ફોર્બ્સ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

આવર્તી ઢાંચો મળ્યો : ઢાંચો:Infobox Magazine


ફોર્બ્સ, ઇન્ક ખાનગી માલિકીની પ્રકાશન અને મીડિયા કંપની છે. તેનું મુખ્ય પ્રકાશન ફોર્બ્સ છે, જે 900,000થી વધુના સકર્યુલેશન સાથેનું દ્વિ-સાપ્તાહિક મેગેઝિન છે. ઓગસ્ટ, 2006માં પ્રાઇવેટ ઇક્વિટી કંપની એલિવેશન પાર્ટનર્સ નવી રચવામાં આવેલી કંપની ફોર્બ્સ મીડિયા, કે જેમાં ફોર્બ્સ મેગેઝિન અને વેબ પરની અગ્રણી બિઝનેસ સાઇટ Forbes.comનો સમાવેશ થાય છે તેની લઘુમતી શેરહોલ્ડર બની હતી. Forbes.com દર મહિને 1.8 કરોડ લોકો સુધી પહોંચે છે. ફોર્બ્સ મીડિયાની બીજી વેબસાઇટમાં રીયલક્લિયરપોલિટિક્સ અને રીયલક્લિયરસ્પોર્ટ્સનો સમાવેશ થાય છે.' Forbes.com અને ફાઇનાન્સ બ્લોગ નેટવર્કની સાથે આ માધ્યમો દર મહિને બિઝનેસ અંગેના નિર્ણય કરતા આશરે 4 કરોડ લોકો સુધી પહોંચે છે.[૧]

કંપની ફોર્બ્સ એશિયા, ફોર્બ્સ લાઇફ અને ફોર્બ્સ વુમેન મેગેઝિન્સનું પણ પ્રકાશન કરે છે. આ ઉપરાંત ફોર્બ્સ ચીન, ક્રોએશિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, કોરિયા, પોલેન્ડ, રોમાનિયા, રશિયા અને તુર્કીમાં સ્થાનિક ભાષાની લાઇસન્સ આધારિત 10 આવૃત્તિ ધરાવે છે. ફોર્બ્સ, ફોર્બ્સ એશિયા અને કંપનીની લાઇસન્સ આધારિત દસ આંતરરાષ્ટ્રીય આવૃત્તિઓ વિશ્વમાં 60 લાખથી વધુ વાંચકો સુધી પહોંચે છે.

પારિવારિક કંપનીનો ઇતિહાસ[ફેરફાર કરો]

મેનહેટ્ટનમાં ફીફ્થ એવન્યૂ ખાતે ફોર્બ્સનું મૂખ્ય કાર્યાલય (જેની માલિકી અત્યારે ન્યૂ યોર્ક યુનિવર્સિટીની છે)

1917માં બી.સી ફોર્બ્સ તરીકે જાણીતા બર્ટી ચાર્લી ફોર્બ્સે ટોચના નીતિનિર્ધારકો માટે દ્રિ-સાપ્તાહિક બિઝનેસ પ્રકાશન ફોર્બ્સ મેગેઝિનની શરૂઆત કરી હતી. સ્કોટલેન્ડમાંથી સ્થળાંતર કરી બી.સી ફોર્બ્સ 1904માં ન્યૂ યોર્ક આવ્યા હતા અને જર્નલ ઓફ કોમર્સ માટે પત્રકાર તરીકે કોઇ પણ વેતન વગર કામ કરવાની ઓફર કરીને પ્રથમ નોકરી મેળવી હતી. 12 વર્ષ પછી તેઓ એક મોટી સિન્ડીકેટમાં સામેલ થઈને બિઝનેસ કટારલેખક બન્યા હતા. 1917માં દરરોજની કોલમ અને મેગેઝિનમાં બીજા ફિચર્સ આર્ટિકલ માટે ખૂબ વિપુલ કરી શકાય તેવા વિચારોના ઊભરાના એક સ્થાન તરીકે તેમણે ફોર્બ્સ ની સ્થાપના કરી હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી 1947માં બી.સી.ના પુત્રો બ્રુસ અને માલ્કમ ફોર્બ્સ કંપનીમાં જોડાયા હતા. બ્રુસે ડેટ્રોઇટ ખાતે વિજ્ઞાપન વિભાગના વડા તરીકે કામગીરી સંભાળી હતી અને માલ્કમ સહાયક પ્રકાશક બન્યા હતા. 1954માં બી.સીના અવસાન પછી બ્રુસે પ્રેસિડન્ટ તરીકે અને માલ્કમે એડિટર-ઇન-ચીફ અને પબ્લિશર તરીકે કામગીરી સંભાળી હતી.

માલ્કમ અને બ્રુસ ઉપરાંત બીજા ત્રણ ભાઈ હતા, જેમાં ડન્કન તેમની કિશોરવસ્થામાં મૃત્યુ પામ્યા હતા, ગોર્ડનનું અવસાન 1987માં થયું અને વોલેસ હાલમાં ફોર્બ્સ ઇન્વેસ્ટર્સ એડવાઇઝરી ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડન્ટ છે. 1964માં બ્રુસ ફોર્બ્સ કેન્સરને કારણે 48 વર્ષની ઉંમરે મૃત્યું પામ્યા હતાં. માલ્કમ ફોર્બ્સ પ્રેસિડન્ટ અને એડિટર-ઇન-ચીફ બન્યા હતા અને તેમણે બિઝનેસ અને રોકાણના ક્ષેત્રમાં ફોર્બ્સને ઘેર ઘેર જાણીતું નામ બનાવ્યું હતું.[૨]

માલ્કમ ફોર્બ્સનું 1990માં 70 વર્ષની વયે અવસાન થયું હતું. ફોર્બ્સ, ઇન્કનો વારસો તેમના ચાર પુત્રો અને તેમની પુત્રી મોઇરાને મળ્યો હતો.

સ્ટીવ ફોર્બ્સ આજે ફોર્બ્સ ના ચેરમેન અને ફોર્બ્સ મેગેઝિન ના એડિટર-ઇન-ચીફ છે, તેમના ભાઈ ટીમ ફોર્બ્સ ફોર્બ્સ ના પ્રેસિડન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર છે, ક્રિસ્ટોફર ફોર્બ્સ હાલમાં ફોર્બ્સ ના વાઇસ ચેરમેન છે. રોબર્ટ ફોર્બ્સ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ અને ફોર્બ્સલાઇફ (અગાઉનું નામ ફોર્બ્સ એફવાયઆઇ )ના વાઇસ ચેરમેન છે.

Forbes.com[ફેરફાર કરો]

ઢાંચો:Peacock

Forbes.com વિશ્વના બિઝનેસ વડાઓનું હોમપેજ છે અને તે સિનિયર બિઝનેસ એક્ઝિક્યુટિવ માટેનો સૌથી વધુ વિશ્વસનિય સ્રોત છે, જે તેમને તત્કાળ અહેવાલો, નિષ્પક્ષ વિશ્લેષણ, સંક્ષિપ્ત એનાલિસિસ, સંબંધિત સામગ્રી, કામ પર સફળ થવા માટે તેમને જરૂરી છે તેવો સમુદાય, રોકાણમાંથી નફો અને વિજેતાના પારિતોષિક સાથે મનોરંજન પૂરું પાડે છે.

સમગ્ર બિઝનેસ ડે દરમિયાન Forbes.com વેબસાઇટની શ્રેષ્ઠ શીઘ્રતા, ગહનતા અને સંવાદિતતા સાથે ફોર્બ્સ અને તેના પસંદગીના ભાગીદારોના શ્રેષ્ઠ પત્રકારિત્વના પરિપાક રુપે હજારો આર્ટિકલ પ્રકાશિત કરે છે. 
આ વેબસાઇટની નવ એડિટોરિયલ ચેનલ બિઝનેસ, ટેકનોલોજી, માર્કેટ, પર્સનલ ફાઇનાન્સ, આંત્રેપ્રિન્યોરશિપ, લીડરશિપ, ફોર્બ્સલાઇફ ઓપિનિયન અને વિવિધ યાદીને આવરી લે છે. ફોર્બ્સ વીડિયો નેટવર્ક દર સપ્તાહે આશરે 100 ઓરિજિનલ વિડિયોનું નિર્માણ કરે છે. Forbes.com સબસ્ક્રીપ્શન ઇન્વેસ્ટમેન્ટ ન્યૂઝલેટર પણ પ્રકાશિત કરે છે. ફોર્બ્સની સામગ્રી કેટલાક મોબાઇલ પ્લેટફોર્મ (આઇફોન, બ્લેકબેરી અને પામ પ્રિ સહિત) પર ઉપલબ્ધ છે.

Forbes.com ફોર્બ્સ મીડિયા એલએલસીના ડિવિઝન ફોર્બ્સ ડિજિટલનો એક હિસ્સો છે. Forbes.com અને સંલગ્ન વેબસાઇટ નીચે મુજબ છેઃ

  • ફોર્બ્સ ડોટ કોમ (Forbes.com) (સાઇટ)
  • ઇન્વેસ્ટોપેડીયા ડોટ કોમ (Investopedia.com) (સાઇટ)
  • રિયલક્લિયરપોલિટિક્સ ડોટ કોમ (Realclearpolitics.com) (સાઇટ)
  • રિયલક્લિયરમાર્કેટ્સ ડોટ કોમ (Realclearmarkets.com) (સાઇટ)
  • રિયલક્લિયરસ્પોર્ટ્સ ડોટ કોમ (Realclearsports.com) (સાઇટ)

આ તમામ વેબસાઇટ દર મહિને સરેરાશ 4 કરોડ બિઝનેસ નીતિનિર્ધારકો સુધી પહોંચે છે.

ફોર્બ્સ ની લાઇસન્સ આધારિત આંતરરાષ્ટ્રીય આવૃત્તિઓ

ફોર્બ્સ કોરિયા ની શરુઆત કોરિયાના અગ્રણી વર્તમાનપત્ર જૂન્ગઆંગ આઇબો સાથેના જોડાણમાં 2002ના અંતમાં થઈ હતી. પ્રીમિયર ઇશ્યૂ 2003માં પ્રકાશિત કરાયો હતો અને તેનું સર્ક્યુલેશન 52,000 નકલનું છે. તેમાં આશરે 40 ટકા વાંચનસામગ્રી ફોર્બ્સ મેગેઝિન્સના તંત્રીવિભાગની અને 60 ટકા વાંચનસામગ્રીમાં કોરિયાના બિઝનેસ ન્યૂઝ, કમેન્ટરી અને લાઇફસ્ટાઇલ ફિચર્સનો સમાવેશ થાય છે. તેના તંત્રી કીલ-જૂ યૂન છે.

ફોર્બ્સ રશિયા ની શરૂઆત અગ્રણી પ્રકાશક એક્સેલ સ્પિન્ગર રશિયા સાથે જોડાણ કરીને એપ્રિલ 2004માં કરવામાં આવી હતી. 100,000ના સર્ક્યુલેશન સાથે તેનું વિતરણ મોસ્કો, સેન્ટ પીટરબર્ગ અને બીજા મુખ્ય પ્રાદેશિક શહેરોમાં કરવામાં આવે છે. રશિયામાં તેને સ્વતંત્ર એડિટોરિયલ ટીમ બહાર પાડે છે, તેમાં ફોર્બ્સ યુ.એસની આવૃત્તિ અને રશિયાના સ્થાનિક બિઝનેસ ન્યૂઝ અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. તેના તંત્રી મેક્સિમ કાશુલિન્સ્કી છે.

ફોર્બ્સ ચાઇના નું પ્રકાશન ચીનના સૌથી મોટા ખાનગી બિઝનેસ જૂથ ફોસુન ગ્રૂપની સભ્ય ફોસુન મિડિયાની ભાગીદારીમાં કરવામાં આવે છે. ફોર્બ્સ ચાઇના માસિક ધોરણે પ્રકાશિત કરવામાં આવે છે અને તે 158,000નું સર્ક્યુલેશન ધરાવે છે.તેના તંત્રી ઝાઓ જિયાંગોંગ છે. પ્રથમ ઇશ્યૂને માર્ચ 2003માં પ્રકાશિત કરાયો હતો..

ફોર્બ્સ ઇઝરાયેલ , હિબ્રુ ભાષાની આ આવૃત્તિને એસબીસી ગ્રૂપ સાથે મે 2004માં શરુ કરવામાં આવી હતી. 25,000ના સર્ક્યુલેશન સાથે ઇઝરાયેલમાં વિતરણ કરવામાં આવતા આ મેગેઝિનની વાંચનસામગ્રીમાં સ્થાનિક ફાઇનાન્શિયલ લેખકોના લેખો અને સ્થાનિક બિઝનેસ સમુદાય અંગેના વિશ્લેષણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફોર્બ્સની વાર્ષિક યાદી તેમજ ઇઝરાયેલની શ્રેષ્ઠ મોટી કંપનીઓ અને ધનિક ઇઝરાયેલીના ક્રમાંક સહિત પ્રાદેશિક સરવેનું પ્રકાશન કરવામાં આવે છે. તેના તંત્રી બોઝ-બિન-નન છે.

ફોર્બ્સ પોલેન્ડ ને જર્મની પ્રકાશન કંપની એક્સેલ સ્પ્રિન્ગર વેરલાગ એજીના એકમ એક્સેલ સ્પ્રિન્ગર પોલસ્કા સાથેના જોડાણમાં ડિસેમ્બર 2004માં શરુ કરવામાં આવ્યું હતું. ફોર્બ્સ પોલેન્ડ નું સર્ક્યુલેશન 42,000 છે. તેનું મોડલ ફોર્બ્સ યુ.એસ આવૃત્તિ આધારિત છે, પરંતુ તે પોલેન્ડના આર્થિક મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરશે અને તેના ફિચર્સ સેક્શનમાં વ્યૂહરચના, જીવનશૈલી અને કટારલેખકોનો સમાવેશ થાય છે. કાઝીમીયર્ઝ કૃપા તેના તંત્રી છે.

ફોર્બ્સ તુર્કી ને ઓક્ટોબર 2005માં શરુ કરવામાં આવ્યું હતું અને તેનું પ્રકાશન કેલિક હોલ્ડિંગ એ.એસ.ના ડિવિઝન તુર્કુવાઝ ગેઝેટ ડેર્ગી બેસિમ એનોનિમ સરકેટી સાથેના સહયોગમાં કરવામાં આવે છે. સ્વતંત્ર એડિટોરિયલ ટીમ દ્વારા તૈયાર કરીને બહાર પાડવામાં આવતું આ મેગેઝિન 17,000નું સર્ક્યુલેશન ધરાવે છે અને તેનું વિતરણ મુખ્ય પ્રાદેશિક શહેરોમાં કરવામાં આવે છે. તેના તંત્રી બુરકેક ગુવેન છે.

ફોર્બ્સ ક્રોએશિયા ને ક્રોએશિયામાં યુરોપ્રેસ હોલ્ડિંગ સાથેની ભાગીદારીમાં નવેમ્બર 2008માં શરુ કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર એડિટોરિયલ ટીમ દ્વારા ક્રોએશિયામાં પ્રકાશિત આ મેગેઝિનની વાંચનસામગ્રીમાં ફોર્બ્સ, યુએસ આવૃત્તિ તેમજ ક્રોએશિયાના સ્થાનિક બિઝનેસ ન્યૂઝ અને વિશ્લેષણોનો સમાવેશ થાય છે. તેનું પ્રારંભિક સર્ક્યુલેશન 24,000 હતું અને તે ક્રોએશિયાના મુખ્ય શહેરોમાં ઉપલબ્ધ છે. યુરોપ્રેસ સાથેની સમજૂતીમાં સર્બિયા, બોસ્નીયા-હર્ઝેગોવિના અને મોન્ટેનેગ્રો તેમજ ક્રોએશિયામાં મેગેઝિન પ્રકાશિત કરવાની યોજનાનો સમાવેશ છે. તેના તંત્રી વિક્ટર રેસ્નીક છે.

ફોર્બ્સ રોમાનિયા ને માર્ચ 2009માં શરુ કરાયું હતું અને તેનું પ્રકાશન એડેવેરુલ હોલ્ડિંગ મીડિયા ગ્રૂપ સાથેની ભાગીદારીમાં કરવામાં આવે છે. 50,000ના પ્રારંભિક સર્ક્યુલેશન સાથે આ મેગેઝિનના 60 ટકા વાંચનસામગ્રી રોમાનિયાના બિઝનેસ સમાચાર, વિશ્લેષણ અને ફિચર્ચ, જ્યારે 40 ટકા વાંચનસામગ્રી ફોર્બ્સની યુએસ આવૃત્તિમાંથી લેવામાં આવે છે. તેના તંત્રી એડ્રીયાના હાલ્પેર્ટ છે.

ફોર્બ્સ ઇન્ડિયા ને ભારતના અગ્રણી મીડિયા ગ્રૂપ નેટવર્ક18 સાથેની ભાગીદારીમાં મુંબઈમાં 21 મે, 2009ના રોજ શરુ કરવામાં આવ્યું છે. દર બે સપ્તાહે પ્રકાશિત આ મેગેઝિનમાં સ્થાનિક બિઝનેસ ન્યૂઝ અને ભારતીય બજારના વિશ્લેષણ ઉપરાંત ફોર્બ્સની યુએસ આવૃત્તિની સામગ્રીનો સમાવેશ થાય છે. તેના તંત્રી ઇન્દ્રજિત ગુપ્તા છે.

ફોર્બ્સ લાટવિયા ને લાટવિયામાં આંતરરાષ્ટ્રીય પ્રકાશક ગ્રૂપ એસ કે ગ્રૂપ સાથેની ભાગીદારીમાં મે, 2010માં શરુ કરવામાં આવ્યું હતું. આ મેગેઝિનને દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે અને તેનું સર્ક્યુલેશન 20,000 છે. રિગામાં આ મેગેઝિન શરુ કરાયું હતું.

ફોર્બ્સ ઇન્ડોનેશિયા ને 2010ની પાનખર ઋતુમાં શરુ કરવાની યોજના છે. આ મેગેઝિનને મીડિયા ગ્રૂપ પીટી વાહના મીડિયાટામા સાથેની ભાગીદારીમાં પ્રકાશિત કરાશે.

બીજા વિભાગો

ફોર્બ્સ ઇન્વેસ્ટર્સ એડવાઇઝરી ઇન્સ્ટિટ્યૂટ (એફઆઇએઆઇ) (FIAI) ફોર્બ્સ સ્પેશિયલ સિચ્યુએશન સરવે, ફોર્બ્સ ગ્રોથ ઇન્વેસ્ટર અને ફોર્બ્સ સ્ટોક માર્કેટ કોર્સના પ્રકાશનની કામગીરી સંભાળે છે. ફોર્બ્સ સ્પેશિયલ સિચ્યુએશન સરવેને સૌ પ્રથમ 1954માં પ્રકાશિત કરાયો હતો. તેને મહિનામાં એક વખત પ્રકાશિત કરવામાં આવે છે અને તેમાં એક લિસ્ટેડ કંપનીનો વિગતવાર રિસર્ચ રિપોર્ટનો સમાવેશ થાય છે. ફોર્બ્સ ગ્રોથ ઇન્વેસ્ટરની સ્થાપના 2000માં કરવામાં આવી હતી અને તેનું દર મહિને પ્રકાશન કરવામાં આવે છે. તે આઠ મુખ્ય ક્ષેત્રોના 50 શેરના યાદીની ભલામણ કરે છે. સૌ પ્રથમ 1948માં પ્રકાશિત ફોર્બ્સ સ્ટોક માર્કેટ કોર્સ શેર, બોન્ડ્, મ્યુચ્યુઅલ ફંડ અને બીજા રોકાણ સાધનોમાં મૂડીની વૃદ્ધિ કેવી રીતે કરવી તે અંગે રોકાણકારોને સલાહ આપે છે. વોલેસ ફોર્બ્સ એફઆઇએઆઇના પ્રેસિડન્ટ છે અને વહાન જેન્જીજિયન તેના વાઇસ પ્રેસિડન્ટ/એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ ફોર્બ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ છે.

ફોર્બ્સ ન્યૂઝલેટર ગ્રૂપ (એફએનજી) (FNG) નીચે મુજબના ન્યૂઝલેટર્સનું પ્રકાશન અને એડિટિંગ કરે છેઃ ફોર્બ્સ ગ્રોથ ઇન્વેસ્ટર, ફોર્બ્સ/લેહમેન ઇનકમ સિક્યોરિટિઝ ઇન્વેસ્ટર, ફોર્બ્સ ઇટીએફ એડવાઇઝર, ફોર્બ્સ/વોલ્ફ ઇમર્જિંગ ટેક રિપોર્ટ, ફોર્બ્સ/સ્લેટિન રિયલ એસ્ટેટ રિપોર્ટ, ફોર્બ્સ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ, ફોર્બ્સ ટેક્સ એડવાન્ટેજ ઇન્વેસ્ટર, ફોર્બ્સ વાયરલેસ સ્ટોક વોચ અને પ્રુડેન્ટ સ્પેક્યુલેટ. એફએનજી પાંચ સાપ્તાહિક ઇ-લેટર્સ પ્રકાશિત કરે છે તેમજ બહારના 35 કરતા વધુ ન્યૂઝલેટર્સ (www.newsletters.forbes.com) સાથે માર્કેટિંગ, કન્ટેન્ટ અને ડિસ્ટ્રિબ્યુશનના સંબંધો જાળવી રાખે છે. એફએનજી Forbes.comના પર્સનલ ફાઇનાન્સ ચેનલ (www.forbes.com/finance) માં જોવા મળતી સામગ્રી પૂરી પાડે છે. એફએનજી કેટલીક ઓનલાઇન ઓન્લી ઇન્વેસ્ટર આઇ-કોન્ફરન્સનું આયોજન કરે છે, જે ઇન્ટરેક્ટિવ ટ્રેડ શો છે અને તે તેના વાચકોનું રોકાણ અને પર્સનલ ફાઇનાન્સના નિષ્ણાતો સાથે જોડાણ કરી આપે છે. મેથ્યુ શીફ્રીન તેના વાઇસ પ્રેસિડન્ટ/એડિટર છે.

ફોર્બ્સ ટેલિવિઝન : મે 2001માં ફોર્બ્સે કંપનીના મીડિયા પ્લેટફોર્મને વિસ્તૃત બનાવવા માટે ફોક્સ ન્યૂઝ ચેનલ સાથે ‘‘ફોર્બ્સ ઓન ફોક્સ’’ નામનો સંયુક્ત બ્રાન્ડનો ટીવી કાર્યક્રમ શરુ કર્યો હતો. ફોર્બ્સ એડિટર્સ અને લેખકોના અનુભવે બ્રેકિંગ બિઝનેસ ન્યૂઝ અને માર્કેટ અંગે અજોડ અને વિરોધાભાષી પરિપ્રેક્ષ્ય આપ્યો છે. આ શોનું દર શનિવારની સવારે પ્રસારણ થાય છે. 2007માં ફોર્બ્સે ઇ! (Forbes E!) એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન સાથેના જોડાણમાં સ્પેશિયલ પ્રોગ્રામ માટે ટીવી પ્રોગ્રામ નિર્માણ માટેની ભાગીદારી શરુ કરી હતી, જેનાથી 13 ફોર્બ્સ ઇ! (Forbes E!) એન્ટરટેઇનમેન્ટ સ્પેશિયલ્સનું અત્યાર સુધીમાં નિર્માણ થયું છે. વર્ષ 2008ના મધ્યમાં કંપનીએ રેગ્યુલર સ્પોર્ટસ બિઝનેસ વિડિયો સેગમેન્ટનું નિર્માણ કરવા માટે યસ નેટવર્ક સાથે સંયુક્ત સાહસ રચ્યું હતું. ફોર્બ્સ નેશનલ એડિટર માઇકલ ઓઝેનિયનના સંચાલન હેઠળના પ્રોગ્રામમાં અમેરિકાના પ્રિ-ગેમ સીઝન પ્રોગ્રામ દરમિયાનના સ્પોર્ટ્સ બિઝનેસના ન્યૂઝ અને માસિક અડધા કલાકના શોનો સમાવેશ થાય છે, તેની શરુઆત જાન્યુઆરી 2009માં થઈ હતી. ફોર્બ્સે ટ્રાવેલ ચેનલ સાથે પ્રોગ્રામ પ્રોડક્શન ભાગીદારી કરી છે અને પ્રથમ શોનું પ્રસારણ ડિસેમ્બર 2008માં થયું હતું.

ફોર્બ્સ કલેક્શન વિવિધ સ્થળે જાહેર જનતા માટે ખુલ્લુ છે, આ સ્થળોમાં ન્યૂ યોર્ક સિટીની ફોર્બ્સ ગેલેરીઝ, બર્લિન્ગેમ, કેલિફોર્નિયામાં ફોર્બ્સ ગેલેરીઝ, નોર્મેન્ડી, ફ્રાન્સમાં ફોર્બ્સ ચેટુ ડી બેલ્લેરોય નજીકના મ્યુઝી ડેસ બેલ્લોન્સનો સમાવેશ થાય છે. જાહેર જનતા માટે ખુલ્લો ન મુકાયેલા કલેક્શનના બીજા ભાગો વિશ્વભરમાં ફોર્બ્સના કામગીરીના મથકો પર આવેલા છે, જેમાં લંડન, ઇંગ્લેન્ડના ઓલ્ડ બેટરસી હાઉસ અને ફોર્બ્સના જહાજ હાઇલેન્ડરનો સમાવેશ થાય છે. 8,000 ચોરસફીટના એક્ઝિબિશન વિસ્તાર સાથે ફેબ્રુઆરી 1985માં જનતા માટે ખુલ્લી મુકાયેલી એનવાયસી ગેલેરીઝમાં અમેરિકાના પ્રમુખોની હજારો હસ્તપ્રદો, સંબંધિત ઐતિહાસિક દસ્તાવેજો, ટોય બોટ, મોનોપોલી ગેમ®, ટોય સોલ્જર્સ, ટ્રોફી અને પેઇન્ટીંગનો સમાવેશ થાય છે.

નોંધપાત્ર ઘટનાઓ[ફેરફાર કરો]

ફિડેલ કાસ્ટ્રો વિવાદ[ફેરફાર કરો]

2005માં ફોર્બ્સે ઢાંચો:US$ મિલિયનની અંદાજિત નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોમાં ફિડેલ કાસ્ટ્રોનો સમાવેશ કર્યો હતો. 2006ના ‘‘ફોર્ચ્યુન ઓફ કીગ્સ, ક્વીન્સ એન્ડ ડિક્ટેટર્સ’’ નામના આર્ટિકલમાં ફોર્બ્સે તેના અંદાજને વધારીને ઢાંચો:US$ કરોડ કર્યો હતો.[૩] આ આર્ટિકલમાં નોંધવામાં આવ્યું હતું કે સરકારી નેતાઓના નેટવર્કનો અંદાજ કાઢવાની પ્રક્રિયામાં ‘‘વિજ્ઞાન કરતા કલા’’ વધુ છે અને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કાસ્ટ્રોના કિસ્સામાં લેખકોએ કેટલીક સરકાર માલિકીની કંપનીઓ માટે ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડનો ઉપયોગ કર્યો હતો અને અને તેમના નફામાંથી અમુક હિસ્સો કાસ્ટ્રોને મળશે તેવી ધારણા બાંધી હતી.

કાસ્ટ્રોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેમની નેટવર્થ ઢાંચો:US$ કરતા ઘણી ઓછી છે અને એ પુરવાર કરવા પડકાર ફેંક્યો હતો કે વિદેશી ખાતામાં તેમના નાણા છે.[૪]

ન્યૂ યોર્ક યુનિવર્સિટીને હેડક્વાટર્સનું વેચાણ[ફેરફાર કરો]

જાન્યુઆરી 2010માં ફોર્બ્સે મેનહટ્ટનના ફિફ્થ એવન્યૂ ખાતે આવેલા હેડક્વાર્ટર બિલ્ડિંગ વેચવા માટે ન્યૂ યોર્ક યુનિવર્સિટી સાથે સમજૂતી કરી હતી. આ સોદાની શરતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ ફોર્બ્સ પાંચ વર્ષની સેલ-લીઝબેક સમજૂતી હેઠળ આ જગ્યાનો કબજો જાળવી રાખશે.[૫]

યાદી[ફેરફાર કરો]

ધન-સંપત્તિ
• વિશ્વના અબજોપતિઓ [૧]
• અમેરિકાના ટોચના 400 ધનિકો [૨]
• ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના ટોચ 40 ધનિકો [૩]
• ચીનના ટોચના 400 ધનિકો [૪]
• તાઇવાનના ટોચના 40 ધનિકો [૫]
• હોંગકોંગના ટોચના 40 ધનિકો [૬]
• ભારતના ટોચના 100 ધનિકો [૭]
• જાપાનના ટોચના 40 ધનિકો [૮]
• કોરિયાના ટોચના 40 ધનિકો [૯]
• મલેશિયાના ટોચના 40 ધનિકો [૧૦]
• ફિલિફાઇન્સના ટોચના 40 ધનિકો [૧૧]
• સિંગાપોરના ટોચના 40 ધનિકો [૧૨]
• ઇન્ડોનેશિયાના ટોચના 40 ધનિકો [૧૩]
• થાઇલેન્ડના સૌથી વધુ ધનિક 40 વ્યક્તિ [૧૪]
કંપનીઓ:
• શ્રેષ્ઠ 200 નાની કંપનીઓ [૧૫]
• શ્રેષ્ઠ 400 મોટી કંપનીઓ [૧૬]
• અમેરિકાની સૌથી મોટી ખાનગી કંપનીઓ [૧૭]
• એશિયાના બેસ્ટ અંડર બિલિયન [૧૮]
• એશિયાની ફેબ 500 કંપનીઓ [૧૯]
• ગ્લોબલ હાઇ પર્ફોર્મર્સ [૨૦]
• ફોર્બ્સ 2000 [૨૧]
• ટોચની માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ [૨૨]
લોકો
• શ્રેષ્ઠ બ્રોકરેજ એનાલિસ્ટ [૨૩]
• એશિયાના શ્રેષ્ઠ 48 દાનવીર [૨૪]
• • હસ્તી ૧૦૦ [૨૫]
• ફોર્બ્સ ફિક્શનલ 15 [૨૬]
• વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ [૨૭]
• સૌથી વધુ કમાણી કરતા સીઇઓ [૨૮]
• સૌથી વધુ કમાણી કરનાર મૃતક હસ્તીઓ [૨૯]
• વિશ્વની સૌથી વધુ કમાણી કરતા મોડલ્સ [૩૦]
નાણા અને રોકાણ
• શ્રેષ્ઠ 100 મિડકેપ શેર [૩૧]
• અમેરિકાની સૌથી મોટી 200 ચેરિટી સંસ્થાઓ [૩૨]
• શ્રેષ્ઠ બ્રોકરેજ એનાલિસ્ટ [૩૩]
• આંતરરાષ્ટ્રીય રોકાણ [૩૪]
• રોકાણ માર્ગદર્શન [૩૫]
• મ્યુચ્યુઅલ ફંડ ગાઇડ [૩૬]
સ્થળો
• અમેરિકાની શ્રેષ્ઠ કોલેજો [૩૭]
• શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલ્સ [૩૮]
• બેસ્ટ સિટિઝ ફોર સિંગલ્સ [૩૯]
• બિઝનેસ માટેના શ્રેષ્ઠ દેશો [૪૦]
• બિઝનેસ અને કારકિર્દી માટેના શ્રેષ્ઠ સ્થળો [૪૧]
• બિઝનેસ માટેના શ્રેષ્ઠ રાજ્યો [૪૨]
• સૌથી મોંઘા ઝીપ કોડ [૪૩]
રમતગમત
• બેઝબોલનો બિઝનેસ [૪૪]
• સૌથી મૂલ્યવાન એનએએસસીએઆર (NASCAR) ટીમ્સ [૪૫]
• બાસ્કેટબોલનો બિઝનેસ [૪૬]
• ફૂટબોલનો બિઝનેસ [૪૭]
• હોકીનો બિઝનેસ [૪૮]
• સૌથી મૂલ્યવાન ફૂટબોલ ટીમ્સ [૪૯]
• ટોપ પેઇડ ટેનિસ સ્ટાર્સ [૫૦]
ટેકનોલોજી
• ધ ઇ-ગેન્ગ [૫૧]
• ધ વેબ સેલિબ્રિટી 25 [૫૨]
• સૌથી વધુ ઝડપથી વિકસતી 25 ટેકનોલોજી કંપનીઓ [૫૩]
• ટેકનોલોજીના ટોચના ડીલમેકર્સ [૫૪]
શિક્ષણ
• અમેરિકાની શ્રેષ્ઠ કોલેજો [૫૫]
• શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલ્સ [૫૬]
• અમેરિકાના શ્રેષ્ઠ કોલેજ બાય [૫૭]
ખોરાક અને પીણા
• વિશ્વનું સૌથી મોંઘુ ફાસ્ટ ફૂડ [૫૮]
• અજમાવવા જેવા 10 શ્રેષ્ઠ અનફિલ્ટર્ડ વાઇન્સ [૫૯]
• ટેન બોર્ડેક્સ એન્ડ કેલિફોર્નિયા રેડ્સ હેડ-ટુ-હેડ [૬૦]
• ઇન્ડિયાઝ ફાઇન વાઇન હોટસ્પોટ્સ [૬૧]
• વિશ્વની સૌથી વધુ પ્રલોભિત શેમ્પેઇન [૬૨]
• સૌથી વધુ કમાતા સેલિબ્રિટી શેફ [૬૩]
સ્વાસ્થ્ય
• તમારી ઊર્જાને વેગ આપવાના 11 માર્ગ [૬૪]
• અમેરિકાના સૌથી ચુસ્ત શહેરો [૬૫]
• વિશ્વના ડાયેટ સિક્રેટ [૬૬]
• યાદ રાખવા જેવા 10 ભોજન [૬૭]
• પૃથ્વી પરનો સૌથી આરોગ્યપ્રદ ખોરાક [૬૮]
• અમેરિકાના સૌથી પ્રદૂષિત શહેરો [૬૯]
રિયલ એસ્ટેટ
• અમેરિકાના સૌથી કરકસરિયા શહેરો [૭૦]
• રહેવા માટેના વિશ્વના સૌથી મોંઘા શહેરો [૭૧]
• અમેરિકામાં ફરવા માટે શ્રેષ્ઠ 25 સ્થળો [૭૨]
• અમેરિકાના સૌથી ગીચ શહેરો [૭૩]
• અમેરિકાના ફાસ્ટેડ-ફોલિંગ સિટીઝ [૭૪]
• યુ.એસ સિટીઝ વેર ઇટ્ઝ હાર્ડેસ્ટ ટુ ગેટ બાય [૭૫]
• અમેરિકાના ટોપ સેલિંગ નેબરહૂડ [૭૬]
• વિશ્વમાં રહેવા માટે 20 શ્રેષ્ઠ સ્થળો [૭૭]
• અમેરિકાના સારી રીતે રહેવા માટેના ટોચના 25 શહેરો [૭૮]
• અમેરિકાનો સૌથી મોંઘા ઝીપ કોડ [૭૯]
સ્ટાઇલ
• વિશ્વના સૌથી સ્ટાઇલિસ્ટ શહેરો [૮૦]
• સૌથી વધુ શક્તિશાળી લક્ઝરી બ્રાન્ડ્સ [૮૧]
• ખરીદી માટે આકર્ષતી શ્રેષ્ઠ પદ્ધતિઓ [૮૨]
• વિન્ટર ગીયર વર્થ ધ બક [૮૩]
• વોટ યોર ડોગ સેઇઝ એબાયટ યુ [૮૪]
• માની ન શકાય તેવી વિચિત્ર સ્પા ટ્રીટમેન્ટ [૮૫]
• સૌથી શક્તિશાળી અમેરિકન ફેશન મેગેઝિન એડિટર્સ [૮૬]
પ્રવાસ
• ડિલક્સ ડિઝાઇનર હોટેલ્સ [૮૭]
• વોલેટ ફ્રેન્ડલી લાસ્ટ મિનિટ ગેટવેઝ [૮૮]
• વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવામાં આવતા દેશોમાં મુસાફરીની રીતભાત [૮૯]
• મધ્યપૂર્વનો ગુપ્ત ખજાનો [૯૦]
• વિશ્વ 10 શ્રેષ્ઠ એરપોર્ટસ [૯૧]
વાહનો
• વિશ્વ 10 શ્રેષ્ઠ એરપોર્ટસ [૯૨]
• વિશ્વની સૌથી મોંઘી પરિવહન વ્યવસ્થા [૯૩]
• 2009ની સૌથી ઊંચી ગુણવત્તાની કારો [૯૪]
• વિશ્વને બદલી નાંખનારી 10 કાર [૯૫]
• અમેરિકાની સૌથી વધુ અતિશય ભાવની કારો [૯૬]
• 100,000 ડોલરથી નીચા ભાવની 2009ના વર્ષની સૌથી ઝડપી કારો [૯૭]
• 2009ના શ્રેષ્ઠ કન્વર્ટિબલ [૯૮]
• સબર્બન ડ્રાઇવર્સ માટેની શ્રેષ્ઠ કારો [૯૯]
• અમેરિકાના સૌથી વધુ લોકપ્રિય કાર કલર [૧૦૦]
• 2009ના સૌથી વધુ પોસાણક્ષમ વાહનો [૧૦૧]

નોંધ[ફેરફાર કરો]

  1. "Forbes Company Background". Forbes, Inc. 2010. Retrieved 4 May 2010. 
  2. Forbes, Malcolm S. (1989). Clark, Tony. ed. More Than I Dreamed. New York: Simon and Schuster. ISBN 0671671219. OCLC 19222269.
  3. Kroll, Luisa (2006-05-05). "Fortunes Of Kings, Queens And Dictators". Forbes.com. Archived from the original on 2012-05-29. Retrieved 2010-05-04. 
  4. Mayoral, Maria Julia; de la Hoz, Pedro; de la Osa, Jose (2006-05-16). "I call on them to prove that I have one single dollar!". Granma International – English Edition. Retrieved 2010-05-04. 
  5. Carr, David (2010-01-07). "Forbes Sells Building to N.Y.U.". The New York Times. Retrieved 2010-05-04. 

વધુ વાંચન[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

શ્રેણીઃપ્રકાશન શ્રેણીઃસામાયિક શ્રેણીઃઅંગ્રેજી સામાયિક