લખાણ પર જાઓ

જ્યૉર્જ સોરોસ

વિકિપીડિયામાંથી
(જયોર્જ સોરોસ થી અહીં વાળેલું)
જ્યૉર્જ સોરોસ
જન્મ૧૨ ઓગસ્ટ ૧૯૩૦ Edit this on Wikidata
બુડાપેસ્ટ Edit this on Wikidata
સંસ્થા
  • Open Society Foundations Edit this on Wikidata
જીવન સાથીTamiko Bolton Edit this on Wikidata
પુરસ્કારો
  • Pushkin Medal (૧૯૯૯) Edit this on Wikidata
વેબસાઇટhttps://www.georgesoros.com Edit this on Wikidata

જયોર્જ સોરોસ અથવા સ્ચાવર્ટ્ઝ જયોર્જી (Hungarian: Soros György) તરીકે ઑગસ્ટ 12, 1930ના રોજ જન્મ થયો એક હંગેરિયન-અમેરિકન ચલણ સટોડિયા, શેર રોકાણકર્તા, વેપારી, પરોપકારી, અને રાજકીય કાર્યકર છે.[] 1992ની બ્લેક વેનસ્ડે યુકે (UK) મુદ્રા કટોકટી દરમ્યાન, તેમણે કથિતપણે બનાવેલા બિલિયન પછી તે "બૅન્ક ઓફ ઈંગ્લૅન્ડને પાયમાલ કરનાર માણસ" તરીકે ઓળખાવા લાગ્યા હતા.[][]

સોરોસ, સોરોસ ફંડ મૅનેજમેન્ટ અને ઓપન સોસાયટી ઈન્સ્ટિટ્યૂટના ચૅરમૅન છે અને કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના નિર્દેશક મંડળના ભૂતપૂર્વ સદસ્ય છે. હંગેરીમાં સામ્યવાદથી મૂડીવાદ તરફના શાંતિપૂર્ણ સંક્રાન્તિકાળમાં (1984-89) તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી,[] અને બુડાપેસ્ટમાં સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટીને ઉચ્ચ શિક્ષણ માટે યુરોપનું અત્યાર સુધીનું સૌથી મોટું થાપણદાન કર્યું છે.[] પાછળથી, જયોર્જિયાના રોઝ રિવોલ્યુશન માટે તેમણે પૂરા પાડેલ ભંડોળ અને વ્યવસ્થાપનને રશિયન અને પશ્ચિમી અવલોકનકારોએ તેની સફળતા માટે મહત્ત્વનાં ગણાવ્યા હતાં. યુનાઈટેડ સ્ટેટ્સમાં તેઓ, 2004ની ચૂંટણીમાં ફરીથી ચૂંટાઈ આવવાના રાષ્ટપ્રમુખ જયોર્જ ડબ્લ્યૂ. બુશના પ્રયત્નોને માત આપવા માટે મોટી રકમનું દાન આપનાર તરીકે જાણીતા છે. તેમણે સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ સ્થાપવામાં મદદ કરી હતી. સોરોસના પુસ્તક ધ અલ્કેમી ઓફ ફાઈનૅન્સ ની પ્રસ્તાવનામાં ફેડરલ રિઝર્વના પૂર્વ પ્રમુખ પૉલ વોલ્કરે 2003માં લખ્યું હતું:

રમતમાં ઘણા આગળ હોવા છતાં, મોટા ભાગે પોતાની આખી રકમ કાઢી લેવાનું શાણપણ દાખવતા જયોર્જ સોરોસે અત્યંત સફળ સટોડિયા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી દીધી છે. તેમણે જીતેલી વિરાટ રાશિ હવે સંક્રાન્તિકાળમાંથી પસાર થઈ રહેલાં અને ઊગતાં રાષ્ટ્રોને "ખુલ્લા/ઉદાર સમાજો" બનવા પ્રોત્સાહન પૂરું પાડવા માટે સમર્પિત છે, માત્ર વેપાર-વાણિજયની સ્વતંત્રતાના અર્થમાં જ નહીં, પણ - તેથી વધુ અગત્યનું નવા વિચારો, વિચાર અનસ વ્યવહારની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ પ્રત્યે સહિષ્ણુ બનવાના અર્થમાં ઉદાર બને તે માટે સમર્પિત છે.

પરિવાર

[ફેરફાર કરો]

સોરોસનો જન્મ હંગેરીના બુડાપેસ્ટમાં, એસ્પેરાંતિસ્ત લેખક તિવાડર સોરોસને ત્યાં થયો હતો. તિવાડર (જે તિઓડોરો તરીકે પણ જાણીતા છે) એ એક હંગેરિયન યહૂદી હતા, અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન અને તે પછી તેઓ યુદ્ધકેદી રહ્યા હતા, છેવટે તેઓ રશિયાથી ભાગી છૂટીને બુડાપેસ્ટમાં પોતાના પરિવાર સાથે ભેગા થઈ શકયા હતા.[][]

ફાસીવાદના ઉદયની સાથે વધતા જતા યહૂદી-વિરોધી માહોલને કારણે 1936માં પરિવારે પોતાની પારિવારિક અટક સ્ચવાર્ટ્ઝમાંથી સોરોસ કરી નાખી. આ નવું નામ સીધું વાંચો કે ઊલટું, એક જ રહેતું હોવાથી અને તેનો કોઈક ચોક્કસ અર્થ હોવાથી, તિવાડરને તે પસંદ પડ્યું હતું. જો કે, કૌફમૅનની જીવનકથામાં તેના ચોક્કસ અર્થને લખવામાં આવ્યો નથી, પણ હંગેરીમાં, સોરોસ એટલે "હારમાં હવે પછીનું, અથવા નિયુકત ઉત્તરાધિકારી" તથા હિબ્રૂમાં, સોરોસ એટલે "પાયો", અને એસ્પેરાન્તોમાં તેનો અર્થ થાય છે "ખૂબ ઊંચે ઊડવાની ઇચ્છા".[] તેમના દીકરા જયોર્જને બચપણથી જ એસ્પેરાન્તો બોલતાં શીખવવામાં આવ્યું હતું અને તેથી આજે તેઓ એસ્પેરાન્તો બોલતા દુર્લભ દેશી વતનીઓમાંના એક છે. જયોર્જ સોરોસે પાછળથી કહ્યું હતું કે તેઓ એક યહૂદી ઘરમાં ઉછર્યા હતા, અને તેમનાં માતાપિતા તેમનાં ધાર્મિક મૂળિયાં બાબતે અત્યંત સાવધ હતાં.[]

જયોર્જ સોરોસે બે વાર લગ્ન કર્યાં હતાં અને બે વખત છૂટાછેડા લીધા હતા પ્રથમ એનાલિસીએ વિત્સ્ચાક સાથે અને પછી સુસાન બેબર સોરોસ સાથે. તેમને પાંચ સંતાનો છેઃ (તેમની પહેલી પત્નીથી, એનાલિસીએથી) રોબર્ટ, આંદ્રેયા, જોનાથન અને (તેમની બીજી પત્ની સુસાનથી) એલેકઝાન્ડર, જયોર્જી. ખાનગી રોકાણકર્તા અને દાનેશ્વરી એવા તેમના મોટા ભાઈ, પૉલ સોરોસ, નિવૃત્ત ઈજનેર છે, તેમણે ન્યૂ યૉર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈજનેરી પેઢી, સોરોસ એસોસિએટ્સનું નેતૃત્વ સંભાળ્યું હતું અને યુવાન અમેરિકનો માટે પૉલ અને ડેઈઝી સોરોસ શિષ્યવૃત્તિઓનો આરંભ કર્યો હતો.[][૧૦] જયોર્જ સોરોસના ભત્રીજા અને પૉલ સોરોસના દીકરા, પીટર સોરોસે ફલોરા ફ્રાસેર સાથે લગ્ન કર્યાં છે. ફલોરા ફ્રાસેર, લેડી અન્ટોનિયા ફ્રાસર અને સ્વર્ગસ્થ સર હ્યુ ફ્રાસરની દીકરી છે, અને 2005ના નોબલ પારિતોષક વિજેતા સ્વર્ગસ્થ હૅરોલ્ડ પિન્ટરની સાવકી દીકરી છે.[૧૧]

પૂર્વ જીવન

[ફેરફાર કરો]

માર્ચ 1944માં જયારે નાઝી જર્મનીએ હંગેરી પર લશ્કરી નિયંત્રણ મેળવી લીધું ત્યારે સોરોસ તેર વર્ષના હતા.[૧૨] હંગેરી પર નાઝીઓના કબજાના ગાળા દરમ્યાન, નાઝી અને હંગેરિયન સરકારનાં યહૂદી-વિરોધી પગલાંઓને બળપૂર્વક અમલમાં મૂકવાના કામ માટે જેની સ્થાપના કરવામાં આવી હતી તે યહૂદી સમિતિ માટે સોરોસ કામ કરતા હતા.[] પાછળથી આ ગાળાનું વર્ણન કરતાં સોરોસે લેખક માઈકલ લેવિસને કહ્યું હતું:

યહૂદી સમિતિ નાનાં બાળકોને નિર્વાસન સૂચનાઓ વહેંચવા માટે મોકલતી. મને યહૂદી સમિતિ પર જવાનું કહેવામાં આવ્યું હતું. અને ત્યાં મને આ નાની ચબરખીઓ આપવામાં આવી...તેમાં લખ્યું હતું કે 9 વાગ્યે સવારે રાબ્બી સેમિનરિ પર રિપોર્ટ કરવો...અને મને આ નામોની યાદી આપવામાં આવી હતી. હું એ કાગળિયાં મારા પિતા પાસે લઈ ગયો. તેમણે તત્ક્ષણ તેને ઓળખી લીધાં. આ હંગેરિયન યહૂદી વકીલોની એક યાદી હતી. તેમણે કહ્યું, "તું આ ચબરખીઓ લોકોને આપી આવ અને તેમને કહેજે કે જો તેઓ ત્યાં રિપોર્ટ કરશે તો તેમને નિર્વાસિત કરવામાં આવશે."[૧૩]

પોતાના દીકરાને નાઝીઓ પકડીને ન લઈ જાય તે માટે સારોસના પિતાએ કૃષિ મંત્રાલયના એક કર્મચારીને પૈસા આપ્યા હતા, જેથી સોરોસ તેના ધર્મપુત્ર તરીકે 1944નો ઉનાળો તેની સાથે રહી શકે. જયારે અધિકારીઓ યહૂદીઓની મિલકતો જપ્ત કરતાં હતા ત્યારે પણ યુવાન સોરોસે પોતાની યહૂદી ઓળખ છુપાવવી પડી હતી.[૧૪]

તે પછીના વર્ષે, બુડાપેસ્ટમાં શહેરની વચ્ચોવચ, ઘર આંગણે થતી સોવિયેત અને જર્મન દળો વચ્ચેની બુડાપેસ્ટ લડાઈમાં પણ સોરોસ બચી શકયા. સોરોસે સૌથી પહેલાં, 1945-1946ના હંગેરિયન ચલણના અતિફુગાવા દરમ્યાન ચલણી નાણું અને ઘરેણાંઓની લે-વેચ કરી. 1947માં સોરોસ ઈંગ્લૅન્ડ ચાલ્યા ગયા અને 1952માં તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકૉનોમિકસમાંથી સ્નાતક થયા. ફિલસૂફ કાર્લ પોપરના શિષ્ય એવા સોરોસે રેલવેના કુલી અને વેઈટર તરીકે કામ કર્યું. યુનિવર્સિટીના એક શિક્ષકે સોરોસ માટે સહાયતાની અપીલ કરી, અને કવેકર સખાવતમાંથી તેને 40 પાઉન્ડ મળવા માંડ્યા. છેવટે તેમણે લંડનની વેપારી ધિરાણ માટેની બૅન્ક સિંગર એન્ડ ફ્રાઈડ્લાન્ડરમાં પ્રવેશ-સ્તરની સ્થિતિ અંકે કરી લીધી.

પરદેશગમન

[ફેરફાર કરો]

1956માં સોરોસ ન્યૂ યોર્ક શહેરમાં વસવાટ માટે આવી ગયા. અહીં તેમણે 1956થી 1959 સુધી એક આર્બિટ્રેજ વેપારી તરીકે એફ. એમ. મેયર સાથે અને 1959થી 1963 સુધી વિશ્લેષકની રૂએ વિર્થીમ એન્ડ કંપની સાથે કામ કર્યું. આ તમામ સમય દરમ્યાન, કાર્લ પોપેરના વિચારો પર આધારિત એવી "રિફલેક્સિવિટી"ની ફિલસૂફી સોરોસે ઘડી. સોરોસ, રિફલેક્સિવિટીને જે અર્થમાં પ્રયોજતા હતા તે પ્રમાણે, કોઈ પણ બજારના તેના સહભાગીઓ દ્વારા કરવામાં આવતા મૂલ્યાંકનની પ્રક્રિયા, બજારના એ મૂલ્યાંકન પર ચક્રરૂપી ‘સારી અથવા ખરાબ’ અસર કરે છે એવી તે એક માન્યતા હતી.[૧૫] અલબત્ત, સોરોસને સમજાયું કે જયાં સુધી તે તેના પોતાની રકમનું રોકાણ કરતા નથી ત્યાં સુધી તે રિફલેક્સિવિટીની વિભાવનામાંથી પૈસા રળી શકવાના નથી. મૂડીરોકાણ કેવી રીતે કરી શકાય તે બાબતે તેમણે શોધખોળ શરૂ કરી. 1963થી 1973 સુધી તેમણે આર્નહોલ્ડ એન્ડ એસ. બ્લીચરોઈડર ખાતે કામ કર્યું, જયાં તેઓ ઉપ-પ્રમુખનો હોદ્દો મેળવ્યો. અંતે સોરોસ એ નિષ્કર્ષ પર આવ્યા કે પોતે એક ફિલસૂફ અથવા એક વહીવટકર્તા કરતાં, રોકાણકર્તા તરીકે વધુ સારા છે. 1967માં તેમણે કંપનીને વિદેશી મૂડીરોકાણ ફંડ ઊભું કરવા માટે સહમત કરી, અને ફર્સ્ટ ઈગલ નામના એ ફંડનું સંચાલન તેમણે ઉપાડ્યું; 1969માં કંપનીએ સોરોસ માટે બીજા એક ફંડની સ્થાપના કરી- ડબલ ઈગલ હેજ ફંડ.[૧૫] જયારે મૂડીરોકાણ નિયમનોને કારણે તેમને તેમની ઇચ્છા પ્રમાણે ફંડ ચલાવવાની ક્ષમતામાં બાધા આવવા માંડી, ત્યારે 1973માં તેમણે તેમનો હોદ્દો છોડ્યો અને એક ખાનગી મૂડીરોકાણ કંપનીની સ્થાપના કરી જે છેવટે વિકસીને કવૉન્ટમ ફંડ બની. તેમણે જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ પોતાને એક લેખક અને ફિલસૂફ તરીકે નભાવી શકાય તે માટે વૉલ સ્ટ્રીટ પરથી પૂરતા પૈસા કમાવાનો હતો - તેમની ગણતરી પ્રમાણે, પાંચ વર્ષ પછી $500,000 કમાવા શકય હતા અને તેમની જરૂરિયાતો માટે પૂરતા હતા. તેઓ કાર્લિંલે ગ્રૂપના પૂર્વ સદસ્ય પણ છે.[૧૫]

સોરોસ, સોરોસ ફંડ મૅનેજમેન્ટના સંસ્થાપક છે. 1970માં તેમણે જિમ રોજર્સ સાથે કવૉન્ટમ ફંડની સ્થાપના કરી, જેના થકી સોરોસ સંપત્તિ ઊભી થઈ. 1980માં રોજર્સે ફંડમાંથી નિવૃત્તિ લીધી. વિકટર નિડેરહોફર અને સ્ટાનલી ડ્રુકનમિલર તેમના બીજા ભાગીદારો હતા. 2007માં, કવૉન્ટમ ફંડે લગભગ 32% જેટલો નફો કર્યો, સોરોસ માટે $2.9 બિલિયનની ચોખ્ખી આવક ઊભી કરી.

ચલણ સટ્ટાબાજી

[ફેરફાર કરો]

બ્લેક વેનસ્ડે (સપ્ટેમ્બર 16, 1992)ના, સોરોસના ફંડે બિલિયન કરતાં વધુ મૂલ્યના પાઉન્ડ્સ સટર્લિંગ શોર્ટમાં વેચ્યા, અને એમ કરીને બૅન્ક ઓફ ઈંગ્લૅન્ડની અન્ય યુરોપિયન એકસચેન્જ રેટ મિકેનિઝમ (યુરોપીય વિનિમય દર પદ્ધતિ) અનુસરતા દેશોની તુલનામાં વ્યાજદર વધારવાની અથવા તેના ચલણને તરલ કરવાની આનાકાનીના કારણે નફો પેદા કર્યો હતો.[સંદર્ભ આપો]

છેવટે, બૅન્ક ઓફ ઈંગ્લૅન્ડે, યુરોપિયન એકસચેન્જ રેટ મિકેનિઝમ(યુરોપીય વિનિમય દર પદ્ધતિ)-માંથી ચલણ પાછું લીધું, જેના કારણે બ્રિટિશ ચલણી નાણા પાઉન્ડ સ્ટર્લિંગ અવમૂલ્યન થયું, અને એ પ્રક્રિયામાં સોરોસને અંદાજે US$ 1.1 બિલિયનની આવક થઈ. તેઓ "બૅન્ક ઓફ ઈંગ્લૅન્ડને પાયમાલ કરનાર માણસ" તરીકે ઓળખાવા માંડ્યા. 1997માં, યુકે(UK)ના નાણાં ખાતાએ બ્લેક વેનસ્ડેની અંદાજિત કિંમત £3.4 બિલિયન જેટલી આંકી. ઑકટોબર 26, 1992ના સોમવારના ધ ટાઈમ્સ માં, સોરોસનું વિધાન ટાંકવામાં આવ્યું: "બ્લેક વેનસ્ડેથી અમારી એકંદર સ્થિતિ લગભગ $10 બિલિયનના મૂલ્ય જેટલી થવી જોઈતી હતી. અમે તેનાથી વધુ વેચવાનું આયોજન કર્યું હતું. ખરેખર તો, નોર્મન લામોન્ટે અવમૂલ્યનની સહેજ પહેલાં જયારે કહ્યું કે તે સ્ટર્લિંગને બચાવવા માટે આશરે $15 બિલિયન ઉધાર લેવા માગશે, ત્યારે અમે ચકિત રહી ગયા કારણ કે અમે લગભગ તેટલું જ વેચવા માગતા હતા." મૂળે સોરોસ હેઠળ વેપાર કરતા સ્ટાનલી ડ્રુકેનમિલરે પાઉન્ડની નબળાઈને પારખી હતી. "સોરોસના યોગદાને તેમને એક કદાવર સ્થિતિએ પહોંચાડી દીધા હતા."[૧૬][૧૭] 1997માં, એશિયાઈ આર્થિક કટોકટી દરમ્યાન, ત્યારના મલેશિયાના વડાપ્રધાન મહાથિર બિન મહોમ્મદે સોરોસ પર આરોપ મૂકયો હતો કે તેઓ તેમના નિયંત્રણણ હેઠળના ધનનો ઉપયોગ, મ્યાનમારનું સદસ્ય તરીકે સ્વાગત કરવા માટે ASEANને સજા આપવા કરી રહ્યા છે. સોરોસે મહાથિરના આક્ષેપોને રદિયો આપ્યો હતો. 1997માં ASEANના નામના US ડૉલરની GDP US$9.2 બિલિયન જેટલી અને 1998માં તે $218.2 બિલિયન (31.7%) જેટલી ઘટી હતી.

જાહેર આગાહીઓ

[ફેરફાર કરો]

સોરોસનું મે 2008નું પુસ્તક, ધ ન્યૂ પૅરાડિમ ફોર ફાયનાશિઅલ માર્કેટ્સ માં છેલ્લાં 25 વર્ષોથી બનતા જતા "વિરાટ પરપોટા (સુપરબબલ)"નું અને તે હવે ફૂટવાની તૈયારમાં છે- તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમણે લખેલું આ એક શ્રેણીમાંનું ત્રીજું પુસ્તક છે જેમાં તેમણે સંકટની આગાહી કરી છે. તેઓ લખે છેઃ

I have a record of crying wolf.... I did it first in The Alchemy of Finance (in 1987), then in The Crisis of Global Capitalism (in 1998) and now in this book. So it's three books predicting disaster. (After) the boy cried wolf three times . . . the wolf really came.[૧૮]

સંજોગો અનુસાર, તેમનાં અનુમાનો ખોટા છે એવું પારખવાની પોતાની ક્ષમતાને તેઓ તેમની પોતાની સફળતાનું મૂળ કારણ ગણાવે છે.

I'm only rich because I know when I'm wrong... I basically have survived by recognizing my mistakes. I very often used to get backaches due to the fact that I was wrong. Whenever you are wrong you have to fight or [take] flight. When [I] make the decision, the backache goes away.[૧૮]

ફેબ્રુઆરી 2009માં, જયોર્જ સોરોસે કહ્યું કે વિશ્વનું નાણાકીય તંત્ર અત્યંત ખરાબ રીતે વેરવિખેર થઈ ગયું છે, અને ઉમેર્યું કે ટૂંક સમયમાં આ સંકટનો ઉપાય હોય તેવી કોઈ સંભાવના દેખાતી નથી.[૧૯] "આપણે નાણાકીય તંત્રને પડી ભાંગતા જોયું (...) તેને જીવન-સંરક્ષક સાધનો પર મૂકવામાં આવ્યું છે, અને તે હજી પણ તેના જોરે જ શ્વાસ ભરી રહ્યું છે. આપણે તળિયાની નજીક હોઈએ તેવાં કોઈ ચિહ્નો કયાંય જણાતાં નથી."

આંતરિક માહિતીના આધારે વેપાર કરવા માટે દોષિત

[ફેરફાર કરો]

1988માં, તેમને ફ્રેન્ચ બૅન્ક સોસાઈટે જેનરલે (Société Générale) સંપાદિત કરવાના પ્રયત્નોમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું. તેમણે હરાજીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો પણ પાછળથી તે જ કંપનીના સારા એવા શેર ખરીદી લીધા. 1989માં ફ્રેન્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી, અને 2002માં એક ફ્રેન્ચ કોર્ટે ચુકાદો આપ્યો કે તે અંદરખાનાની માહિતીના આધારે કરવામાં આવેલો વેપાર હતો, જે ફ્રેન્ચ સુરક્ષા કાયદાઓ હેઠળ મહાઅપરાધ તરીકે ગણાય છે, અને તેમને $2.3 મિલિયનનો દંડ કર્યો. આ એટલી જ રકમ હતી, જેટલી તેમણે આંતરિક માહિતીનો ઉપયોગ કરીને બનાવી હતી. અદાલત સમક્ષ મુકદ્દમો સુનાવણી માટે લાવવામાં વિલંબ થયો હોવાથી તેમને શિક્ષાત્મક નુકસાની ભરવાનું કહેવામાં આવ્યું નહીં. સોરોસે કંઈ પણ ખોટું કર્યું હોવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે કંપનીને સંપાદનના સમાચાર જાહેર હતા.[૨૦] જૂન 14, 2006ના ફ્રાન્સની સર્વોચ્ચ અદાલતે અંદરખાનાની માહિતી આધારિત વેપાર કરવા માટે તેમને દોષિત ઠેરવતો ચુકાદો માન્ય રાખ્યો. ડિસેમ્બર 2006માં તેમણે માનવીય અધિકારો માટેની યુરોપિયન કોર્ટમાં એવા દાવા સાથે અપીલ કરી કે કેસને સુનાવણી માટે લાવતાં થયેલો 14 વર્ષનો વિલંબ એક ન્યાયી સુનાવણીને અશકય બનાવે છે.

રમતગમત

[ફેરફાર કરો]

2005માં, એક મેજર લીગ બૅઝબોલ ટીમ એવી વૉશિંગ્ટન નેશનલ્સને ખરીદવાનો પ્રયાસ કરનાર જૂથમાં સોરોસ નાના ભાગીદાર હતા. કેટલાક રિપબ્લિકન ધારાશાસ્ત્રીઓએ સૂચવ્યું કે જો સોરોસ ટીમ ખરીદતા હોય તો તેમણે બેસબૉલની એન્ટીટ્રસ્ટ છૂટને રદ કરવી જોઈએ.[૨૧] 2008માં, સોરોસનું નામ એક ઈટાલિયન ફૂટબોલ ટીમ, એએસ રોમા (AS Roma) સાથે સંકળાયું, પણ એ કલબ વેચાયું નહીં. સોરોસ વૉશિંગ્ટન સૉકર એલ. પી.ના નાણાકીય પોષક હતા, આ જૂથે મેજર લીગ સૉકર કલબ ડી. સી. યુનાઈટેડની સ્થાપના થઈ ત્યારે 1995માં તેના સંચાલન અધિકારો હાંસલ કર્યા હતા, પણ 2000માં તેમણે તે અધિકારો ગુમાવ્યા.

પરોપકાર

[ફેરફાર કરો]
જયોર્જ સોરોસ (ડાબે) અને જેમ્સ એચ. બિલિંગ્ટન.

સોરોસ 1970ના દાયકાથી દાનેશ્વરી તરીકે સક્રિય હતા. તેમણે રંગભેદી દક્ષિણ આફ્રિકાની કૅપ ટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ માટે અશ્વેત વિદ્યાર્થીઓને સહાયક ભંડોળ પૂરું પાડવાથી તેની શરૂઆત કરી હતી, અને લોહ પડદા પાછળની પ્રસ્થાપિત સરકાર વિરોધી ચળવળોને ભંડોળ આપવાનું શરૂ કર્યું હતું. સોવિયેત-પછીનાં રાષ્ટ્રોમાં અહિંસક લોકશાહીકરણને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોને પણ સોરોસની પરોપકારી સહાય મળી હતી. આ પ્રયાસો મુખ્યત્વે મધ્ય અને પૂર્વીય યુરોપમાં થઈ રહ્યા હતા, અને તે પ્રાથમિકરૂપે ઓપન સોસાયટી ઈન્સ્ટિટ્યૂટ (OSI) અને રાષ્ટ્રીય સ્તરના સોરોસ ફાઉન્ડેશનો થકી તેમને ભંડોળ આપવામાં આવતું હતું, જે કયારેક અન્ય નામો હેઠળ પણ કરવામાં આવતું (જેમ કે પોલેન્ડમાં સ્ટીફાન બાટોરી ફાઉન્ડેશન). 2003 મુજબ, PBSનો અંદાજો છે કે તેમણે કુલ $4 બિલિયન આપ્યા હતા. ઓએસઆઈ (OSI) કહે છે કે તેણે તાજેતરનાં વર્ષોમાં વાર્ષિક ધોરણે $400 મિલિયન ખર્ચ્યા છે. 2007માં ટાઈમ મૅગેઝિને બે ચોક્કસ પ્રોજેકટોને ટાંકયા હતા - સ્થાનીય રશિયન યુનિવર્સિટીઓમાં ઈન્ટરનેટ માટેની માળખાકીય સેવાઓ માટે $100 મિલિયન; અને આફ્રિકામાંની આત્યંતિક ગરીબીને જડમૂળમાંથી કાઢવાના સહસ્ત્રાબ્દિના વચન માટે $50 મિલિયન. તેમાં એ બાબતની પણ નોંધ લેવામાં આવી હતી કે સોરોસે યુ.એસ.માંના પ્રોજેકટો માટે $742 મિલિયન આપ્યા છે, અને કુલ મળીને $6 બિલિયન કરતાં વધુ આપી ચૂકયા છે.[૨૨] અન્ય નોંધનીય પ્રોજેકટોમાં સમગ્ર મધ્ય અને પૂર્વીય યુરોપમાં વિજ્ઞાનીઓને તથા યુનિવર્સિટીઓને આપેલી સહાય, સારાજેવોના યુદ્ધઘેરા દરમ્યાન સામાન્ય નાગરિકોને પહોંચાડેલી મદદ, અને ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલને પૂરી પાડેલી સહાય સામેલ છે. સોરોસે મધ્ય યુરોપિયન યુનિવર્સિટી(CEU)ને €420 મિલિયનની આર્થિક મદદ કરવાનું વચન પણ આપ્યું હતું. નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મહોમ્મદ યુનુસ અને તેમની માઈક્રોફાયનાન્સ બૅન્ક- ગ્રામીણ બૅન્કને પણ ઓએસઆઈ (OSI) તરફથી મદદ મળી હતી.

નેશનલ રિવ્યૂ અનુસાર[૨૩], ઓપન સોસાયટી ઈન્સ્ટિટ્યૂટે સપ્ટેમ્બર 2002માં વકીલ લીને સ્ટીવાર્ટની બચાવ સમિતિને $20,000 આપ્યા હતા, આ વકીલે કોર્ટમાં આરોપી ત્રાસવાદીઓનો બચાવ કર્યો હતો અને પોતાના એક અસીલ માટેની પ્રેસ કૉન્ફરન્સના માધ્યમથી "ત્રાસવાદી કાવતરા માટે સાધનસામગ્રી પૂરી પાડવા માટે" તેને 2⅓ વર્ષની કેદની સજા થઈ હતી. ઓએસઆઈ(OSI)ના પ્રવકતાએ કહ્યું "એ વખતે અમને લાગ્યું કે સલાહ-માટેનો-અધિકાર ખરેખર અમારી સહાયતા માટે બહુ યોગ્ય મુદ્દો છે." સપ્ટેમ્બર 2006માં, લોકશાહી ઘડનારા કાર્યક્રમોને સહાયતા બક્ષતી પોતાની લાક્ષણિક સ્પોન્સરશિપ સોરોસે પડતી મૂકી, અને આફ્રિકાની દારૂણ ગરીબીને જડમૂળમાંથી દૂર કરવાના જેફરી સૅશના નેતૃત્વમાં આગળ ધપતા સહસ્ત્રાબ્દિ વચન (મિલેનિયમ પ્રોમિસ) માટે $50 મિલિયન આપવાનું વચન આપ્યું. ખરાબ શાસન અને ગરીબી વચ્ચેના સંબંધને ટાંકીને, તેમણે આ પ્રોજેકટના માનવીય મૂલ્યનો ઉલ્લેખ કર્યો.[૨૪]

1980માં તેમને ન્યૂ સ્કૂલ ફોર સોશિયલ રિસર્ચ (ન્યૂ યોર્ક), યુનિવર્સિટી ઓફ ઑકસફર્ડ તરફથી, અને 1991માં કોર્વિનસ યુનિવર્સિટી ઓફ બુડાપેસ્ટ અને યેલ યુનિવર્સિટી તરફથી માનદ્ ડૉકટરની પદવી એનાયત કરવામાં આવી. સોરોસને 2000ના વર્ષમાં યેલ સ્કૂલ ઓફ મૅનેજમેન્ટ તરફથી યેલ ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ફાયનાન્સ ઍવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત 1995માં બોલોગ્ના યુનિવર્સિટીનું સર્વોચ્ચ બહુમાન લોરીયા ઓનોરિસ કૌસા પણ તેમને પ્રાપ્ત થયું હતું.

રાજકીય દાન અને સક્રિયતા

[ફેરફાર કરો]

યુનાઈટેડ સ્ટેટ્સ

[ફેરફાર કરો]

નવેમ્બર 11, 2003ના સોરોસે ધ વૉશિંગ્ટન પોસ્ટ ને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ જયોર્જ ડબ્લ્યૂ. બુશને તેમના પદ પરથી હટાવવા એ "મારા જીવનનું મુખ્ય કેન્દ્ર છે" અને "તે મારા માટે જીવન-મરણનો સવાલ છે." તેમણે કહ્યું કે "જો કોઈ તેની ખાતરી આપે" તો રાષ્ટ્રપ્રમુખ બુશને હરાવવા માટે તે પોતાની સમગ્ર સંપત્તિ દાવ પર લગાડી દેશે.[૨૫] સોરોસે સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસને $3 મિલિયન, MoveOn.orgને $5 મિલિયન, અને અમેરિકા કમિંગ ટુગેધરને $10 મિલિયન આપ્યા હતા. 2004ની ચૂંટણીમાં આ જૂથો ડેમોક્રેટ્સને ટેકો આપી રહ્યાં હતાં. સપ્ટેમ્બર 28, 2004ના તેમણે એ અભિયાન માટે વધુ પૈસા ફાળવ્યા અને વૉશિંગ્ટન, ડીસીમાં નેશનલ પ્રેસ કલબ ખાતે વ્હાય વી મસ્ટ નોટ રિ-ઈલેકટ પ્રેસિડન્ટ બુશ [૨૬] (શા માટે આપણે રાષ્ટ્રપ્રમુખ બુશને ફરીથી ચૂંટવા ન જ જોઈએ) શીર્ષકનું પોતાનું વકતવ્ય આપીને તેમણે પોતે વિવિધ-રાજયોનો પ્રવાસ પણ આદર્યો હતો. ડિક ચેનીએ ઉપ-રાષ્ટ્રપ્રમુખની ડિબેટમાં ભૂલથી FactCheck.orgને "factcheck.com" કહી દીધું, એટલે એ ડોમેનના માલિકે તમામ ટ્રાફિકને સોરોસની સાઈટ પર દોરવો પડતો હોવાથી, આ ઘટના પછી તેમના વકતવ્યની ઓનલાઈન લિખિત પ્રતને ઘણી ખ્યાતિ મળી હતી.[૨૭]

2004ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલાં સોરોસ યુએસ(US)ના રાજકીય હેતુઓને મોટું દાન કરતા નહોતા, પણ સેન્ટર ફોર રિસ્પોન્સિવ પોલિટિકસ મુજબ, 2003-2004ના ચૂંટણી ચક્ર દરમ્યાન, સોરોસે રાષ્ટ્રપ્રમુખ બુશને હરાવવા માટે મેદાને પડેલા વિવિધ 527 જૂથોને કુલ મળીને $23,581,000 જેટલી રકમ દાન કરી હતી. 527 જૂથ એ એક અમેરિકન કર-મુકિત પામેલું સંગઠન છે, યુનાઈટેડ સ્ટેટ્સના ટેકસ કોડ, 26 U.S.C. § 527 પરથી તેનું નામકરણ કરવામાં આવ્યું હતું. સોરોસના તમામ પ્રયત્નો છતાં, બીજા સત્ર માટે બુશ રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. બુશના ફરીથી ચૂંટાઈ આવ્યા બાદ, સોરોસ અણે અન્ય દાતાઓએ ડેમોક્રસી એલાયન્સ નામના એક નવા રાજકીય ભંડોળ એકઠું કરનારા જૂથનું સમર્થન કરવા માંડ્યું, આ જૂથ યુ.એસ. ડેમોક્રેટીક પાર્ટીના ધ્યેયોને ટેકો આપતું હતું.[૨૮] સોરોસ 2002ના મૅકકૈન-ફેઈનગોલ્ડ બાઈપાર્ટીસન કૅમ્પેઈન રિફોર્મ એકટને સમર્થન આપતા હતા, અનેક લોકો આ એકટ ફેડરલ ચૂંટણી અભિયાનોને મળતા "સોફટ મની" પર પૂર્ણવિરામ મૂકશે એમ આશા રાખતા હતા. સોરોસે 527 સંગઠનોને સોફટ મની દાનમાં આપ્યા હતા, તેમને કહેવા મુજબ એ સંગઠનોમાં દાન સીધું જ ઉમેદવારો અથવા રાજકીય પક્ષોને જતું હોવાથી ભ્રષ્ટાચારના એવા પ્રશ્નો નહોતા. ઑગસ્ટ 2009માં, સોરોસે ન્યૂ યોર્ક રાજયને વિશેષરૂપે ગરીબ બાળકો માટે ફાળવવાની શરતે $35 મિલિયનનું દાન આપ્યું હતું અને આ દાનને લાભ કાર્ડ ધરાવતાં માતાપિતાઓને 3થી 17 વર્ષ વચ્ચેના, પ્રતિ બાળક પેટે $200 આપવામાં આવ્યું, જેમાં બાળકોની સંખ્યા પર કોઈ બંધન રાખવામાં આવ્યું નહોતું. ન્યૂ યોર્ક રાજયે તેમને 2009 સમવાયી નુકસાની/વસૂલાત કલમ અંતર્ગત મળેલી રકમને આ ભંડોળમાં જોડીને તેમાં વધારાના $140 મિલિયન રોકયા હતા.[૨૯]

પૂર્વીય યુરોપ

[ફેરફાર કરો]

ન્યૂ સ્ટેટ્સમૅન ના નીલ કલાર્ક અનુસાર, પૂર્વીય યુરોપમાં સામ્યવાદના પતનમાં સોરોસની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી. કલાર્ક કહે છે કે 1979થી, સોરોસ પ્રતિ વર્ષ અસંતોષીઓને $3 મિલિયન વિતરિત કરતા આવ્યા છે, જેને મેળવનારાઓમાં પોલેન્ડની સૉલિડેરિટી (એકતા) ચળવળ, ઝેકોસ્લોવેકિયામાં ચાર્ટર 77 અને સોવિયેત યુનિયનમાં આન્દ્રેઈ સાખારોવ સામેલ છે; 1984માં, તેમણે હંગેરીમાં તેમની પ્રથમ ઓપન સોસાયટી ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને વિરોધી ચળવળો અને સ્વતંત્ર પ્રસાર-માધ્યમોમાં કરોડો ડોલરો ફાળવ્યા.[૩૦] સોવિયેત યુનિયનનું પતન થયું ત્યારથી, ભૂતપૂર્વ સોવિયેત ક્ષેત્રમાં સોરોસના ભંડોળે અગત્યની ભૂમિકા ભજવવી ચાલુ રાખી છે. રશિયન અને પશ્ચિમી અવલોકનકારોના મત મુજબ, જયોર્જિયાના રોઝ રિવોલ્યુશન માટે તેમણે પૂરું પાડેલ ભંડોળ અને તેનું સંગઠન, એ ચળવળની સફળતા માટે નિર્ણાયક હતું, જો કે સોરોસે એમ કહ્યું હતું કે તેમના ફાળાને "અત્યંત અતિશયોકિતભરી રીતે" રજૂ કરવામાં આવ્યો હતો.[૩૧] જયોર્જિયન સિકયોરિટી કાઉન્સિલના સચિવ અને પૂર્વ શિક્ષણ મંત્રી, ઍલેકઝાન્ડર લોમાઈયા એ ઓપન સોસાયટી જયોર્જિયા ફાઉન્ડેશન (સોરોસ ફાઉન્ડેશન)ના પૂર્વ વહીવટી નિર્દેશક હતા, જે 50 જણના સ્ટાફ પર અને $2,500,000ના બજેટ પર દેખરેખ રાખતા હતા.[૩૨]

ભૂતપૂર્વ જયોર્જિયન વિદેશ મંત્રી સાલોમ ઝોઉરાબિચવિલીએ લખ્યું હતું કે સોરોસ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ લોકશાહીકરણનું જન્મસ્થાન છે અને સોરોસ ફાઉન્ડેશનના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને તેની આસપાસ ફરતાં તમામ બિન-સરકારી સંગઠનો (NGOs) નિઃશંકપણે ક્રાંતિનું વાહન બન્યાં હતાં. ક્રાંતિ પછી, સોરોસ ફાઉન્ડેશન અને બિન-સરકારી સંગઠનો (NGOs) સત્તામાં એકીકૃત થઈ ગયા હતા તેવો તેમનો અભિપ્રાય છે.[૩૩] અમુક અર્ધ-સરમુખત્યારશાહી દેશોમાં સોરોસના લોકશાહી-તરફી અને પારદર્શિતા-તરફી બિન-સરકારી સંગઠનોના સમર્થનને વખોડવામાં આવે છેઃ કઝાકસ્તાન અને તુર્કમેનિસ્તાનમાં સોરોસ-સમર્થિત લોકશાહી-તરફેણની કેટલીક પહેલોને પ્રતિબંધિત કરવામાં આવી હતી.[૩૪] તુર્કીમાં સોશિયલ ટ્રાન્સપરન્સી મુવમેન્ટ એસોસિએશન(TSHD)ના વડા એર્સિસ કુર્ટલુસે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે "આ બિન-સરકારી સંગઠનો(NGOs)નો ઉપયોગ કરીને સોરોસે યુક્રેઈન અને જયોર્જિયામાં પોતાનો મનસૂબો પાર પાડ્યો છે...ગયા વર્ષે રશિયાએ બિન-સરકારી સંગઠનોને વિદેશીઓ પાસેથી યોગદાન લેવા માટે પ્રતિબંધિત કરતો એક વિશેષ કાયદો પસાર કર્યો. મને લાગે છે કે તુર્કીમાં પણ આ પ્રતિબંધિત કરવું જોઈએ."[૩૫] 1997માં, બેલારુસની સરકારે સોરોસના ફાઉન્ડેશનને "કર અને ચલણી ઉલ્લંઘનો" માટે $3 મિલિયનનો દંડ કરતાં તેમને ત્યાંનું પોતાનું ફાઉન્ડેશન બંધ કરવાની ફરજ પડી હતી. ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, બેલારુસ સોરોસ ફાઉન્ડેશન અને અન્ય સ્વતંત્ર બિન-સરકારી સંગઠનોને નિયંત્રિત કરવાના તેમના પગલા માટે અને નાગરિક તેમ જ માનવીય અધિકારોનું દમન કરવા માટે, પશ્ચિમમાં અને રશિયામાં બેલારુસના રાષ્ટ્રપ્રમુખ એલેકસાન્ડર લુકાશેન્કોની સારી એવી ટીકા કરવામાં આવી હતી. સોરોસે તેમના સંગઠનને થયેલા દંડને "સ્વતંત્ર સમાજને નાશ" કરવાના અભિયાનના ભાગરૂપ ગણાવ્યો હતો.[૩૬] જૂન 2009માં, સોરોસે મધ્ય યુરોપ અને પૂર્વીય યુરોપને ગરીબો, સ્વૈચ્છિક જૂથો અને બિન-સરકારી સંગઠનો પર પડેલી આર્થિક કટોકટીની અસરને સમતોલ કરવા માટે $100 મિલિયન દાનમાં આપ્યા હતા.[૩૭]

આફ્રિકા

[ફેરફાર કરો]

ધ ઓપન સોસાયટી ઈનિશિએટિવ ફોર સધર્ન આફ્રિકા એ સોરોસ સાથે સંકળાયેલું સંગઠન છે. [૧] સંગ્રહિત ૨૦૧૦-૦૭-૨૩ ના રોજ વેબેક મશિનતેના ઝિમ્બાબ્વેના ડાયરેકટર ગોડફ્રેય કાન્યેન્ઝે છે, જેઓ ઝિમ્બાબ્વે કૉંગ્રેસ ઓફ ટ્રેડ યુનિયન્સ(ZCTU)ને પણ નિર્દેશિત કરે છે; આ સંગઠન ઝિમ્બાબ્વેમાં શાસન પરિવર્તનને સમર્થન આપતા પ્રમુખ દેશી સંગઠન, મુવમેન્ટ ફોર ડેમોક્રેટિક ચેન્જની સ્થાપના પાછળનું મુખ્ય પરિબળ હતું.

ઔષધ નીતિમાં સુધારો

[ફેરફાર કરો]

ઔષધ નીતિમાં સુધારો લાવવા માટેના વિશ્વભરના પ્રયાસોને સોરોસે ભંડોળ પૂરું પાડ્યું હતું. 2008માં, સોરોસે મેસ્સાચ્યુસેટ્સ રાજયમાં સફળ મત કારવાઈ કરવા માટે સહાય ભંડોળ રૂપે $400,000નું દાન આપ્યું હતું. આ મત કારવાઈ મેસ્સાચ્યુસેટ્ટસ સેનસિબલ મૅરિહ્વાન પોલિસી ઈનિશિએટિવ તરીકે જાણીતી છે, જેના અનુસાર રાજયમાં 1 oz (28 ગ્રા.)થી ઓછો ગાંજો (મૅરિહવાન) રાખવાને અપરાધમુકત ગણવામાં આવ્યું. સોરોસે આ જ પ્રકારનાં પગલાં લેવા માટે કૅલિફોર્નિયા, અલાસ્કા, ઓરેગોન, વૉશિંગ્ટન, કોલોરાડો, નેવાડા અને મૅનમાં દાન આપ્યું હતું.[૩૮] સોરોસ પાસેથી ભંડોળ મેળવનારાં ઔષધ અપરાધમુકિતકરણ જૂથોમાં લિન્ડસ્મિથ સેન્ટર અને ડ્રગ પોલિસી ફાઉન્ડેશન સામેલ છે.[૩૯]

સોરોસે 2008માં કૅલિફોર્નિયાના પ્રપોઝિશન 5(દરખાસ્ત 5)ના સમર્થન પ્રચાર માટે $1.4 મિલિયન દાનમાં આપ્યા, ડ્રગ-સંબંધિત અહિંસક અપરાધો માટે ગુનેગાર ઠેરવાયેલી વ્યકિતઓને કેદની જગ્યાએ વિસ્તૃત ડ્રગ સુધારણા કાર્યક્રમોની તરફેણ કરતી આ દરખાસ્ત મતદાનમાં નિષ્ફળ નીવડી હતી. [૨] સંગ્રહિત ૨૦૧૧-૦૧-૨૯ ના રોજ વેબેક મશિન [૪૦] ઑકટોબર, 2009માં એક ઈન્ટર્વ્યૂ દરમ્યાન કરવામાં આવેલી ટિપ્પણી અનુસાર, સોરોસના મતે ગાંજો ભલે ઓછો વ્યસનકારી હતો, છતાં તે બાળકો અને વિદ્યાર્થીઓના ઉપયોગ માટે યોગ્ય નથી. તેમણે પોતે વર્ષોથી ગાંજાનો ઉપયોગ કર્યો નહોતો.[૪૧]

મૃત્યુ અને મૃત્યુ વિયોગ

[ફેરફાર કરો]

ઓપન સોસાયટી ઈન્સ્ટિટ્યૂટના પ્રોજેકટોમાંનો એક હતો અમેરિકાનો પ્રોજેકટ ઓન ડેથ, જે 2001–2003થી સક્રિય હતો, અને જે "મૃત્યુ અને મૃત્યુવિયોગનો અનુભવ અને સંસ્કૃતિને સમજવા તથા તેમાં બદલાવ લાવવા"ની મથામણ હતો.[૪૨] 1994માં, સોરોસે એક વકતવ્ય આપ્યું અને તેમાં તેમણે હેમલોક સોસાયટીની સભ્ય એવી તેમની માતાને આત્મહત્યા કરવામાં મદદ કરી હોવાનું કહ્યું હતું.[૪૩] એ જ વકતવ્યમાં, તેમણે જે અભિયાનને ભંડોળની મદદ આપી હતી, તે ઓરિગોન ડેથ વિથ ડિગ્નીટી ઍકટને[૪૪] પણ પુષ્ટિ આપી હતી.[૪૫]

ફિલસૂફી

[ફેરફાર કરો]

ઢાંચો:BLP unsourced section

શિક્ષણ અને આસ્થા

[ફેરફાર કરો]

સોરોસને ફિલસૂફીમાં ઊંડો રસ છે, અને પોતાની જાતને એક ફિલસૂફ તરીકે નભાવવા માટે જ તેઓ નાણાકીય ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. તેમનો ફિલસૂફીનો દષ્ટિકોણ કાર્લ પોપેરથી પ્રભાવિત છે, જેમના હાથ નીચે તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસ(LSE)માં અભ્યાસ કર્યો હતો. તેમની ઓપન સોસાયટી ઈન્સ્ટિટ્યૂટનું નામકરણ પણ પોપેરની બે ખંડો ધરાવતા પુસ્તક, ધ ઓપન સોસાયટી એન્ડ ઈટ્સ એનીમિઝ , પર આધારિત છે, અને હાલમાં તેઓ જે ફિલસૂફીના સિદ્ધાન્ત પ્રત્યે પ્રતિબદ્ધ છે તે અસત્ય સંભાવ્યતાવાદ (એટલે કે તેમને જેમાં આસ્થા હોય તેવી કોઈ પણ બાબત હકીકતમાં ખોટી હોઈ શકે, અને તેથી તેને હંમેશાં પ્રશ્ન કરવા ઘટે અને સુધારવી ઘટે) પણ પોપેરની ફિલસૂફીમાંથી જ ઉદ્ભવ્યો છે.

રિફલેક્સિવિટી (પરાવર્તીપણું), નાણાકીય બજારો, અને આર્થિક થિયરી

[ફેરફાર કરો]

સોરોસનાં લખાણો રિફ્લેક્સિવિટીની વિભાવના પર અતિશય કેન્દ્રિત છે, જયાં બજારના વ્યવહારોમાં બે વ્યકિતઓના પૂર્વગ્રહો પ્રવેશે છે, ત્યારે તે અર્થતંત્રની મૂળભૂત ધારણામાં સંભવતઃ બદલાવ લાવે છે. સોરોસ દલીલ કરે છે કે અર્થતંત્રના મૂળભૂત બાબતોની ધારણાના આવા રૂપાંતરો લાક્ષણિક ઢબે સમતુલા કરતાં અસમતુલાથી અંકિત હોય છે, અને આ સ્થિતિઓમાં બજારની રૂઢિગત આર્થિક થિયરી (‘કાર્યક્ષમ બજાર પૂર્વધારણા’) લાગુ પડી શકતી નથી. સોરોસે ગતિશીલ અસમતુલા , સ્થિર અસમતુલા , અને સમતુલા-સમાન પરિસ્થિતિઓને લગતા ખ્યાલોને લોકપ્રિય બનાવ્યા હતા.[૧૫]

રિફલેક્સિવિટી મુખ્ય ત્રણ વિભાવનાઓ પર આધારિત છેઃ[૧૫]

  1. વિશેષ પરિસ્થિતિઓમાં જયારે રોકાણકર્તાનો પૂર્વગ્રહ વધતો હોય અને સમગ્ર રોકાણ ક્ષેત્રમાં ફેલાઈ જતો હોય ત્યારે રિફલેક્સિવિટીનું શ્રેષ્ઠ અવલોકન થઈ શકે છે. આ પૂર્વગ્રહને વધારી શકે તેવાં પરિબળોનાં ઉદાહરણ છે -(અ) ઈકિવટી ઉચ્ચાલક અથવા (બ) સટોડિયાઓની ચીલો અનુસરવાની આદત.
  2. રિફલેક્સિવિટી થોડા થોડા વખતે રહી રહીને થતી જોવા મળે છે, કારણ કે તે અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં દષ્ટિગોચર થાય છે તેવી વધુ સંભાવનાઓ હોય છે; એટલે કે, સમતુલાની પ્રક્રિયાનું પોત સંભાવનાઓના સંદર્ભે શ્રેષ્ઠ રીતે વિચારી શકાય છે.
  3. મૂડી બજારો અંગેનું રોકાણકર્તાઓનું નિરીક્ષણ અને તેમાં તેમની સહભાગીતા અમુક વખતે મૂલ્યાંકનોને અને મૂળભૂત પરિસ્થિતિઓ અથવા પરિણામોને પ્રભાવિત કરી શકે છે.

આધુનિક નાણાકીય બજારોમાં રિફલેક્સિવિટીનું વર્તમાન ઉદાહરણ એ આવાસ બજારોમાંના ૠણ અને ઈકિવટીનું છે. 1990ના દાયકાઓમાં ધિરાણકર્તાઓએ ઘર ખરીદવા માટે વધુ લોકોને વધુ પૈસા ઉપલબ્ધ કરાવી આપવું શરૂ કર્યું. વધુ લોકોએ આ વધુ મોટી રકમથી ઘર ખરીદ્યા, તેથી આ ઘરોની કિંમતોમાં ઉછાળો આવ્યો. ધિરાણકર્તાઓએ પોતાની બ્લેન્સશિટો જોઈ, જે તેમણે માત્ર વધુ લોકો આપી છે તેટલું જ નહીં, પણ તેમની એ લોનો પરથી ઈકિવટી આવાસોની કિંમત, પણ ઉપર ગઈ હતી તેવું દર્શાવતી હતી (કારણ કે સાપેક્ષરૂપે, હવે વધુ પૈસા એટલી જ સંખ્યાના આવાસોની પાછળ લાગેલા હતા). આમ તેમની બ્લેન્સશિટો સારી દેખાતી હોવાથી તેમણે વધુ પૈસા ધીર્યા, અને કિંમતો વધુ ઉપર ગઈ, અને તેમણે વધુ પૈસા ધીર્યા. જાહેર નીતિએ તેને વળી વધુ વૃદ્ધિ બક્ષી. અનેક સરકારોએ ઘરની માલિકીને એક હકારાત્મક પરિણામ તરીકે જોયું અને તેથી પ્રથમ ઘર માલિકોને અનુદાન અને અન્ય આર્થિક સહાય - અથવા મૂડીગત લાભો પર લાગતા કરમાંથી પ્રાથમિક આવાસ માટે મુકિત આપવામાં આવી - એટલે કે ઘર ખરીદવાને એક સારી બાબત તરીકે જોવાતું હતું. કિંમતો ઝડપથી, સતત વધતી રહી, અને ધિરાણ માટેનાં ધોરણોને હળવા કરવામાં આવ્યાં. રિફલેક્સિવિટી અંગેનો દેખીતો મુદ્દો એ છે કે તે શા માટે બજારો સમયાંતરે ચક્રાકારે ફરે છે, અને માત્ર સમતુલાને વળગી રહેતા નથી- કાં તો અત્યંત ઉછાળો આવે છે અથવા બેસી પડે છે, તેની સ્પષ્ટતા આપે છે.[૧૫]

મુકત બજાર તંત્રમાં સંભવિત સમસ્યાઓ અંગેનો દષ્ટિકોણ

[ફેરફાર કરો]

એક રોકાણકર્તા અને મુદ્રા સટ્ટેબાજ તરીકે કામ કરવા છતાં, તેઓ દલીલ કરે છે કે નાણાકીય સટ્ટેબાજીની હાલની પ્રણાલી અનેક અવિકસિત દેશોમાં સ્વસ્થ આર્થિક વિકાસને ઈજા પહોંચાડે છે. વિશ્વની ઘણી સમસ્યાઓ માટે સોરોસ તેઓ જેને બજાર મૂળતત્ત્વવાદ તરીકે વર્ણવે છે તે મૂળગત નિષ્ફળતાઓને કારણભૂત ગણાવે છે. વૈશ્વિકીકરણના અનેક પાસાંઓ માટે તેમણે પ્રદર્શિત કરેલા વિરોધના કારણે તેઓ એક વિવાદિત વ્યકિત બન્યા હતા. સોરોસ વિશે વિકટર નિદેજહોફરે કહ્યું હતું: "સૌથી વધુ તો, જયોર્જ ત્યારે પણ એક મિશ્ર અર્થ વ્યવસ્થામાં માનતા હતા, એવી અર્થવ્યવસ્થા જેમાં વધુ પડતાં સ્વાર્થ-હિતોને સુધારવા માટે એક મજબૂત મધ્યસ્થ આંતરરાષ્ટ્રીય સરકાર હોય."

સોરોસ બજારમાં ભાગ લેનારા એક સહભાગી અને બજારમાં ભાગ લેનારાઓએ જેને અનુસરવા જ પડે તેવા નિયમો બદલવા માટે કામ કરનાર વચ્ચે એક ભેદરેખા દોર્યાનો દાવો કરે છે. જુલાઈ 1981થી ઑકટોબર 2003, સુધી મલેશિયાના વડાપ્રધાન રહેલા મહાથિર બિન મહોમ્મદ અનુસાર, સોરોસ કવોન્ટમ હેજ ફંડના વડા તરીકે, જેમાં થાઈ ચલણને યુએસ ડૉલર સામે છોડી દેવું પડ્યું હતું, તે પૂર્વ એશિયાઈ બજારોના 1997ના આર્થિક પતન માટે કદાચ અંશતઃ જવાબદાર હતા. મહાથિર અનુસાર, પતન તરફના ત્રણ વર્ષો દરમ્યાન, સોરોસે પૂર્વ એશિયાઈ શેરબજારો અને રીયલ એસ્ટેટમાં ટૂંકા-ગાળાનું જોખમી રોકાણ કર્યું હતું, અને પછી ચલણના અવમૂલ્યનનો પહેલો સંકેત મળતા "અનુચિત ત્વરાથી" રોકાણ કાઢી લીધું હતું.[૪૬] સોરોસે પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે મહાથિર "તેમની પોતાની ભૂલો માટે મને હોળીનું નાળિયેર" બનાવી રહ્યા છે, મુદ્રા વેપાર પ્રતિબંધિત કરવાના મહાથિરનાં વચનો "સંકટ માટેના નુસખા" સમાન હતાં (જેને મલેશિયન નાણાધિકારીઓએ ઝડપથી પાછાં ખેંચી લીધાં હતાં) અને મહાથિર "પોતે જ તેના પોતાના દેશ માટે એક જોખમ સમાન છે".[૪૭]

2008ની આર્થિક કટોકટી સંદર્ભેના એક ઈન્ટર્વ્યૂમાં, સોરોસે તેને 1930ના દાયકા પછીની સૌથી ગંભીર કટોકટી ગણાવી હતી. સોરોસ અનુસાર, આર્થિક બાબતોમાં કોઈ પણ પ્રકારની સરકારની દખલગીરી વિના બજાર પોતાની મેળે સુધરી જશે એવી ધારણા ધરાવતો બજાર મૂળતત્ત્વવાદ એ "અમુક પ્રકારનો વૈચારિક અતિરેક છે". સોરોસની દષ્ટિએ, બજારના મૂડ - બજારમાં પ્રવર્તતો પૂર્વગ્રહ અથવા જે આશાવાદ/નિરાશાવાદથી બજારો વાસ્તવિકતાને જુએ છે તે "મૂડ" - "ખરેખર તેમને પોતાને ફરથી મજબૂત બનાવી શકે છે, જેથી શરૂઆતમાં તે સ્વ-દઢ થયેલા જણાય છે, પણ છેવટે તે બિનટકાઉ અને આત્મઘાતી તેજી/ધબડકાની શૃંખલા અથવા પરપોટાઓમાં પરિણમે છે."[૪૮]

યહૂદી-વિરોધવાદ અંગેનો દષ્ટિકોણ

[ફેરફાર કરો]

નવેમ્બર ના ન્યૂ યોર્ક શહેરમાં એક યહૂદી ફોરમમાં, સોરોસે તાજેતરના યહૂદી-વિરોધવાદના પુનરુત્થાન માટે ઈઝરાયેલ અને યુનાઈટેડ સ્ટેટ્સની નીતિઓ, અને તેના પોતાના જેવા સફળ યહૂદીઓને આંશિક રીતે જવાબદાર ગણાવ્યા હતાઃ

યુરોપમાં યહૂદી-વિરોધવાદનું વાદળું ફરીથી ઊઠી રહ્યું છે. બુશ અને શારોન વહીવટીશાસનની નીતિઓએ તેમાં ફાળો આપ્યો છે. તે વિશિષ્ટપણે યહૂદી-વિરોધવાદી નહોતી, પણ તે સ્પષ્ટપણે યહૂદી-વિરોધવાદ વ્યકત કરતી હતી. એ નીતિઓને હું વખોડું છું... જો આપણે એ દિશા બદલીએ, તો યહૂદી-વિરોધવાદ પણ ઘટતો જશે... આનો સીધો મુકાબલો કોઈ કઈ રીતે કરી શકે તે હું જોઈ શકતો નથી... હું મારી પોતાની ભૂમિકા માટે પણ બહુ ચિંતિત છું કારણ કે નવો યહૂદી-વિરોધવાદ માને છે કે યહૂદીઓ વિશ્વ પર રાજ કરે છે... મારાં પગલાંઓના ઈરાદાપૂર્વકનાં ન હોય તેવા પરિણામ રૂપે... હું પણ એમની એ છબિને પુષ્ટિ આપું છું.[૪૯]

તેના પછીના ધ ન્યૂ યોર્ક રીવ્યૂ ઓફ બુકસ માટેના લેખમાં, સોરોસે ભારપૂર્વક કહ્યું હતું કે

ઈઝરાયેલના દુશ્મનો જે માન્યતાઓનો પ્રચાર-પ્રસાર કરે છે તેની સાથે હું સંમત નથી અને યહૂદી-વિરોધવાદ માટે હું યહૂદીઓને દોષ આપતો નથી. ઈઝરાયેલના જન્મ પહેલાંની તારીખથી યહૂદી-વિરોધવાદનું અસ્તિત્વ છે. ન તો ઈઝરાયેલની નીતિઓને અને ન તો એ નીતિઓની ટીકા કરનારાઓને યહૂદી-વિરોધવાદ માટે જવાબદાર ઠેરવવા જોઈએ. સાથે સાથે, હું માનું છું કે ઈઝરાયેલ તરફનો અભિગમ, ઈઝરાયેલની નીતિઓથી પ્રભાવિત છે, અને યહૂદી સમુદાય પ્રત્યેનો અભિગમ, ઈઝરાયેલ-તરફી લોબીની સફળતાપૂર્વક ભિન્ન ભિન્ન દષ્ટિકોણોને દબાવી દેવાથી પ્રભાવિત છે.[૫૦]

ધન-સંપત્તિ

[ફેરફાર કરો]

ફોર્બ્સે સોરોસને US$૧૩.૦ billionનું અંદાજિત ચોખ્ખું મૂલ્ય ધરાવતી, વિશ્વની 29મી સૌથી અમીર વ્યકિત તરીકે યાદીમાં સ્થાન આપ્યું છે. 1979થી સોરોસે વિવિધ સામાજિક હેતુઓ માટે $7 બિલિયન આપ્યા છે.[૫૧]

હંગેરિયન રાજકારણ સાથે સંબંધ

[ફેરફાર કરો]

ફિદેસ્ઝના ચૅરમેન વિકટોર ઓરબાન(Viktor Orbán) (1994–2000, 2000-) અને વડા પ્રધાન (1998–2002) અને ફિદેસ્ઝના ચૅરમેન (2000) અને ગુપ્ત સેવા મંત્રી લાસ્ઝ્લો કોવેર (László Kövér) (1998–2002)- 1980ના દાયકામાં સોરોસની શિષ્યવૃત્તિ મેળવનારા છાત્રો હતા. વધુમાં ઓરબાનના મંત્રીમંડળના નાયબ વડાપ્રધાન ઈઝત્વાન સ્ટુમ્પ્ફ 1994થી 2002 સુધી સોરોસ ફાઉન્ડેશનના ટ્રસ્ટીમંડળના સદસ્ય હતા.

પુસ્તકો

[ફેરફાર કરો]

લેખક તરીકે અથવા સહ-લેખક તરીકે

[ફેરફાર કરો]
  • ધ ન્યૂ પૅરાડિમ ફોર ફાયનાન્શિયલ માર્કેટ્સઃ ધ ક્રેડિટ ક્રાઈસિસ ઓફ 2008 એન્ડ વોટ ઈટ મિન્સ (પબ્લિક અફેર્સ, 2008). ISBN 1-58648-683-7
  • ધ એજ ઓફ ફૉલિબિલિટીઃ કન્સીકવન્સિસ ઓફ ધ વૉર ઓન ટેરર (પબ્લિક અફેર્સ, 2006) ISBN 1-58648-359-5
  • MoveOn.org સાથે, મુવઓન્સ 50 વેઝ ટુ લવ યોર કન્ટ્રીઃ હાઉ ટુ ફાઈન્ડ યોર પોલિટિકલ વોઈસ એન્ડ બિકમ અ કૅટાલિસ્ટ ફોર ચેન્જ ઈનર ઓસન પ્રકાશન, 2004 ISBN 1-930722-29-X
  • ધ બબલ ઓફ અમેરિકન સૂપ્રિમસિઃ કરેકટીંગ ધ મિસયુઝ ઓફ અમેરિકન પાવર (પબ્લિકઅફેર્સ, 2003) ISBN 1-58648-217-3 (પેપરબૅક; પબ્લિકઅફેર્સ, 2004;ISBN 1-58648-292-0)
  • જયોર્જ સોરોસ ઓન ગ્લોબલાઈઝેશન (પબ્લિકઅફેર્સ, 2002) ISBN 1-58648-125-8 (પેપરબૅક; પબ્લિકઅફેર્સ, 2005; ISBN 1-52648-278-5)
  • ઓપન સોસાયટીઃ રિફોર્મિંગ ગ્લોબલ કેપિટાલિઝમ (પબ્લિકઅફેર્સ, 2001) ISBN 58648-039-7
  • માર્ક અમાદેઅસ નોટુર્નો સાથે, સાયન્સ એન્ડ ધ ઓપન સોસાયટીઃ ધ ફયુચર ઓફ કાર્લ પોપેર્સ ફિલોસોફી (સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી પ્રેસ, 2000) ISBN 963-9116-69-6 (પેપરબેકઃ સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી પ્રેસ, 2000; ISBN 943-9116-70-X)
  • ધ ક્રાઈસિસ ઓફ ગ્લોબલ કૅપિટાલિઝમઃ ઓપન સોસાયટી ઈન્ડેન્જર્ડ (પબ્લિકઅફેર્સ, 1998) ISBN 1-891220-27-4
  • સોરોસ ઓન સોરોસઃ સ્ટેઈંગ અહેડ ઓફ ધ કર્વ (જહોન વિલી, 1995) ISBN 0-471-12014-6 (પેપરબૅક; વિલી, 1995; ISBN 0-371-11977-6)
  • અન્ડર્રાઈટિંગ ડેમોક્રસીઃ ઈન્કરેજિંગ ફ્રી એન્ટરપ્રાઈઝ એન્ડ ડેમોક્રેટિક રિફોર્મ અમોંગ ધ સોવિયેત્સ એન્ડ ઈન ઈસ્ટર્ન યુરોપ (ફ્રી પ્રેસ, 1991) ISBN 0-02-930285-4 (પેપરબૅક; પબ્લિકઅફેર્સ, 2004; ISBN 1-58948-227-0)
  • ઓપનિંગ ધ સોવિયેત સિસ્ટમ (વેઈડેનફેલ્ડ એન્ડ નિકોલ્સન, 1990) ISBN 0-297-82155-9 (પેપરબૅકઃ પેર્સીયસ બુકસ, 1996; ISBN 0-8133-1205-1)
  • ધ અલ્કેમી ઓફ ફાયનૅન્સ (સિમોન એન્ડ સ્ચુસ્ટર, 1988) ISBN 0-671-66338-4 (પેપરબૅકઃ વિલી, 2003; ISBN 0-471-44549-5)

જીવનકથાઓ

[ફેરફાર કરો]
  • માઈકલ ટી. કૌફમૅન કૃત સોરોસઃ ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ અ મેસિઅનિક બિલિયોનર (અલ્ફ્રેડ એ. કનોપ્ફ, 2002) ISBN 0-375-40585-2
  • રોબર્ટ સ્લાટેર કૃત સોરોસઃ ધ વર્લ્ડ્ઝ મોસ્ટ ઈન્ફલ્યુએન્શલ ઈન્વેસ્ટર (મૅકગ્રૉવ-હિલ પ્રોફેશનલ, 2009) ISBN 978-0-07-160844-2

પત્રકારત્વ

[ફેરફાર કરો]

લેખક તરીકે

[ફેરફાર કરો]

સોરોસ વિશે

[ફેરફાર કરો]

વિદ્વતાપૂર્ણ પરિપ્રેક્ષ્યો

[ફેરફાર કરો]
  • Bryant, C. G. A. (2002). "George Soros's theory of reflexivity: a comparison with the theories of Giddens and Beck and a consideration of its practical value". Economy and Society. 31 (1): 112–131. doi:10.1080/03085140120109277. Cite has empty unknown parameters: |month= and |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  • Cross, R. (1997). "On George Soros and economic analysis". Kyklos. 50: 561–574. doi:10.1111/1467-6435.00030. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Cite has empty unknown parameter: |month= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  • Kwong, C.P. (2008). "Mathematical analysis of Soros's theory of reflexivity". arXiv:. 0901.4447. Cite has empty unknown parameters: |month= and |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: extra punctuation (link)
  • Pettis, Michael (2001). The Volatility Machine: Emerging Economies and the Threat of Financial Collapse. Oxford: Oxford University Press. ISBN 0195143302. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  • Stone, Diane (2007). "Market Principles, Philanthropic Ideals and Public Service Values: The Public Policy Program at the Central European University". PS: Political Science and Politics: 545–551. Cite has empty unknown parameters: |month= and |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)

વકતવ્યો

[ફેરફાર કરો]

ઈન્ટર્વ્યૂ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. વિલિયમ શોક્રોસ, "ટર્નિંગ ડૉલર્સ ઈનટુ ચેન્જ," સંગ્રહિત ૨૦૧૦-૦૫-૦૮ ના રોજ વેબેક મશિન સંગ્રહિત ૨૦૧૦-૦૫-૦૮ ના રોજ વેબેક મશિન ટાઈમ મૅગેઝિન, સપ્ટેમ્બર 1, 1997
  2. "ઓપન યુનિવર્સિટી". મૂળ માંથી 2010-05-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-21.
  3. ૩.૦ ૩.૧ "ધ એટલાન્ટિક". મૂળ માંથી 2008-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-21.
  4. http://www.encyclopedia.com/doc/1G1-79165556.html
  5. ૫.૦ ૫.૧ કૌફમૅન, માઈકલ ટી., સોરોસઃ ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ અ મેસ્સિઅનિક બિલિયોનર, અલ્ફ્રેડ એ. કનોપ્ફઃ 2002
  6. Soros, George (2008). The New Paradigm for Financial Markets: The Credit Crisis of 2008 and What It Means. PublicAffairs. પૃષ્ઠ 13. ISBN 1586486837.
  7. કૌફમૅન, માઈકલ ટી., સોરોસઃ ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ અ મેસ્સિઅનિક બિલિયોનર , અલ્ફ્રેડ એ. કનોપ્ફઃ 2002, પૃ. 24.
  8. સ્લાટેર, આર.: સોરોસઃ ધ અનઓથોરાઈઝ્ડ બાયોગ્રાફી , પૃષ્ઠ 30.
  9. "Background and History". Paul and Dora Soros Fellowships for Young Americans. મૂળ માંથી માર્ચ 27, 2009 પર સંગ્રહિત. મેળવેલ March 22, 2009.
  10. Elisabeth Bumiller (June 17, 1998). "Public Lives: An Overshadowed Altruist Sees the Light". New York Times. New York Times Company. મેળવેલ March 22, 2009.
  11. "Peter Soros and Flora Fraser". New York Times. New York Times Company. February 2, 1997. મેળવેલ March 22, 2009.
  12. "Holocaust Encyclopedia". Ushmm.org. મેળવેલ October 16, 2009.
  13. માઈકલ લેવિસ, "ધ સ્પેકયુલેટરઃ વૉટ ઓન અર્થ ઈઝ મલ્ટીબિલિયોનર જયોર્જ સોરોસ ડુઈંગ થ્રોઈંગ વૅડ્સ ઓફ મની અરાઉન્ડ ઈન ઈસ્ટર્ન યુરોપ?", ધ ન્યૂ રિપબ્લિક , જાન્યુઆરી 10, 1994. આ પણ જોશો - કૌફમૅન, માઈકલ ટી., સોરોસઃ ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ અ મેસ્સિઅનિક બિલિયોનર, અલ્ફ્રેડ એ. કનોપ્ફઃ 2002, પૃ. 32-૩૩
  14. O'Brien, Timothy L (December 6, 1998). "He's Seen The Enemy. It Looks Like Him". New York Times. મેળવેલ July 28, 2008.
  15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ ૧૫.૩ ૧૫.૪ ૧૫.૫ Soros, George (2008). The New Paradigm for Financial Markets. Public Affairs, New York. ISBN 978-1-58648-683-9.
  16. સ્ટીવન ડ્રોબ્ની, "ઈનસાઈડ ધ હાઉસ ઓફ મની", જહોન વિલી એન્ડ સન્સઃ હોબોકેન, એનજે (NJ), 2006.
  17. સોરોસ ઓન સોરોસઃ સ્ટેઈંગ અહેડ ઓફ ધ કર્વ (જહોન વિલી, 1995) ISBN 0-471-12014-6
  18. ૧૮.૦ ૧૮.૧ "Soros, the Man Who Cries Wolf, Now Is Warning of a 'Superbubble'" by Greg Ip, B1, June 21–22, 2008 The Wall Street Journal.
  19. સોરોસ સીઝ નો બોટમ ફોર વર્લ્ડ ફાયનાન્શિયલ "કોલાપ્સ", રાયટર્સ , ફેબ્રુઆરી 21, 2009, ઑગસ્ટ 17, 2009ના મેળવેલ.
  20. ડૅવિડ બ્રાન્કાસિઓ જયોર્જ સોરોસનો ઈન્ટર્વ્યૂ લે છે, નાઉ , પીબીએસ(PBS), સપ્ટેમ્બર 12, 2003, ફેબ્રુ. 8, 2007ના મેળવેલ.
  21. "Soros's Nats Bid Irks Republicans". Washingtonpost.com. June 28, 2005. મેળવેલ May 19, 2010.
  22. ટાઈમ 100, ધ પાવર ગિવર્સ, જયોર્જ સોરોસ, ટાઈમ મૅગેઝિન, મે 14, 2007 સંગ્રહિત ૨૦૧૦-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન સંગ્રહિત ૨૦૧૦-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન, મે 21, 2007ના મેળવેલ.
  23. યોર્ક, બિરોન, સોરોસ ફંડેડ સ્ટીવર્ટ ડિફેન્સ સંગ્રહિત ૨૦૧૦-૦૧-૩૦ ના રોજ વેબેક મશિન, નેશનલ રીવ્યૂ ઓનલાઈન . ફેબ્રુઆરી 7, 2007ના મેળવેલ.
  24. Dugger, Celia W. (September 13, 2006). "Philanthropist Gives $50 Million to Help Aid the Poor in Africa". Africa: Travel2.nytimes.com. મેળવેલ October 16, 2009.
  25. લૌરા બ્લુમેનફેલ્ડ, ડીપ પોકેટ્સ વ. બુશ, ફાઈનૅન્સિઅર કન્ટ્રીબ્યુટ્સ $5 મિલિયન મોર ઈન એફર્ટ ટુ આઉસ્ટ પ્રેસિડન્ટ, વૉશિંગ્ટન પોસ્ટ, નવેમ્બર 11, 2003; પૃષ્ઠ A03
  26. "Why We Must Not Re-elect President Bush". Commondreams.org. September 28, 2004. મૂળ માંથી ઑક્ટોબર 3, 2009 પર સંગ્રહિત. મેળવેલ October 16, 2009. Check date values in: |archive-date= (મદદ)
  27. Suellentrop, Chris (October 6, 2004). "Cheney Drops the Ball". Slate.com. મેળવેલ October 16, 2009.
  28. "New Alliance Of Democrats Spreads Funding". The Washington Post. મેળવેલ July 17, 2006.
  29. All Things Considered (August 11, 2009). "Soros Uses Leverage To Aid New York Children". Npr.org. મેળવેલ October 16, 2009.
  30. Clark, Neil. "Soros Profile". the New Statesman. મૂળ માંથી સપ્ટેમ્બર 30, 2007 પર સંગ્રહિત. મેળવેલ June 6, 2007.
  31. "Soros Downplays Role in Georgia Revolution". Archive.newsmax.com. June 1, 2005. મેળવેલ October 16, 2009.
  32. "Alexander Lomaia — Minister of Education and Science (Georgia)". Oecd.org. મૂળ માંથી ફેબ્રુઆરી 11, 2009 પર સંગ્રહિત. મેળવેલ October 16, 2009.
  33. સાલોમે ઝૌરાબિચવિલી, હીરોડોટ (ફ્રેન્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર જિઓપોલિટિકસનું મૅગેઝિન, એપ્રિલ, 2008
  34. ફ્રેડ વેઈરઃ ડેમોક્રસી રાઈઝિંગ ઈન એકસ-સોવિયેત સ્ટેટ્સ, ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર , ફેબ્રુઆરી 10, 2005
  35. "Does Foreign Funding Make NGOs into Puppets?". Globalpolicy.org. October 11, 2006. મેળવેલ October 16, 2009.
  36. Miller, Judith (September 4, 1997). "Soros Closes Foundation In Belarus — The". New York Times. મેળવેલ October 16, 2009.
  37. સોરોસ ડોનેટ્સ $100 મિલિયન ટુ યુરોપ, UNIAN (જૂન 19, 2009)
  38. લેબ્લાન્ક, સ્ટીવ, સોરોસ બિહાઈન્ડ માસ. એફર્ટ ટુ ડિક્રિમિલાઈઝ પોટ સંગ્રહિત ૨૦૦૮-૦૮-૩૧ ના રોજ વેબેક મશિન, એસોસિએટડ પ્રેસ, ઑગસ્ટ 27, 2008
  39. Norml.org સંગ્રહિત ૨૦૦૮-૧૦-૨૩ ના રોજ વેબેક મશિન,ગાંજાના કાયદાઓમાં સુધારણા લાવવા માટેનું રાષ્ટ્રીય સંગઠન
  40. Halper, Evan (November 1, 2008). "Wealthy Californians put their agendas to a vote — Los Angeles Times". Latimes.com. મેળવેલ October 16, 2009.
  41. જોર્જ સોરોસ.ઈકોત્સ ઈઓરડાગસિન્તેવજુ (Ekots lördagsintevju) સ્વિડિશ રેડિયો, ઓકટોબર 10 2009. 12:55
  42. "પ્રોજેકટ ઓન ડેથ ઈન અમેરિકા". મૂળ માંથી 2003-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-21.
  43. "George Soros: Reflections on Death in America | Project on Death in America". Web.archive.org. June 22, 2001. મૂળ માંથી જૂન 22, 2001 પર સંગ્રહિત. મેળવેલ October 16, 2009.
  44. "George Soros: Reflections on Death in America contd. 2 | Project on Death in America". Web.archive.org. March 25, 2002. મૂળ માંથી માર્ચ 25, 2002 પર સંગ્રહિત. મેળવેલ October 16, 2009.
  45. "Fatal prescription — re-enactment of the Oregon Death With Dignity Act on physician-assisted suicide | Commonweal | Find Articles at BNET". Findarticles.com. મૂળ સંગ્રહિત માંથી જુલાઈ 11, 2012 પર સંગ્રહિત. મેળવેલ October 16, 2009. Check date values in: |archive-date= (મદદ)
  46. પ્રકરણ 10 "ધ ડેવલપમેન્ટલ સ્ટેટ્સ ઓફ ઈસ્ટ એશિયા." હૂગ્વેલ્ટ, એન્કી. 2001. ગ્લોબલાઈઝેશન એન્ડ ધ પોસ્ટકોલોનિયલ વર્લ્ડઃ ધ ન્યૂ પોલિટિકલ ઈકોનોમી ઓફ ડેવલપમેન્ટમાંથી. બાલ્ટિમોર, એમડી(MD): જહોન્સ હોપકિન્સ પ્રેસ.
  47. મૅગી ફારલીઃ મલેશિયન લીડર, સોરોસ ટ્રેડ બાર્બ્સ, લોસ એન્જલસ ટાઈમ્સ , સપ્ટેમ્બર 22, 1997
  48. બિલ મોયર્સ જર્નલ, નાણાકીય કટોકટી અંગે જયોર્જ સોરોસ, http://odeo.com પર, ઑકટોબર 10, 2008ના પ્રકાશિત, ફુલ ટ્રાન્સક્રિપ્ટ અને પોડકાસ્ટ સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૬ ના રોજ વેબેક મશિન
  49. Kampeas, Ron (October 12, 2009). "jta.org". jta.org. મૂળ માંથી જૂન 3, 2009 પર સંગ્રહિત. મેળવેલ October 16, 2009.
  50. સોરોસ, જયોર્જ. "ઓન ઈઝરાયેલ, અમેરિકા એન્ડ એઆઈપીએસી(AIPAC)." ન્યૂ યોર્ક રીવ્યૂ ઓફ બુકસ , એપ્રિલ 12, 2007.
  51. ફોર્બ્સ 400 -#15 જયોર્જ સોરોસ, ફોર્બ્સ, સપ્ટેમ્બર 30, 2009
  52. "The Perilous Price of Oil — The New York Review of Books". Nybooks.com. September 25, 2008. મેળવેલ October 16, 2009.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]