કેળાં

વિકિપીડિયામાંથી

કેળાં
Peeled, whole, and cross section
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Monocots
(unranked): Commelinids
Order: Zingiberales
Family: Musaceae
Genus: Musa

મૂસા જાતિમાં સમાવિષ્ઠ ઘાસ વર્ગના છોડને કેળ કહેવામાં આવે છે અને આ વનસ્પતિ દ્વારા ઉત્પાદિત ફળને સામાન્ય રીતે કેળાં કહેવામાઅં આવે છે. મૂળ રૂપે આ છોડ દક્ષિણ પૂર્વ એશિયાના ઉષ્ણદેશીય ક્ષેત્રમાંના ગણાય છે અને સંભવતઃ પપુઆ ન્યૂ ગિની ખાતે એને સૌથી પહેલાં ઉપજાવવામાં આવ્યાં હતાં. આજના સમયમાં, કેળાંની ખેતી સંપૂર્ણ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં કરવામાં આવે છે. [૧]

કેળાંના છોડ મુસા પરિવારનાં ગણાય છે. મુખ્ય રૂપે ફળ મેળવવા માટે કેળાંની ખેતી કરવામાં આવે છે. અને અમુક હદ સુધી રેષાઓના ઉત્પાદન માટે તેમ જ સુશોભનના છોડ તરીકે પણ એની ખેતી કરવામાં આવે છે. જો કે કેળાંના છોડ ઘણાં લાંબા અને સામાન્ય રીતે ઘણા મજબૂત હોય છે, અને એને કેટલીક વાર વૃક્ષ સમજી લેવામાં આવે છે, પરંતુ કેળાંનું મુખ્ય અથવા સીધું થડ વાસ્તવમાં એક થડ (હિંદી:છદ્મતના) હોય છે. કેટલીક પ્રજાતિઓમાં આ થડની ઊંચાઈ ૨-૮ મીટર સુધીની અને તેનાં પર્ણો ૩.૫ મીટર જેટલાં લાંબાં હોય શકે છે. પ્રત્યેક થડ નવાં લીલાં કેળાંઓની એક લુમ ઉત્પન્ન કરી શકે છે, જે ખાસ કરીને પાક્યા પછી પીળાં અથવા ક્યારેક લાલ રંગમાં પરિવર્તિત થઇ જાય છે. ફળ લાગ્યા પછી, આ થડ મરી જાય છે અને એની જગ્યાએ નવું થડ ઊગી નીકળે છે.

કેળાં ના ફળ લટકતા ગુચ્છા માં જ મોટા થાય છે, જેમાં ૨૦ ફળો ની એક પંક્તિ હોય છે (જેને હાથ પણ કહે છે), અને એક ગુચ્છા માં ૩-૨૦ કેળા ની પંક્તિ હોય છે. કેળા ના લટકતા સમ્પૂર્ણ સમૂહ ને ગુચ્છા કહે છે, કે વ્યાવસાયિક રૂપે આને "બનાના સ્ટેમ" કહે છે, અને આનું વજન ૩૦-૫૦ કિલો હોય છે. એક ફળ લગભગ ૧૨૫ ગ્રામ હોય છે, જેમેં લગભગ ૭૫% પાણી અને ૨૫% સૂકી સામગ્રી હોય છે. પ્રત્યેક ફળ (કેળા કે 'ઉંગલી' ના રૂપ માં જ્ઞાત) માં એક સુરક્ષાત્મક બાહરી છાલ હોય છે. જેની અંદર એક માંસલ ખાદ્ય ભાગ હોય છે. આની છાલ અને અંદરનો ભાગ, બનેં ને કાચા કે રાંધી ખાઈ શકાય છે. સામાન્ય રીતે પશ્ચિમી સંસ્કૃતિ ના લોકો કેવળ અંદર ના ભાગ નું જ સેવન કરે છે, અને છાલ ફેંકી દે છે, જ્યારે અમુક એશિયાઈ સંસ્કૃતિઢાંચો:Which? ના લોકો સામાન્ય રીતે છાલ અને અંદર ના ભાગ ને રાંધી[સંદર્ભ આપો]ને ખાય છે. ફળોમાં સામાન્ય રીતે પર ઘણા તાર હોય છે (ફ્લોએમ બંડલ કહે છે), જે ત્વચા અને અંદરના ભાગ ની મધ્યમાં સમાહીત હોય છે. આ પીળા ફળ નો અઁદરનો ભાગ આસાની થી લમ્બવત ત્રણ ધરીઓમાં વિભાજિત હોય છે. કેળામાં વિટામિન બી, વિટામિન સી અને પોટેશિયમ નો મૂલ્યવાન સ્રોત હોય છે.

'કેવેન્ડિશ' કેળાં મુખ્ય વાણિજ્યિક કૃષિજોપજાતિ છે.

કમ સે કમ ૧૦૭ દેશો માં કેળા ની ઉપજ થાય છે. લોકપ્રિય સંસ્કૃતિ અને વાણિજ્ય માં, "કેળા" સામાન્ય રીતે નરમ, મીઠા "ડેઝર્ટ" કેળાં ને સંદર્ભિત કરે છે. કૃષિજોપજાતિ નો એક સમૂહ ના એક મજબૂત, માડ઼ીદાર ફળ ને પ્લાંટેન કહે છે. કેળાં ને કાપી અને સુકાવી ચિપ્સ ના રૂપે પણ ખાઈ શકાય છે. સૂકાયેલ કેળા ને પીસી કેળાનો લોટ પણ બનાવાય છે.

યદ્યપિ જંગલી પ્રજાતિઓ માં ઘણાં મોટા અને કઠોર બીજ વાળા ફળ હોય છે, પણ લગભગ બધા રસોઈ વાળા કેળા માં વગર બીજ નું ફળ હોય છે. કેળાં ને ડેઝર્ટ કેળા (અર્થાત પીળા રંગ ના અને ખાવા ના સમયે પૂરી રીતે પાકેલ) કે શાક ના લીલા કેળાં ના રૂપે વર્ગીકૃત કરાય છે. નિકાસ થતા પ્રાયઃ બધા કેળાં ડેઝર્ટ પ્રકાર ના હોય છે, પણ, સમ્પૂર્ણ ઉત્પાદન ના કેવળ ૧૦-૧૫% જ નિકાસ કરાય છે, જેમાં અમેરિકા અને યૂરોપીય સંઘ વર્તમાન માં આના પ્રમુખ ખરીદાર છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]