ચર્ચા:મહેબૂબ દેસાઈ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વપ્રસસ્તી[ફેરફાર કરો]

આ પ્રકારના લેખ માટે વિકિપીડિયા યોગ્ય માધ્યમ નથી. લેખ વિકિ પોલીસીની વિરુદ્ધ. આનું લખાણ સભ્યએ પોતાના સભ્ય પાના પર લખવા લાયક છે. --sushant (talk) ૨૧:૦૦, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

થોડીક વિગતો ઇન્ફોબોક્સ ઉમેરીને ટૂંકમાં રાખી શકાય છે --KartikMistry (talk) ૧૬:૩૦, ૭ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

કાર્તિકભાઈ સાથે સહમત. આ લેખ જાણીતા લેખક/કટાર લેખક વિશે છે. સુધારાને પાત્ર, હટાવવા પાત્ર નહિ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૦૩, ૮ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ઉપરના બન્ને વિચારો સાથે સવિનય અસહમત. જો આ લેખ કોઈ અન્ય વ્યક્તિએ લખ્યો હોત તો વાત જુદી છે. પણ સભ્યએ જાતે પોતાના વિષે લેખ બનાવવો એ વાત મને જચતી નથી. આનો ઈનડાયરેક્ટ અર્થ એ થયો કે મારે મારી પ્રસિદ્ધિ કરવા કે વધારવા મેં મારા નામે લેખ લખ્યો. વિકિપીડિયા એ આવી વસ્તુ માટે માધ્યમ નથી જ. જો અન્ય સભ્યને જે તે શ્રીમાન મહેબૂબ દેસાઈનું કાર્ય યોગ્ય લાગે અને તેમની કલા અન્ય જાણીતા કટાર લેખકો સમકક્ષ કે ચડિયાતી હોય અને તેમની સિદ્ધિ વિશ્વજ્ઞાન કોષમાં મુકવા જેવડી ઐતિહાસિક હોય તો અવશ્ય આ લેખ રદ્દ કરી અન્ય સભ્ય તેમના વિષે લેખ ઉમેરી શકે. એવા તો અન્ય કેટલાય જાણીતા કટાર લેખકો ગુજરાતી સામાયિકો અને વર્તમન પત્રોમાં લખતાં હતાં, અને લખે છે તેમની તો નોંધ વિકીપીડિયા એ લીધી નથી. માટે એ દ્રષ્ટિએ પણ આ લેખ અયોગ્ય છે. એક અન્ય બાબત તરફ પણ ધ્યાન દોરવું કે આ સભ્ય પોતે વિદ્વાન હોવાં છતાં પોતાના સભ્ય પાના અને પોતાના નામના પ્રશસ્તિ લેખ સિવાય અન્ય કોઈ પણ પ્રકારનું યોગદાન વિકિપીડિયામાં કરેલ નથી. આ બધા મુદ્દાને ધ્યાનમાં લેતા ફરીથી હટાવવા માટે આગ્રહ. --sushant (talk) ૨૧:૦૦, ૮ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

ભાઈશ્રી સુશાંત સાલ્વે, આપના વિચારો ઘણાં સ્પષ્ટ અને બેબાક છે. પણ તેમાં વિવેક અને સમાજનો અભાવ ભાસે છે. મારા વિષે હું માહિતી આપું તો તેની ગુણવત્તા ઓછી થઇ જાય તે વિચાર જ સંકુચિત છે. સાહિત્યના અનેક પ્રકારોમાંનો એક પ્રકાર આત્મકથા છે. જો આવું વિચારીએ તો આપણને "સત્યના પ્રયોગો" જેવી સુંદર આત્મકથા મળીજ નહોત. આપણા સમાજની આ એક મોટી કરુણતા છે કે આપણે માનવીની મહત્તા તેના અવસાન પછી જ સ્વીકારીએ છીએ. આભાર મહેબૂબ દેસાઈ

પણ ભાઈશ્રી મહેબુબ દેસાઈ આ વિકિપીડિયા એટલે કે જ્ઞાનકોષ છે મારી કે તમારી આત્મકથા પ્રસિદ્ધ કરવાનું સ્થળ નહિ માટે સત્યના પ્રયોગો સાથેની સરખામણી જ ખોટી છે અને પોતાના વિશે અપાયેલ જ્ઞાનથી તેની ગુણવત્તામાં ફેર પડે કે ન પડે એ લખનાર પર છે પરંતુ હિતોનો સંઘર્ષ અથવા ટકરાવ તો થાય જ છે. માટે મારી દૃષ્ટિએ અન્ય સભ્ય એ લેખ બનાવવો અને આ લેખ રદ કરવો.--Vyom25 (talk) ૧૩:૫૧, ૧૨ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
મોટે પાયે સાફસફાઈ કરી નાખવી. પોતે લખેલો છે એટલે conflict of interest હોય. આથી સન્માન અને તત્કાલીન કાર્યભાર માં મોટે પાયે સાફસફાઈ કરવી. વ્યક્તિ લેખક છે એટલે લેખ રાખવા અપીલ. --Nizil Shah (ચર્ચા) ૦૧:૧૬, ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]