લખાણ પર જાઓ

દીપચંદભાઇ ગાર્ડી

વિકિપીડિયામાંથી
દીપચંદભાઇ ગાર્ડી
જન્મ૨૫ એપ્રિલ ૧૯૧૫ Edit this on Wikidata
મૃત્યુ૭ જાન્યુઆરી ૨૦૧૪ Edit this on Wikidata

દીપચંદભાઈ ગાર્ડી (એપ્રિલ ૨૫, ૧૯૧૫ - જાન્યુઆરી ૭, ૨૦૧૪) જાણીતા દાનવીર હતા.[]

તેમનો જન્મ રાજકોટ જિલ્લાનાં પડધરી ગામમાં થયો હતો. એમણે ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

ભાવનગરમાં ફઇના ઘરે રહીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ એમણે માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં મેળવ્યું હતું. અભ્યાસમાં તેજસ્વી હોવાના કારણે એમને સ્કોલરશીપ મળતી. ઇંગ્લેંડ જઇને બેરીસ્ટર થયા પછી એમણે મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવ્યું હતું.

તેમનો દેહાંત ૯૯ વર્ષની વયે મુંબઈ ખાતે થયો હતો.

કારકિર્દી અને અન્ય માહિતિ

[ફેરફાર કરો]

ગુજરાત વિશ્વકોષના ખંડ ૪ જેની પ્રથમ આવૃત્તિ ૧૯૯૨માં પ્રકાશીત થઈ હતી તે દીપચંદભાઇ ગાર્ડીને સમર્પિત છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "દાનવીર દીપચંદભાઈ ગાર્ડી અનંતની યાત્રાએ". article.wn.com (અંગ્રેજીમાં). મેળવેલ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૭.
  2. "ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - ગુજરાતી વિશ્વકોશ". www.vishwakosh.org. મૂળ માંથી 2017-09-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૭. ગુજરાતી વિશ્વકોશનો ખંડ ૪ નિષ્કામ કર્મયોગી શ્રેષ્ઠીવર્યશ્રી દીપચંદભાઈ ગારડીને સમર્પિત કરવામાં આવ્યો છે. તેની પ્રથમ આવૃત્તિ ૧૯૯૨માં પ્રગટ થઈ હતી.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]