ચર્ચા:થામણા (તા. ઉમરેઠ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આપણે ગામડું શબ્દ શાંભળીયેને તરત આપણી આંખોમાં એક જ ચિત્ર ઉપસી આવે, ધૂળીયા રસ્તા, ખુણે ખાંચરે ગોબરના ઢગલા, માળખાગત સુવિધાના નામે મિંડું વિગેરે વિગેરે..પણ ઉમરૅઠ પાસે આવેલા થામણા ગામની તમે મુલાકાત લેશો તો તમારી આંખ સમક્ષ આવતા ગામડાના ચિત્રને તમે ભુલી જશો. થામણા ગામનો વિકાસ જોઈ થામણા ગામના સરપંચ ચંન્દ્રકાન્તભાઈ પટેલ (મુખી)ને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. થામણા ગામના વિકાસ માટે મુખી ચંન્દ્રકાન્તભાઈ પટેલની આગવી સુઝબુઝનો મોટા પાયે ફાળો છે.

કહેવાય છે, થામણાના વિકાસ માટે જ્યારે પહેલું ડગ માંડવામાં આવ્યું હતું ત્યારે થામણા ગામના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. ગામના દબાણો દૂર કરતા પહેલા ગામના સરપંચ ચંન્દ્રકાન્તભાઈ પટેલ(મુખી)એ સૌથી પહેલા પોતાના ઘરનો ઓટલો તોડી પાડ્યો હતો અને દબાણ હટાવવાના શ્રી ગણેશ કર્યા હતા. તેઓ હંમેશા કોઈ પણ ભોગે થામણા ગામનો વિકાસ કરવા માગે છે. ચંન્દ્રકાન્તભાઈ પટેલ થામણાના સરપંચ પદે છેલ્લા કેટલાય વર્ષોથી બિનહરીફ ચુંટાઈ આવે છે જેથી થામણા ગ્રામ પંચાયત સરમરસ ગ્રામ પંચાયત છે.

વિવેક દોશી- ઉમરેઠ http://aapnuumreth.org/