ગળી વિદ્રોહ

વિકિપીડિયામાંથી
બંગાળમાં એક (બિકાનેર ડાય) ફેક્ટરી, ૧૮૬૭

ગળી વિદ્રોહ એ બંગાળના ખેડૂતોની ચળવળ હતી અને આગળ જઈ ઈ.સ. ૧૮૫૯માં એક વિદ્રોહમાં પરિણમી.

વિદ્રોહના કારણો[ફેરફાર કરો]

બંગાળમાં ઈ. સ. ૧૭૭૭થી ગળીનું વાવેતરની શરૂ થયું હતું. લુઇસ બોનાર્ડ નામના એક ફ્રેન્ચ વ્યક્તિએ ભારતમાં આ વાવેતર લાવ્યું હતું. તે કદાચ બંગાળનો પહેલો ગળી વાવેતર કરાવનાર હતો. તેમણે ચંદનનગર (હુગલી) નજીક તાલદંગા અને ગોલપરા ખાતે ગળીની ખેતી શરૂ કરાવી હતી.[૧] યુરોપમાં વાદળી રંગની વધતી માંગને અને બંગાળના નવાબો બ્રિટીશ સત્તા હેઠળ દબાયેલા હોવાથી વ્યાવસાયિક રીતે ગળીનું વાવેતર વધુને વધુ નફાકારક બન્યું. બર્દવાન (વર્ધમાન), બાંકુડા, બીરભૂમ, ઉત્તર ૨૪ પરગણા અને જેસોર (હાલના બાંગ્લાદેશ)ના વિશાળ ક્ષેત્રમાં ગળીનું વાવેતર લાગુ કરવામાં આવ્યું. ગળી વાવેતર કરનારાઓએ ખેડૂતોને અન્નનો પાક બદલે ગળી રોપવા માટે જોર કરી મનાવ્યા. તેઓને ખૂબ ઊંચા વ્યાજ પર નાણા ધીર્યા, જેને દાદોન કહેવામાં આવતું. એકવાર ખેડૂતે આવું ધીરાણ લીધા પછી તે આખી જિંદગી તેના કરજ હેઠળ રહેતો અને તેના અનુગામીએ પણ તેનું વ્યાજ ચુકવવું પડતું. ગળી રોપવાથી ખેડૂતોને કોઈ પણ નફો થતો નહિ. વાવેતર કરનારાઓ દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવેલ ભાવ નજીવા હતા, તે બજાર ભાવના માત્ર ૨.૫૦% હતા. ખેડૂતોને વાવેતર કરાવનાર તરફથી કોઈ રક્ષણ મળતું નહી. જો ખેડૂતો વાવેતર કરનારની વાત ન માને તો તેમની ધીરેલી સંપત્તિનો કબ્જો લેવાતો અથવા તેમની માલમિલ્કત નષ્ટ કરવામાં આવતી. સરકારના કાયદાઓ વાવેતર કરનારાઓની તરફેણ કરનારા હતા. ઈ. સ. ૧૮૩૩ માં એક અધિનિયમ દ્વારા, વાવેતર કરનારાઓને દમન કરવા માટે મુક્ત હાથ આપવામાં આવ્યો. જમીનદારો પણ વાવેતર કરાવનારાઓની સાથે હતા. આ સખત જુલમ હેઠળ, ખેડૂતોએ બળવો કર્યો.

બંગાળી મધ્યમ વર્ગએ ખેડૂતોને પૂરા દિલથી ટેકો આપ્યો. બંગાળી બૌદ્ધિક હરીશચંદ્ર મુખર્જીએ તેમના અખબાર ધ હિન્દુ પેટ્રિએટમાં ગરીબ ખેડૂતની દુર્દશા વર્ણવી હતી. આ દશા અલબત્, દીનબંધુ મિત્ર લિખિત નાટક નીલ દર્પણમાંની પરિસ્થિતિનું ચિત્રણ જ હતી. તેમના નાટકે એક મોટો વિવાદ ઊભો કર્યો હતો. પાછળથી ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતીયોમાં આંદોલનને નિયંત્રિત કરવા માટે આ નાટક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વિદ્રોહ[ફેરફાર કરો]

આ વિદ્રોહની શરૂઆત ગોબિંદપુર અને ચૌગાછા નામના ગામડાથી થઈ[૨] જે હાલમાં કૃષ્ણનગર, નદિયા જિલ્લામાં આવેલા છે. ત્યાં બિષ્નુચરણ બિશ્વાસ અને દિગમ્બર બિશ્વાસએ ખેડૂતોના વિદ્રોહનું સૌ પ્રથમ નેતૃત્વ કર્યું. ત્યાર બાદ આ વિદ્રોહ ઝડપથી મુર્શિદાબાદ, બીરભૂમ, બર્દવાન, પબના, ખુલના અને નરૈલમાં ફેલાયો. કેટલાક ગળી વાવેતર કરાવનારાઓને પર જાહેરમાં કામ ચલાવીને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. ગળીના ગોદામ બળી નાખવમાં આવ્યા હતા. ઘણા વાવેતરકારો પકડાય નહીં તે માટે ભાગી ગયા હતા. જમીનદારો પણ વિદ્રોહી ખેડૂતોના નિશાના પર હતા.

ઉત્તર ૨૪ પરગણામાં મંગોલગંજ ઈન્ડિગો કુથી

આ વિદ્રોહને નિર્દયતાથી દાબી દેવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકાર અને જમીનદારો દ્વારા સમર્થિત પોલીસ અને સૈન્યના મોટા દળોએ નિર્દયતાથી સંખ્યાબંધ ખેડૂતોની કતલ કરી. અંગ્રેજ પોલીસે ક્રૂરતાથી ગળી વિદ્રોહી નેતા બિશ્વનાથ સરદાર ઉર્ફે બિશે દાકતને અસ્સનનગર, નદિયામાં મુકદમા પછી ફાંસી આપવામાં આવી. કેટલાક ઇતિહાસકારોનો અભિપ્રાય છે કે અવિભાજિત બંગાળના તેઓ પ્રથમ શહીદ હતા. આમ છતાં વિદ્રોહ બંગાળમાં એકદમ લોકપ્રિય હતો, જે લગભગ આખા બંગાળમાં ફેલાયેલો હતો. નદિયાના બિસ્વાસ ભાઈઓ, પબના કાદર મોલ્લા (મુલ્લા) અને માલદાના રફીક મોંડલ લોકપ્રિય નેતાઓ હતા. કેટલાક જમીનદારોએ પણ બળવાને ટેકો આપ્યો હતો, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ નરૈલના રામરતન મુલિક હતા.[૨]

ભારતમાં બ્રિટીશ શાસકો પર તેની અસર[ફેરફાર કરો]

ઇતિહાસકાર જોગેશચંદ્ર બાગલે તે વિદ્રોહને અહિંસક ક્રાંતિ ગણાવ્યો છે અને તેને ૧૮૫૭ની ભારતીય ક્રાંતિની તુલનામાં ગળી વિદ્રોહને વધુ સફળ ગણ્યું. "બંગાળનો ઇતિહાસ" નામના પુસ્તકમાં રમેશચંદ્ર મજુમદાર[૩] આ વિદ્રોહને ગાંધીજી દ્વારા અપનાવવામાં આવેલા અહિંસક નિષ્ક્રિય પ્રતિકારનો પુરોગામી કહેવાની હદ સુધી જાય છે. આ વિદ્રોહની સરકાર પર તીવ્ર અસર પડી અને તરત જ, ૧૮૬૦ માં સરકારે ઈન્ડિગો કમિશનની નિયુક્તિ કરી.[૨] કમિશનના અહેવાલમાં, ઇ. ડબ્લ્યુ. એલ ટાવરે નોંધ્યું છે કે "ગળીની કોઈ પણ પેટી માનવ લોહીથી ખરડાયા વિના ઇંગ્લેન્ડ પહોંચી નથી".[૪]

આખરે, નવાબ અબ્દુલ લતીફની પહેલને કારણે બ્રિટિશ સરકારે ઈન્ડિગો કમિશનિનની રચના કરી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતની જનતા પર ગળી વાવેતર કરનારાઓના દમનને સમાપ્ત કરવાનો હતો.

સાંસ્કૃતિક અસરો[ફેરફાર કરો]

દીનબંધુ મિત્રનું ૧૮૫૯નું નાટક નીલ દર્પણ આ વિદ્રોહ પર આધારિત છે. તેનું અંગ્રેજી ભાષાંતર માઇકલ મધુસુદન દત્તા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને પાદરી જેમ્સ લોન્ગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ નાટકે ઇંગ્લેંડમાં લોકોનું ઘણું ધ્યાન આકર્ષિત કર્યું, અને અંગ્રેજ લોકો તેમના દેશવાસીઓની ક્રૂરતાને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. બ્રિટીશ સરકારે પાદરી પર બનાવટી મુકદ્દમો ચલાવ્યો અને તેને કેદની સજા અને દંડ ફટકાર્યો. કાલિપ્રસન્ન સિંહાએ તેમની માટે રૂ. ૧૦૦૦નો દંડ ભર્યો હતો.

આ નાટક કોલકાતાના નેશનલ થિયેટરમાં વ્યાવસાયિક ધોરણે યોજાયેલ પ્રથમ નાટક હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Chaudhuri, Kalyan (2016). Madhyamik History And Environment. 56, Surya Sen Street, Kolkata-700009: Oriental Book Company Pvt. Ltd. પૃષ્ઠ 54.CS1 maint: location (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Bhattacharya, Subhas (July 1977). "The Indigo Revolt of Bengal". Social Scientist. 5 (60): 17. JSTOR 3516809.
  3. Majumdar, R. C., The Government in 1860 enacted the Indigo Act, according to which no planter could be forced to cultivate indigo against his will. The History of Bengal ISBN 81-7646-237-3
  4. The Calcutta Review. University of Calcutta. 1861-01-01. પૃષ્ઠ 291.