જોગેશ્વરી ગુફાઓ
જોગેશ્વરી ગુફાઓ | |
---|---|
જોગેશ્વરીની ગુફાનો અંદરનો ભાગ | |
સ્થાન | જોગેશ્વરી (પૂર્વ), મુંબઈ |
અક્ષાંશ-રેખાંશ | 19°08′21″N 72°51′24″E / 19.1391°N 72.8568°E |
સમુદ્ર સપાટીથી ઊંચાઈ | 15 m (49 ft) |
પ્રવેશદ્વાર | ૩ |
કઠિનતા | સરળ |
જોગેશ્વરીની ગુફાઓ એ પ્રાચીન હિંદુ અને બૌદ્ધ ધર્મના ગુફા મંદિરો છે. જે મુંબઈમાં જોગેશ્વરીમાં આવેલ છે. આ ગુફાઓ ઈ.સ. ૫૨૦ થી ૫૫૦ ની છે. ઈતિહાસકાર અને વિદ્વાન વોલટર સ્પિંક ના મત અનુસાર જોગેશ્વરીની ગુફાઓ ભારતમાં આવેલી જુનામાં જુનાં અને મોટામાં મોટાં હિંદુ ગુફા મંદિરો છે.[૧]
આ ગુફાઓ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની બાજુમાં આવેલી છે, આ વિસ્તાર દબાણથી ઘેરાયેલો છે અને તેનો મંદિર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ ગુફાઓ તેની ભયજનક સ્થિતીના કારણે લુપ્ત થઈ રહી છે અને ચામાચીડિયાંઓથી ભરાયેલી છે.
કોતરોથી ભરાયેલ આ ગુફાઓમાં લાંબી સીડીઓ વડે મુખ્ય ખંડમાં પ્રવેશી શકાય છે. તેમાં ઘણાં સ્તંભો અને અંતમાં લિંગ આવેલ છે. આ ગુફાઓની દિવાલોમાં દત્તાત્રેય, હનુમાન, ગણેશજીની મૂર્તિઓ કોતરેલી છે. ત્યાં બે ચોકીદારો પણ છે. આ ગુફાઓમાં જોગેશ્વરી (યોગેશ્વરી) ની મૂર્તિ અને પગલાંઓ આવેલા છે, જેનાં પરથી આ વિસ્તારનું નામ પડેલ છે. જોગેશ્વરીને કેટલાક મરાઠી લોકોની કુળદેવી ગણાય છે. વેપાર માટે ગુજરાતથી આવેલા લોકો પણ આ દેવીને પૂજે છે.
છબીઓ
[ફેરફાર કરો]-
કોતરણી
-
પ્રવેશદ્વાર
-
ગણેશ મંદિર
-
હનુમાન મંદિર
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Walter M. Spink; University of Michigan. Center for South and Southeast Asian Studies (૧૯૬૭). Ajanta to Ellora. Marg Publications. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૧૨.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મુંબઈના પર્યટન સ્થળો
- પરાંની ગુફાઓ સંગ્રહિત ૨૦૦૫-૦૪-૧૪ ના રોજ વેબેક મશિન
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |