ચર્ચા:વ્યક્તિત્વ માપન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શીર્ષક-પરિભાષા[ફેરફાર કરો]

શું આ વિષય ગુજરાતી ભાષામાં આ રીતે બે અલગઅલગ શબ્દોમાં લખાય છે? ગુજરાતી વ્યાકરણના નિયમ પ્રમાણે આ સમાસ છે અને માટે એક શબ્દ હોવો જોઈએ, ઉદા. અક્ષરલેખન, ચારિત્ર્યગઠન/ચારિત્રગઠન, વ્યવહારકુશળતા, વગેરે. અને માટે આ શબ્દ વ્યક્તિત્વમાપન હોવો જોઈએ. પણ જો પાઠ્યક્રમનાં પુસ્તકોમાં તેની પરિભાષા આમ બે શબ્દોથી કરેલી હોય તો જુદી વાત છે, આપણે તેને સુધારી શકીએ નહિ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૮, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Thanks for your concern. મને પરિભાષા વિશે બહું ખ્યાલ નથી. આપને યોગ્ય લાગે તેમ કરશો. હજુ આ લેખ વધારે વિસ્તૃત કરીશ હું થોડાક દિવસમાં. -Gazal world (ચર્ચા) ૧૯:૩૪, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
તમે જે સંદર્ભો ટાંક્યા છે તેમાં કેવી રીતે લખ્યું છે? એક જ શબ્દમાં કે બે શબ્દોમાં?--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૬, ૨૭ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
મારી પાસે 4 અલગ અલગ 'reliable' સંદર્ભો છે. જેમાંથી બે મનોવિજ્ઞાન વિશેનાં પુસ્તક છે અને બીજા બે 'ગુજરાતી વિશ્વકોશ'ના લેખો છે. એમા અલગ અલગ રીતે લખેલુ છે: 'વ્યક્તિત્વ-માપન', 'વ્યક્તિત્વ માપન', 'વ્યક્તિત્વમાપન'. -Gazal world (ચર્ચા) ૧૫:૧૪, ૨૭ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
હંઅઅઅઅ.... તો કમસેકમ ક્યાંક તો એ લોકોએ સાચી જોડણી વાપરી છે, આપણે પણ ભાષાશુદ્ધિની દૃષ્ટિએ ફક્ત સાચું જ અપનાવવું જોઈએ. જો તમને વાંધો ન હોય તો હું આ પાનાનું નામ બદલીને વ્યક્તિત્વમાપન કરી દઉં.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૭, ૨૭ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
ચોક્કસ. તમને યોગ્ય લાગે તેવા ફેરફારો પણ લેખમાં કરી દેજો. -Gazal world (ચર્ચા) ૧૫:૪૨, ૨૭ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]