ક્રિકેટ

વિકિપીડિયામાંથી
ક્રિકેટ
A bowler bowling to a batsman. The paler strip is the cricket pitch. The two sets of three wooden stumps on the pitch are the wickets. The two white lines are the creases.
Highest governing bodyInternational Cricket Council
First played16th century or earlier
(laws first codified in 1744)
Characteristics
Contactnon-contact
Team members11 players per side
substitute fielders (only) are permitted in cases of injury or illness
Mixed genderno
(there are no rules to prevent women from playing in men's teams; this happens occasionally in minor cricket)
Categorizationબેટ અને દડો
Equipmentક્રિકેટ નો દડો
Olympic૧૯૦૦

ક્રિકેટ એ બેટ અને દડો દ્વારા રમાતી રમત છે જે મુળ દક્ષિણ ઈંગ્લેન્ડની રમત છે. ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ ૧૫૯૮માં મળે છે હાલમાં આ રમત ૧૦૦ ઉપરાંતના દેશોમાં રમાય છે.ક્રિકેટના ઘણા બધા પ્રકારો છે જેમાંથી સૌથી ઉચ્ચ પ્રકાર ટેસ્ટ ક્રિકેટ છે જેમાં હાલમાં ટોચની રાષ્ટ્રીય ટીમ જાન્યુઆરી ૧ ૨૦૦૯ પ્રમાણટેસ્ટ ક્રિકેટવસીય ક્રિકેટ નો નંબર આવે છે જેમાં છેલ્લો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. આ ટુર્નામેન્ટનું પ્રસારણ ૨૦૦ દેશોમાં થયું હતું જેમા ૨ બિલિયનથી વધુ દર્શકોએ મેચ જોઈ હતી.[૧] [૨]

બે ટીમો દ્વારા ક્રિકેટ મેચ રમાય છે જેમાં દરેક ટીમમાં ૧૧ રમતવીરો હોય છે[૩]. આ મેચ ઘાસના મેદાનમાં રમાય છે જેમાં વચ્ચો વચ્ચે લાંબી એક ફ્લેટ સ્ટ્રીપ હોય છે,જેને પીચ કહેવામાં આવે છે.વિકેટ જે મોટાભાગે લાકડામાંથી બનાવવામાં આવે છે તેને પીચના બન્ને છેડે લગાવવામાં આવે છે અને તેને ટાર્ગેટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

ફિલ્ડીંગ ટીમ તરફથી રમતા રમતવીરમાંથી દડાબાઝr એક કડક ચામડામાંથી બનેલા મુઠ્ઠી જેવડા કદના 5.5 ounces (160 g)ક્રિકેટ બોલને વિકેટના એક છેડેથી બીજા છેડે બોલિંગ કરે છે જે દરમિયાન વિરોધી ટીમનો એક ખેલાડી જે બેટ્સમેન હોય છે તે તેને વિકેટથી બચાવે છે.બેટ્સમેન સુધી બોલ પહોંચે તે પહેલા તે એક વખત ઉલાળે છે. બોલને વિકેટથી બચાવવા માટે બેટ્સમેન લાકડામાંથી બનેલા ક્રિકેટ બેટ થી રમે છે. એ વખતે, બોલરની ટીમના અન્ય રમતવીરો મેદાનમાં વિવિધ જગ્યાઓએ ફિલ્ડર તરીકે ગોઠવાઈ જાય છે. જે રમતવીર રન કરવા માટે ફટકારેલા બોલને રોકે છે તે પકડીને રમતવીરને આઉટ કરવાનો પ્રયાસ કરે છે.બેટ્સમેન- તે હોય કે તેણી આઉટ ન થાય તો વિકેટની વચ્ચે રન લે છે, બીજા બેટ્સમેનના સ્થાને આવે છે (નોન સ્ટ્રાઈકર એન્ડ)બીજો બેટસમેન વિકેટના બીજા છેડે હોય છે.આ દ્વારા બેટ્સમેન એક રન કરે છે.આ ઉપરાંત બેટ્સમેન બોલને બાઉન્ડ્રી પર ફટકારે તો પણ રન બને છે. મેચના પરિણામ માટે કેટલા રન થયા અને કેટલા રમતવીરો આઉટ થયા તે મહત્વનું છે.

ક્રિકેટની રમત કેટલી લાંબી ચાલે તેના અલગ અલગ પ્રકારો છે.વ્યવસાયીક ક્રિકેટની વાત કરીએ તો ૨૦ ઓવરની મેચથી લઈને પાંચ દિવસ સુધીની પણ મેચ હોઈ શકે છે. રમતની લંબાઈ મુજબ તેની જીતના, હારના, ડ્રાો, અને ટાઈના કાયદા પણ અલગ અલગ હોય છે જ

ક્રિકેટ એ આઉટડોર રમત છે, જો કે કેટલીય વાર આ રમત ફ્લડલાઈટમાં પણ રમાય છે. દાખલા તરીકે, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અને દક્ષિણ આફ્રિકામાં આ રમત ઉનાળા દરમિયાન અને વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન, ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં આ રમત શિયાળા દરમિયાન રમાય છે.

રમતનું સંચાલન દુબઈ સ્થિત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)દ્વારા થાય છે. આ સંસ્થા સભ્યદેશોની ઘરેલું ક્રિકેટ બોર્ડ સાથે મળીને ક્રિકેટનું વિશ્વભરમાં આયોજન કરે છે. આઈસીસી પુરૂષો અને મહિલા ક્રિકેટ)નું સંચાલન કરે છે. બન્ને પ્રકાર આંતરરાષ્ટ્રીય સ્તરે રમવામાં આવે છે. જો કે, પુરૂષો મહિલા ક્રિકેટ રમી શકતા નથી, જ્યારે મહિલાઓને પૂરૂષોની મેચમાં રમતા ગેરલાયક ઠેરવતો કાયદો નથી.

રમત માટેના કાયદા જે ક્રિકેટના કાયદા જેને લંડન સ્થિત મેરિલેબોન ક્રિકેટ કલબ (એમસીસી) દ્વારા મેન્ટેન કરાય છે.આ સંસ્થા તે માટે વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ અને આઈસીસી સાથે ચર્ચા કરે છે.

ઉદ્દેશો[ફેરફાર કરો]

પરંપરાગત ક્રિકેટ મેદાન

વિવિધ પ્રકારના અને કદના મેદાન (field)માં બે ક્રિકેટ ટીમો દ્વારા બન્ને ટીમના 11 ખેલાડીઓ દ્વારા ક્રિકેટ મેચ રમાય છે. આ મેદાન ઘાસવાળું (grassy)હોય છે અને તેને ગ્રાઉન્ડમેન તૈયાર કરે છે, જેની જવાબદારી મેદાનમાં યોગ્ય ઘાસ ઉઘાડવાની, રોલિંગ અને લેવલિંગ કરવાની છે. મેદાનના ડાયમિટર140–160 yards (130–150 m) સામાન્ય હોય છે. મેદાનની સરહદને બાઉન્ડ્રી (boundary)નામે ઓળખવામાં આવે છે. કેટલીક વાર તેને કલર કરેલો હોય છે તો કેટલીક વાર એક દોરડા દ્વારા બાઉન્ડ્રી દર્શાવાય છે. મેદાન મોટાભાગે ગોળ હોય છે, અથવા સમચોરસ, અંડાકાર – હોય છે. ક્રિકેટમાં સૌથી પ્રખ્યાત મેદાન તરીકે ધ ઓવેલ (The Oval)નું નામ આવે છે.

દરેક ટીમનો હેતુ હરીફ ટીક કરતા વધુ "રન (runs)" કરવા અને સામેની ટીમને સંપુર્ણ ""આઉટ (dismiss)" કરી દેવી.ક્રિકેટના એક પ્રકારમાં, હરીફ ટીમના બધા જ ખેલાડીઓ આઉટ ન થયા હોય તો પણ જો ટીમ વધુ રન કરે તો તે વિજેતા જાહેર થાય છે. તો બીજા પ્રકારમાં, વધુ રન કરવા જરૃરી છે અને જીતવા માટે સામેની ટીમના બધા જ ખેલાડીઓને આઉટ કરવા પણ એટલા જ જરૃરી છે. નહીંતો મેચ ડ્રો થઈ શકે છે.

રમત શરૂ થાય તે પહેલા, બન્ને ટીમોના કેપ્ટન ટોસ (toss)ઉછાળે છે અને નક્કી કરે છે કે કોણ પહેલા બોલિંગ (bowl) લેશે કે બેટિંગ (bat). ટોસ જીતનાર સુકાની ચાલુ સ્થિતિ, પીચનો મિજાજ અને હવામાનની સ્થિતિને લઈને તેનો નિર્ણય લે છે.

મેદાનમાં સૌથી વધુ જ્યા નિર્ણયો થાય અને વધુમાં વધુ એક્શન જ્યા જોવા મળે છે તેને "પીચ (pitch)" કહેવાય છે જે મેદાનની વચ્ચોવચ હોય છે. પીચની બન્ને બાજુમાંથી 22 yards (20 m)એક બાજુ વિકેટ (wicket) લગાવવામાં આવે છે. જેને બોલિંગ (bowling), અકા અને ફિલ્ડિંગ (fielding)બાજુ માટે લક્ષ્યાંક કહેવાય છે, જેને બેટિંગ (batting) બાજુ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે જે દરમિયાન રન બને છે.સામાન્ય રીતે, બેટ્સમેન (batsman) તેના બેટ વડે બોલને ફટકારીને પીચના બે છેડા વચ્ચે દોડે છે ત્યારે રન થાય છે. આ ઉપરાંત પણ અન્ય રીતે બેટ્સમેન રન લઈ શકે છે. [૪]જ્યારે બેટ્સમેન કોઈ રન લેવાનો પ્રયાસ ન કરે ત્યારે બોલને “ડેડ” કહેવાય છે અને બોલને ફરીથી બોલિંગ કરવા માટે બોલરને આપવામાં આવે છે.[૫]

બોલિંગ કરતી ટીમ વિવિધ રીતે હરીફ ટીમના બધા જ ખેલાડીઓને આઉટ કરવાના પ્રયાસ કરે છે, [૬]આ બાદ બોલિંગ કરતી ટીમ પણ બેટિંગ કરે છે અને જે ટીમે બેટિંગ કરી હોય છે તે ફિલ્ડિંગમાં આવી જાય છે. [૭]

વ્યવસાયી મેચોમાં, જ્યારે મેદાનમાં 15 લોકો હોય છે ત્યારે મેચ રમાય છે. જેમાંથી બે વ્યકિતઓ અમ્પાયર (umpires) હોય છે જે મેદાનમાં થતી પ્રવૃતિઓ પર નિયંત્રણ રાખે છે અને નિર્ણય આપે છે. બે બેટ્સમેન હોય છે, જેમાંથી એક બેટ્સમેન બોલિંગનો સામનો કરતો હોવાથી ‘સ્ટ્રાઈકર‘ કહેવાય છે અને બીજો બેટ્સમેનને ‘નોન-સ્ટ્રાઈકર‘ કહેવાય છે. બેટ્સમેનની ભૂમિકા રન લેવાય ત્યારે અને ઓવર (overs) બદલાય ત્યારે બદલાઈ જાય છે. ફિલ્ડિંગ સાઈડના બધા 11 ખેલાડીઓ મેદાનમાં એક સાથે હોય છે.જેમાંથી એક બોલર (bowler)હોય છે અને બીજો વિકેટ કિપર (wicketkeeper) હોય છે. જ્યારે બીજા નવને ફિલ્ડર કહેવાય છે. વિકેટકિપર(અથવા કિપર) હંમેશાથી સ્પેશિયાલિસ્ટ હોય છે, પંરતુ બાકીના કોઈ પણ ખેલાડીને બોલિંગ માટે બોલાવી શકાય છે.

પીચ, વિકેટ અને ક્રિઝ[ફેરફાર કરો]

પીચ (pitch)વિકેટની વચ્ચે 22 yards (20 m)લાંબી [૮]હોય અને 10 feet (3.0 m)પહોળી હોય છે તે સપાટ સપાટી ધરાવતી હોય છે અને જેના પર ટૂંકુ ઘાસ હોય છે. જેમ જેમ મેચ રમાતી જાય તેમ તેમ તે ઉખડતું જાય છે. મેચમાં પીચની સ્થિતિ ઘણો ફરક પાડે છે. ટીમની યુક્તિઓ હંમેશા પીચની હાલની અને અપેક્ષિત સ્થિતિને ધ્યાનમાં લઈને રચવામાં આવે છે.

ક્રિકેટ પીચનું પરિમાણ

દરેક વિકેટ (wicket) ત્રણ લાકડાના સ્ટમ્પ (stumps)દ્વારા બની હોય છે જેને સીધી લાઈનમાં રાખવામાં આવે છે અને તેના પર બે લાકડાની બેઈલ (bails) (ચકલી) મુકવામાં આવે છે. દરેક વિકેટની જેમાં બેઈલની ઉંચાઈ પણ આવી જાય છે 28.5 inches (720 mm)અને ત્રણેય સ્ટમ્પની સયુંકત પહોળાઈ9 inches (230 mm)

વિકેટની આજુબાજુમાં ચાર લીટી દોરવામાં આવી હોય છે જેને ક્રીસ કહેવામાં આવે છે. ક્રિસને બેટ્સમેનો માટેનું સુરક્ષિત પ્રદેશ કહેવાય છે જ્યારે બોલર બોલિંગ કરે છે.જેને ‘પોપિંગ‘(અથવા બેટિંગ) ક્રિઝ કહેવાય છે, બોલિંગ ક્રિઝ અને બે ‘રીટર્ન‘ ક્રિઝ હોય છે.

ત્રણ સ્ટમ્પ (stumps)દ્વારા બનેલી વિકેટ (wicket)ને મેદાનમાં રોપવામાં આવે છે જેના પર બે બેઈલ (bails)મુકવામાં આવે છે.

આ સ્ટમ્પને બોલિંગ ક્રિઝની સીધમાં લગાવવામાં આવે છે. જેથી22 yards (20 m) તે દેખી શકાય તેવા હોય છે. બોલિંગ ક્રિઝ8 feet 8 inches (2.64 m) લાંબી હોય છે અને મધ્ય સ્ટમ્પને ડેડ સેન્ટર તરીકે ઓળખાવાય છે. પોપિંગ ક્રિઝ પણ સમાન લંબાઈ ધરાવે છે, જે બોલિંગ ક્રિસને સમાનંતર હોય છે અને 4 feet (1.2 m)તે વિકેટની સામે હોય છે. રીટર્ન ક્રિઝઅન્ય બે કરતા સીધમાં હોય છે, જે પોપિંગ ક્રિઝ સાથે જોડાયેલી હોય છે અને તે બોલિંગ ક્રિઝના છેડા સુધી દોરવામાં આવે છે.8 feet (2.4 m)

જ્યારે બોલર બોલ નાંખે છે, ત્યારે બોલરનો પાછલો પગ “ડીલેવરી સ્ટ્રાઈડ” પર હોવો જોઈએ અને તેનો આગલો પગ પોપિંગ ક્રિઝની મધ્યમાં કે પછી અંદરની સાઈડ હોવો જોઈએ. જો બોલર આ નિયમ તોડે તો તેને અમ્પાયર ‘નો બોલ‘ કહે છે.

પોપિંગ ક્રિઝ બેટ્સમેન માટે એટલે મહત્વની છે કે આ ક્રિઝ બેટ્સમેન માટે સ્ટમ્પ આઉટ થવા કે રન આઉટ થવા(જુઓ આઉટ થવું) સામે સુરક્ષિત વિસ્તાર છે. જ્યારે તે આ ક્રિસની બહાર હોય છે અને વિકેટ પડે છે તો તેને આઉટ કહેવાય છે.

પીચ તેનો મિજાજ બદલે છે, અને જેથી બોલર માટે ઉછાળ, સ્પિન અને સિમ મુવમેન્ટ ઉપલબ્ધ બને છે. હાર્ડ પીચ હોય છે તે બેટીંગ કરવા માટે સારી હોય છે કારણ કે તે ઉંચા હોવા છંતા સપાટ હોય છે. જ્યારે ડ્રાય પીચ બેટિંગ માટે ખતરનાક હોય છે. આ પીચમાં તિરાડ દેખાય છે અને ત્યારે સ્પિનર મહત્વનો ભાગ ભજવે છે.ભેજવાળી પીચ, અથવા ઘાસવાળી પીચ(જેને ગ્રીન પીચ પણ કહે છે.) ફાસ્ટ બોલરોને વધારાનો બાઉન્સ મેળવવા માટે મદદગાર થાય છે. આવી પીચો મોટાભાગે ફાસ્ટ બોલરોને સમગ્ર મેચ દરમિયાન દદ કરે છે. પરંતુ જેમ રમત રમાતી જાય છે તેમ તેમ તે બેટ્સમેનોને પણ મદદ કરે છે.

બોલ અને બેટ[ફેરફાર કરો]

આ રમતની મુખ્ય વાત એ છે કે બોલર પીચના છેડેથી બીજી તરફ ઉભેલા બેટ્સમેન ‘ઓન સ્ટ્રાઈકર‘ તરફ બોલ નાંખે છે

બેટ લાકડા (bat)માંથી બનાવવામાં આવે છે છે અને તેનો આકાર હલેસા જેવો હોય છે જે નક્કર હાથો હોય છે. બ્લેડનો ભાગ પહોલાઈ કરતા વધુ ન હોવી જોઈએ 4.25 inches (108 mm)તેમજ બેટની કુલ લંબાઈ વધુ ન હોવી જોઈએ38 inches (970 mm)

બોલ (ball)કડક ચામડામાંથી ગોળાકાર બનાવવામાં આવેલો છે જેને ગોળફરતે ટાંકા હોય છે. 9 inches (230 mm)જેમ બોલ વધુ કડક હોય છે તેમ તેની ઝડપ વધુ હોય છે,90 miles per hour (140 km/h) જેથી બેટ્સમેન રક્ષા માટે વિવિધ પ્રકારના સાધનો પહેરે છે જેમ કે “પેડ્સ (pads)”(પગનાઘુંટણ અને નળાને બચાવવા), “બેટિંગ મોજા (batting gloves) ”હાથની રક્ષા માટે, માથાની રક્ષા માટે “હેલ્મેટ (helmet)“ અને પેન્ટની અંદર “બોક્સ (box)”ગુપ્તાંગ (crotch)ની રક્ષા માટે)કેટલાક બેટ્સમેન વધુ સુરક્ષાના સાધનો પોતાની ટીશર્ટ અને પેન્ટમાં રાખે છે જેમ કે થાઈ પેડ્સ, આર્મ પેડ્સ, રીબ પ્રોટેક્ટર, અને શોલ્ડર પેડ.

અમ્પાયર અને સ્કોર[ફેરફાર કરો]

મેદાનમાં રમત બે અમ્પાયર (umpires)દ્વારા નિયંત્રિત થાય છે. જેમાંથી એક અમ્પાયર વિકેટની પાછળ બોલર્સ એન્ડ પાસે અને અન્ય એક અમ્પાયર સ્કવેર લેગ કહેવાતી જગ્યા પર ઉભા રહે છે. જે બેટિંગ કરી રહેલા બેટ્સમેનથી ઘણા યાર્ડ દૂર હોય છે. જ્યારે બોલર બોલ નાખે છે, અમ્પાયર વિકેટ અને નોન સ્ટ્રાઈકર બેટ્સમેનની વચ્ચે હોય છે.રમતની સ્થિતિ અંગે શંકા પડે તો અમ્પાયર પાસે ખેલાડીઓને મેદાન બહાર જવાનો આદેશ કરીને મેચને મુલત્વી પણ રાખી શકવાની સત્તા હોય છે. દાત વરસાદ કે ઓછા પ્રકાશની સમસ્યા

મેદાન બહાર પણ એક ત્રીજો અમ્પાયર (third umpire) હોય છે જે કેટલાક સંજોગોમાં વિડીયો પરિક્ષણ કરીને નિર્ણય આપી શકે છે.ટેસ્ટ મેચ અને એક દિવસીય મેચ રમતા આઈસીસીના પુર્ણ સભ્યો વચ્ચે રમાતી મેચમાં ત્રીજા અમ્પાયરની નિમણૂંક ફરજિયાત છે. મેચમાં મેચ રેફરી (match referee)પણ હોય છે જેનું કામ એ જોવાનું છે કે મેચ ક્રિકેટના કાયદા (Laws of cricket)અને સ્પીરીટ ઓફ ગેમ મુજબ રમાય છે કે નહીં.

મેદાનની બહાર મેચની વિગતો જેમાં રન અને આઉટ થયાની વિગતો બે સત્તાવાર સ્કોર (scorer)ર નોંધે છે. દરેક ટીમ તરફથી એક એક પ્રતિનિધિત્વ કરે છે. સ્કોરર અમ્પાયર દ્વારા હાથથી કરવામાં આવતા નિર્દેશોથી પોતાનું કામ કરે છે.દાખલા તરીકે, જ્યારે અમ્પાયર પોતાના હાથની પહેલી આંગળી ઉંચી કરે છે તો તેનો મતલબ કે બેટ્સમેન આઉટ(ડીસમીસ થયો) થયો છે. જ્યારે અમ્પાયર પોતાના બન્ને હાથ ઉંચા કરે તો સમજાય છે કે બેટ્સમેને સીક્સ ફટકારી છે. ક્રિકેટના કાયદા મુજબ સ્કોરરની નિમણૂંક ફરજિયાત છે જેઓનું કામ રન, વિકેટ, ઓવર અને અન્ય આંકડાકીય માહિતી રાખવાનું છે. આ દરમિયાન તેઓએ બોલિંગના અને રન રેટના પણ આંકડા રાખવાના હોય છે.

ઈનિંગ્સ[ફેરફાર કરો]

ઈનિંગ્સ(હંમેશા બહુવચનમાં વપરાય છે) શબ્દનો ઉપયોગ બેટીંગ બાજુએ કરેલા પ્રદર્શનના સંદર્ભમાં કરાય છે. [૯]થિયરી મુજબ, દરેક અગિયાર ખેલાડીઓ એક પછી એક બેટિંગ લે છે પરંતુ કેટલાક કારણોસર ઈનિંગ્સમાં દરેક બેટ્સમેન બેટિંગ કરી શકતો નથી.(જુઓ નીચ)

મેચના પ્રકાર પર આધાર રાખે છે કે દરેક ટીમ કેટલી ઈનિંગ્સ રમશે.ઈનિંગ્સ શબ્દનો ઉપયોગ ઘણી વખત ખેલાડીના અંગત પ્રદર્શન માટે પણ કરાય છે. (દાખલા તરીકે તેણે સારી ઈનિંગ્સ રમી)

બોલરનો મુખ્ય હેતું, ફિલ્ડરોની મદદથી બેટ્સમેનનો આઉટ કરવાનો છે. જ્યારે બેટ્સમેન ડિસમિસ થાય છે ત્યારે બેટ્સમેન આઉટ થયો કહેવાય છે જેનો મતલબ એમ થાય છે કે તેણે રમતનું મેદાન છોડી દેવું જોઈએ. અને તેના સ્થાને તેમની ટીમનો કોઈ ખેલાડી આવે છે. જ્યારે ટીમના બધા જ 10 ખેલાડીઓ આઉટ તઈ જાય છે ત્યારે ટીમ આઉટ થઈ જાય છે અને ઈંનિગ્સનો અંત આવે છે. છેલ્લો બેટ્સમેન જે આઉટ થયો હોતો નથી, તેને એકલાને રમત આગળ વધારવા દેવામાં આવતી નથી. કારણ કે સામેના છેડે કોઈક બેટ્સમેન હોવો જ જોઈએ.આ બેટ્સમેનને નોટ આઉટ કહેવાય છે.

જ્યારે ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થાય તે પહેલા ઈનિંગ્સનો અંત આવે છે તો બે બેટ્સમેન નોટ આઉટ રહે છે. ઈનિંગ્સ વહેલા પતી જવાના ત્રણ કારણો છે. એક, જ્યારે બેટિંગ સાઈટનો કેપ્ટન ઈનિંગ્સ ‘ડિક્લેર‘ કરવાનો નિર્ણય લે છે(જે સુનિયોજિત નિર્ણય હોય છે) અથવા બેટિંગ બાજુએ લક્ષ્યાંક મેળવી લીધો હોય છે અને તેમની જીત થઈ ગઈ હોય છે, અથવા ખરાબ હવામાન કે સમયના અભાવે મેચને વહેલી બંધ કરી દેવામાં આવે ત્યારે ઈનિંગ્સ વહેલી પતી જાય છે.નિશ્ચિત ઓવરની ક્રિકેટમાં ઘણી વખત બને છે કે જ્યારે નિશ્ચિત ઓવર પતી જાય છે ત્યારે બે બેટ્સમેનો બેટીંગ કરતા હોય છે.

ઓવર્સ[ફેરફાર કરો]

બોલર છ ડિલિવરી દ્વારા બોલિંગ કરે છે છ બોલના સેટને એક ઓવર (over) કહેવાય છે. આ નામ એટલા માટે આવ્યું છે કે અમ્પાયર આ બાદ ‘ઓવર‘ બોલે છેજ્યારે છ બોલ નાંખી રહે છે ત્યારે.આ સમયે, ફિલ્ડિંગ કરી રહેલા એક ખેલાડીને બોલિંગ માટે બોલાવવામાં આવે છે. બોલર સતત બે ઓવર નાંખી શકતો નથી, પરંતુ કેટલીય ઓવરો સુધી સામેને છેડે એક જ બોલર હોઈ શકે છે.બેટ્સમેનો પોતાની સાઈડ બદલતા નથી. પરંતુ જે નોન સ્ટ્રાઈકર પર બેટ્સમેન હોય છે તે બેટ્સમેન સ્ટ્રાઈકર પર આવી જાય છે.અમ્પાયર પણ પોતાની સ્થિતિ બદલે છે અને જેથી જે સ્કવેર લેગ પર ઉભા હોય છે તે અમ્પારતે વિકેટના નોન સ્ટ્રાઈકર એન્ડ બાજુ આવી જાય છે. અરસપરસમાં

ટીમનું માળખું[ફેરફાર કરો]

ટીમમાં અગિયાર ખેલાડીઓ હોય છે.તેણી અથવા તેની પ્રાથમિક કુશળતા મુજબ, ખેલાડીને બેટ્સમેન (batsman) અથવા બોલર (bowler)તરીકે વર્ગીકૃત કરાય છે.સુવ્યવસ્થિત ટીમમાં મોટા ભાગે પાંચ કે છ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન હોય છે અને ચાર અથવા પાંચ સ્પેશિયાલિસ્ટ બોલર હોય છે.ટીમમાં હંમેશા સ્પેશિયાલિસ્ટ વિકેટ કિપર (wicket-keeper)હોય છે કારણ કે ફિલ્ડિંગ બાજુમાં તેનું ઘણું મહત્વ હોય છે. દરેક ટીમની આગેવાની કેપ્ટન (captain)(સુકાની) લે છે. જેની જવાબદારી બેટિંગ ઓર્ડર નક્કી કરવાની, ખેલાડીઓને ફિલ્ડિંગમાં ગોઠવવાની અને બોલર્સની ફેરબદલ નક્કી કરવાની હોય છે.

જે ખેલાડી બેટિંગ અને બોલિંગ બન્ને સારી રીતે કરી શકતો હોય છે તેને ઓલ રાઉન્ડર (all-rounder) કહેવાય છે.જે ખેલાડી બેટ્સમેન અને વિકેટ કિપિંગ સારી રીતે કરી શકતો હોય છે તેને ‘વિકેટ કિપર-બેટ્સમેન‘ કહેવાય છે. કેટલીક વખત તેને ઓલ રાઉન્ડર જ ગણવામાં આવે છે.સાચા ઓલ રાઉન્ડર ભાગ્યે જ મળે છે કારણ કે મોટા ભાગે ખેલાડીઓ બેટિંગ અથવા બોલિંગ પર જ વિશેષ ધ્યાન આપે છે. .

ફિલ્ડિંગ[ફેરફાર કરો]

જમણા હાથે રમતા બેટ્સમેન (batsman)માટે ક્રિકેટમાં ફિલ્ડિંગની સ્થિતિ (Fielding positions in cricket)

ફિલ્ડિંગ બાજુના દરેક 11 ખેલાડીઓ એક સાથે ફિલ્ડિંગ કરી શકે છે.તેમાંથી એક વિકેટ કિપર (wicket-keeper)હોય છેઅથવાકિપર જે સ્ટ્રાઈક બેટ્સમેનની પાછળ ઉભો રહે છે અને બોલ પકડે છે.વિકટ કિપરનું કામ વિશેષ કામ હોય છે, તેની પ્રાથમિક જવાબદારી બેટ્સમેન જે બોલ ચુકી જાય તે બોલને પકડવાનો છે જેથી વધારાના રન જાય નહીં.તે વિશેષ મોજાં( માત્ર આ ફિલ્ડરને જ મોજા પહેરવાની પરવાનગી છે), અને પોતાના પગની રક્ષા માટે પેડ પહેરે છેતેનું સ્થાન સ્ટ્રાઈકર બેટ્સમેનની પાછળ હોવાથી, જ્યારે બેટ્સમેન બોલને ફટકારે છે ત્યારે ઘણી વખત બેટને અડીને બોલ સીધો કિપર પાસે આવે છે જેથી આઉટ કરવાની સારી તક કિપર પાસે હોય છે.આ એક માત્ર ફિલ્ડર છે જે સ્ટિમ્પિંગ (stumped) દ્વારા બેટ્સમેનને આઉટ કરી શકે છે.

બોલરને બાદ કરતા નવ ખેલાડીઓને ટીમ કેપ્ટન વ્યહાત્મક રીતે મેદાનની વિવિધ ચોક્કસ જગ્યા (chosen positions)ઓએ મોકલે છે. આ જગ્યાઓ ફિક્સ હોતી નથી, પરંતુ ચોક્કસ નામથી કેટલીક વખત કલરફુલ નામથી ઓળખાવાય છે, જેમ કે ‘સ્લીપ‘, ‘થર્ડ મેન‘, ‘સિલી મીડ ઓન‘, અને ‘લોંગ લેગ‘. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં ખેલાડીઓ ઉભા હોતા નથી.

ફિલ્ડિંગ બાજુનો સૌથી મહત્વનો વ્યકિત ટીમનો કેપ્ટન હોય છે. બધા જ પ્રકારની વ્યુહરચના જેમ કે કોણ બોલિંગ કરશે(અને કેવી રીતે), અને ફિલ્ડિંગના સેટિંગ માટે કોણ જવાબદાર રહેશે જેવી બાબતો તે નક્કી કરે છે તેમજ બોલર સાથે સતત વાતચીત કરતો રહે છે.

ક્રિકેટના બધા જ પ્રકારમાં, જો મેચ દરમિયાન ફિલ્ડર ઈજાગ્રસ્ત કે બિમાર થાય તો, તેના બદલે અવેજી (substitute)(સબ્સ્ટિટયૂટ) ખેલાડીને રમવાની પરવાનગી અપાય છે. જો કે, અવજે ખેલાડી બોલિંગ, કે કિપર કે પછી કેપ્ટન તરીકે વર્તી શકે નહીં.જ્યારે ઈજાગ્રસ્ત ખેલાડી મેદાન પર પરત ફરે ત્યારે અવેજી ખેલાડીને પરત ફરવું પડે છે.

બોલિંગ[ફેરફાર કરો]

બોલર બોલ ફેંકે તે પહેલા ‘રન અપ‘ લે છે, જો કે કેટલાક બોલરો ધીમો બોલ નાંખતા હોય છે. જેથી બોલિંગ માટે માત્ર બે ત્રણ પગલા જ ભરે છે. ફાસ્ટ બોલરને વેગ મેળવવો હોય છે જેથી લાંબી રન અપ લે છે, અને ઝડપી દોડે છે.

પરંપરાગત બોલિંગ એક્શન

ફાસ્ટ બોલર ઝડપી બોલ નાંખે છે90 miles per hour (140 km/h). ઘણી વખત તે ઝડપ પર આધાર રાખે છે જેથી બેટ્સમેનને આઉટ કરી શકાય. ઝડપી બોલ નાંખવાને કારણે બેટ્સમેનને ઝડપી પ્રતિક્રિયા આપવી પડે છે. ઘણા ફાસ્ટ બોલરો ઝડપ અને ગાઈલનું મિશ્રણ પર ભરોસો રાખે છે.કેટલાક ઝડપી બોલર બોલના સીમનો પણ ઉપયોગ કરે છે જેથી તેઓ બોલને ‘વળાંક‘ અથવા ‘સ્વિંગ‘ કરાવી શકે.આ પ્રકારની ડિલિવરીને કારણે બેટ્સમેન શોટ મારવામાં ગફલત કરી બેસે છે અને બોલ બેટને અડીને વિકેટ કિપર અથવા સ્લીપમાં ઉભેલા ફિલ્ડર પાસે કેચ આપી બેસે છે.

બોલિંગનો અન્ય એક પ્રકાર છે ‘સ્પિનર‘, જેઓ બોલને ધીમે નાંખે છે અને બોલને સ્વિંગ કરાવે છે. સ્પિનર મોટાભાગે બોલને ધીમો ફેંકીને સ્વિંગ કરાવે છે જેથી બેટ્સમેન શોટ મારવા લલચાય છે અને છેલ્લે ‘આઉટ‘ થઈ જાય છે. બેટ્સમેનોએ આ પ્રકારની ડિલિવરી અંગે ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ પ્રકારના બોલ “ફ્લાઈટેડ” અથવા “સ્પિન” હોય છે. આ બોલ ધારણા મુજબ વર્તન કરતા નથી.જેનાથી બોલની જાળમાં બેટ્સમેન સપડાઈ જાય છે અને તે આઉટ થઈ જાય છે.

પેસમેન(ઝડપી બોલર) કે પછી સ્પિનર વચ્ચે એક ‘મિડિયમ પેસર‘ પણ હોય છે જે પોતાના બોલ પર ઘણો કાબુ રાખે છે અને રનરેટને કાબુમાં રાખે છે. આ બોલર ઘણી વખત બેટ્સમેનનો ધ્યાનભંગ પણ કરી દે છે.

તેઓની ઝડપ અને સ્ટાઈલ મુજબ બોલરોને વર્ગીકૃત કરવામાં આવે છે.આ વર્ગીકરણ (classifications), ક્રિકેટની પરિભાષામાં છે જે ઘણું જ ગુંચવાડાભર્યું છે.જેથી, જે બોલર એલએફ એટલે કે લેફ્ટ આર્મ બોલર, અથવા એલબીજી મતલબ કે રાઈટ આર્મ સ્પિન બોલર જે ડિલિવરી ફેંકે છે તેને ‘લેગ બ્રેક‘ અને ‘ગુગલી‘ કહેવાય છે.

બોલિંગ એક્શન દરમિયાન કોણીને ગમે તે ખુણે વાળી શકાય છે પરંતુ સીધી રાખીને બોલિંગ કરી શકાય નહીં.જો કોણી સીધી રાખવામાં આવે તો તે બોલ ગેરકાયદે બને છે અને સ્કવેર લેગ અમ્પાયર તેને ‘નો બોલ (no-ball)‘ આપે છે.હાલના કાયદા મુજબ બોલર તેના હાથને માત્ર 15 ડિગ્રી અથવા ઓછી ડીગ્રી પર સીધો રાખી શકે છે.

બેટિંગ[ફેરફાર કરો]

ડબલ્યુ જી ગ્રેસે (W G Grace)1883માં રમવાની શરૂઆત કરી.તેમના પેડ અને બેટ હાલમાં જેવા વપરાય છે તેવા જ લાગતા હતા.જો કે મોજાં વિકાસને અલગ બન્યા છે.હાલના ઘણા ખેલાડીઓ ગ્રેસના સમયમાં ઉપલબ્ધ હતા તેનાથી વધુ સંરક્ષાત્મક સાધનોનો ઉપયોગ કરે છે જેમ કે હેલ્મેટ અને આર્મ ગાર્ડ

કોઇ એક સમયે, રમવાના વિસ્તારમાં બે બેટ્સમેન હોય છે.એક બેટ્સમેન વિકેટ આગળ સ્ટ્રાઈકર એન્ડ ખાતે ઉભો રહે છે અને શક્ય બને ત્યારે રન લેવાની કોશિષ કરે છે. જ્યારે તેનો સાથી, નોન સ્ટ્રાઈકર પર ઉભેલો બેટ્સમેન બોલર બોલિંગ કરે તે દરમિયાન ઉભો રહે છે.

બેટ્સમેન બેટિંગ કરવા માટે બેટિંગ ક્રમ (batting order)માં રમવા આવે છે.જે ટીમના કેપ્ટન દ્વારા નક્કી કરાય છે. પહેલા જે બેટ્સમેન –, બેટિંગ કરવા આવે છે તેમને ‘ઓપનર્સ‘ – કહેવાય છે. જેઓ નવા બોલ વડે સજ્જ ફાસ્ટ બોલરોની બોલિંગનો સામનો કરે છે. જેઓની બેટિંગ સારી હોય છે તેમને ટોચના ક્રમે બેટિંગ માટે મોકલાય છે. જેથી જેઓની બેટિંગ સારી નથી હોતી તેઓ છેલ્લે બેટિંગ કરે છે.બેટિંગનો ક્રમ જાહેર કરવો ફરજિયાત નથી, જ્યારે વિકેટ પડે છે ત્યારે જેમણે હજી સુધી બેટિંગ કરી નથી તેઓને બેટિંગમાં મોકલી શકાય છે.

જો બેટ્સમેન ‘નિવૃત‘(ઈજાને કારણે) તો તે ફીથી રમવા આવી શકતો નથી.જે ખરેખર ‘નોટ આઉટ‘ હોય છે. અને તેની નિવૃતિને આઉટ થયો ગણવામાં આવતો નથી.પરંતુ તેને ડિસમિસ ગણી શકાય છે કારણ કે તેની ઈનિંગ્સ પુરી થઈ ચુકી હોય છે. સબ્સ્ટિટયૂટ બેટ્સમેન બેટિંગ કરી શકે નહીં.

બેટ્સમેન વિવિધ પ્રકારના શોટ અને સ્ટ્રોક મારે છે જે ‘સંરક્ષણાત્મક‘ અને ‘આક્રમક‘ હોય છે. મુળ વાત છે કે બોલ સપાટ સપાટી પરથી બેટ વડે શ્રેષ્ઠ રીતે ફટકારવો. જો બોલ બેટની ધારને અડે તો તેને ‘એજ‘ કહેવાય છે. બેટ્સમેન દરેક બોલને ફટકારી શકતો નથી, અને સારો ખેલાડી કુશળ સ્ટ્રોક મારીને રન બનાવે છે. આ ખેલાડી તેના કાંડાનો અથવા માત્ર બોલને રોકીને રન લે છે અને ફિલ્ડરથી બોલને દુર મોકલે છે જેથી રન લઈ શકે.

ક્રિકેટમાં વિવિધ પ્રકારના શોટ ફટકારાય છે.બેટ્સમેન જે સ્ટ્રોક ફટકારે છે તેના વિવિધ નામ પણ છે જેમ કે ‘કટ (cut)‘, ‘ડ્રાઈવ‘, ‘હુક‘ અને ‘પુલ‘ વગેરે

નોંધનીય છે કે ખેલાડીએ બોલને ફટકારવો જરૃરી નથી, બોલ વિકેટને અડશે નહીં તેવું લાગે તો બેટ્સમેન બોલને છોડી શકે છે જે સીધો વિકેટ કિપર પાસે જાય છે. સમાનંતર રીતે, બેટ દ્વારા બોલને ફટકાર્યા છંતા તે રન ના પણ લે. તે જાણીજોઈને પગનો ઉપયોગ કરીને બોલને રોકી શકે છે. પરંતુ ‘એલબીડબલ્યુ‘નો નિયમ હોવાથી તે જોખમકારક બની શકે છે.

જો ઈજાગ્રસ્ત ખેલાડી રમવા તૈયાર થઈ જાય પરંતુ તે દોડવા માટે સક્ષમ નથી, ત્યારે અમ્પાયર અને ફિલ્ડિંગ કેપ્ટન બેટિંગ બાજુના અન્ય કોઈ સભ્યને રનર (runner)તરીકે દોડવાની પરવાનગી આપે છે.જો શક્ય હોય તો, રનરે બેટિંગ કરી લીધી હોવી જોઈએ.રનરનું એકમાત્ર કામ વિકેટ વચ્ચે ઈજાગ્રસ્ત બેટ્સમેનની બદલીમાં દોડવાનું છે.બેટ્સમેન જે સાધનો સાથે બેટિંગ કરે છે તેવા જ પ્રકારના સાધનો પહેરીને રનર મેદાનમાં ઉતરે છે. એ પણ શક્ય છે કે બન્ને બેટ્સમેનો રનરનો ઉપયોગ કરે.

રન[ફેરફાર કરો]

જમણેરી બેટ્સમેન વિવિધ પ્રકારના ક્રિકેટિંગ શોટ દ્વારાબોલને વિવિધ દિશામાં મોકલવાનો પ્રયત્ન કરે છે.ડાબોડી બેટ્સમેન માટે આની ઉલ્ટી દિશાનું ચિત્ર હોય છે.

બેટ્સમેન(સ્ટા્ઈકર)ની પ્રાથમિક ચિંતા બોલ વિકેટને અડી ન જાય તે હોય છે અને બીજી રન (runs) ફટકારવાની છે. બેટ દ્વારા બોલને ફટકારીને જ્યા સુધી ફિલ્ડીંગ કરી રહેલી ટીમ દડો પાછો આપે ત્યાં સુધીમાં સ્ટ્રાઈકર બેટ્સમેન અને સામે છેડે ઉભેલો સાથી ખેલાડી પીચ પર સામસામે દોડીને રન લે છે. રન નોંધાવા માટે, બન્ને રનરે ક્રિસને પોતાનું બેટ અથવા પોતાનું શરીર અડાડવું પડે છે.(બેટ્સમેન જ્યારે દોડે છે ત્યારે તેનું બેટ તેની પાસે હોય છે.)દરેક રન સ્કોરમાં વધારો કરે છે.

એક જ બોલને ફટકારીને એકથી વધુ રન લઈ શકાય છે. જ્યારે એકથી ત્રણ રન સમાન્ય છે, મેદાનનું કદ એવા પ્રકારનું હોય છે કે ચારથી વધુ રન દોડીને લઈ શકવા શક્ય નથી.આને કારણે બોલ જ્યારે બાઉન્ડ્રી તરફ જઈ રહેલો બોલ બાઉન્ડ્રીને અડી જાય છે ત્યારે તે આપોઅપ ચાર રન આપવામાં આવે છે. પરંતુ જ્યારે બોલ પીચ પડ્યા વગર સીધો જ બાઉન્ડ્રીને પાર કરી જાય છે ત્યારે તેને છ રન આપવામાં આવે છે. જો બોલ બાઉન્ડ્રીને પાર કરી જાય તો.બેટ્સમેને રન દોડવાની જરૂર રહેતી નથી

ચાર રન મારવા મુશ્કેલ છે, આ દરમિયાન જ્યારે ફિલ્ડર બોલ ‘ઓવરથ્રો‘ કરે છે તે દરમિયાન પણ રન લઈ શકાય છે. જ્યારે સ્ટ્રાઈકર દ્વારા વિષમ રીતે રન લેવામાં આવે છે ત્યારે બે બેટ્સમેનોની સાઈડ બદલાઈ જાય છે અને નોન સ્ટ્રાઈકર બેટ્સમેન હવે સ્ટ્રાઈકર પર આવ જાય છે. માત્ર સ્ટ્રાઈકર દ્વારા ફટકારવામાં આવેલા રનને જ તેના અંગત રનમાં ગણવામાં આવે છે. જ્યારે કુલ રન ટીમના કુલ ટોટલમાં ગણવામાં આવે છે.

ક્યારે રન લેવો તેનો નિર્ણય બેટ્સમેન લે છે, જેને બોલ ક્યા જઈ રહ્યો છે તેનો ખ્યાલ સારી રીતે આવે છે. જેને ‘હા‘ કે ‘ના‘ અથવા ‘રાહ જો‘ જેવા ઉદગારો ઉચ્ચારીને બેટ્સમેન એકબીજાને કોમ્યુનિકેટ કરે છે.

રન દોડવું એ ગણતરીપુર્વક જોખમ છે, કારણ કે ફિલ્ડર જ્યાં સુધી બેટ્સમેન ક્રિસમાં પહોંચે નહીં ત્યા સુધી જો વિકેટ પાડી દે તો તે આઉટ થઈ શકે છે.(બેટ્સમેનનું બેટ કે તેના શરીરનો હિસ્સો પોપિંગ ક્રિસ પર ન પહોંચ્યું હોય) બેટ્સમેનને રન આઉટ (run out) કહેવાય છે.

રન કરવામાં આવે છે તેના દ્વારા ટીમનો સ્કોર નોંધવામાં આવે છે. સ્કોરમાં કેટલા બેટ્સમેન આઉટ થયા તેની પણ નોંધ રાખવામાં આવે છે. દાખલા તરીકે, જો પાંચ બેટ્સમેન આઉટ થયા હોય અને ટીમનો સ્કોર 224 રન થયા હોય તો, એવું કહેવાય છે કે પાંચ વિકેટ ગુમાવીને 224 રન કર્યા છે.(સામાન્ય રીતે ટુંકમાં 224માં પાંચ અથવા 224/05 અથવા, ઓસ્ટ્રેલિયામાં ‘224માં પાંચ અને 5/224).

વધારાના રન[ફેરફાર કરો]

બેટિંગ ટીમ દ્વારા વધારાના રન એક્સ્ટ્રા (extras) દ્વારા મેળવાય છે. જે મોટાભાગે ફિલ્ડિંગ બાજુની ભૂલોને કારણે મળે છે. (જેને ઓસ્ટ્રેલિયામાં ‘સન્ડ્રીઝ‘ કહેવાય છે.)આ ચાર પ્રકારે મેળવાય છે.

  1. નો બોલ–ને કારણે બોલરને વધુ એક બોલ નાંખવો પડે છે. જો બોલર નિયમોનો ભંગ કરે તો નો બોલ અપાય છે. નો બોલના નિયમ (1) ખોટી બોલિંગ એક્શન, (2)પોપિંગ ક્રિસને પાર પગ મુકવો, (3) રીટર્ન ક્રિઝની બહારની તરફ પગ પડે તો. આ બધી સ્થિતિમાં અમ્પાયર નો બોલ આપે છે. ટ્વેન્ટી20 (Twenty20) અને એકદિવસીય (ODI)મેચોમાં હાલના નિયમો મુજબ, ફરીથી નંખાતો બોલ ફ્રિ હીટ હોય છે. જેનો મતલબ એવો થાય છે કે આ બોલમાં રન આઉટ કે સ્ટમ્પ આઊટ સિવાય બેટ્સમેન આઉટ થતો નથી.
  2. વાઈડ(બહાર) – ને કારણે પણ બોલરને દંડ રૂપે વધુ એક બોલ નાંખવો પડે છે. જો બોલર બેટ્સમેનની પહોંચથી દુર નાંખે તો વાઈડ અપાય છે.
  3. જો બેટ્સમેન બોલને અડી શકે નહીં અને વિકટ કિપર પાસે બોલ જાય તે દરમિયાન જો બેટ્સમેન રન દોડીને લઈલે તો તેનો બાય–ના રન મળ્યા કહેવાય છે. (સારો વિકેટ કીપર એ કહેવાય છે જે આવી રીતે બાયના રન ઓછામાં ઓછા આપે.)
  4. જો બોલ બેટ્સમેનના બેટને બદલે શરીરને અડે અને ફિલ્ડર પાસે જાય તે દરમિયાન બેટ્સમેન રન દોડીને લઈ લે તો લેગ બાય– ના રન મળે છે.

જ્યારે બોલર નો બોલ કે વાઈડ બોલ નાંખે ત્યારે તો ટીમને ફરીથી બોલ નાંખવાનો દંડ થાય છે જેથી બેટિંગ કરનાર ટીમને વધુ રન કરવાની તક મળે છે. બાય અને લેગ બાયના રન મેળવવા માટે બેટ્સમેનને દોડવું પડે છે( બોલ બાઉન્ડ્રીએ જાય તો અલગ વાત છે) આ રન ટીમના કુલ રનમાં ઉમેરાય છે તેમના વ્યકિતગત સ્કોરમાં આ રન ઉમેરાતા નથી.

આઉટ[ફેરફાર કરો]

બેટ્સમેનને હવે અગિયાર રીતે આઉટ કરી શકાય છે, જેમાના ઘણા અસામાન્ય છે જેના ક્રિકેટ ઇતિહાસમાં માત્ર થોડા જ કિસ્સા નોંધાયા છે. આઉટ થવાના સામાન્ય રૂપો આ મુજબ છે ‘બોલ્ડ ‘થવું, ‘કેચ‘ થવો, ‘એલબીડબલ્યુ‘ થવું, ‘રન આઉટ‘ થવું, ‘સ્ટમ્પિંગ‘ થઈ જવું, અને ‘હીટ વિકેટ‘ થવી. અસામાન્ય પદ્ધતિ આ મુજબ છે બોલને બે વખત ફટકારવો, મેદાનમાં અવરોધ ઉભો કરવો, ‘બોલને હાથથી પકડવો‘ અને ‘ટાઈમ આઉટ‘

અમ્પાયર આઉટ આપે તે પહેલા સામાન્ય રીતે ફિલ્ડિંગ સાઈડના બોલરો અને ખેલાડીઓએ ‘અપીલ ‘ કરવી પડે છે. આ માટે “હાઉઝેટ“ પ્રકારનો ઉચ્ચાર કરાય છે. જેનો સામાન્ય મતલબ થાય છે ‘ આ કેવું છે‘જો અમ્પાયર અપીલ સાથે સંમત થાય તો તે પોતાની આંગળી ઉંચી કરીને બેટ્સમેનને આઉટ આપે છે.અન્યથા માત્ર તે પોતાનું માથું હલાવીને ‘નોટ આઉટ ‘કહે છે. બેટ્સમેન રન આઉટ થાય કે, એલબીડબલ્યુ કે પછી સ્ટમ્પિંગ આ સંજોગોમાં બેટ્સમેન આઉટ થવાની સ્થિતિ સ્પષ્ટ થતી નથી જેથી ખેલાડીઓ ઉંચા અવાજે અપીલ કરે છે

  1. બોલ્ડ (Bowled)– આ કિસ્સામાં બોલરનો બોલ વિકેટને અડી જાય છે અને એક બેઈલ પડે છે જેથી બેટ્સમેન આઉટ થયો ગણાય છે. (જો બોલ વિકેટને અડે પરંતુ એકપણ બેઈલ ન પડે તો બેટ્સમેન આઉટ થતો નથી)[૧૦]
  2. કેચ (Caught) –પકડવો, જ્યારે બેટ્સમેન તેના બેટ વડે બોલને ફટકારે છે અને બોલ ફિલ્ડિંગ બાજુના ખેલાડી દ્વારા ઝીલવામાં આવે છે ત્યારે તેને કેચ પકડ્યો કહેવાય છે. [૧૧]
  3. લેગ બિફોર વિકેટ (Leg before wicket)(એલબીડબલ્યુ)– એક ગુચંવાડાભર્યો નિયમ છે પરંતુ તેનો મુખ્યત્વે અર્થ એ થાય છે કે જો બેટ્સમેને તેના પગને ન અડ્યો હોત તો તે બોલ્ડ થઈ જાત.[૧૨]
  4. રન આઉટ (Run out)– જ્યારે બેટ્સમેન ક્રિસની બહાર હોય છે ત્યારે ફિલ્ડિંગ બાજુનો ખેલાડી વિકેટને પાડી દે છે. સામાન્ય રીતે આ વસ્તુ ત્યારે બને છે જ્યારે રન લેવાનો પ્રયત્ન કરી રહેલો બેટ્સમેન ગ્રાઉન્ડ બહાર હોય છે અને ખેલાડીનો થ્રો સીધો વિકેટને પાડી દે છે. [૧૩]
  5. સ્ટમ્પ (Stumped)– વિકેટ કિપર દ્વારા થાય છે. જ્યારે બેટ્સમેન બોલ છોડી દે છે અને બેટ્સમેનનો પગ ગ્રાઉન્ડ બહાર હોય છે ત્યારે કિપર હાથ દ્નારા વિકેટને પાડી દે છે અને બેટ્સમેનને આઉટ કરે છે. . (જો કિપર બોલફેંકે છે અને વિકેટ પડે તો તેને રન આઉટ કહેવાય છે.)[૧૪]
  6. હિટ વિકેટ (Hit wicket)– જ્યારે બેટ્સમેન રન લેવા માટે દોડવાની શરૃઆત કરે, કે બોલ ફટકારતી વખતે તેના દ્વારા તેના કોઈ સાધન દ્વારા કે કપડા દ્વારા પણ વિકેટ પરની બે બેઈલમાથી એક પણ બેઈલ પડી જાય તો બેટ્સમેન હિટ વિકેટ દ્વારા આઉટ થયો કહેવાય છે. [૧૫]
  7. બોલને બે વખત ફટકારવો (Hit the ball twice)– આ એક અસમાન્ય બનાવ છે. જે દ્વારા ખેલાડીઓને નુકશાન ન પહોંચે તેવો ઉદ્દેશ છે. બેટ્સમેન માત્ર એક વખત ફટકારી ચુકેલો બોલ વિકેટ તરફ જતો હોય છે ત્યારે જ તેને રોકવા માટે બોલને બેટ અડાડી શકે છે. [૧૬]
  8. અબ્સ્ટ્રક્ટ ધ ફિલ્ડ (Obstructed the field), આ અસામાન્ય રીતે આઉટ થવાની પદ્ધતિ છે જેમાં બેટ્સમેન હેતુપુર્વક ફિલ્ડરને ખલેલ પહોંચાડે છે.[૧૭]
  9. બોલને અડવું (Handled the ball), આ સ્થિતિમાં બેટ્સમેન હેતુપુર્વક વિકેટને બચાવવા માટે બોલને હાથ અડાડે છે.( બોલર દ્વારા નાંખવામાં આવતો બોલ ઘણી વખત બેટ્સમેનના હાથનેઅડે છે પરંતુ તે હેતુપુર્વક હોતો નથી જેથી તે નોટ આઉટ હોય છે. )[૧૮]
  10. ટાઈમ આઉટ (Timed out), જેનો સામાન્ય મતલબ એવો થાય છે કે જ્યારે બેટ્સમેન આઉટ થાય છે અને બીજો બેટ્સમેન બે મીનિટની અંદર મેદાનમાં ન આવે તો તો તેને ટાઈમ આઉટ કહે છે.[૧૯]
  11. રન આઉટ - 2 (Run out), જો કોઇ બેટ્સમેન રન લેતી વખતે જાણીજોઇને કોઇ ફિલ્ડરના થ્રોની આડે આવશે તો તેને રન આઉટ જાહેર કરાશે. આને સ્કોર બોર્ડમાં તો રન આઉટ તરીકે જ લખાશે પરંતુ તે આઉટ કરવાની 11મી રીત હશે.

મોટાભાગના કેસોમાં મોટાભાગે આઉટ થનાર બેટ્સમેન સ્ટ્રાઈકર હોય છે.જો નોન સ્ટ્રાઈકર આઉટ થયો હોય તો તે મોટાભાગે રનઆઉટ થવાને કારણે આઉટ થાય છે, પરંતુ તે ફિલ્ડરને ખલેલ પહોંચાડવા, હેન્ડલ ધ બોલ કે ટાઈમ આઉટને કારણે આઉટ થઈ શકે છે

આઉટ થયા વગર બેટ્સમેન ફિલ્ડ છોડી શકે છે.જો બેટ્સમેન ઈજાગ્રસ્ત હોય કે બિમાર પડી જાય તો થોડાસમય માટે બેટ્સમેન નિવૃત થાય છે. અને તેની જગ્યાએ અન્ય કોઈ બેટ્સમેન બેટિંગ લેવા માટે આવે છે.આ બનાવને રીટાર્યડ હર્ટ (retired hurt)અથવા રીટાયર્ડ ઈલ (retired ill) કહેવાય છે. રીટાયર્ડ થતો બેટ્સમેન નોટ આઉટ હોય છે અને ઈનિંગ્સમાં ફરી વખત બેટિંગ કરી શકે છે.બન્ને છેડાના બેટ્સમેન નિવૃત થઈ શકે છે, અને આને ડીસમિસ રીટાયર્ડ આઉટ (retired out) કહેવાય છે. કોઈ પ્લેયર આઉટ કહેવાતો નથી. બેટ્સમેન નો બોલમાં બોલ્ડ, કેચ, લેગ બિફોર વિકેટ, સ્ટમ્પ અને હિટ વિકેટ આઉટ થતો નથી. બેટ્સમેન વાઈડ બોલમાં બોલ્ડ, કેચ , લેગ બિફોર વિકેટ, અને બોલને બે વખત ફટકારવો આઉટ થતો નથી.આમાંથી કેટલાક પ્રકારના ડિસમિસલ બોલર બોલિંગ નાંખે તેના સિવાય પણ આઉટ થાય છે. સ્ટ્રાઈક પર ન હોય તેવો બેટ્સમેન બોલર દ્વારા રન આઉટ (run out by the bowler)થાય છે જો તેણે બોલર બોલ નાંખે તે પહેલા ક્રિસ છોડી દીધી હોય તો. અને બેટ્સમેન ફિલ્ડને ખલેલ પહોંચાડવા બદલ પણ આઉટ થઈ શકે છે તેમ રીટાયર્ડ આઉટ ગમે ત્યારે થઈ શકે છે. ટાઈમ આઉટના કેસમાં પણ ડીસમિસલ બોલ નાંખ્યા વગર થાય છે. આના સિવાયના અન્ય કોઈ પણ આઉટના કેસમાં માત્ર એક બેટ્સમેન એક બોલમાં આઉટ થઈ શકે છે.

ઈનિંગ્સનો અંત[ફેરફાર કરો]

ઈનિંગ્સનો અંત આવે છે

  1. અગિયારમાંથી દસ બેટ્સમેન આઉટ થઈ જાય છે(ડિસમિસ થાય છે), અથવા ટીમ જાહેર કરી દે કે તેઓ ‘ઓલ આઉટ‘ થયા છે ત્યારે.ઈનિંગ્સનો અંત આવે છે.
  2. ટીમ પાસે બેટિંગ કરી શકે તેવો માત્ર એક ખેલાડી વધે, જ્યારે બાકીના બધા ખેલાડી, ઈજાગ્રસ્ત હોય, કે બિમાર હોય કે ગેરહાજર હોય તો ટીમ ‘ઓલ આઉટ‘ જ ગણાય છે.
  3. ટીમ છેલ્લે જ્યાં પહોંચી હોય છે તે સ્કોરને જીતવા માટેનું ટોટલ ગણવામાં આવે છે.
  4. પહેલેથી નક્કી કરવામાં આવેલી ઓવર નાંખવામાં આવે છે.( માત્ર એકદિવસીય મેચમાં 50 ઓવર અને ટ્વેન્ટી20 મેચમાં 20 ઓવરની મેચ હોય છે.)
  5. ટીમનો કેપ્ટન તેની ટીમના બેથી વધુ બેટ્સમેનો નોટ આઉટ હોય તો પણ અને ઈનિંગ્સને ડિક્લેર (declares)કરી શકે છે. (આ બાબતે એકદિવસીય મેચોની નિશ્ચિત ઓવરોની મેચમાં લાગુ પડતી નથી.)

પરિણામો[ફેરફાર કરો]

જ્યારે બીજી વખત દાવ લઈ રહેલી ટીમ તેની વિરોધી ટીમ કરતા ઓછા રન કરે તો તેને રન દ્વારા હાર કહેવાય છે.(જ્યાં બન્ને ટીમો વચ્ચે રનનો તફાવત હોય છે. જો છેલ્લે બેટિંગ કરી રહેલી ટીમ પુરતા રન કરી લે તો તેને વિકેટ દ્વારા જીત કહેવાય છે, જ્યા વિકેટ આઉટ થવાની બાકી હોય છે.દાખલા તરીકે ટીમ તેની વિરોધી ટીમ દ્વારા કરવામાં આવેલા રનને પાર છ વિકેટે કરે તો એવું કહેવાય કે ‘ચાર વિકેટ ટીમની જીત થઈ‘.

બે ઈનિંગ્સવાળી મેચમાં એક ટીમની પહેલી અને બીજી ઈનિંગ્સનો કુલ સ્કોર બીજી ટીમના એક દાવ કરતા ઓછો પણ હોઈ શકે છે.જેથી જે ટીમનો વધુ રને વિજય થયો હતો તેને ઈનિંગ્સ અને રન દ્વારા વિજય થયો કહેવાય. આ ટીમને ફરી વખત બેટિંગ કરવાની જરૂર હોતી નથી. અને રન બરાર બન્ને ટીમના સયુંકત ટોટલ વચ્ચેનો તફાવત

જો અંતિમ બેટિંગ કરી રહેલી ટીમ ઓલ આઉટ થઈ જાય અને બન્ને ટીમોના કુલ રન સરખા હોય તો મેચને ટાઈ (tie) કહેવાય છે . જો કે બે ઈનિંગ્સની મેચમાં આ પ્રકારનું પરિણામ ભાગ્યે જ આવે છે. પરંપરાગત મેચોમાં, મેચને જે સમય ફાળવવામાં આવ્યો છે તેનો અંત આવી જાય અને બન્નેમાંથી કોઈ પણ ટીમ જીતી ન હોય તો મેચને ડ્રો (draw)જાહેર કરાય છે.

જો મેચમાં બન્ને ટીમો એક એક ઈનિંગ્સ રમી શકી હોય તો, ધણી વખત વધુમાં વધુ ડિલિવરીને આધારે મેચ રમાય છે.આ પ્રકારની મેચોને મર્યાદિત ઓવરની મેચ અથવા ‘વનડે‘ મેચ કહેવાય છે, આ મેચોમાં જે ટીમ ગમે તેટલી પણ વિકેટો ગુમાવીને સૌથી વધુ રન કરે તે વિજેતા હોય છે, જેથી આ મેચો ડ્રો થતી થી. જો ખરાબ વાતાવરણને કારણે આ પ્રકારની મેચોમાં વિક્ષેપ આવે છે ત્યારે ગૂંચવણભેલી ગણિતશાસ્ત્ર સંબંધિ પદ્ધતિ જેને ડકવર્થ-લુઈસ પદ્ધતિ (Duckworth-Lewis method)નો ઉપયોગ કરવામાં આવે છે. આ ગણતરી દ્વારા ટીમને નવું લક્ષ્યાંક આપવામાં આવે છે. જો નક્કી કરવામાં આવેલી ઓવર ન નાંખી શકાઈ હોય તો મેચને પરિણામ વિનાની મેચ ઘોષિત કરી શકાય છે. જ્યારે વાતવરણ વધુ પડતું ખરાબ હોય અને મેચ ફરીથી શરૂ થવાની શક્યતા ઓછી હોય છે ત્યારે આ મેચોમાં આ પ્રકારના પરિણામ આવે છે.

મેચના પ્રકાર[ફેરફાર કરો]

ક્રિકેટ વિવિધ ભાગોમાં ફેલાયેલી રમત છે. ક્રિકેટને તેના રમવાના ધોરણ મુજબ બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે એક મેજર ક્રિકેટ (major cricket)અને માઈનોર ક્રિકેટપ્રચલિત ક્રિકેટમાં વધુ ઉંડા ઉતરીએ તો તેમાં બે પ્રકારની મેચો રમાય છે. મેચોના મુખ્ય પ્રકારમાં એક ટીમને બે ઈનિંગ્સ આવતી હોય તેવી મેચ અને દરેક ટીમને એક જ ઈનિંગ્સ આવતી હોય તેવી મેચનો સમાવેશ થાય છે.પહેલા, પ્રથમ કક્ષાની ક્રિકેટ (first-class cricket)કહેવાતી મેચોનો સમય ત્રણ દિવસથી પાંચ દિવસ સુધીનો હોય છે.(અંહી કેટલાક ઉદાહરણ એવા છે કે અમર્યાદિત સમય સુધી મેચ ચાલે છે.), બાદમાં તેને મર્યાદિત ઓવર (limited overs cricket)ની ક્રિકેટ મેચ કહેવામાં આવી. કારણ કે દરેક ટીમને 50 ઓવર બોલિંગ કરી શકે છે.જે એક દિવસ દરમિયાન નાંખવાની હોય છે.(જો ખરાબ વાતાવરણ હોય તો મેચ બીજા દિવસે પણ રમાઈ શકે છે.)

પરંપરાગત રીતે, બે ઈનિંગ્સની મેચમાં એક દિવસમાં છ કલાકનો રમવાનો સમય (playing time)હોય છે. મર્યાદિત ઓવરની મેચ પણ મોટાભાગે છ કલાકના સમય વાળી હોય છે.આ મેચોમાં લંચ અને ટી વખતે સામાન્ય વિરામ હોય છે. આ ઉપરાંત ડ્રિંક વખતે પણ થોડો વિરામ હોય છે.આ ઉપરાંત ઈનિંગ્સ વખતે પણ થોડો વિરામ હોય છે.ઐતિહાસિક રીતે, સિંગલ ક્રિકેટ (single wicket) કહેવાતો ક્રિકેટનો પ્રકાર 18 અને 19મી સદીમાં ઘણો લોકપ્રિય હતો, આ પ્રકારની મેચો પણ રમાતી હતી જે દ્વારા મોટી ક્રિકેટ મેચોમાં પ્રવેશ મળી શકતો હતો. આ પ્રકારની મેચોમાં દરેક ટીમને એક થી છ ખેલાડીઓ હોય છે, જેમાં એક સમયે એક બેટ્સમેન જ રમી શકે છે જે તેની ઈનિંગ્સનો અંત આવે ત્યાં સુધી બોલિંગનો સામનો કરે છે. જ્યારથી મર્યાદિત ઓવરની મેચો રમાવવાની શરૂઆત થઈ ગઈ ત્યારથી સિંગલ વિકેટ ક્રિકેટ હવે ભાગ્યે જ રમાય છે.

ટેસ્ટ ક્રિકેટ[ફેરફાર કરો]

પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ટેસ્ટ ક્રિકેટ (Test cricket)નો દરજ્જો સર્વોચ્ચ છે. આઈસીસીના પુર્ણ કક્ષાના સભ્ય હોય તેવા દેશો એકબીજા સાથે નિશ્ચિત કાર્યક્રમ મુજબ ક્રિકેટ મેચ રમે છે. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફિક્સ હોય છે.

જાન્યુઆરી 2005ના રોજ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ ક્રિકેટ (Test match)મેચ.બ્લેક ટ્રાઉઝર પહેલીને ઉભેલા વ્યકિત અમ્પાયર (umpires) છે. ટેસ્ટ ક્રિકેટ, પ્રથમ કક્ષાની ક્રિકેટ (first-class cricket) અને કલબ ક્રિકેટ (club cricket)માં ખેલાડીઓ સફેદ કપડા પહેલે છે અને લાલ ક્રિકેટ બોલ (cricket ball)વાપરે છે જ્યારે વ્યવસાયી મર્યાદિત ઓવર (limited overs)ની મેચોમાં વિવિધ કલરના ક્રિકેટ યુનિફોર્મ અને સફેદ બોલ વપરાય છે.

ટેસ્ટ ક્રિકેટ મેચોની શરૂઆત 19મી સદીમાં થઈ. ટેસ્ટ મેચનો શરૂઆત ઓસ્ટ્રેલિયા (Australia) અને ઈંગ્લેન્ડ (England)વચ્ચે 1876-77માં ઓસ્ટ્રેલિયન સિઝન (1876-77 Australian season)માં બે મેચો દ્વારા થઈ.તબક્કાવાર, આઠ ક્રિકેટ મેચએ ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો મેળવ્યો.દક્ષિણ આફ્રિકા (South Africa) (1889), વેસ્ટ ઈન્ડિઝ (West Indies) (1928), ન્યુઝીલેન્ડ (New Zealand) (1929), ભારત (India) (1932), પાકિસ્તાન (Pakistan) (1952), શ્રીલંકા (Sri Lanka) (1982), ઝિમ્બાબ્વે (Zimbabwe) (1992) અને બાંગ્લાદેશ (Bangladesh) (2000).અન્ય ટીમો સાથે સ્પર્ધા ન કરી શકવા બદલ અને ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત નહીં કરી શકવાને કારણે ઝિમ્બાબ્વનો ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો 2006માં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. [૨૦]

વેલ્સના ખેલાડીઓ ઈંગ્લેન્ડ તરફથી રમી શકે છે.વેસ્ટ ઈન્ડિઝ ટીમના ખેલાડીઓ કેરિબિયન, બાર્બાડોઝ, ગુયાના, જમૈકા, ત્રિનિદાદ અને ટોબાગો, અને લીવાર્ડ ટાપુઓ અને વિન્ડવાર્ડ ટાપુઓમાંથી આવે છે.

બે ટીમો વચ્ચે ટેસ્ટ મેચ મોટા ભાગે એકથી વધુ મેચો રમાય છે જેને ‘શ્રેણી‘ કહેવાય છે. એક મેચ પાંચ દિવસ સુધી ચાલે છે અને શ્રેણીમાં ત્રણથી પાંચ મેચો હોય છે.નિશ્ચિત સમયમાં મેચનો અંત ન આવે તો મેચને ડ્રો ઘોષિત કરવામાં આવે છે.

1882થી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ મેચોની શ્રેણીને ધ એસિઝ ટ્રોફિ (The Ashes)કહેવાય છે. અન્ય પણ કેટલીક ટ્રોફિઓ રમાય છે જેમ કે, વિઝડમ (Wisden Trophy) ટ્રોફિ જે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અને ફ્રાન્ક વોરેલ ટ્રોફિ (Frank Worrell Trophy) જે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાય છે.

મર્યાદિત ઓવર[ફેરફાર કરો]

મર્યાદિત ઓવર (Limited overs cricket)ની ક્રિકેટને કેટલીક વખત એક દિવસિય ક્રિકેટ તરીકે ઓળખાવાય છે કારણ કે દરેક મેચનો કાર્યક્રમ એક દિવસનો હોય છે. ખરાબ વાતાવરણને કારણે આવી મેચો કેટલીક વખત બીજા દિવસે પણ રમાડવામાં આવે છે. આ મેચો યોજવાનો હેતુ છે કે નિશ્ચિત સમયમાં પરિણામ આવે અને મેચ ડ્રોમાં ન પરિણામે.પરંતુ બન્ને ટીમના સ્કોર સરખા થાય તો મેચ ટાઈ પણ થઈ શકે છે અને ખરાબ વાતાવરણ પણ મેચને અસર કરી શકે છે.દરેક ટીમ એક જ ઈનિંગ્સ રમી શકે છે અને મર્યાદિત ઓવરનો સામનો કરે છે.પરંપરાગત રીતે ઓવરની મર્યાદા 40 થી 50 ઓવર હોય છે.ટ્વેન્ટી20 (Twenty20)મેચોમાં દરેક ટીમ 20 મેચોનો સામનો કરે છે.

ડાબે, બેલેરીવ ઓવલ

, હોબાર્ટ (Hobart), મર્યાદિત ઓવર ઈન્ટરનેશનલ દરમિયાન (Limited Overs international).

1963માં હાલની મર્યાદિત ઓવરની ક્રિકેટ મેચોની શરૂઆત ઈંગ્લેન્ડનીપ્રથમ કક્ષાની કંટ્રી કલબોમાં નોકઆઉટ કપથી થઈ.1969માં નેશનલ લિગ કમ્પિટિશનની સ્થાપના કરવામાં આવી.આ કન્સેપ્ટને ક્રિકેટ રમતા અન્ય દેશોએ પણ અપનાવી લીધો.પહેલી મર્યાદિત ઓવરની આંતરરાષ્ટ્રીય મેચો 1971માં રમાઈ.1975માં ઈઁગ્લેન્ડમાં ‘પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ (Cricket World Cup)‘ યોજાયો.મર્યાદિત ઓવરની મેચોમાં વિવિધ પ્રકારની નવીન વસ્તુઓ દાખલ કરવામાં આવી જેમ કે વિવિધ કલારના કલરના કપડા અને કીટ, ફ્લડ લાઈટ અને સફેદ બોલ.

મર્યાદિત ઓવરની મેચોનું આ એક બીજુ રૂપ છે. આનો ઉદ્દેશ મેચનું પરિણામ ત્રણ કલાકની અંદર લાવવાનું છે. મોટાભાગે આ મેચો સાંજના સમયે રમાય છે.આ મેચો 2003માં ઈંગ્લેન્ડમાં રમાવાની શરૂઆત થઈ. આ મેચના આયોજનનો મુળ ઉદ્દેશ સાંજના સમયે કર્મચારીઓને મનોરંજન આપવાનો હતો. આ મેચોને વ્યવસાયીક સફળતા મળવા લાગી અને તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અપનાવી લેવામાં આવી.2007માં ટ્વેન્ટી20 વર્લ્ડ ચૅમ્પિઅનશિપ (Twenty20 World Championship)નું આયોજન કરવામાં આવ્યું. આગામી ટ્વેન્ટી20 વર્લ્ડ ચેમ્પિયનશીપ 2009માં ઈંગ્લેન્ડમાં રમાશે.

રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ[ફેરફાર કરો]

1895માં યોર્કશાયર કાઉન્ટિ ક્રિકેટ કલબ.1893માં રમાયેલી 30 કાઉન્ટિ ચમ્પિયનશીપ ટાઈટલ યોર્કશાયરે જીત્યું.

પ્રથમ કક્ષાની ક્રિકેટ (First-class cricket)માં ટેસ્ટ ક્રિકેટનો પણ સમાવેશ થાય છે પરંતુ ટેસ્ટ ક્રિકેટ મુખ્યત્વ આઈસીસીના પુર્ણ સભ્ય દેશોમાં રમાતી સર્વોચ્ચ ઘરેલુ ક્રિકેટને લઈને ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેમાં પણ કેટલાક અપવાદ છે.ઈંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાનું ક્રિકેટ આયોજન 18 કાઉન્ટિ કલબ દ્વારા થતું હતું. આ કાઉન્ટિઓ વચ્ચે કાઉન્ટિ ચેમ્પિયનશીપ (County Championship)નું આયોજન થતું હતું. ચેમ્પિયન કાઉન્ટિ (champion county)નો કન્સેપ્ટ છેક 18મી સદીથી અસ્તિત્વમાં છે પરંતુ સત્તાવાર રીતે સ્પર્ધા 1890 સુધી શરૂ થઈ શકી ન હતી. આમાં સૌથી વધુ સફળ કલબ યોર્કશાયર કાઉન્ટિ ક્રિકેટ કલબ (Yorkshire County Cricket Club) હતી જેણે 30 ટાઈટલ જીત્યા હતા.

1892-93માં ઓસ્ટ્રેલિયાએ શેફિલ્ડ શિલ્ડ (Sheffield Shield)નું આયોજન કરીને તેની પ્રથમ કક્ષાની ચેમ્પિયનશીપની શરૂઆત કરી. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ કક્ષાની ક્રિકેટ ટીમ વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.2008 સુધીમાં 45 જેટલા ટાઈટલ જીતીને ન્યુ સાઉથ વેલ્સ (New South Wales)સર્વોચ્ચ સ્થાને છે.

રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ વિવિધ દેશોમાં રમાય છે જેમાં રણજી ટ્રોફિ (Ranji Trophy) (ભારત), પ્લુકેટ શિલ્ડ (Plunket Shield) (ન્યુઝીલેન્ડ), કરી કપ (Currie Cup) (દક્ષિણ આફ્રિકા) અને શેલ શિલ્ડ (Shell Shield) (વેસ્ટ ઈન્ડિઝ)નો સમાવેશ થાય છે..આમાંની ઘણી સ્પર્ધાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને નામ પણ બદલવામાં આવ્યા છે.

મર્યાદિત ઓવરની ધરેલુ ક્રિકેટનો પ્રારંભ ઈંગ્લેન્ડમાં જિલેટ કપ (Gillette Cup) દ્વારા 1963માં થયો. વિવિધ દેશો મર્યાદિત ઓવરની મેચોનું આયોજન કરતા રહે છે જે નોકઆઉટ અને લીગના ધોરણે પણ હોય છે.તાજેતરના વર્ષોમાં, રાષ્ટ્રીય ટ્વેન્ટી20 સ્પર્ધાઓ દાખલ કરવામાં આવી છે , જે સામાન્ય રીતે નોકઆઉટ હોય છે, જો કે તેમાં કેટલીક વખત લીગને પણ ભેળવી દેવાય છે.

ક્રિકેટના અન્ય પ્રકારો[ફેરફાર કરો]

વિશ્વમાં રમાતા ક્રિકેટના વિવિધ પ્રકારો છે. જેમ કે ઈન્ડોર ક્રિકેટ, ફ્રેન્ચ ક્રિકેટ, બિચ ક્રિકેટ, ક્વિક ક્રિકેટ અને કાર્ડ ગેમ અને બોર્ડ ગેમનો સમાવેશ થાય છે. આ બધી રમતોની પ્રેરણા ક્રિકેટમાંથી લેવામાં આવી છે. આ પ્રકારોમાં નિયમમો વારંવાર બદલાતા રહે છે જેથી મર્યાદિત સ્ત્રોત હોવા છંતા રમત રમાતી રહે, તેમજ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને પ્રેક્ષકો આનંદ માણી શકે.

ઈન્ડોર ક્રિકેટ (Indoor cricket)નેટેડ ઈન્ડોર મેદાનમાં રમાય છે જે સામાન્ય પ્રકાર છે. પરંતુ આઉટડોર ક્રિકેટનો પ્રકાર વધુ ઐપચારિક છે.

જાતે બનાવેલી પીચ પર પાર્કમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. ઘણા દેશોમાં જાતે બનાવેલા મેદાનો અને પીચો પર ક્રિકેટનું આયોજન સામાન્ય છે.

કુંટુંબો અને નાના બાળકો બેકયાર્ડ ક્રિકેટ (backyard cricket)ઉપનગરોમાં રમે છે. અને ભારત અને પાકિસ્તાનના શહેરોમાં ‘ગલી ક્રિકેટ‘ અથવા ‘ટેપ બોલ ‘કહેવાતા ક્રિકેટનું આયોજન સાંકડી ગલીઓમાં થાય છે. આ પ્રકારની મેચોમાં પણ નિયમો પણ એક પીચ બાદ કેચ કરી શકાય તેવા પ્રકારના હોય છે. આ પ્રકારના નિયમો બનાવવાના ઉદ્દેશ એ છે કે બેટ્સમેન ઓછી જગ્યામાં વધુ સતર્કતા રાખીને રમે.આમાં ટેનિસ બોલ અને જાતે બનાવેલા બેટનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના સાધનોને વિકેટ બનાવવામાં આવે છે. જેમ કે ફ્રેન્ચ ક્રિકેટ (French cricket)માં બેટર્સ લેગ, ખરેખર તો આ રમત ફ્રાન્સથી આવી નથી પરંતુ નાના બાળકો દ્વારા રમાતી ક્રિકેટને ફ્રેન્ચ ક્રિકેટ કહેવાય છે. કેટલાક સમયે તેના નિયમો સુધારવામાં આવે છે. દાખલા તરીકે ખેલાડીઓ એક પીચ પડ્યા બાદ બોલને કેચ કરી શકે તેવું નક્કી થઈ શકે છે.અથવા કેટલાક જ ખેલાડીઓ ઉપલબ્ધ હોય ત્યારે બધા જ ખેલાડીઓ ફિલ્ડિંગ ભરે છે અને તેમની બેટિંગ આવે ત્યારે બેટિંગ કરવા જાય છે.

ક્વિક ક્રિકેટ (Kwik cricket)માં બેટ્સમેન તૈયાર થાય તેની બોલર રાહ જો તો નથી.બાળકોને આકર્ષે તે માટે ગેમને વધુ ઝડપી અને આનંદપ્રદ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની મેચો ઈંગ્લેન્ડની સ્કુલોમાં રમાય છે. આ ઉપરાંત આ રમતને વધુ ઝડપી બનાવવા માટે ‘ટીપ એન્ડ રન‘, ‘ટીપલી‘ રન, ‘ટપ્સી રન‘ અને ‘ટીપી ગો‘ની રમત પણ રમાય છે. આ મેચમાં એવો નિયમ હોય છે કે બોલ બેટને અડે તો બેટ્સમેનને રન લેવો જ પડે પછીને ભલે બોલ સામાન્ય જ અડ્યો હોય.જો કે આવા નિયમો માત્ર પુર્વતૈયારી વિનાની મેચોમાં હોય છે, જેનો એક માત્ર ઉદ્દેશ બેટ્સમેનનો બોલ રોકવાના હક્કને પાછો ખેંચીને રમતને ઝડપી બનાવવી.

સામાઓમાં ક્રિકેટના રૂપને કિલીકીટી (Kilikiti) કહેવાય છે જેમાં હોકી સ્ટીક (hockey stick)જેવા આકારના બેટનો ઉપયોગ કરાય છે. ઈંગ્લેન્ડમાં પહેલા ક્રિકેટ રમાતું હતું ત્યારે હોકી સ્ટિક જેવા બેટનો ઉપયોગ થતો હતો, પરંતુ 1760માં બોલરોએ બોલને રગડાવવાની જગ્યાએ પીચ પાડવાની શરૂઆત કરતા બેટ્સમેનોએ પણ હાલના બેટ જેવા બેટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ઈસ્ટોનિયા (Estonia)માં ટીમ શિયાળામાં આઈસ ક્રિકેટ (Ice Cricket)ટુર્નામેન્ટ રમવા માટે ભેગી થાય છે. આ રમતનો ઉદ્દેશ શિયાળાને ભગાવીને સામાન્ય ગરમી જેવો રમત દ્વારા અહેસાસ કરાવાનો છે. આના નિયમો સિક્સ અ સાઈડ ગેમ જેવા જ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

રોયલ ગ્રામર સ્કુલ, ગિલ્ડફોર્ડ (Royal Grammar School, Guildford)માં ક્રિકેટ રમાતી હોવાના ઉલ્લેખ છે.

પહેલાના ક્રિકેટને કેટલોક સમય અથવા તેને ‘ક્લબ બોલ‘, ‘સ્ટુડ બોલ,‘ કે ‘ટ્રેપ બોલ‘, કે પછી ‘સ્ટોબ બોલ‘ તરીકે પણ ઓળખવામાં આવતી હતી.[૨૧]ક્રિકેટના ઉલ્લેખો 16મી સદીમાં ઈંગ્લેન્ડ ટ્યુડોરના સમયમાં મળે છે પરંતુ તેનો ઉદભવ આ સમય પહેલા થયો હશે.ક્રિકેટ ઉદભવ અંગેની જે સામાન્ય થિયરી છે કે, ક્રિકેટ રમવાની શરૂઆત મધ્યકાળ દરમિયાન સસેક્સ અને કેન્ટની વચ્ચે વેલ્ડ ખાતે લુહાર અને ખેતી કરતા લોકોના બાળકોએ કરી હશે. રમતનો પુસ્તકમાં ઉલ્લેખ છે જેમાં ક્રેગની રમત પ્રિન્સ એડવર્ડ (Prince Edward), એડવર્ડ પહેલાલોંગસેક) (Edward I (Longshanks))ના પુત્ર દ્વારા ન્યુએડન, કેન્ટ ખાતે 1301માં રમવામાં આવી[૨૨]. એવી ધારણાઓ રાખવામાં આવે છે કે આ ક્રિકેટનો જ એક પ્રકાર હતો. પરંતુ આ બાબતે કોઈ પુરાવા નથી.

‘ક્રિકેટ‘ શબ્દના ઉદભવ માટે ઘણા શબ્દો કારણભૂત હોવાનું માનવામાં આવે છે. આ રમતનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળ્યો છે[૨૩], જેમાં આ રમતનો ઉલ્લેખ ક્રેકેટ તરીકે થયો છે. દક્ષિણ-પુર્વ ઈંગ્લેન્ડ વચ્ચેના મજબૂત વેપારી સંબંધોને અને કાઉન્ટિ ઓફ ફ્લેન્ડર્સે (County of Flanders) જ્યારે ડચી ઓફ બરગન્ડી (Duchy of Burgundy)ને ઉદ્દેશીને એક પત્ર લખ્યો, તેમા આ નામ હતા.મિડલ ડચ (Middle Dutch)[૨૪] ક્રિક(-ઈ), નો મતલબ સ્ટીક, અથવાજુના અંગ્રેજીમાં (Old English) ક્રિક અથવાક્રાયસે મતલબ કે આધાર અથવા ટેકો.[૨૫]જુની ફ્રેન્ચ (Old French) ભાષામાં ક્રિકેટનો મતલભ એક પ્રકારની કલબ અથવા સ્ટીક[૨૬]સેમ્યુઅલ જ્હોન્સને (Samuel Johnson) તેમની ડિક્શનેરીમાં ક્રિકેટ શબ્દની ઉત્પતિ ક્રાયસે, સેક્સોન, એક સ્ટીક એવો કર્યો છે.[૨૭]આ ઉપરાંત ક્રિકેટ શબ્દના ઉદભવ માટે મધ્યકાલીન ડચમાં શબ્દ છે ક્રિકસ્ટોએલ, જેનો મતલબ થાય છે કે લાબું અને નીચું સ્ટુલ જેનો ઉપયોગ ઘુંટણ ટેકવીને ચર્ચ (church)માં કરવામાં આવે છે. અને તે લાંબુ અને નીચી વિકેટ (wicket) જે બે સ્ટમ્પ (stumps)સાથે પહેલાની ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતી હતી તેની સાથે સામ્ય ધરાવે છે.[૨૮]બોન યુનિવર્સિટી (Bonn University)ના યુરોપીયન ભાષાઓના નિષ્ણાત હેઈનર ગિલમેઈસ્ટરના જણાવ્યા મુજબ ‘ક્રિકેટ‘ શબ્દની ઉત્પતિ મધ્યકાલીન ડચ ભાષાના વાક્ય હોકી (hockey) મેટ ડી(ક્રિકેટ)સેન(‘સ્ટીકની સાથે ઉપયોગમાં લેવાયેલું‘).[૨૯]

1598[૨૩]માં ક્રેકેટની રમતને લગતો એક કોર્ટ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં આ રમત બાળકો દ્વારા રોયલ ગ્રામર સ્કુલ ગિલ્ડફોર્ડ (Royal Grammar School, Guildford)ખાતે1550ની આસપાસ રમાતી હોવાનો ઉલ્લેખ છે.આ ક્રિકેટનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તેનું પહેલું પ્રમાણ છે.માનવામાં આવે છે કે આ ખરેખર તો બાળકો માટેની રમત હતી પરંતુ 1610[૩૦]ની આસપાસ મળેલા ઉલ્લેખો દર્શાવે છે કે મોટા લોકોએ પણ આ રમત રમવી શરૂ કરી દીધી અને ગ્રામ્ય ક્રિકેટ (village cricket)નો પહેલો સંદર્ભ તેના બાદ નોંધાયો. 1624માં જાસપર વિનાલ (Jasper Vinall)નામનો ખેલાડી સસેક્સમાં પાદરીઓની બે મેચ દરમિયાન માથું અથડાતા મૃત્યુ પામ્યો હતો. [૩૧]

17મી સદીમાં દક્ષિણ પુર્વ ઈંગ્લેન્ડમાં ક્રિકેટના વિકાસના ઘણા બધા ઉલ્લેખો મળે છે.સદીના અંત સુધીમાં, આ રમત એક સંગઠીત પ્રવૃતિ બની ગઈ. એવું માનવામાં આવે છે કે 1660ની પુનઃપ્રસ્થાપના (Restoration) બાદ તેમાં પહેલી વખત વ્યવસાયી ખેલાડીઓ દેખાવા લાગ્યા હતા.એક વર્તમાનપત્રમાં ‘ધ ગ્રેટ ક્રિકેટ મેચ‘ નો ઉલ્લેખ છે જેમાં અગિયાર ખેલાડીઓ દ્વારા સસેક્સમાં 1697માં મેચ રમવામાં આવી હતી. ક્રિકેટને મહત્વ આપતા રીપોર્ટનો આ જાણીતો સંદર્ભ હતો.

લિવરપુરમાં 1859માં પહેલી અંગ્રેજી ટીમ મેચ રમવા શીપમાં પ્રવાસ કરે છે.

આ રમતે 18મી સદીમાં ઘણો વિકાસ કર્યો અને ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય રમત બની ગઈ હતી.આના માટે સટ્ટો પણ એક જવાબદાર પરિબળ હતું કારણે ધનવાનો પોતાની પસંદગીની ટીમ ઉતારતા હતા.1707 સુધીમાં ક્રિકેટ લંડનમાં આગળ પડતી રમત બની હતી, અને ફિન્સબરીના આર્ટીલરી ગ્રાઉન્ડ (Artillery Ground)માં રમાયેલી મેચ જોવા માટે કેટલાય દર્શકો ઉમટ્યા હતા.આ રમતનુ સિંગલ વિકેટ (single wicket)સ્વરૂપને કારણે લોકો ઘણા આકર્ષાયા હતા.1760માં બોલિંગમાં બોલરો હવે બોલને બેટ્સમેન તરફ નાંખતા પહેલા રગડાવવાની જગ્યાએ પીચ પાડવા લાગ્યા હતાઆને કારણે ઉછળાતા બોલને ફટકારવા માટે બેટની ડિઝાઈનમાં મુળભૂત ફેરફાર આવ્યા, બોલના ઉછાળને કારણે હાલમાં વપરાય છે તેવા બેટ ‘હોકી સ્ટીક‘પ્રકારના બેટની જગ્યાએ વપરાવા લાગ્યા.1760માં હમબ્લેડોન કલબ (Hambledon Club)ની સ્થાપના કરવામાં આવી જે એમસીસી (MCC)ના સ્થાપના ન થઈ ત્યા સુધી 20 વર્ષ ચાલી. લોર્ડ્સના ઓલ ગ્રાઉન્ડ (Lord's Old Ground)નું ઉદ્ઘાટન 1787માં કરવામાં આવ્યું.હમબ્લેડોન રમતની મહાન કલબ હતી અને તેનો ફોકલ પોઈન્ટ પણ હતી.એમસીસીએ ઝડપથી ક્રિકેટની અગ્રેસર કલબમાં સ્થાન મેળવી લીધું અને ક્રિકેટના કાયદા (Laws of Cricket)નું રખેવાળ બન્યું. 18મી સદીના અંત ભાગમાં એલબીડબલ્યુ અને ત્રણ સ્ટમ્પની વિકેટના મહત્વના નવા કાયદા દાખલ કરવામાં આવ્યા.

19મી સદીમાં ઓવરઆર્મ (overarm bowling)અને રાઉન્ડઆર્મ (roundarm)બોલિંગે અંડરઆર્મ (underarm bowling)બોલિંગનું સ્થાન લીધું. બન્ને વિકાસ વિવાદાસ્પદ બન્યા હતા.ક્રિકેટના સ્થાનિક આયોજનને કારણે કાઉન્ટિ કલબોનો ઉદભવ થયો હતો. જેની શરૂઆત 1839માં સસેક્સ સીસીસી (Sussex CCC)ની સ્થાપનાથી થઈ. આ બાદ સત્તાવાર કાઉન્ટિ ચેમ્પિયનશીપ (County Championship) 1890માં રમાઈ.દરમિયાન, બ્રિટિશ રાજની સત્તા વિવિધ દેશોમાં હતી જેથી આ રમત પણ એ દેશોમાં ગઈ, જેમ કે 19મી સદીના મધ્યકાળ દરમિયાન ભારત, ઉત્તર અમેરિકા, ધ કેરિબિયન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ રમત લોકપ્રિય બની.1844માં પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યુનાઈટેડ સ્ટેટ (United States)અને કેનેડા (Canada) વચ્ચે રમાઈ(આ બન્ને દેશો વચ્ચે હાલમાં ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો નથી.)

સર ડોન બ્રેડમેન (Sir Don Bradman)ની ટેસ્ટ ક્રિકેટમાં 99.94ની સરેરાશ છે અને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમની સરેરાશ 95.14 હતી.આ રેકોર્ડની બરોબરી કોઈ ખેલાડી કરી શક્યો નથી.[૩૨]

1859માં ઈંગ્લેન્ડ (England)ના ખેલાડીઓ તેમની પ્રથમ વિદેશ યાત્રા(ઉત્તર અમેરિકા)એ ગયા અને 1862માં ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો. 1876-77માં ઈંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયા (Australia)સામે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (Melbourne Cricket Ground)માં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ (Test match)માં ભાગ લીધો.

1865માં ડબલ્યુ જી ગ્રેસે (W G Grace) પોતાની લાંબી ક્રિકેટ કારકીર્દીની શરૂઆત કરી, તેમની કારકીર્દીને ઘણી વખત[કોણ?]આ રમતને ક્રાંતિકારી બનાવી દીધી હતી.[સંદર્ભ આપો]ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સ્પર્ધાને કારણે ધ એશિઝ (The Ashes) 1882માં જન્મ થયો. આ સીરીઝને ક્રિકેટની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટોમાં યાદ રાખવામાં આવે છે. 1888-89માં ટેસ્ટ ક્રિકેટનું વિસ્તરણ થયું જ્યારે દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ સાથે મેચ યોજી હતી.પ્રથમ વિશ્વ યુદ્ધ (First World War)ના પહેલાના બે દાયકાને ‘ક્રિકેટના સુર્વણકાળ‘ ગણવામાં આવે છે.વિશ્વયુદ્ધ દરમિયાન ઘણી સમસ્યાઓ આવી પરંતુ આ જ દાયકા દરમિયાન ક્રિકેટના ઘણા મહાન ખેલાડીઓનો જન્મ થયો અને કેટલીક યાદગાર મેચો રમાઈ.આ સમય દરમિયાન કાઉન્ટિ અને ટેસ્ટ મેચોનો સારો એવો વિકાસ થયો.

યુદ્ધ દરમિયાનની મેચોમાં ડોન બ્રેડમેન (Don Bradman) છવાયેલા રહ્યા હતા. આંકડાઓ મુજબ તેઓ ક્રિકેટના સર્વોચ્ચ બેટ્સમેન હતા. 1932-33માં રમાયેલી બોડીલાઈન (Bodyline)સિરિઝમાં ઈંગ્લેન્ડની ટીમ વધુ શક્તિશાળી ટીમ બનીને ઉભરી. 20મી સદીમાં વિશ્વ યુદ્ધ પહેલા વેસ્ટ ઈન્ડિઝ, ભારત, ન્યુઝીલેન્ડમાં ટેસ્ટ ક્રિકેટનો વિકાસ થયો. વિશ્વયુદ્ધ પછી પાકિસ્તાન, શ્રીલંકા અન બાંગ્લાદેશમાં તેનો વિકાસ થયો.જો કે , 1970 થી 1992 સુધી આફ્રિકન સરકારની રંગભેદની નીતિઓને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.1963માં, જ્યારે ઈંગ્લિશ કાઉન્ટિઓમાં મર્યાદિત ઓવર (limited overs)ની મેચો રમાવવાની શરૂ થઈ ત્યારે ક્રિકેટ એક નવા જ યુગમાં પ્રવેશ્યુઆ મેચોમાં પરિણામ ચોક્કસ આતવું હોવાથી, મર્યાદિત ઓવરની ક્રિકેટ ખાસી પ્રચલિત થઈ અને મેચોની સંખ્યામાં પણ વધારો થયો.1971માં પહેલી મર્યાદિત ઓવરની આંતરરાષ્ટ્રીય (Limited Overs International) મેચ રમાઈ.ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (International Cricket Council) તેમાં વિકાસની તકો જોીએ અને 1975માં મર્યાદિત ઓવરો માટેના ક્રિકેટ વર્લ્ડ કપ (Cricket World Cup)નું આયોજન કર્યું. 21મી સદીમાં મર્યાદિત ઓવરની મેચમાં પણ ટ્વેન્ટી20 (Twenty20)નું નવું સ્વરૂપ આવ્યુ, આ સ્વરૂપે જલ્દીથી લોકપ્રિયતા હાસંલ કરી

આંતરરાષ્ટ્રીય માળખું.[ફેરફાર કરો]

આઈસીસીના સભ્ય રાષ્ટ્રો.સૌથી વધુ ટેસ્ટ રમેલા દેશો નારંગી રંગમાં દર્શાવ્યા છે, જ્યારે અસોશિએટ સભ્યો લીલા કલરમાં દર્શાવવામાં આવ્યા છે, અને અફિલિએટ સભ્ય દેશો જાંબુડિયા રંગમાં દર્શાવવામાં આવ્યા છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું મુખ્યમથક દુબઈમાં આવેલું છે, જે ક્રિકેટની આંતરરાષ્ટ્રીય સંચાલન સંસ્થા છે.જેની સ્થાપના 1909માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અને દક્ષિણ આફ્રિકા દ્વારા ઈમ્પરીયલ ક્રિકેટ કોન્ફરન્સ નામે કરવામાં આવી હતી. ત્યાર બાદ 1965માં તેનું નામ બદલીને ઈન્ટરનેશનલ ક્રિકેટ કૉન્ફરન્સ કરવામાં આવ્યુ ત્યાર બાદ હાલનું નામ 1989માં અપનાવવામાં આવ્યું.

આઈસીસીના 104 સભ્ય દેશો છે, જેમાંથી 10 પુર્ણ સભ્યો છે જે ટેસ્ટ મેચ રમે છે, 34 એસોશિએટ સભ્યો અને 60 અફિલિએટ સભ્યો છે.[૩૩]આંતરરાષ્ટ્રીય કક્ષાની મોટી ટુર્નામેન્ટ અને વિશ્વ કપના આયોજન અને સંચાલન માટે આઈસીસી જવાબદાર સંગઠન છે.આ ઉપરાંત દરેક ટેસ્ટ મેચમાં, વનડે અને ટ્વેન્ટી20 મેચોમાં અમ્પાયર અને રેફરીની નિમણૂંક આઈસીસી કરે છે.દરેક દેશોમાં રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ હોય છે જેનું કામ તેમના દેશમાં રમાતી ક્રિકેટ મેચોનું આયોજન કરવાનું અને નિયંત્રણ રાખવાનું છે. આ ક્રિકેટ બોર્ડ રાષ્ટ્રીય ટીમની પસંદગી કરે છે તેમજ ઘરઆંગણે અને વિદેશના પ્રવાસોનું આયોજન કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Taipai Times Editorial". મેળવેલ 2007-04-18.
  2. "World Cup Overview". cricketworldcp.com. મૂળ માંથી ૨૦૦૭-૦૧-૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૭-૦૧-૨૯.
  3. ક્રિકેટના કાયદા, કાયદો 1
  4. બીબીસી સ્પોર્ટસ | ક્રિકેટ | કાયદા અને સાધનો | કેવી રીતે રન થાય છે
  5. "ક્રિકેટના કાયદાઃ કાયદો 23". મૂળ માંથી 2010-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  6. “આઉટ કરવાના રસ્તા”http://news.bbc.co.uk/sport1/hi/cricket/rules_and_equipment/default.stm
  7. બીબીસી સ્પોર્ટસ | ક્રિકેટ | કાયદા અને સાધનો | ક્રિકેટનો ઉદ્દેશ
  8. ચેન (chain)ની લંબાઈ 22 યાર્ડ હોય છે અને શરૃઆતથી જ આ પ્રમાણ જળવાઈ રહ્યું છે.
  9. "ક્રિકેટના કાયદાઃ કાયદો 12". મૂળ માંથી 2012-11-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  10. "ક્રિકેટના કાયદાઃ કાયદો 30". મૂળ માંથી 2012-11-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  11. "ક્રિકેટના કાયદાઃ કાયદો 32". મૂળ માંથી 2012-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  12. "ક્રિકેટના કાયદા, કાયદો 36". મૂળ માંથી 2008-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  13. "ક્રિકેટના કાયદાઃ કાયદો 38". મૂળ માંથી 2008-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  14. "ક્રિકેટના કાયદા, કાયદો 39". મૂળ માંથી 2010-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  15. "ક્રિકેટના કાયદાઃ કાયદો 35". મૂળ માંથી 2009-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  16. "ક્રિકેટના કાયદા, કાયદો 34". મૂળ માંથી 2009-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  17. "ક્રિકેટના કાયદા, કાયદો 37". મૂળ માંથી 2009-05-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  18. "ક્રિકેટના કાયદા, કાયદો 33". મૂળ માંથી 2009-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  19. "ક્રિકેટના કાયદાઃ કાયદો 31". મૂળ માંથી 2008-05-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  20. બીબીસી સ્પોર્ટસ‘ ઝિમ્બાબ્વેનોં ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો પાછો ખેંચાયો‘ 28-12-2008 ફરીથી આ દરજ્જો અપાયો.
  21. જ્હોન મેજર (John Major), મોર ધેન અ ગેમ(More Than A Game)હારપરકોલિન્સ, 2007
  22. "'ફ્રોમ લાડ્સ ટુ લોર્ડસ'('From Lads to Lord's)". મૂળ સંગ્રહિત માંથી 2012-08-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09. નો10 માર્ચ 1300(જુલિયન કેલેન્ડર)માં ઉલ્લેખ છે જે ગ્રેગેરિયન વર્ષ મુજબ 1301નું વર્ષ છે. 31 જાન્યુઆરી 2009માં મેળવવામાં આવ્યું.
  23. ૨૩.૦ ૨૩.૧ "ફોમ લાડ્સ ટુ લોર્ડસ". મૂળ સંગ્રહિત માંથી 2012-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09. માં ગિલ્ડફોર્ડમાં એક કેસની વિગત નોંધવામાં આવી છે જેની તારીખ છે 17 જાન્યુઆરી, સોમવાર, 1597(જુનિલય તારીખ)જે ગ્રેગેરિય કેલેન્ડર મુજબ 1598નું વર્ષ છે. 31 જાન્યુઆરી 2009માં મેળવવામાં આવ્યું.
  24. ફ્લેન્ડર્સમાં તે સમયે મિડલ ડચ (Middle Dutch)ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
  25. બર્લે, પેજ નંબર 3
  26. બર્લે, op. cit.
  27. અલ્થામ, પેજ. નં. 21
  28. બોવેન, પેજ.ન.33
  29. "ડેવિડ ટેરી.' ધ સેવન્ટીન સેન્યુરી ગેમ ઓફ ક્રિકેટઃઅ રીકન્ટ્રક્શન ઓફ ધ ગેમ'(17મી સદીમાં ક્રિકેટની રમત)" (PDF). મૂળ (PDF) માંથી 2009-11-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-09.
  30. એચ.એસ. અલથામ (H S Altham), અ હિસ્ટ્રી ઓફ ક્રિકેટ, વોલ્યુમ 1(1914 સુધઈ), જયોર્જ એલેન એન્ડ અનવીન 1962
  31. ટીમોથી જ મેકકેન (Timothy J McCann), સસેક્સ ક્રિકેટ ઈન એટીન્થ સેન્ચ્યુરી, સસેક્સ રેકોર્ડ સોસાયટી, 2004
  32. ક્રિકેટઆર્ચિવ પ્રોફાઈ
  33. ક્રિકેટઆર્ચિવ: આઈસીસીના સભ્ય દેશોનું યાદી

વધુ વાંચન[ફેરફાર કરો]

બહારની લિંક[ફેરફાર કરો]