બાંદ્રા-વરલી સમુદ્રસેતુ
બાંદ્રા-વરલી સમુદ્રસેતુ | |
---|---|
બાંદ્રા-વરલી સમુદ્રસેતુ | |
Coordinates | 19°02′11″N 72°49′02″E / 19.0364°N 72.8172°E |
Carries | વાહન વ્હવહાર માટે ૮ લેન જેમાં ૨ બસો માટે છે. |
Crosses | માહીમ ખાડી |
Locale | મુંબઈ |
Official name | વાંદરા-વરલી સમુદ્રસેતુ |
Characteristics | |
Design | રજ્જુ કર્ષણ સેતુ |
Total length | ૫.૬ |
History | |
Opened | ૩૦ જાન્યુઆરી ૨૦૦૯[૧] |
Statistics | |
Toll | ૪૦-૫૦ રૂ. |
બાંદ્રા-વરલી સમુદ્રસેતુ ૮-લેન ધરાવતો, તાર-સમર્થિત કોંક્રીટ વડે નિર્માણ કરવામાં આવેલ સેતુ છે. આ સેતુ મુંબઇ મહાનગરના બાંદ્રા તેમ જ વરલી એમ બે ઉપનગરોને એકબીજા સાથે જોડે છે. આ સેતુ પશ્ચિમી-દ્વીપ મહામાર્ગ યોજનાનું પ્રથમ ચરણ છે. ૧૬ અજબ રૂપિયા (૪૦ કરોડ $) ની મહારાષ્ટ્ર સરકારનીઆ પરિયોજનાના આ ચરણને હિન્દુસ્તાન કંસ્ટ્રક્ટશન કંપની દ્વારા પૂરું કરવામાં આવ્યું. આ પુલનું ઉદ્ઘાટન ૩૦ જૂન ના દિવસે થયું પણ સામાન્ય જનતા માટે તેને ૧ જુલાઈ ના મધ્ય રાત્રે ખુલ્લો મુકવામાં આવ્યો. સાડા પાંચ કીલોમીટર લાંબા આ પુલના બનવાથી વાંદરા અને વર્લી વચ્ચે પ્રવાસમાં લાગતો સમય ૪૫ મિનિટ થી ઘટીને માત્ર ૬-૮ મિનિટ રહી ગયો છે.[૨][૩] આ પુલની યોજના ૧૯૮૦માં બનાવવામાં આવી પણ તેનું કાર્ય ૨૦૦૯માં પુરૂં થયું.[૩][૪]
કેટલાંક તથ્યો
[ફેરફાર કરો]આ સેતુ મુંબઇ તેમ જ આખા ભારત દેશમાં આ પ્રકારનો પ્રથમ પુલ છે. આ સેતુ-પરિયોજનાનો કુલ ખર્ચ ૧૬.૫૦ અબજ રૂપિયા જેટલો છે. [૨] [૩] આ પુલ પર માત્ર પ્રકાશ-વ્યવસ્થા કરવા માટેનો ખર્ચ ૯ કરોડ રૂપિયા જેટલો થયેલ છે. આ સેતુના નિર્માણકાર્યમાં ૩૮,૦૦૦ કિલોમીટર લોખંડના દોરડાં, ૫,૭૫,૦૦૦ ટન કોંક્રીટ અને ૬,૦૦૦ શ્રમિકોની જરૂર પડી છે. આ પુલના નિર્માણ માટેના લોખંડના તારો ખાસ ચીન દેશથી મંગાવવામાં આવ્યા હતા. આ દોરડાં પર કાટ ન લાગે તે માટે ખાસ પ્રકારનો રંગ લગાવી તેના ઉપર પ્લાસ્ટિકનું આવરણ ચઢાવવામાં આવેલું છે. [૨] હાલમાં આ પુલ પરથી પસાર થવા માટે વાહન દીઠ ચોક્કસ કર (ટોલ-ટેક્સ) ઉઘરાવવાનું નક્કી થયેલ છે. આ કર પ્રતિ વાહન ૪૦-૫૦ રૂપિયા જેટલો હશે. આ પુલની કુલ ૭ કિલોમીટરની સફર ખેડવાથી લગભગ ૧ કલાકના સમયની બચત થશે. આ ઉપરાંત પસાર થનારાં બધાં વાહનોના જાળવણી ખર્ચ અને ઇંધણના ખર્ચમાં પણ મોટી બચત થશે. આ બચતના આંકડા જોતાં વાહન દીઠ ચૂકવવો પડતો કર નગણ્ય હશે એવું લાગે છે. દરરોજ લગભગ સવા લાખ જેટલાં વાહનો આ પુલ પરથી પસાર થશે.
-
રોશનીમય
-
નિર્માણ સમયે
-
બાંદ્રા-વરલી સમુદ્રસેતુ માહીમથી
-
બાંદ્રા-વરલી સમુદ્રસેતુ દુરથી
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "फाइनली, अ डेट सेट फॉर ओपनिंग ऑफ बांद्रा-वर्ली सी-लिंक". expressindia.com. ઇંડિયન એક્સપ્રેસ. ૧૧ જૂન ૨૦૦૯. મૂળ માંથી 2012-10-02 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ જૂન ૨૦૦૯.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ जय शंकर पसाद शुक्ला. "बांद्रा-वर्ली समुद्री पुल पर सरपट दौड़ीं गाडियां" (હિન્દીમાં). समय लाइव. મૂળ માંથી 2009-07-03 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ જૂન ૨૦૦૯.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ गुरमीत सिंह. "समुद्र सेतु से बांद्रा-वर्ली का फासला हुआ कम" (htm) (હિન્દીમાં). तुरन्त न्यू़ज़. મેળવેલ ૩૦ જૂન ૨૦૦૯.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "एक सेतु समुद्र यह भी" (હિન્દીમાં). नवभारत टाइम्स. મેળવેલ ૩૦ જૂન ૨૦૦૯.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Bandra Worli Sealink At Sunset
- Bandra-Worli Sealink Photo Gallery on Flickr
- Bandra-Worli Sea Link: A hi-tech incompetence? from The Economic Times