂમ ઓન્લી, ડીવીડી રજુઆત તારીખ: ઓગસ્ટ 16, 2005, સમય: 52 મિનીટ્સ, ASIN: B000A3XYYQ.

વિડીઓ ગેમ્સ[ફેરફાર કરો]

ઢાંચો:Wikinewspar

બાહ્ય લિન્ક્સ[ફેરફાર કરો]