ચર્ચા:દડવા (રાંદલના) (તા. ઉમરાળા)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

કુળદેવી અંગે સ્પષ્ટતા[ફેરફાર કરો]

મારા આ ફેરફાર અંગે ખુલાસો કરવાનો કે, મારું પોતાનું ગોત્ર વચ્છસ છે, પરંતુ અમારા કુળદેવી રાંદલ નથી. હું એવા અન્ય પરિવારોને પણ જાણું છું જે વચ્છસ ગોત્રના બ્રાહ્મણો છે પણ તેમના કુળદેવી પણ રાંદલ નથી, અને માટે મેં એ વાક્યમાંથી વચ્છસ ગોત્રના બ્રાહ્મણોનાં કુળદેવી એવો ઉલ્લેખ દૂર કર્યો છે. કુળદેવી મોટે ભાગે પ્રાદેશિક સમુહો, જેને નાત/જ્ઞાતિ/સમાજ કહેવામાં આવે છે તેમના પર નિર્ધાર રાખે છે, આખા ગોત્રના એક જ કુળદેવી હોય એવું સામાન્ય રીતે સંભવ નથી.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૧૭, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)[ઉત્તર]