ઐયામદ દેવૈઆ
સ્ક્વોડ્રન લિડર ઐયામદ બોપ્પૈયા દેવૈઆ એમવીસી | |
---|---|
જન્મ | ૨૪ ડિસેમ્બર ૧૯૩૨ કોડાગુ |
મૃત્યુ | ૧૯૬૫ પાકિસ્તાન |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય વાયુસેના |
હોદ્દો | સ્ક્વોડ્રન લિડર |
યુદ્ધો | ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ |
ઐયામદ બોપ્પૈયા દેવૈઆ એ ભારતીય વાયુસેનાના એક લડાયક વિમાનચાલક હતા. તેમને ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મૃત્યુપર્યંત મહાવીર ચક્ર (પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની વિમાનમથક સરગોધા પર હુમલો કરનાર ટુકડીના ભાગ હતા અને તે દરમિયાન તેમના પર દુશ્મન વિમાનોએ હુમલો કર્યો હતો. તેમણે દુશ્મન વિમાનને તોડી પાડ્યું પરંતુ તેમના વિમાનને પણ નુક્શાન પહોંચ્યુ અને તે તૂટી પડ્યું. તેઓની સ્થિતિ વિશે કોઈ માહિતી ન મળતાં એમ ધારી લેવાયું કે તેઓ પાકિસ્તાની વિસ્તારમાં જ મૃત્યુ પામ્યા હતા.[૧][૨]
જીવન
[ફેરફાર કરો]દેવૈઆનો જન્મ ૨૪ ડિસેમ્બર ૧૯૩૨ના રોજ કુર્ગ, કર્ણાટક ખાતે થયો હતો. તેમના પિતા વ્યવસાયે તબીબ હતા. તેઓ ૧૯૫૪માં ભારતીય વાયુસેનામાં વિમાનચાલક તરીકે જોડાયા હતા.[૩] ૧૯૬૫નું યુદ્ધ ફાટી નીકળ્યું તે સમયે તેઓ વાયુસેના અકાદમિ ખાતે પ્રશિક્ષક તરીકે નિયુક્ત હતા. યુદ્ધ સમયમાં તેમને ૧લી સ્ક્વોડ્રનમાં નિયુક્ત કરવામાં આવ્યા જેમાં મિસ્ટિર-૪ પ્રકારનાં લડાયક બોમ્બમારો કરવા સક્ષમ વિમાનો હતાં.[૪]
તેઓને સરગોધા વિમાન મથક, પાકિસ્તાન પર હુમલો કરનાર ટુકડીના સભ્ય બનાવવામાં આવ્યા. તેઓ હુમલો કરનાર ૧૨ વિમાનોમાંથી કોઈ વિમાન હુમલામાંથી બાકાત થાય તો તેનું સ્થાન લેનાર અનામત વિમાન તરીકે નિયુક્ત હતા. દેવૈઆના વિમાનનો સામનો પાકિસ્તાની આંતરવા માટે સક્ષમ વિમાન એફ-૧૦૪ સાથે થયો જેનું સુકાન ફ્લાઇટ લેફ્ટ અમજદ હુસૈનના હાથમાં હતું. દેવૈઆ તેના હુમલા ખાળવામાં સફળ રહ્યા પણ તેમના વિમાનને નુક્શાન પહોંચ્યુ. તેમણે વળતો હુમલો કરી અને પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું. હુસૈન વિમાનનો ત્યાગ કરી અને છત્રી વડે નીચે ઉતર્યા જ્યારે દેવૈઆનું શું થયું તેની કોઈ જાણકારી મળી નહિ. ભારતીય મિસ્ટિર વિમાનોમાં ઇંધણ અને કાર્યક્ષમતાનો અભાવ હતો અને વિમાન તૂટી પડવાને કારણે એમ માનવામાં આવ્યું કે દેવૈઆ શહીદ થયા.[૫][૪]
પ્રત્યાઘાત
[ફેરફાર કરો]ભારતીય વાયુસેના દેવૈઆની સ્થિતિ વિશે અજાણ હતી અને તેણે શરુઆતમાં દેવૈઆને ગુમ અને પાછળથી મૃત જાહેર કર્યા. ૧૯૭૯માં પાકિસ્તાની વાયુસેનાએ તેના સંદર્ભોનો ઉપયોગ કરી અને અંગ્રેજ લેખક જ્હોન ફ્રિકરને ૧૯૬૫ના યુદ્ધનો ઇતિહાસ લખવા રોક્યા.[૪][૫] ત્યારબાદ પણ દેવૈઆનું મૃત્યુ ક્યા સંજોગોમાં થયું તે વિશે કોઈ જાણકારી નથી. પાછળથી પાકિસ્તાન સરકારે જણાવ્યું કે દેવૈઆનો મૃતદેહ સરગોધા પાસે જ એક ગામમાં લગભગ સલામત સ્થિતિમાં ગામલોકોને મળી આવ્યો હતો અને તેમને ત્યાં જ દફનાવવામાં આવ્યા હતા.[૫][૬]
ફ્રિકરના લખાણોથી સ્પષ્ટ થયું કે દેવૈઆએ કઈ રીતે કાર્યવાહી કરી હતી અને ૧૯૮૮માં તેમને સરકારે મહાવીર ચક્ર એનાયત કર્યું.[૪][૫] સ્વતંત્રતા બાદ ૨૧ વાયુસેના સૈનિકો અને અધિકારીઓને મહાવીર ચક્ર એનાયત થયું છે.[૧][૨]
યુદ્ધના ૨૩ વર્ષ બાદ શ્રીમતી દેવૈઆએ તેમના પતિને મૃત્યુપર્યંત એનાયત થયેલ મહાવીર ચક્ર સ્વીકાર્યું.[૭] માડીકેરી, કોડાગુ જિલ્લો ખાતે પરિવહન સ્થળને તેમનું નામ આપી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.[૮][૯][૧૦]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Maha Vir Chakra awards (IAF)". Bharat Rakshak (Indian Armed Forces). મૂળ માંથી 2014-07-10 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ જૂન ૨૦૧૪.
- ↑ ૨.૦ ૨.૧ "Maha Vir Chakra awards (1988)". Bharat Rakshak (Indian Armed Forces). મૂળ માંથી 2013-09-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ જૂન ૨૦૧૪.
- ↑ "A B Devayya". Bharat Rakshak (Indian Armed Forces). મૂળ માંથી 25 April 2009 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ એપ્રિલ ૨૦૧૪.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Maha Vir Chakra Awardee List". Bharat Rakshak (Indian Armed Forces). મૂળ માંથી 2018-05-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ એપ્રિલ ૨૦૧૪.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Devayya's Encounter - 1965 War - 7 September 1965". Bharat Rakshak (Indian Armed Forces). મૂળ માંથી 30 નવેમ્બર 2017 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ એપ્રિલ ૨૦૧૪.
- ↑ "Squadron Leader Ajammada Boppaya Devayya". Bharat Rakshak. મેળવેલ ૧૧ એપ્રિલ ૨૦૧૪.
- ↑ "Epilogue : Where are they now?". Bharat Rakshak. મૂળ માંથી 5 May 2005 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ એપ્રિલ ૨૦૧૪.
- ↑ Correspondent, Special (૮ સપ્ટેમ્બર ૨૦૧૩). "Tributes paid to war hero Devayya". The Hindu. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૪.
- ↑ Dinesh, B C (૨૦ ડિસેમ્બર ૨૦૧૦). "Dedicated to nation's defence". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૧૪.
- ↑ Correspondent, Staff (૯ સપ્ટેમ્બર ૨૦૦૯). "Circle named after A.B. Devaiah". The Hindu. મૂળ માંથી 2009-09-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૧૪.