જાવા (પ્રોગ્રામિંગ ભાષા)
Appearance
પ્રોગ્રામિંગ પેરાડિગમ | મલ્ટી પેરાડિગમ: સ્ટ્રક્ચર્ડ ,ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ,સર્વસામાન્ય,કાર્યપ્રણાલી |
---|---|
શરૂઆત | ૧૯૯૫ |
બનાવનાર | જેમ્સ ગોઝ્લિંગ અને સન માઇક્રોસિસ્ટમસ |
ડેવલપર | ઓરેકલ કોર્પોરેશન |
સ્થિર પ્રકાશન | જાવા સ્ટાન્ડર્ડ આવૃત્તિ ૭ અપડેટ ૯ (૧.૭.૦૯) |
પ્રકાર | સ્ટેટિક, નોમિનેટીવ,અસુરક્ષિત ,મજબૂત,સ્પષ્ટ |
પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણ | openJDK, JVM |
વિવિધ બોલીઓમાં | જેનેરિક જાવા,પિઝા |
દ્વારા પ્રભાવિત | Ada 83,C++, મૉડ્યૂલા-૩, ઓબેરોન,C#, ઑબ્જેક્ટિવ C |
પ્રભાવિત | D, C#, પાયથોન, સ્કાલા, PHP,જાવાસ્ક્રિપ્ટ,ECMAસ્ક્રિપ્ટ |
કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મ | ક્રોસ પ્લેટફોર્મ |
સામાન્ય ફાઈલ એક્સટેન્શન | .java, .class, .jar |
Java Programming at Wikibooks |
"જાવા" એક કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ ભાષા છે. જેની શોધ જેમ્સ ગોઝ્લિંગે ઇ.સ. ૧૯૯૫માં કરી. જાવા સન માઇક્રોસિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવેલ છે.આ ભાષાના મોટા ભાગની વાક્યરચના C અને C++ મુજબ અનુસરવામાં છે. જાવા એપ્લિકેશન્સનું "બાઇટ-કોડ"માં સંકલન થાય છે જે કોઇ પણ JVM પર ચલાવી શકાય છે. જાવા એક મલ્ટી પેરાડિગમ, ક્લાસ આધારિત, સમવર્તી, ઓબ્જેકટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે.જાવા પોર્ટેબલ-એટલે કે કોડ એક વાર લખીને કોઇ પણ પ્લેટફોર્મ પર જેમાં JVM સ્થાપિત હોય ચલાવી શકાય છે.
જાવા c પછી દુનિયાની બીજા નંબરની સૌથી વધારે પ્રખ્યાત અને વધુમાં વધુ વપરાતી ભાષા છે.જાવા ત્રણ પ્લેટફોર્મ માં વિભાજીત છે ૧. J2ME (જે મોબાઈલ માં એપલીકેશન બનાવવા માટે વપરાય છે ) ૨. J2SE (જે ડેસ્કટોપ એપ્લીકેશન બનાવવા માટે વપરાય છે) ૩. J2EE (જે વેબસાઈટ બનાવવા માટે વપરાય છે)