નેહા શર્મા
નેહા શર્મા | |
---|---|
જન્મ | ૨૧ નવેમ્બર ૧૯૮૭ |
વ્યવસાય | મોડલ |
નેહા શર્મા બિહારની વતની ભારતીય અભિનેત્રી છે.
વિગત
[ફેરફાર કરો]નેહાએ માઉન્ટ કાર્મેલ સ્કૂલ ભાગલપુરમાં અભ્યાસ કર્યો, અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી નવી દિલ્હીમાંથી ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો.[૧]
નેહાની પ્રથમ ફિલ્મ ૨૦૦૭માં રજુ થયેલ તેલુગુ ફિલ્મ ચિરુથા હતી. તેણીની પ્રથમ હિન્દી ફિલ્મ ૨૦૧૦માં આવેલ મોહિત સુરીની ક્રૂક હતી.[૨] નેહા શર્માએ કુનાલ કોહલીની તેરી મેરી કહાનીમાં કેમીઓ કર્યુ હતું, અને એક્તા કપૂરની ક્યા સુપર કૂલ હૈ હમમાં પૂર્ણ ભૂમિકા કરી હતી.
અંગત જીવન
[ફેરફાર કરો]રસોઇ કરવી, સંગીત સાંભળવું, વાંચવું તેમજ નૃત્ય કરવું વગેરે તેણીનાં શોખ છે.[૩] નેહાએ ભારતિય શાસ્ત્રીય નૃત્ય કથકની તાલીમ લીધી છે. આ ઉપરાંત તેણી સ્ટ્રીટ હિપ હોપ, લેટિન ડન્સિંગ-સાલસા, merengue, જાઇવ અને જાઝ જેવા નૃત્યો પણ લંડનમાં શીખી છે. તેણી પોતાની સ્ટાઇલ પ્રેરણા તરીકે કૅટ મૉસને ગણાવે છે. પોતાની કપડાંની બ્રાન્ડ શરૂ કરવાની પણ તેની મહેચ્છા છે.[૪]
ફિલ્મોની યાદી
[ફેરફાર કરો]વર્ષ | ફિલ્મનું નામ | ભૂમિકા | ભાષા | નોંધ |
---|---|---|---|---|
૨૦૦૭ | ચિરુથા | સંજના | તેલુગુ | પ્રવેશ, તેલુગુ ફિલ્મ |
૨૦૦૯ | કુરાડુ | હેમા | તેલુગુ | |
૨૦૧૦ | ક્રૂક: ઇટ્સ ગૂડ ટુ બી બેડ | સુહાની | હિન્દી | પ્રવેશ, હિન્દી ફિલ્મ |
૨૦૧૨ | તેરી મેરી કહાની[૫] | મીરા | હિન્દી | ખાસ દેખાવ |
૨૦૧૨ | ક્યા સુપર કૂલ હૈ હમ[૬] | સિમરન | હિન્દી | |
૨૦૧૩ | જયંતાભાઇ કી લવ સ્ટોરી[૭] | સિમરન | હિન્દી | |
૨૦૧૩ | યમલા પગલા દીવાના ૨[૮] | સુમન | હિન્દી | નિર્માણ હેઠળ |
2014 | યૌનગીસ્તાન | અનવિતા ચૌહાણ | હિન્દી | |
2016 | ક્રિતી | ક્રિતી | હિન્દી | શોર્ટ ફિલ્મ |
2016 | ક્સુણઝંગ | હિન્દી, મેન્ડરિન | ||
2016 | તુમ બિન II | તરણ | હિન્દી | |
2017 | મુબારકન | ખાસ દેખાવ | હિન્દી | ફિલ્મઈંગ |
માન્યતા
[ફેરફાર કરો]- ભારતમા ઝડપથી ઉદય પામતાં વ્યક્તિઓની યાદી (૨૦૧૦) માં પાંચમાં ક્રમે. યાદી પ્રસિદ્ધકર્તા: 'ગૂગલ Zeitgeist'.[૯]
- ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની '૫૦ મોસ્ટ ડિઝાયરેબલ વિમેન'ની યાદીમાં ૩૧માં ક્રમે.[૧૦]
- ટાઇમ્સ પોલની હોટેસ્ટ ફિમેલ ડેબ્યુની યાદીમાં પ્રથમ ક્રમે.[૧૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ સિરિયલ કિસર અરાઇવ્સ ઇન સિટી ટુ પ્રમોટ ક્રૂક પૂજા કશ્યપ, ટી.ઍન.એન., ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ૨ ઓક્ટોબર ૨૦૧૦
- ↑ નેહા શર્મા તેણીના તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પદાર્પણ વિષે[હંમેશ માટે મૃત કડી]
- ↑ નામ * (5 ઓક્ટોબર 2010). "ક્રૂક - ઇટ્સ ગૂડ ટુ બી બેડ, હિન્દી ફિલ્મ એક્ટ્રેસ નેહા શર્મા ઇન્ટરવ્યુ". કલકત્તા ટ્યુબ. મેળવેલ 13 જુલાઇ 2012.
- ↑ નેહા શર્મા તેની સુંદરતાનાં રહસ્યો ખોલે કરે છે. સંગ્રહિત ૨૦૧૪-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન સીમા સિંહા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ૫ મે ૨૦૧૧
- ↑ "'તેરી મેરી કહાની' એ નવી કેડી કંડારનારી ફિલ્મ છે: કુનાલ કોહલી - મૂવીઝ ન્યુઝ - આઇ.બી.એન.લાઇવ". Ibnlive.in.com. 23 મે 2012. મૂળ માંથી 25 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 જુલાઇ 2012.
- ↑ "સારાહ જેન ડાયસ, નેહા શર્મા 'ક્યા કૂલ હૈ હમ'ની સીક્વલમાં". મૂળ માંથી 20 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 21 ફેબ્રુઆરી 2013.
- ↑ http://www.indicine.com/movies/bollywood/jayanta-bhai-ki-luv-story-first-look/ જયંતાભાઇ કી લવ સ્ટોરી - પ્રથમ ઝલક
- ↑ http://www.supergoodmovies.com/48407/bollywood/neha-sharma-bags-yamla-pagla-deewana-2-news-details સંગ્રહિત ૨૦૧૩-૦૨-૧૮ ના રોજ વેબેક મશિન નેહા શર્માએ મેળવી યમલા પગલા દીવાના ૨
- ↑ ગૂગલ ઝેઇટગેઇસ્ટ ૨૦૧૦
- ↑ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ૫૦ મોસ્ટ ડિઝાયરેબલ વિમેન, ૨૦૧૦.
- ↑ "હોટેસ્ટ ફિમેલ ડેબ્યુ". મૂળ માંથી 26 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 21 ફેબ્રુઆરી 2013.