કોલ્વી ગુફાઓ

વિકિપીડિયામાંથી

કોલ્વી ગુફાઓ અથવા ખોલ્વે ગુફાઓ ભારત દેશના રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ જિલ્લામાં કોલ્વી ગામ ખાતે આવેલ છે. આ ગુફાઓ લેટરાઈટ જાતના પથ્થરની ટેકરીમાં કોતરીને બનાવવામાં આવેલ છે. આ બૌદ્ધ ધાર્મિક સ્થળ ખાતે સ્તૂપો અને ચૈત્યો છે, જે  બૌદ્ધ સંપ્રદાય આધારીત છે. તેની સ્થાપત્ય શૈલી પર અહીંના હિન્યના પ્રદેશનું પ્રભુત્વ જોવા મળે છે. આ ગુફાઓ ખાતે ધ્યાનમગ્ન બુદ્ધ મૂર્તિઓ અને ઊભેલી સ્થિતિમાં છે.[૧] આ ગુફા ખાતે સ્તૂપો અને મોટા કદની બુદ્ધ મૂર્તિઓ છે, જે પુરાતાત્વિક દૃષ્ટિએ નોંધપાત્ર છે.[૨] કોલ્વા ગામની આસપાસ અન્ય સમાન ગુફાઓ મળી આવેલ છે, જે આ પ્રદેશમાં સમૃદ્ધ બૌદ્ધ સંસ્કૃતિનું અસ્તિત્વ સાબિત કરે છે.[૩]

આ ગુફાઓને કુદરતી હવામાનને પરિણામે ઉત્તરીય અને પૂર્વીય બાજુ પર સંપૂર્ણ નુકસાન થયેલ છે, પરંતુ તેના સ્થાપત્યના કારણે પુરાતત્વની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ જૂથ ૫૦ ગુફાઓ ધરાવે છે, જેમાં અનેક ગુફાઓએ તેમના આકાર અને ચહેરા સમયકાળને કારણે ક્ષીણ થતાં ગુમાવેલ છે. હાલમાં ગુફાઓ પર કોઈનો કબજો નથી.[૪] થોડી ગુફાઓ ખુલ્લી છે અથવા સ્તંભો ધરાવતા વરંડાવાળી છે.[૫]

વિશેષ વાંચન[ફેરફાર કરો]

ફરગ્યુસન, જેમ્સ; બરગેસ, જેમ્સ. The cave temples of India. કેમ્બ્રિજ: કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ Press. પૃષ્ઠ 395–399. ISBN 1108055524.

આ પણ જુઓ[ફેરફાર કરો]

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, રાજસ્થાન દ્વારા રક્ષિત સ્મારકો

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Jaipur Circle, ASI. "BUDDHIST CAVES, PILLARS AND LDOLS". Archaeological Survey of India. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૩.
  2. "A new dot on the tourism map". ધ ફાઇનાસિઅલ એક્સપ્રેસ. નવેમ્બર ૨૦, ૨૦૦૫. મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૩.
  3. "Buddhist Caves, Kolvi". ઝાલાવાડ જિલ્લો, રાજસ્થાન સરકાર. મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૩.
  4. કુમાર, અર્જુન (એપ્રિલ ૨૨, ૨૦૧૨). "Rajasthan's best kept secret: 3 Buddhist cave complexes". ધ ઇકોનોમિક ટાઈમ્સ. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૩.
  5. હડોતી ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી. "ઝાલાવાડ". હડોતી ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી. મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૩.