લખાણ પર જાઓ

નિધિ ભાનુશાલી

વિકિપીડિયામાંથી
નિધિ ભાનુશાલી
જન્મની વિગત (1999-03-16) March 16, 1999 (ઉંમર 25)
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ૧૧મું ધોરણ (આર્ટ્સ)
વ્યવસાયઅભિનેત્રી
સક્રિય વર્ષો૨૦૧૨–વર્તમાન
પ્રખ્યાત કાર્યતારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
માતા-પિતા
  • પુષ્પા ભાનુશાલી (માતા)

નિધિ ભાનુશાલી (અંગ્રેજી: Nidhi Bhanushali) એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેણી ભારતમાં સૌથી લાંબી ચાલેલી ધારાવાહિક શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનાલિકા ભીડે અથવા સોનુની ભૂમિકાથી પ્રખ્યાત બની હતી, જેમાં તેણીએ જુલાઈ ૨૦૧૨થી ઓગસ્ટ ૨૦૧૯ સુધી અભિનય કર્યો હતો.[][]

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાંથી અગાઉની કલાકાર (ઝીલ મહેતા) છૂટી થયા પછી સોનુની ભૂમિકા માટે નિધિએ ઓડિશન આપ્યું હતું. તેણીને પસંદ કરવામાં આવી અને તેના પ્રથમ પૂર્વાવલોકન તરીકેનું પ્રદર્શન સોનુ ભીડે, આત્મારામ તુકારામ ભીડેની પુત્રી તરીકે નવેમ્બર ૨૦૧૨માં પ્રસારિત કરવામાં આવ્યું હતું. તેણીએ આ શ્રેણીના ૧૫૦૦થી વધુ હપ્તાઓ પૂર્ણ કરવામાં મદદ કરી હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Say 'No' to fire crackers: Tapu and Sonu paints diyas on the sets of 'Taarak Mehta…'". ૮ નવેમ્બર ૨૦૧૫.
  2. "Taarak Mehta Ka Ooltah Chashma: Palak Sidhwani is the new Sonu after Nidhi Bhanushali's exit". Hindustan Times (અંગ્રેજીમાં). 2019-08-24. મેળવેલ 2020-11-24.
  3. Goswami, Parismita. "Nidhi Bhanushali aka Sonu of 'Taarak Mehta Ka Ooltah Chashmah,' Dev Joshi aka Baalveer excel in Class 10 board exam".