પદ્મશ્રી શારદા સિંહા (ગાયિકા)

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પદ્મશ્રી શારદા સિન્હા ઉત્તર ભારતના મહત્વના બિહાર રાજ્યમાં રહેતા એક લોકપ્રિય શાસ્ત્રીય ગાયિકા છે. એમનો જન્મ ૯મી ઓક્ટોબર, ૧૯૫૩ના દિવસે થયો હતો. તેણીને સ્થાનિક લોકગીતો ગાવા બદલ 'બિહાર-કોકિલા' અને 'પદ્મ શ્રી' પુરસ્કાર સન્માન વડે વિભૂષિત કરવામાં આવ્યા હતા. તેણીએ મૈથિલી, વજ્જિકા, ભોજપુરી ભાષાનાં ગીતો સિવાય હિંદી ચલચિત્રો માટે પણ ગીત ગાયેલાં છે. મૈંને પ્યાર કિયા તથા હમ દિલ દે ચુકે સનમ જેવી લોકપ્રિય નીવડેલી ફિલ્મોમાં એમના દ્વારા ગવાયેલાં ગીતો ખુબ જ પ્રચલિત થયાં હતાં. એમના દ્વારા ગવાયેલાં ગીતોની કેસેટ સંગીત બજારમાં સહેલાઇથી ઉપલબ્ધ છે. આ ગાયિકાનાં દુલ્હિન, પીરિતિયા, મેંહદી જેવાં કેસેટ આલ્બમ પણ ખુબ જ મોટા પ્રમાણમાં વેચાયેલાં છે. બિહાર તેમ જ આસપાસના રાજ્યોમાં પણ દુર્ગા-પૂજા, વિવાહ-સમારોહ કે અન્ય સંગીત સમારોહમાં શારદા સિન્હા દ્વારા ગવાયેલાં ગીતો અચૂકપણે સાંભળવા મળે છે.