બેનિન

વિકિપીડિયામાંથી
બેનિનનો ધ્વજ.
દુનિયાના નકશા ઉપર બેનિન.


બેનિન, સાંવિધાનીક નામ બેનિન ગણતંત્ર, પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે . તેની પશ્ચિમી સીમા ટોગો સાથે છે અને તેની પૂર્વ સીમા ઉપર નાઈજેરિયા, ઉત્તર બાજુએ બુર્કિના ફોસો અને નાઈજર દેશો આવેલા છે તેમજ તેની દક્ષિણ બાજુએ બેનિન ઉપસાગર છે. તેનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૧,૧૦,૦૦૦ ચો. કી. છે. તેની જનસંખ્યા ૮,૫૦,૦૦૦ની છે. તેની રાજધાની પોર્ટો નોવો છે પણ ત્યાંની સરકારી મથક કોંટોનોઉ છે.

બેનિનમાં ૧૯૬૦ થી ૧૯૭૨ સુધી લોકશાહીની સરકાર બાદ ૧૯૭૨ થી ૧૯૯૧ સુધી માકર્સિસ્ટ-લેનિનીસ્ટની દમનીય સરમુખત્યારશાહીએ શાસન કર્યું હતું. ૧૯૯૧થી બહુપક્ષિય ચૂંટણીઓ યોજાય છે. ત્યાંની એક તૃતીય વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની, કે જે રોજના સવા અમેરિકન ડોલરની છે, તેની નીચે જીવે છે.[૧] આ દેશમાં મુખ્ય આવકના સાધનો જીવન નિર્વાહ પૂર્તિ ખેતી અને કપાસની ઊપજ છે.

નોંધ[ફેરફાર કરો]

  1. Human Development Indices, Table 3: Human and income poverty, p. 35. Retrieved on 1 June 2009