ચર્ચા:મેઘધનુષ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ સાયન્સ જર્નલ નથી[ફેરફાર કરો]

@Pruthvi.vallabh, તમે વારંવાર આ લેખનું લખાણ એ કારણસર દૂર કરી રહ્યા છો કે એ નોન્-સાયન્ટિફિક કન્ટેન્ટ છે. ધ્યાન રાખો કે વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, કોઈ વિજ્ઞાનનું પુસ્તક નથી. મેઘધનુષ એક આકાશિય ઘટના છે પરંતુ તે નરી આંખે દેખાતી ઘટના હોવાથી કલા, કવિતા, વગેરેમાં અને લોકસાહિત્યમાં પણ એટલી જ પ્રચલિત ઘટના છે. માટે અહીં ફક્ત વિજ્ઞાનમાં હોય તે જ રાખવું અને અન્ય કાઢી નાખવું એવો આગ્રહ અસ્થાને છે. વળી જે લખાણ એના સંદર્ભ સાથે હોય તેને વારંવાર ભૂંસવાનો દુરાગ્રહ યોગ્ય નથી.

આ સાથે અન્ય એક વાત, કે તમારા ચર્ચા પાને તમે લખ્યું છે કે તમારું અન્ય એક ખાતું છે અને આ ખાતું ફક્ત અન્ય કોઈ તમારા નામે ફેરફારો ન કરે તે હેતુથી જ બનાવેલું છે તો પછી આ ખાતાનો ઉપયોગ યોગદાન કરવા માટે કેમ? જો કે એ કારણ હેઠળ પણ અહીં એક કરતા વધુ ખાતા બનાવવાની છૂટ નથી. નહીં તો મારા તો દસ ખાતા બનાવવા પડે. ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૦, ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

મેઘધનુષ્ય નો કલા કે સાહિત્યના ભાગરૂપે ઉલેખનો મને કોઇ વિરોધ્ધ નથી. મેઘધનુષ્ય શા કારણે થાય છે અને જેવું દેખાય છે એ શા કારણે દેખાય છે એની સમજુતી વિજ્ઞાનનીક રીતે સાચી હોવી જરૂરી છે. સંદેશના લેખની આપેલી લિન્ક નતો સક્રિય છે, નતો એનો લેખક કોણ છે એની માહીતિ આપેલી છે અને સંદેશનો લેખ લખનાર મેઘધનુષ્યની વિજ્ઞાનીક માહીતિ ધરાવે છે કે નહીં એ પણ શપષ્ટ નથી. તેમ છતાં બીજા એડીટર ફક્ત સંદશની લિન્ક ઇન્સર્ટ કરવાના હેતુથી મારા કરેલા ફેરફાર રિવર્ટ કરતો રહે છે.
ટુંકમા અવિજ્ઞાનીક માહીતિ નહીં સુધારવા દેવી કે કોઇ પ્રાઇવેટ અખબારના લાભમાટે આર્ટીકલમાં લિન્ક ઇન્સર્ટ કરવી તદન અયોગ્ય વાત છે.
તમે મારા બીજા એકાન્ટની વાત કરી છે, મારો વાઇકીપિડીયા પર કોઇ બીજો એકાન્ટ નથી.
૧૭:૧૩, ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST) Pruthvi.vallabh (ચર્ચા) ૧૭:૧૩, ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
તમારા સભ્ય પાનાં પર આ પ્રમાણે લખાણ છે: "My main account is User:Pruthvi.Vallabh. This account is to prevent impersonation." @Dsvyas, તો પછી આમાંથી એક ખાતું બંધ કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૭:૧૫, ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
હમણા ચેક કરતા દેખાયું કે Pruthvi.vallabh and Pruthvi.Vallabh એમ બે એકાઉન્ટ છે. મારી જાણમાં નથી કે વાઇકીપિડીયામાં બે એકાઉન્ટ બનાવવાની મનાઇ છે. એવું હશે તો એક એકાઉન્ટ ડીલીટ કરી નાખીશ. ~ Pruthvi.vallabh (ચર્ચા) ૧૭:૧૬, ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
એવું જ છે. અને તમે જાતે બીજું ખાતું દૂર નહી કરી શકો. વિકિપીડિયાના નિયમો જોઇ લેવા વિનંતી. -- કાર્તિક ચર્ચા ૧૭:૩૭, ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
તમારી જાણમાં જે નથી એ સાચું છે. ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૮, ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]