ઉદય મર્ચંટ

વિકિપીડિયામાંથી
ઉદય મર્ચંટ
Source: [૧]

ઉદયકાન્ત માધવજી મર્ચંટ (૧૪ ઓગસ્ટ, ૧૯૧૬ – ૭ ફેબ્રુઆરી, ૧૯૮૫), ભારતીય પ્રથમ દરજ્જાનાં ક્રિકેટનાં ખેલાડી હતા.

તેઓ ટેસ્ટ ખેલાડી વિજય મર્ચંટના ભાઈ હતા, ઉદય જમણેરી બેટ્સમેન હતા અને રણજી ટ્રોફીમાં મુંબઇ વતી રમતા હતા. તેમણે કુલ ૨૨ પ્રથમ દરજ્જાની મેચો મુંબઇ માટે રમ્યા હતા અને ૬૭.૬૧ની સરેરાશથી ૧૭૫૮ જેટલા રન બનાવ્યા હતા.[૧]

ઉદયનો ઉચ્ચત્તમ સ્કોર ૨૧૭ હતો, જે તેમણે ૧૯૪૭-૪૮ની રણજી ટ્રોફી સેમિ ફાઇનલમાં, હૈદરાબાદ સામે નોંધાવ્યો હતો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "First-class batting records by team". CricketArchive.
  2. "Scorecard: Bombay v Hyderabad 1947/48". CricketArchive.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]