દૂધસાગર ધોધ
દૂધસાગર ધોધ (અંગ્રેજી: Dudhsagar Falls) ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલી ગોવા તથા કર્ણાટક રાજયની સરહદ પર વહેતી મંડોવી નદી પર આવેલો છે. આ ધોધ ચાર ભાગમાં વહેંચાયેલો છે. આ ધોધ પણજીથી સડક માર્ગે ૬૦ કિલોમીટર જેટલા અંતરે તેમજ મડગાંવ-બેલગામ રેલ્વે માર્ગ પર મડગાંવથી પૂર્વમાં ૪૬ કિલોમીટર તથા બેલગામથી દક્ષિણમાં ૮૦ કિલોમીટર જેટલા અંતરે આવેલો છે. દૂધસાગર ધોધ ભારતના સૌથી ઊંચાઈ ધરાવતા ધોધ પૈકીનો એક ગણાય છે, જેની ઊંચાઈ ૩૧૦ મીટર (૧૦૧૭ ફૂટ) તેમજ સરેરાશ પહોળાઈ ૩૦ મીટર (૧૦૦ ફૂટ) જેટલી છે.[૧][૨].
આ ધોધ સહયાદ્રી પર્વતમાળા (પશ્ચિમ ઘાટ)માં આવેલા ભગવાન મહાવીર અભયારણ્ય તથા મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાનના રક્ષિત વિસ્તારમાં આવેલો છે. આ નદી વડે જ કર્ણાટક અને ગોવા રાજ્યની સરહદ અંકાયેલી હોવાથી આ ધોધ બે રાજ્યોને અલગ પાડે છે. આ ધોધની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલેલી જોવા મળે છે. આ ધોધ જોવા માટે ચોમાસાનો સમય યોગ્ય છે, કારણ કે ત્યારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વેગીલો અને ભરપૂર હોય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "World's highest waterfalls". World Waterfall Database. મૂળ માંથી 2011-06-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ નવેમ્બર ૨૦૦૬.
- ↑ "Dudhsagar Falls – World Waterfall Database: World's Tallest Waterfalls". www.world-waterfalls.com. મૂળ માંથી 2011-06-11 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૦૮.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- HD Video of DudhSagar Waterfall, August 2014.
- Youtube Video with Amaravathi Express on railway bridge, December 2014
- World Waterfall Database - Dudhsagar Falls સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૧ ના રોજ વેબેક મશિન
- A bewitching beauty called Dudhsagar સંગ્રહિત ૨૦૧૪-૦૧-૧૦ ના રોજ વેબેક મશિન
- A guide to the falls સંગ્રહિત ૨૦૧૩-૦૩-૨૮ ના રોજ વેબેક મશિન
- Trekking from Castlerock to Dudhsagar સંગ્રહિત ૨૦૧૫-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન
- Itinerary of DudhSagar Tour Goa સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૬ ના રોજ વેબેક મશિન