ચર્ચા:સંત કબીર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પ્રાસ્તાવિક[ફેરફાર કરો]

સંત કબીર (હિન્દી: कबीर, પંજાબી: ਕਬੀਰ, ઉર્દુ: کبير‎) (૧૩૯૮—૧૪૪૮ ) એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લીમ ધર્મમાં તથા સૂફિ પંથમાં જોવા મળે છે. કબીરનો જન્મ વિધવા બ્રાહ્મણીના ગર્ભથી કાશીમાં થયો હતો. લોકલાજને કારણે બ્રાહ્મણીએ એ પુત્રને કાશીના લહરતારા સ્થાને ત્યજી દીધો. ત્યારે વણકર દંપતી નીરુ અને નીમાએ પાલક માતા-પિતા તરીકે કબીરનો ઉછેર કર્યો. તેઓ ૧૨૦ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી ‘જ્યું કિ ત્યું ધર દીની ચદરિયા’ ઉક્તિ પ્રમાણે બ્રહ્મલીન થયા.

જન્મ અને જાતિ અંગે[ફેરફાર કરો]

મહાન વ્યક્તિઓ સાથે દરેક પોતાનો નાતો જોડવા ચાહે છે આથી આવી વ્યક્તિઓની જીવનકથાઓમાં લોકો પોતાને અનુકૂળ ફેરફારો કરવા માટે થઇને તેમની જીવનકથાઓમાં આડેધડ સુધારાઓ, કલ્પનાઓ ઉમેરતા જાય છે. પરિણામે વાસ્તવિક હકીકતોનો તાગ મેળવવાનું મુશ્કેલ બની રહે છે.આ રીતે સંત કબીરની જીવનકથામાં પણ સચ્ચાઇની સાથે કલ્પનાઓ અને દંતકથાઓ એટલી હદે ભેળવી દેવામાં આવી છે કે તેમાંથી વાસ્તવિક હકીકતોનો તાગ મેળવવાનું ભલભલા વિદ્વાનો માટે પણ દુષ્કર બની ગયું છે.સંત રવિદાસજી, ગુરુ અમરદાસજી (શીખ ધર્મના દસ ગુરુઓ પૈકીના એક), રજ્જબજી તથા કબીર શિષ્ય ધર્મદાસજી જેવા કબીરજીના સમકાલિન અથવા નજીકના સમયમાં થઇ ગયેલા સંત-મહાત્માઓએ કબીર સાહેબના જન્મ અને જાતિ વિશે પોતાની વાણીઓમાં સ્પષ્ટ ઉલ્લેખો કરેલા છે. માટે માત્ર કલ્પનાઓ અને અવૈજ્ઞાનિક એવી દંતકથાઓમાં આ પ્રશ્નને ગૂંચવી નાખવો એ ઇતિહાસ અને હકીકતો સાથે દ્રોહ કર્યા સમાન ગણાશે.

આ અંગે સંત રવિદાસજી કહે છે:

जा के ईदि बकरीदि कुल गऊ रे बधु करहि मानीअहि सेख सहिद पीरा ॥
जा कै बाप वैसी करी पूत ऐसी सरी तिहू रे लोक परसिध कबीरा ॥
आदिग्रंथ, पृ.1293

અર્થાત કબીરજીનાં માતાપિતા માત્ર મુસ્લીમ જ ન હતાં, તેમના કૂળમાં ઇદ વગેરે પ્રસંગોએ જાનવરોનો બલી પણ ચડાવવામાં આવતો હતો અને શેખ, સૈયદ, પીર વગેરેને માનવામાં આવતા હતા. જેના પિતા શરિયતના પાકા હતા, તેના પુત્રે પોતાના ઊંચા આચરણ અને ભક્તિ દ્વારા ત્રણેય લોક્માં પ્રસિદ્ધિ મેળવી.

ગુરુ અમરદાસજીએ તેમને વણકર કહ્યા છે.

તો સંત રજ્જબજી કહે છે કે મહાન સંત કબીરજીએ એક વણકર સ્ત્રીની કૂખે જન્મ લીધો હતો.

"जुलाहा गर्भे उत्पन्नो साध कबीर ।" (रज्जबवाणी, साध महिमा)

કબીર સાહેબના મુખ્ય શિષ્ય શ્રી ધર્મદાસજી કહે છે :

"माय तुरकनी बाप जुलाहा, बेटा भक्त भये ।" (कबीर कसोटी, धर्मदासजी)

અર્થાત કબીર સાહેબની માતા તુર્ક હતાં અને તેમના પિતા વણકર હતા.

( ઉપરોક્ત ભજન પંક્તિઓનો સંદર્ભ :संत कबीर, वीरेन्द्र सेठी की अंग्रेजी पुस्तक "KABEER : THE WEAVER OF GOD'S NAME" के आधार पर । ले.शांति सेठी । पृ. 14 और 15 )

કબીર સાહેબના ગુરુઓ[ફેરફાર કરો]

કબીરજી મહાજ્ઞાની હતા પણ સંતમતના સિદ્ધાંત પ્રમાણે વૈષ્ણવાચાર્ય શ્રી સ્વામી રામાનંદજી અને શેખ તકીને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. એમનાં પત્નીનું નામ લોઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી હતું. તેમના અનુયાયીઓ કબીરપંથી તરીકે ઓળખાય છે. ધર્મદાસ અને સુરતી ગોપાલ દ્વારા કબીરપંથની સ્થાપના કરવામાં આવી હતી.

વિકિપીડિયન મિત્રોને નિવેદન[ફેરફાર કરો]

પ્રિય વિકિપીડિયન મિત્રો, સન્ત કબીર વિષેના લેખમાં મે ઉપર મુજબના સુધારા કરેલ. જેને આપણા પ્રબન્ધક શ્રી ધવલજીએ વિકિ બોટ દ્વારા એકી ઝાટકે ઉલ્ટાવી દીધા.

પ્રિય મિત્રો, મારા આ સુધારાઓમા વાંધાજનક શુ હતું ? તે તેમને ઉલ્ટાવવાની શ્રી ધવલજીને ફરજ પડી, મિત્રો, આટલું કોઇ ધવલજીને પૂછી શકશે.

કંઇ વાંધાજનક હોય તો તે વિશે ચર્ચાના પાના પર કે અન્ય જગ્યાએ જાણ કરવી જોઇતીતી. આ રીતે કોઇની મહેનતને વેડફી દેવામાં આવશે તો પછી વિકિપીડિયા ગુજરાતી નબળું જ રહી જશે ? વળી અહિં દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો હક છે.(વાણી સ્વાતંત્ર્યના નામે ગમે તે બોલવાનો કે લખવાનો કોઇને હક નથી એ હું જાણું જ છું), પણ સાચા વિચારો -સાચી વાત રજૂ કરવાનો દરેકને હક છે એ કોઇએ ભૂલવું ન જોઇએ.(જે પુસ્તકમાંથી મેં પંક્તિઓ લીધેલી એ કોઇ સામાન્ય પુસ્તક નથી. વિશ્વસનીય અને ઉચ્ચકોટિનું સાહિત્યિક મૂલ્ય ધરાવતુ એ પુસ્તક છે. જેના લેખનમાં લેખકે પ્રાચીન હસ્તપ્રતો પર આધારિત 25 થી વધુ પુસ્તકોનો અભ્યાસ કર્યા પછી લખેલું છે. અસ્તું....જય ભારત.

અનામી સભ્યશ્રી, તમે સભ્ય નથી એટલે તમને ખબર નહી હોય કે વિકિપીડિયા એટલે શું. તમને દોષ દેવાનો કોઈ અર્થ નથી, કેમકે તમે એવા પહેલા વ્યક્તિ નથી જેણે વિકિપીડિયાને બ્લોગ સાઈટ સમજી હોય. આ સ્થળ વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે નથી, પણ નિરપેક્ષ માહિતી લખવા માટેનું છે. જો આપ કોઈક એવા સ્થળે રહેતા હોવ કે જ્યાં કોઈ પુસ્તકાલય (લાયબ્રેરી) હોય તો જરા સમય કાઢીને એક વખત ત્યાં જઈ આવશો અને એકાદા માહિતીકોશના થોડા પાના ઉલટાવી જોશો. પણ એટલું કર્યા પછી અહીં પાછા જરૂર આવજો અને તમે ઉપર લખેલું બધું વાંચીને તેને માહિતીકોશમાં રહેલી માહિતી સાથે સરખાવજો. જો તમને એમ લાગે કે મેં જે કર્યું છે તે એક માહિતીકોશની ગરિમા સાચવવા માટે કર્યું છે તો મારા ચર્ચાના પાના પર આવી મને આભાર સંદેશો લખવાનું ના ભૂલતાં અને તે પહેલા સભ્ય બનવાનું યાદ રાખશો. જો તમને આટલી તસ્દી લીધા પછી પણ મેં કરેલા કામ પર ઘૃણા ઉપજતી હોય તો આ ચર્ચા આગળ વધારવા મારૂ તમને હાર્દિક આમંત્રણ છે.
આટલો સુંદર સંદેશો લખવાની મહેનત કરતાં પહેલા તમે જરાક એટલું સરખાવી જોયું હતું કે તમે ઉપર જે લખ્યું છે તેમાંથી શું શું હજુ આજે પણ લેખમાં હાજર છે? અને તમે શું તમે કરેલા કોઈ જ ફેરફારો મેં રહેવા નથી દીધા? દોષારોપણ કરવું ખુબ સહેલું છે, અને એટલું જ અઘરૂં છે પોતાની ભૂલ સુધારવી. માતે આપની પાસેથી વધુ અપેક્ષા નથી.
તમે હજુ વિકિમાં સભ્ય બનવાની પણ દરકાર નથી કરી અને તમે એવો દાવો કરો છો કે તમને "વિકિપીડિયા ગુજરાતી નબળું રહી જશે" એવી ચિંતા એના પ્રબંધક અને જુના સભ્યો કરતા પણ વધુ છે? હશે ભાઈ, આધુનિક યુગમાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યનો હક્ક સહુને છે.
તમે જ્યારે વિકિમાં આગળ કોઈ પણ યોગદાન કરવા જાવ ત્યારે નીચે સાચવો, ઝલક અને ફેરફારો એવા ત્રણ બટનોની નીચે અંગ્રેજીમાં સુચના આપેલી છે તે ધ્યાનથી વાંચશો. આપને તે તસ્દી પણ ના લેવી પડે માટે અહીં નીચે લખું છું તે વાંચવા માટે મારી આપને નમ્ર વિનંતિ છે:

If you do not want your writing to be edited and redistributed at will, then do not submit it here. If you did not write this yourself, it must be available under terms consistent with the Terms of Use, and you agree to follow any relevant licensing requirements.

જેનો ગુજરાતીમાં અર્થ થાય છે, જો તમે ચાહતા ના હોવ કે તમારા લખાણોમાં કોઈ ફેરફાર કરે અને તેનું પુનઃવિતરણ કરે, તો અહીં યોગદાન કરશો નહી. જો તમે આ લખાણ તમારી જાતે (મૌલિકતાથી) લખ્યું ના હોય તો તે લખાણ વપરાશનિઇ નીતિઓ સાથે મેળ ખાતા સ્ત્રોત તરિકે ઉપલબ્ધ હોવું જ જોઈએ અને આ સાથે તમે કોઈપણ પરવાનાની જરૂરિયાત (લાઇસન્સિંગ રિક્વાયરમેન્ટ્સ)ને અનુસરવાનું કબુલ કરો છો.
હવે તમને લાગે છે કે તમારે આ બધી માહિતીઓ મેળવ્યા વગર જ આટલો બધો હોબાળો મચાવવાની જરૂર હતી? તમને તમારા વિચારો વ્યક્ત કરવાની પુરી છુટ છે, પણ અફસોસ એ વાતનો છે કે તેને માટે તમે આ ખોટું ફલક (પ્લેટફોર્મ) પસંદ (સિલેક્ટ) કર્યું છે.
અસ્તુ...ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૨, ૨૬ મે ૨૦૧૧ (UTC)