કેખુશરૂ કાબરાજી

વિકિપીડિયામાંથી

કાબરાજી કેખુશરૂ નવરોજજી (જન્મ: ઓગસ્ટ ૨૧, ૧૮૪૨, મૃત્યુ: એપ્રિલ ૨૫, ૧૯૦૪) ગુજરાતી નવલકથાકાર અને નાટ્યકાર હતા. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે ૧૮૬૭માં નાટકની દુનિયામાં ઝંપલાવેલું અને ‘વિકટોરિયા’ નાટક મંડળીની સ્થાપના કરેલી. આરંભમાં ‘ચિત્રજ્ઞાનદર્પણ‘, ‘બાગે નસીહત’ જેવાં પત્રો સાથે સંલગ્ન, પછી ‘પારસીમિત્ર’ના તંત્રી ના બન્યા. ૧૮૬૭થી ચાલીસ વર્ષ સુધી ‘રાસ્ત ગોફતાર’ના તંત્રી સ્ત્રીબોધ માસિકના સંપાદક રહ્યા.

સર્જન[ફેરફાર કરો]

પારસી નાટકનું ઘડતર અને રંગભૂમિનું સંસ્કરણ કરનાર આ લેખકે પારસી સાહિત્યમાં નવો યુગ શરૂ કરેલો એને કલાત્મકતાનાં પહેલીવાર એંધાણ આપેલાં. મુખ્યત્વે એમની કૃતિઓ અંગ્રેજી પરથી સૂચિત હોવા છતાં મૌલિકતાની છાપ ઉપસાવે છે. ‘બેજન મનીજેહ’ (૧૮૬૯), ‘સૂડી વચ્ચે સોપારી’ (૧૮૭૪), ‘હરિશ્ચન્દ્ર’ (૧૮૭૬), ‘લવકુશ’ (૧૮૭૯), ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’ (૧૮૭૯) જેવાં નાટકો અને ‘દુખિયારી બચુ’ (૧૮૮૭), ‘ગુલી ગરીબ’ (૧૮૯૦), ‘વેચાયેલો વર’ (૧૮૯૨), ‘હોરાંગબાગ’ (૧૮૯૪),, ‘દીની ડાહી’ (૧૮૯૬), ‘ભોળો ઘેલો’ (૧૮૯૮), ‘ખોવાયેલી ખટલી’ (૧૮૯૮), ‘મીઠી મીઠી’ (૧૮૯૯), ‘ચાલીસ હજારનો ચાનજી’ (૧૯૦૧), ‘દારાશાંના‘ (૧૯૦૨), ‘ભીખો ભરભરીયો‘ (૧૯૦૩) જેવી નવલકથાઓ એમની પાસેથી મળેલી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]