ખીલ (રોગ)

વિકિપીડિયામાંથી

ખીલ એ ત્વચામાં આવેલી તૈલી ગ્રંથિના કારણે થતો ત્વચાનો એક સામાન્ય રોગ છે. ખાસ કરીને યુવાનીની શરુઆતમાં આ રોગની શરુઆત થાય છે, યુવક અને યુવતીઓમાં આ રોગનું પ્રમાણ એકસરખું જોવા મળે છે. ખાસ કરીને ખીલ ચહેરા પર કપાળ, ગાલ અને નાકના ભાગમાં થાય છે, અને જો રોગની તિવ્રતા વધારે હોય તો.ખીલ ખભા, પીઠ અને હાથ-પગ પર પણ જોવા મળે છે.

ખીલના પ્રકાર[ફેરફાર કરો]

  • સફેદ ખીલ (White Comedones)
  • કાળા ખીલ (Black Comedones)
  • બાળકોમાં થતા ખીલ (Infanitile Acne)
  • પરુવાળા ખીલ (Acne putulosa)
  • મોટા ગંઠાઇ ગયેલા ખીલ (Nodulo - Cystic Acne)