પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ

વિકિપીડિયામાંથી
પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડનો લોગો

પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ (Peel District School Board) એ કેનેડાના ઓન્ટેરિયોમાં આવેલા મિસિસાઉગા (પીલ પ્રદેશ)માં આવેલી એક શૈક્ષણિક સંસ્થા છે, જેમાં આશરે ૧,૫૫,૦૦૦ વિદ્યાર્થીઓ બાલમંદિરથી માંડી ૧૨માં ધોરણ સુધીનો અભ્યાસ કરે છે.

બોર્ડ દ્વારા ૧૫,૦૦૦ કરતાં પણ વધુ પૂર્ણ સમયના શિક્ષકોની સેવા લેવામાં આવે છે અને તે પીલ ક્ષેત્રનું સૌથી મોટું નોકરીદાતા છે[૧].

કુશળ રૂપરેખા[ફેરફાર કરો]

પીલ બોર્ડ જે કંઈ પણ કરે છે તે તેની કુશળ રૂપરેખાના પરિપાક રૂપે જ કરવામાં આવે છે, આ રૂપરેખાને વિદ્યાર્થીઓની સફળતા માટેનું પ્રગતિ પત્રક કહેવામાં આવે છે. આ સંશોધન આધારિત શિક્ષણની પદ્ધતિ આસાનીથી ધ્યેયોને સિદ્ધ કરવામાં મદદ કરે છે અને તેમના એવા જમાપાસાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જે વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓમાં વધારો કરવામાં અસરકારક નિવડે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઇ.સ. ૧૯૬૯માં શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા ૧૦ સ્થાનિક બોર્ડો ભેગા થયા અને પીલ કાઉન્ટી બોર્ડ ઓફ એજ્યુકેશનની રચના કરી. ૧૯૬૯માં બોર્ડના વિસ્તારમાં લગભગ અઢી લાખ જેટલા લોકો રહેતા હતા, જે આજની સરખામણીએ ફક્ત પાંચમાં ભાગની વસ્તી હતી. ૨૦૦૯ના વાર્ષિક અહેવાલ મુજબ આ બોર્ડ પાસે તેમની ૧૧૪ શાળાઓમાં ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણતા હતાં અને તેનું વાર્ષિક બજેટ $ ૪.૧ કરોડનું હતું.

૧૯૭૩માં તેનું નામ બદલાઈને પીલ બોર્ડ ઓફ એજ્યુકેશન થયું. હાલનું નામ ૧૯૯૮માં મંજૂર કરવામાં આવ્યું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Work In Peel on Peel board website http://www.peelschools.org/work/offer/offer.htm સંગ્રહિત ૨૦૧૨-૦૩-૦૭ ના રોજ વેબેક મશિન

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]