લખાણ પર જાઓ

પન્ના નાયક

વિકિપીડિયામાંથી
પન્ના નાયક
પન્ના નાયક અમદાવાદ ખાતે, ૨૦૦૬
પન્ના નાયક અમદાવાદ ખાતે, ૨૦૦૬
જન્મ (1933-12-28) December 28, 1933 (ઉંમર 90)
મુંબઈ
વ્યવસાયકવિ, વાર્તા લેખક
ભાષાગુજરાતી
શિક્ષણM.A., M.S.
માતૃ શિક્ષણ સંસ્થાયુનિવર્સિટી ઓફ બોમ્બે, ડ્રેક્ષલ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનીઆ
લેખન પ્રકારોમુક્ત પદ
નોંધપાત્ર સર્જનોપ્રવેશ (૧૯૭૫), વિદેશીની (૨૦૦૦)
નોંધપાત્ર પુરસ્કારોચુનિલાલ વેલજી મહેતા એવોર્ડ (૨૦૦૨)
જીવનસાથી
નિકુલ નાયક
(લ. 1960; મૃ. 2004)
સહી
વેબસાઇટ
pannanaik.com

પન્ના નાયક (૨૮ ડિસેમ્બર ૧૯૩૩) ગુજરાતી કવિયત્રી અને વાર્તા લેખક છે.

પન્ના નાયકનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૩ના રોજ મુંબઈમાં ધીરજલાલ મોદી અને રતનબેનને ત્યાં થયો હતો.[][] તેમના દાદા છગનલાલ મોદી (૧૮૫૭-૧૯૪૬) બરોડા રાજ્યમાં શિક્ષણ નિરિક્ષક હતા અને તેમણે લોકપ્રિય ઐતહાસિક નવલકથા ઇરાવતી લખી હતી. તેમના કુટુંબનું મૂળ વતન સુરત છે. તેમની માતાએ તેમને ગુજરાતી અને સંસ્કૃત ધાર્મિક અને અન્ય કવિતાઓમાં રસ લેતા કર્યા હતા.[] ૧૯૫૪માં તેમણે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં બી.એ. અને ૧૯૫૬માં એમ.એ.ની પદવીઓ મેળવી. ૧૯૬૦માં લગ્ન પછી તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે સ્થાયી થયા.[][] ૧૯૬૨માં ફિલાડેલ્ફીઆની ડ્રેક્ષલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.એલ.એલ.ની લાયબ્રેરી સાયન્સની ડિગ્રી અને ૧૯૭૨માં ફિલાડેલ્ફીઆની પેન્સિલવેનીઆ યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની પદવીઓ મેળવી.[][][] ૧૯૬૪ થી ૨૦૦૩ દરમિયાન તેઓ પેન્સિલવેનીઆ યુનિવર્સિટીની વેન પેલ્ટ લાયબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર તેમજ ૧૯૮૫ થી ૨૦૦૨ દરમિયાન ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે રહ્યા. ૨૦૦૪માં તેમના પતિ નિકુલ નાયકનું અવસાન થયું હતું.[][][]

તેમના કાવ્યો વિદેશના આધુનિક શહેરમાં રહેતી સ્ત્રીની લાગણીઓ રજૂ કરે છે. કાવ્યોમાં પુરુષો સાથેના સંબંધો, લગ્ન જીવનની મૂંઝવણો, આશાઓ અને નારીવાદી લાગણીઓ પણ રજૂ થઇ છે.[][] તેમના પર અમેરિકન કવિ અન્ને સેક્સટોનનો પ્રભાવ હતો, જેમના કાવ્ય સંગ્રહ લવ પોઅમ્સ (૧૯૬૭) વડે તેમને કવિતા લખવાની પ્રેરણા મળી હતી.[] તેમણે ભારતીય તેમજ વિદેશી કાવ્ય પ્રવાહોમાંથી પ્રેરણા લીધી હતી. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રવેશ (૧૯૭૫) પ્રસંશા પામ્યો હતો.[] વિદેશીની (૨૦૦૦) ભારતીય ડાયસ્પોરાને સંબંધિત સમસ્યાઓ વિશેના તેમના પ્રથમ પાંચ કવિતાઓના સંગ્રહ છે.[][] અત્તર અક્ષર તેમનો હાઇકુ સંગ્રહ છે. ફ્લેમિંગો (૨૦૦૩) તેમનો વાર્તા સંગ્રહ છે.[][]

કાવ્યસંગ્રહો

[ફેરફાર કરો]
  • પ્રવેશ (૧૯૭૫)
  • ફિલાડેલ્ફીઆ (૧૯૮૦)
  • નિસ્બત (૧૯૮૫)
  • અરસપરસ (૧૯૮૯)
  • કેટલાક કાવ્યો (૧૯૯૦)
  • આવનજાવન (૧૯૯૧)
  • વિદેશીની (૨૦૦૦)
  • ચેરી બ્લોસમ (૨૦૦૪)
  • રંગ ઝરુખે (૨૦૦૫)
  • અત્તર અક્ષર

વાર્તા સંગ્રહ

[ફેરફાર કરો]
  • ફ્લેમિંગો (૨૦૦૩)

પુરસ્કારો

[ફેરફાર કરો]

તેમના પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રવેશ માટે તેમને ગુજરાત સરકાર તરફથી ૧૯૭૮માં પુરસ્કાર મળ્યો હતો.[] ઇ.સ. ૨૦૦૨માં તેમને ચુનિલાલ વેલજી મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાશ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૧૩૯–૧૪૧. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ જાની, સુરેશ બી. (૨ જુલાઇ ૨૦૦૭). "પન્ના નાયક, Panna Naik". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Coppola, Carlo (૧૯૮૨). "Panna Naik: An Introduction". Journal of South Asian Literature. ૧૭ (૨): ૧૮૩–૧૮૬.
  4. Committee on South Asian Women Bulletin. The Committee. ૧૯૮૩. પૃષ્ઠ ૧૧.
  5. Roshni Rustomji-Kerns (૧૯૯૫). Living in America: poetry and fiction by South Asian American writers. Westview Press. પૃષ્ઠ ૨૭૨. ISBN 978-0-8133-2379-4.
  6. ૬.૦ ૬.૧ ગાડીત, જયંત. "પન્ના નાયક". gujaratisahityaparishad.com. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮. CS1 maint: discouraged parameter (link)
  7. "મારા વિશે" [About Me]. pannanaik.com. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮.
  8. "The accountant and the poetess". The Times of India. મેળવેલ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]