લખાણ પર જાઓ

જાદવજી કેશવજી મોદી

વિકિપીડિયામાંથી
જાદવજી કેશવજી મોદી

જાદવજી કેશવજી મોદી (૨૪ ઓગસ્ટ ૧૯૦૪ – ૨૫ નવેમ્બર ૧૯૯૪) ૧૯૫૦થી ૧૯૫૬ના સમયગાળા દરમ્યાન ભારતના સૌરાષ્ટ્ર રાજ્યની પ્રથમ સરકારમાં વિધાન સભાના અધ્યક્ષ અને પછીથી જાહેર બાંધકામ અને શિક્ષણખાતાના પ્રધાન હતા.[].

જન્મ અને કૌટુંબીક જીવન

[ફેરફાર કરો]

જાદવજી કેશવજી મોદીનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૯૦૪ ના રોજ વાંકાનેર રજવાડા ખાતે થયો હતો.[] પિતાજીના હાઇકોર્ટમાં પ્લીડર તરીકેના વ્યવસાયને કારણે બદલીઓ થતી રહેતી હોવાથી તેમનું બાળપણ તળાજા, મહુવા, સાવરકુંડલા, સિહોર અને છેલ્લે ભાવનગરમાં વીત્યું હતું.[]

શિક્ષણ

[ફેરફાર કરો]

તેમનું શરૂવાતનું શિક્ષણ તળાજામાં મેળવ્યા બાદ મહુવામાં એમણે ગુજરાતી ચોથી ચોપડી સુધીનું શિક્ષણ મેળવ્યું હતું.[] સાવરકુંડલા રહેવા ગયા બાદ અંગ્રેજી પહેલી, બીજી અને ત્રીજી ચોપડી સુધીનો અભ્યાસ કર્યો.[] ચોથી અને પાંચમી અંગ્રેજી ચોપડીનું શિક્ષણ એમણે સિહોરમાં મેળવ્યું.[] એ જમાનામાં સિહોરમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને આલ્ફ્રેડ હાઇસ્કૂલ, ભાવનગરમાં ૬ રૂ. ની સ્કોલરશીપ સાથે અભ્યાસની તક મળતી એ પ્રમાણે એમને ૬ રૂ. ની સ્કોલરશીપ સાથે આલ્ફ્રેડ હાઇસ્કુલમાંથી છઠ્ઠી અને સાતમી અંગ્રેજી ચોપડીની પરીક્ષા એમણે પ્રથમ ક્રમે પસાર કરી હતી.[] મેટ્રીકની પરીક્ષા ઉત્તિર્ણ કર્યા બાદ એમણે ભાવનગરની શામળદાસ કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો અને ૧૯૨૬ના વર્ષમાં બી.એ. (ઓનર્સ)ની પદવી પ્રાપ્ત કરી. જેમાં એમના મુખ્ય વિષયો મોર્ડન હિટ્રી, પોલિટીક્સ અને ઇકોનોમિક્સ હતા.[] ત્યાર બાદ ૧૯૨૮માં મુંબઇથી એલએલબીમાં ઉત્તિર્ણ થયા અને ૩૦ જુન ૧૯૨૮ના રોજ વકીલાતની સનદ મેળવી.[]

કારકિર્દી

[ફેરફાર કરો]
જાદવજી કેશવજી મોદીની કારકિર્દી[]
ક્રમ સમયગાળો વિવરણ
૧૯૪૧ સત્યાગ્રહી તરીકે છ-મહિનાની કેદ, નૂતન બાલશિક્ષણ સંઘના ટ્રસ્ટી અને પ્રમુખ
૧૯૪૨ હિંદ-છોડો ચળવળના ભાગરૂપે પકડાયા. ૩૧ ઓગષ્ટ ૧૯૪૨ થી ૬ નવેમ્બર ૧૯૪૩ સુધી કારાવાસ.
૧૯૪૮ થી ૧૯૫૦ બંધારણ સભા, સૌરાષ્ટ્ર રાજ્યના સભ્ય અને પછી પ્રમુખ
૧૯૫૦ શ્રી દક્ષિણામુર્તિ સંસ્થામાં મેનેજીંગ ટ્રસ્ટી
૧૯૫૦ થી ૧૯૫૨ સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભામાં અધ્યક્ષ (જાન્યુઆરી ૧૯૫૦ થી ફેબ્રુઆરી ૧૯૫૨ સુધી)
૧૯૫૨ થી ૧૯૫૬ ફેબ્રુઆરી ૧૯૫૨થી ઓક્ટોબર ૧૯૫૬ સુધી સૌરાષ્ટ્ર રાજ્યનાં પ્રધાનમંડળમાં જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાના પ્રધાન
૧૯૫૭ થી ૧૯૬૨ ભારતીય સંસદમાં રાજ્ય સભાના સભ્ય
૧૯૬૨ થી ૧૯૮૪ લોક સેવક મંડળના ભાવનગર શાખાના પ્રમુખ
૧૯૬૩ થી ૧૯૬૫ ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ
૧૦ ૧૯૬૮ સ્ટેટ બેંક ઓફ ઇંડીયામાં ડીરેક્ટર પદે નિયુક્ત

તેઓ ૧૯૬૨ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રહ્યા હતા.[]

ભાવનગર ખાતેના નિવાસસ્થાને ટૂંકી માંદગી બાદ તારીખ નવેમ્બર ૨૫, ૧૯૯૪ ને દિવસે તેઓ અવસાન પામ્યા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ જ્યોંકિ ત્યોં ધરિ દિન્હીં. જાદવજી કેશવજી મોદી પરિવાર. ૨૦૧૬.
  2. જ્યોંકિ ત્યોં ધરિ દિન્હીં. જાદવજી કેશવજી મોદી પરિવાર. ૨૦૧૬. પૃષ્ઠ ૧૫.
  3. જ્યોંકિ ત્યોં ધરિ દિન્હીં. જાદવજી કેશવજી મોદી પરિવાર. ૨૦૧૬. પૃષ્ઠ ૧૬.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ જ્યોંકિ ત્યોં ધરિ દિન્હીં. જાદવજી કેશવજી મોદી પરિવાર. ૨૦૧૬. પૃષ્ઠ ૧૭.
  5. જ્યોંકિ ત્યોં ધરિ દિન્હીં. જાદવજી કેશવજી મોદી પરિવાર. ૨૦૧૬. પૃષ્ઠ ૨૧.
  6. જ્યોંકિ ત્યોં ધરિ દિન્હીં. જાદવજી કેશવજી મોદી પરિવાર. ૨૦૧૬. પૃષ્ઠ ૨૩.
  7. "Bhavnagar(Gujarat) Lok Sabha Election Results 2014 with Sitting MP and Party Name". www.elections.in. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૭.