ચર્ચા:બકરી ઈદ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

બિનવિકિલાયક લખાણ[ફેરફાર કરો]

લેખમાં અમુક વિગતો ઉમેરવામાં આવી છે જે જ્ઞાનકોશ/વિકિપીડિયાને અનુરૂપ નથી. ખાસ કરીને નીચેનું લખાણ

કુરબાની અથવા બલિદાનની પ્રથા બધા જ ધર્મોમાં છે. એને ઘણા લોકો જીવ હત્યા તરીકે જુએ છે. પણ વાસ્તવમાં આ હત્યા નથી. બલિદાન છે. હત્યા અને બલિદાનમાં ફરક સમજી શકાય છે. હિન્દુઅોમાં ૫ણ જાનવરોની બલિ અપાય છે. નેપાળમાં આજે પણ ગાયને ૫વિત્ર સમજીને એની બલિ અ૫ાય છે. યજ્ઞોમાં ચંદન, ઘી વગેરે વસ્તુઅોની આહુતિ આજે પણ અપાય છે. પહેલાં યજ્ઞોમાં વાછરડાનું આહુતિ પણ આ૫વામાં આવતી હતી.

વનવાસ દરમિયાન સીતાજીએ હરણના શિકારની ઈચ્છા કરી હતી, જેને પરિણામે લક્ષ્મણ હરણ ૫ાછળ દોડયા હતા.

આ લખાણ ફક્ત બિનવિકિલાયક જ નહિ પરંતુ કોઈ એક કૃત્યને યોગ્ય ઠેરવવા માટે કરેલી દલીલ સમાન છે જે વાંધાજનક લાગી શકે છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૧૦, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

સહમત. અા વિશે અાપણે અેમ લખી શકીએ કે, 'અા દિવસે બલિદાન અથવા કુરબાની અાપવામાં અાવે છે, સમાજના કેટલાક વર્ગના લોકોમાં જીવહિંસાને લઈને વિરોધ છે.' બાકીનું બધું અયોગ્ય છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૭:૨૭, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]