કમલેશ્વર મહાદેવ

વિકિપીડિયામાંથી
કમલેશ્વર મહાદેવ
કમલેશ્વર મહાદેવ મંદિર, આંબલી ગામ
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોઅમદાવાદ જિલ્લો
દેવી-દેવતાશિવ
સ્થાન
સ્થાનઆંબલી
રાજ્યગુજરાત
દેશભારત
કમલેશ્વર મહાદેવ is located in ગુજરાત
કમલેશ્વર મહાદેવ
કમલેશ્વર મહાદેવ મંદિરનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°01′46″N 72°28′44″E / 23.029375°N 72.4789765°E / 23.029375; 72.4789765
સ્થાપત્ય
પૂર્ણ તારીખ૨૦૦૬
કમલેશ્વર મહાદેવ બાજુએથી જોતા

કમલેશ્વર મહાદેવનું મંદિર આંબલી (તા. દસ્ક્રોઇ) ગામનાં પાદરમાં આવેલ તળાવને કિનારે આવેલું છે.

આ શિવાલય ઇ.સ. ૨૦૦૬માં બનાવવામાં આવેલું હતું. શિવાલયની બાજુમાં હનુમાનજી, આઇશ્રી ખોડીયાર માતાજી અને રામદેવપીરના પણ ધાર્મિક સ્થળો આવેલ છે. મંદિરનાં આંગણામાં આયુર્વેદીક ઉદ્યાન પણ બનાવવામાં આવેલ છે. તેમજ, ત્યાં બેસીને તળાવ જોઈ શકાય એ રીતે પથ્થરનાં બાંકડાઓ પણ મુકવામાં આવેલ છે. તળાવને કિનારે ખુબ જુનુ વડનું વૃક્ષ પણ છે. તા ૨૯ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ ગુજરાત રાજ્ય સરકારે અમદાવાદ શહેરના વધુ પાંચ તળાવોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે નિર્ણય કર્યો હતો એમાં આ તળાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.[૧]


  1. "અમદાવાદ શહેરના વધુ પાંચ તળાવને પીકનીક સ્થળ તરીકે વિકસાવાશે".