ઉભરાટ બીચ
Appearance
ઊભરાટ બીચ Umbharat Beach | |
---|---|
ઉભરાટ | |
પ્રકાર | ગામ, રેતાળ બીચ |
સ્થાન | અરબી સમુદ્ર, મરોલી, ગુજરાત |
નજીકનું શહેર | સુરત, નવસારી |
સંચાલન | ગુજરાત સરકાર |
ઉભરાટ બીચ (અંગ્રેજી: Umbharat Beach)[૧][૨] એ એક દરિયાકિનારે આવેલ રમણીય બીચ છે. આ સ્થળ અરબી સમુદ્રના કિનારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઉભરાટ ગામ નજીક આવેલું છે. આ કાળી રેતીનો બીચ દક્ષિણ ગુજરાતના કેન્દ્ર એવા સુરત શહેરથી 50 kilometres (31 mi) તેમ જ જિલ્લામથક નવસારી શહેરથી 40 kilometres (25 mi) જેટલા અંતરે આવેલ છે. સરસ મઝાનું હવાખાવાનું સ્થળ એવા આ સ્થળે રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા રહેવા તેમ જ જમવાની સગવડ આપતું વિહારધામ ઊભું કરવામાં આવ્યું છે.
માર્ગદર્શન
[ફેરફાર કરો]- નવસારી બસ મથક પરથી ઉભરાટ જવા માટે લોકલ બસની સુવિધા પ્રાપ્ય છે. અહીંથી રિક્ષા તેમજ ખાનગી વાહનમાં પણ જઈ શકાય છે.
- આ ઉપરાંત નવસારી બસમથક પરથી ઉભરાટ જવા માટે મરોલી ગામે થઈને પણ જઈ શકાય છે. ત્યારબાદ મરોલીથી રિક્ષા તેમજ ખાનગી વાહનમાં પણ જઈ શકાય છે.[૩]
- રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા વેસ્મા ખાતેથી પશ્ચિમ દિશામાં જતા રાજ્ય ધોરી માર્ગ પરથી મરોલી થઈ ઉભરાટ જઈ શકાય છે.
- અહીંથી નજીકનું વિમાનમથક સુરત તેમ જ નજીકનું રેલ્વે સ્ટેશન મરોલી છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Ubhrat beach beckons more tourists now - Times of India". The Times of India. મેળવેલ ૨૫ જૂન ૨૦૧૭.
- ↑ "Surat to anchor its dreams at Umbhrat - Times of India". The Times of India. મેળવેલ ૨૫ જૂન ૨૦૧૭.
- ↑ જલાલપોર તાલુકા પંચાયત, નવસારી જીલ્લો, ગુજરાત સરકાર. "ઉભરાટ બીચ". મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૭-૦૬-૨૪.CS1 maint: multiple names: authors list (link)