બકાસુર
બકાસુર (સંસ્કૃત: बकासुर) એક મહાન અસુર હતો જે એકચક્ર નામના શહેર નજીક રહેતો હતો. તે બળજબરીથી તે રાજ્યના રાજા પાસેથી તેનો રોજિંદા ખોરાકનો પુરવઠો મેળવતો હતો. તેટલું ઓછું હોય તેમ તે અસુર જે માણસ તેના માટે ખોરાક લઈ જતો તેને પણ ખાઈ જતો. માતા કુંતીના આદેશ અનુસાર તેમનો પુત્ર ભીમ બકાસુરને પાઠ ભણાવવા માટે તેનો ખાદ્ય પુરાવઠો લઈને ગયો.
મહાભારતમાં
[ફેરફાર કરો]પાંડવોને તેમની માતા કુંતી સાથે ૧૪ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. આ દરમ્યાન એક સમયે ભટકતાં ભટકતાં તેઓ એક નાનકડાં ગામમાં પહોંચ્યા. ત્યાં તેઓ એક વ્યક્તિના ઘેર રોકાયાં. ત્યાં તેમણે જાણ્યું કે ગામની બાજુના જંગલમાં બકાસુર નમનો રાક્ષસ રહેતો હતો જે રોજ ગામના એક માણસને આરોગી જતો. હતો.તેને પાઠ ભણાવવા એક પાંડવ ભાઈ, ભીમ , તેની માટે ખોરાક લઈને જંગલમાં ગયાં. ત્યાં તેને પડકાર્યો. તેમની વચ્ચે યુદ્ધ થયું અને બકાસુર હાર્યો.અને ગામ તે રાક્ષસના ત્રાસ માંથી મુક્ત થયું.
હાલમાં
[ફેરફાર કરો]કહેવાય છે કે તે સમયનું એકચક્ર ગામ આજન પશ્ચિમ બંગાળના બીરભુમ જિલ્લાના રામપુરહાટ નામના નગરથી ૨૦ કિમી દૂર આવેલું છે. પાંડવો તેમના ગુપ્સાવાસ દરમ્યાન આ ગામમાં રોકાયા હોવાનું મનાય છે. આજે ઈરાન્ડોલ ગામની બહાર પ્રવાસીઓ તથાકથિત તે જમાનાના ચોખાની ચિન્હો અને નજીકનું તળાવ જોવા માટે આવે છે. તે સિવાય બાજુની ટેકરી પર પદ્માલય ગણેશ મંદિર પણાઅવેલું છે.
અન્ય ઓળખ
[ફેરફાર કરો]અમુક વખત કુબેરને પણ આ નામે ઓળખવામાં આવે છે.
ભયહારણનાથ ધામ
[ફેરફાર કરો]કહેવાય છે કે ઉત્ત્ર પ્રદેશના પ્રતાપગઢ માં ભયહારણનાથ ધામ નામનું પૌરાણીક ધાર્મિક સ્થળ આવેલું છે. પૌરાણેક કથાઓ અનુસાર દક્ષિણ પ્રતપગઢના દ્વૈતવનમાં બકાસુરની માતાનો વધ કરવામાં આવ્યો હતો. બકાસુરના વધ પછી અહીં એક શિવલિંગ ની સ્થાપના કરવામાં આવી જેને ભયહારણનાથ ધામ કહે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- Dowson's Classical Dictionary of Hindu Mythology
- Acharya Chandra Shekhar Shastri: Puranon ki Anmol Kahanian, 2006 ISBN 81-902258-6-3