ટાવર ઓફ લંડન
Appearance
બ્રિટનના રાજધાનીના શહેર લંડનના મધ્ય ભાગમાં થેમ્સ નદીના કિનારે બનેલા આ ભવ્ય કિલ્લાનું નિર્માણ સને ૧૦૭૮ના વર્ષમાં વિલિયમે કરાવ્યું હતું. આ કિલ્લાના નિર્માણમાં વાપરવામાં આવેલા પથ્થર ફ્રાન્સથી મંગાવવામાં આવ્યા હતા. આ કિલ્લાના પરિસરમાં કેટલીક ઇમારતો આવેલી છે. એક સમયે આ બ્રિટનનો શાહી મહેલ હતો. આ પરિસરમાં રાજદ્વારી કેદીઓ માટે કારાગાર પણ આવેલું છે. આ કિલ્લો અનેક મૃત્યુદંડ તથા હત્યાઓનો સાક્ષી રહી ચુક્યો છે. હેનરી આઠમા નામના શાસકે અહીં ઇ.સ. ૧૫૩૬માં પોતાની રાણી એન બોલિનનો શિરચ્છેદ કરાવ્યો હતો. વર્તમાન સમયકાળમાં બ્રિટનનો રાજપરિવાર આ કિલ્લામાં નથી રહેતો, પરંતુ એમનું શાહી ઝવેરાત અહીં સુરક્ષિત રાખવામાં આવેલું છે[૧].
યુનેસ્કો દ્વારા આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરી સુરક્ષિત કરવામાં આવેલું છે.
સંદર્ભો
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |