બોયઝોન

વિકિપીડિયામાંથી
Boyzone
પાર્શ્વ માહિતી
મૂળDublin, Ireland
શૈલીPop
સક્રિય વર્ષો1994–1999
2008–Present
રેકોર્ડ લેબલMCA Music, Inc./Ravenous/Mercury[૧]
સભ્યોKeith Duffy
Mikey Graham
Ronan Keating
Shane Lynch
ભૂતપૂર્વ સભ્યોStephen Gately (deceased 10 October 2009)

બોયઝોન આઇરિશ યુવાનોનું બેન્ડ છે. આ ગ્રુપ આયર્લેન્ડ, યુકે, એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં સૌથી વધુ સફળ રહ્યું હતું, યુરોપના હિસ્સાઓમાં તેમના સફળતાના સ્તરો અલગ–અલગ હતા. ગ્રુપે six #1 યુકે હિટ સિંગલ્સ અને five #1 આલબમ્સ બહાર પાડ્યા હતા, અને 2009 સુધીમાં લગભગ 20 મિલિયન રેકોર્ડ્સનું વેચાણ કર્યું છે.[૨][૩][૪]


2007માં તેમનું પુનરાગમન જાણીતું બન્યું હતું, શરૂઆતમાં તેમનો હેતુ ફક્ત પ્રવાસનો હતો, પણ રોનાન કેટિંગે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે "તેઓ એક સફળ પુનઃજોડાણની દ્રષ્ટિએ ટેક ધેટની સફળતાને આંતરવા માંગે છે".[૫] બોયઝોનની શરૂઆત 1993માં લુઇસ વેલ્સ દ્વારા કરવામાં આવી હતી, જે જ્હોની લોગાન અને વેસ્ટલાઇફનું સંચાલન કરવા માટે પણ જાણીતા હતાં. એલન થોમસ એબલમાં કામ કરવા ગયા તે પહેલા તેના એક બેન્ડ સહાયક હતાં. કોઇ મટિરિયલ રેકોર્ડ કરતા પહેલા તેમણે એક બીજી બહુ જાણીતી નહી તેવી રજૂઆત કરી હતી તે આરટીઇના ધ લેટ લેટ શો માં કરવામાં આવી થઇ હતી. તેમનું પહેલુ આલ્બમ સેઇડ એન્ડ ડન 1995માં રજૂ થયું હતું અને તે પછીના ત્રણ સ્ટુડિયો આલ્બમ 1996, 1998, અને 2010માં રિલિઝ થયા હતાં. ત્યાં સુધીમાં સાત સંકલિત આલ્બમ રજૂ થઇ ચુક્યા હતાં. જોડીદાર મુખ્ય ગાયક સ્ટિફન ગેટલીનું મૃત્યુ 10 ઓક્ટોબર 2009માં 33 વર્ષની ઉંમરે કુદરતી કારણોસર મજોર્કા સ્પેનમાં થયું હતું.


બેન્ડનો ઇતિહાસ[ફેરફાર કરો]

શરૂઆત[ફેરફાર કરો]

1993માં ઘણાં આઇરિશ સમાચારપત્રોમાં નવું "બોય બેન્ડ" ગ્રુપ બનાવવા ઓડિશન્સ માટે બોલાવવા એક જાહેરાત આવી હતી. આ જાહેરાતો થિયેટર મેનેજર વેલ્સ દ્વારા આપવામાં આવી હતી, તેઓ ટેક ધેટની સફળતા બાદ તેને અનુસરીને "આઇરિશ ટેક ધેટ" બનાવવા માંગતા હતાં. આ ઓડિશન્સ નવેમ્બર 1993માં ડબલિનનાં ઓરમોન્ડ સેન્ટરમાં યોજાયા હતાં. 300થી વધુ લોકોએ આ જાહેરાતને પ્રતિસાદ આપ્યો હતો. ઓડિશન્સમાં જ્યોર્જ મિશેલ દ્વારા ગવાયેલું "કેરલેસ વિસ્પર" ગાવાનું કહેવામાં આવ્યું હતું. દરેક ઓડિશનને ટેપ કરવામાં આવ્યું હતું અને અરજદારના પ્રદર્શનને ચકાસવા માટે ફરીવાર જોવામાં આવ્યું હતું. 300માંથી 50ની પસંદગી બીજા ઓડિશન માટે કરવામાં આવી હતી. રિચાર્ડ રોક(ડિકી રોકનો પુત્ર)ને બીજા ઓડિશન માટે આમંત્રણ આપવામાં આવ્યું. બીજા ઓડિશનમાં અરજદારોને બે ગીતો ગાવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં એક ગીત તેમની પસંદગીનું ગાવાનું હતું. મીકી ગ્રેહામે મીટ લોફનું “ ટુ આઉટ ઓફ ધ થ્રી એન્ટ બેડ” ગાયું હતું. કેથ ડફીએ રાઇટ સેઇડ ફ્રેડનું “આઇ એમ ટુ સેક્સી” ગાયું હતું. રોનાન કેટિંગે કેટ સ્ટિવન્સનું “ફાધર એન્ડ સન”(પાછળથી બેન્ડ રિલિઝ થયું ત્યારે આ તેની મુખ્ય આવૃત્તિ હતી) ગાયું હતું. સ્ટિફન ગેટલીએ લાયોનેલ રિચિનું હેલ્લો ગાયું હતું. આ 50માંથી 10ની પસંદગી ત્રીજા ઓડિશન માટે થઇ હતી. અંતમાં, રોનાન કેટિંગ, સ્ટિફન ગેટલી, કેથ ડફી, રોક, શેન લિંચ અને માર્ક વોલ્ટનની પસંદગી થઇ હતી. શરૂઆતમાં ગ્રેહામની પસંદગી થઇ નહોતી પણ પાછળથી રિચાર્ડ રોકના ગયા પછી તેને સામેલ કરવામાં આવ્યો હતો. રોનાન કેટિંગને શરૂઆતમાં તેના માતા-પિતા અને શિક્ષકો તરફથી ઘણો વિરોધ સહન કરવો પડ્યો હતો. તેણે રમત ગમતની શિષ્યવૃત્તિ પર ન્યુયોર્કની કોલેજમાં આવીને એથલેટિક્સ માટે ઓલંપિક મેડલ જીતવાનું સપનુ પુરૂ કરવાની યોજના બનાવી હતી. અંતમાં રોનાને પોતાનું શિક્ષણ એક બાજુ મુકીને બોયઝોનમાં જોડાવાનું નક્કી કર્યું. ડફીના માતા-પિતા ખુબજ સારી અને આશાસ્પદ કારકિર્દી એક બાજુ રાખીને બેન્ડમાં જોડાવાના કારણે તેના પુત્રનો વિરોધ કરતા હતાં. લુઇસ વેલ્સ સારી રેકોર્ડ કંપની સાથે કરાર કરવાનો પ્રયત્ન કરતા હતાં પણ આ યુવાનોને લેતા પહેલા તેમને ઘણી નામંજૂરીનો સામનો કરવો પડ્યો હતો. 1994માં લીન્ચ અને ડફી જીવલેણ કાર અકસ્માતનો ભોગ બન્યા હતા, પણ કોઇ ગંભીર ઇજાઓ વગર તેઓ બન્ને બચી ગયા હતા. વેલ્સ ખૂબજ ગુસ્સે થઇ ગયો હતો અને તેણે આ યુવાનો સાથે કરાર કરવાનો વિચાર માંડી વાળ્યો, અને તેના કારણે તેમની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં આવી હતી.[૬]

પ્રગતિનો પંથ[ફેરફાર કરો]

શરૂઆતની કેટલીક યોજનાઓ મ્લાન થતી ગઇ અને ગ્રુપમાં કંઇક નવો ઉમેરો થતો ગયો, બોયઝોનના જાણીતા પાંચ સભ્યો શેન લીન્ચ, રોનાન કેટિંગ, સ્ટિફન ગેટલી, મિકી ગ્રેહામ, કેથ ડફી સાથે જોડાયા તેમાં થોડો સમય નીકળી ગયો. રિચાર્ડ રોક શરૂઆતના સભ્યોમાંથી એક હતો, રોનાન કેટિંગ સાથે સંગીત બાબતે થોડા મતભેદ થતા તે છોડી ગયો હતો. તેમણે 1993 અને 1994ના શરૂઆતના ભાગમાં ઉત્તર આયર્લેન્ડમાં ખાસ કરીને પબ્ઝ અને ક્લબ્ઝમાં સંગીત પિરસ્યું હતું. ત્યારબાદ પોલીગ્રામે 1994માં તેમની સાથે કરાર કરીને ફોર સિઝન્સનું હીટ “વર્કિંગ માય વે બેક ટુ યુ”નું કવર વર્ઝન બહાર પાડ્યું હતું, જેમાં ગ્રેહામ અને ગેટલીને મહત્વના ગીતોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આઇરિશ ચાર્ટમાં તે ત્રીજા નંબરે આવ્યું હતું. ક્લાસિક ઓસમોન્ડ્સના કવર વર્ઝનમાં સફળ ગીત "લવ મી ફોર રિઝન" રજૂ થતાં તેણે બ્રિટિશ ચાર્ટ્સને પર પાર કરી લીધો હતો. આ ગીત યુકેમાં બીજા નંબરનું સફળ ગીત હતું અને 1995માં તેમના પહેલા હીટ આલ્બમ સેઇડ એન્ડ ડન માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ આલ્બમ આયર્લેન્ડ અને યુકેમાં પહેલા નંબરે પહોંચી ગયું હતું.

એ ડિફરન્ટ બીટ[ફેરફાર કરો]

બોયઝોનનું બીજુ આલ્બમ એ ડિફરન્ટ બીટ 1996માં રિલિઝ થયું હતું અને તેમાં તેમના પહેલા યુકે નંબર વન સિંગલના બી ગીઝના કવરના હીટ “વર્ડઝ”નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ આલ્બમમાં હીટ ગીતો "એ ડિફરન્ટ બીટ" અને "ઇઝન્ટ ઇટ અ વન્ડર"નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કેટિંગ – જે હમણાં સુધી મુખ્ય ગાયક તરીકે ઉભરી આવ્યો હતો તેણે 1997માં “પિક્ચર ફોર યુ” ગીત લખવા માટે ઇવોર નોવેલો એવોર્ડ મેળવ્યો હતો.

વેર વી બિલોંગ[ફેરફાર કરો]

તેમનું ત્રીજુ સ્ટુડિયો આલ્બમ વેર વી બિલોંગ 1998માં રિલિઝ થયું હતું અને તેમાં બોયઝોનની લેખન ક્ષમતા દર્શાવવામાં આવી હતી. તેમાં હીટ ગીતો “ઓલ ધેટ આઇ નીડ”(જે એમટીવી એશિયા ચાર્ટસમાં છ સપ્તાહ સુધી રહ્યું હતું), “બેબી કેન આઇ હોલ્ડ યુ” (ટ્રેસી ચેપમેન કવર) અને “નો મેટર વોટ”નો સમાવેશ થાય છે. ખરેખર એન્ડ્રુ લોઇડ વેબરના સંગીતમય સ્ટેજ પ્રોગ્રામ વિસલ ડાઉન ધ વિન્ડ માટે લખાયેલું “નો મેટર વોટ” ગ્રુપનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ વેચાયેલું ગીત છે જેને 1998માં વર્ષના શ્રેષ્ઠ ગીત તરીકેનો મત મળ્યો હતો. આ ગીત મીટ લુફ દ્વારા પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું, બોય ઝોને તેમની સાથે 1998માં ડબલિનમાં સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું.

ગ્રેટેસ્ટ હિટ્સ[ફેરફાર કરો]

1999માં, તેમના સૌથી વધુ સફળ ગીતોનું સંકલન બાય રિકવેસ્ટ રજૂ થયું હતું અને ત્યારબાદ બીજો એક પ્રવાસ થયો હતો. જૂન 1999માં, ગેટલીએ જાહેર કર્યું હતું કે તે સમલિંગી છે અને કોટ ઇન ધ એક્ટના પહેલાના સભ્ય ઇલોય ડી જોંગ સાથે પ્રેમમાં છે. આ વર્ષ દરમિયાન કેટિંગે તેનું પહેલું સોલો સિંગલ “વેન યુ સે નથીંગ એટ ઓલ” રજૂ કર્યું હતું, તે એલિસન ક્રોસનું ગીત હતું જે તેણે નોટિંગ હીલ ફિલ્મ માટે રેકોર્ડ કર્યું હતું. આ સમયે, છ વર્ષ સાથે રહ્યા બાદ અને પડદા પાછળ તેમના વચ્ચે ઘણો તનાવ ઉભો થવાને કારણે, ગ્રુપના સભ્યોએ બોયઝોનથી થોડો સમય દૂર થઇને પોતાના સ્વતંત્ર પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.

વિભાજન પહેલા અંતિમ પરફોર્મન્સ[ફેરફાર કરો]

બોયઝોને જાન્યુઆરી 2000માં સાથે છેલ્લી વાર પરફોર્મ કર્યું હતું. શરૂઆતમાં તેમણે ધ લેટ લેટ શો માં રજૂઆત કરી હતી, તેમણે 10 મિલિયન કરતા વધુ રેકોર્ડ્સ વેચી હતી. તેમના ગીતોમાંથી 16 યુકેના ટોપ ફાઇવ સુધી પહોંચ્યાં હતાં અને તેઓ એવું પહેલું આઇરિશ ગ્રુપ ધરાવતા હતાં જેમાં ચાર સભ્યો હતા અને યુનાઇટેડ કિંગડમના ચાર્ટસમાં છવાઇ ગયા હતા. 1998ની તેમની આયર્લેન્ડની ટૂરે વેચાણના બધા રેકોર્ડ તોડ્યા હતાં જ્યારે ચાર કલાકમાં 35,000 ટિકિટો વેચાઇ હતી.[સંદર્ભ આપો] તેઓ સફળતાના શીખરે હતા ત્યારે બોયઝોન સંગીતની દુનિયામાં સૌથી વધુ વેચાતા કલાકારો હતાં.[સંદર્ભ આપો]

પુનઃ મિલન[ફેરફાર કરો]

2000માં સાત વર્ષ પછી છૂટા પડ્યા બાદ બોયઝોનના સભ્યોએ પોત-પોતાની વ્યક્તિગત કારકિર્દીમાં સફળતા મેળવી. ખાસ કરીને કેટિંગે સંગીત ઉદ્યોગમાં પોતાનો ઉત્સાહ જાળવી રાખ્યો કારણ કે તેણે લખવાનું અને બીજા બેન્ડ્સનું સંચાલન કરવાનું ચાલુ રાખ્યું. ગેટલીએ પણ સોલો કલાકાર તરીકે પોતાની કારકિર્દી ચાલુ રાખી, તે વેસ્ટ એન્ડના સ્ટેજ પ્રોગ્રામના ગીતોમાં આવતો રહ્યો, અને ડફીને કલાકાર તરીકે થોડી સફળતા મળી(જેમાં ટીવી સિરિયલ કોરોનેશન સ્ટ્રીટ ની ભૂમિકાનો પણ સમાવેશ થાય છે.


2003માં બોયઝોનના પુનઃમિલનની અફવાઓ ચાલુ થઇ ગઇ. સાથી યુનિવર્સલ કલાકારો ટેક ધેટના પુનઃમિલનની સફળતાને અનુસરતા અને પાછળથી વેચાયેલી 2006ની ટુર બાદ આ અફવાઓએ જોર પકડ્યું અને 2007ની શરૂઆતમાં એવા સમાચાર મળ્યા હતા કે પાંચ સભ્યો અને તેમના મેનેજર, ધ એક્સ ફેક્ટર ના જજ વેલ્સ ડબલિનમાં મળ્યા હતા અને પાછા ફરવાની ટુરના આયોજન વિશે ચર્ચા કરી હતી. ફેબ્રુઆરી 2007માં પુનઃમિલનની વધુ માહિતીની જાહેરાત કરવામાં આવી હતી.[૭] આઠમી માર્ચ 2007માં બોયઝોનના પહેલાના મેનેજર લુઇસ વેલ્સને આઇટીવીના શો ધ એક્સ ફેક્ટર(યુકે) થી કાઢી મુકાયા(પાછળથી તેમની ફરી નિમણુંક કરવામાં આવી હતી, તેમણે એ રીતે કહ્યું હતું કે, "વેસ્ટાલાઇફ, શાયને વર્ડ તેમજ બોયઝોનના પુનઃ આગમન સાથે મારી કારકિર્દીમાં આ વર્ષ સૌથી વધુ વ્યસ્તતાવાળુ રહેશે."[૮]


8 એપ્રિલ 2007માં યુકેના સમાચારપત્રોએ મોટાપાયે એવું નોંધ્યું હતું કે આ પુનઃમિલન આર્થિક રોકાણની તંગીને કારણે રદ કરવામાં આવ્યું છે. સમાચારપત્રોમાં જણાવાયું હતું કે કોઇ રેકોર્ડિંગ કંપની કે રોકાણકારો ટેક ધેટને પાછા ફરીને જે સફળતા મળી હતી તેવી સફળતાની ખાતરી કે તેમના કામને ટેકો આપવા તૈયાર નથી. 11 ઓક્ટોબર 2007માં, ધ ગ્રેહામ નોર્ટન શો માં વેલ્સનો ઇન્ટરવ્યુ થયો હતો, જ્યારે ગ્રેહામ નોર્ટને તેમને પૂછ્યું કે શું તમે બોયઝોનને ફરી લોન્ચ કરવાના છો ત્યારે તેમને જવાબ આપ્યો હતો, “મને એવું લાગે છે”.

બેક અગેઇન... નો મેટર વોટ (2007-2009)[ફેરફાર કરો]

પાંચમી નવેમ્બર 2007માં, કેટીંગે સ્પષ્ટ કર્યું હતું કે બોયઝોન બીબીસીના વાર્ષિક ભંડોળ ઉભુ કરનાર ચિલ્ડ્રન ઇન નીડમાં તેમના સફળ ગીતોનું મિશ્રણ રજૂ કરશે, છતાં નવી ટૂર અથવા આલ્બમ વિશે તેમને કોઇ ટિપ્પણી કરી નહોતી. 14 નવેમ્બર 2007માં, એવું જણાવવામાં આવ્યું હતું કે બોયઝોનના પાંચેય સભ્યો મે મહિનામાં યુકેનો પ્રવાસ શરૂ કરશે, જે સાત વર્ષમાં તેમનો પહેલો પ્રવાસ હશે. સ્વતંત્ર કારકિર્દી બનાવવા માટે આઇરિશ બોય બેન્ડ છોડી દેનાર કેટિંગ કોન્સર્ટ્સની શૃંખલા માટે ફરી પાછો આ ગ્રુપ સાથે જોડાયો હતો.

16મી નવેમ્બરે, ચિલ્ડ્રન ઇન નીડના ભાગરૂપે બીબીસી1 યુકેમાં બોયઝોને પુનઃ પ્રવેશ કર્યો હતો, તેમણે જૂન 2008માં આઇરિશ અને યુકેના પ્રવાસની જાહેરાત પણ કરી હતી.[૯] ગ્રુપે ટૂર માટે ત્રણ કલાકમાં 20,0000 ટિકિટો વેચી હતી અને આરડીએસ ડબલિનમાં પહેલા દિવસે કોન્સર્ટ કરવા માટે 20,000 ટિકિટો વેચી હતી. કેટિંગે ડેઇલી સ્ટાર ને જણાવ્યું હતું કે, "અમે તેને હળવાશથી લેતા હતાં અને ખાણી પીણી માણતા હતાં. અમે પ્રવાસની યોજનાને ઘણી ગંભીરતાથી લઇ રહ્યા છીએ. અમે બધાએ ખોરાક પર અંકુશ મુકી દીધો છે અને રોજ જીમમાં તાલિમ લઇ રહ્યા છીએ. હું કદાચ અત્યારે જેટલો સ્વસ્થ છું તેટલો પહેલા ક્યારેય નહોતો. મને લાગે છે કે અમે બધા પહેલા કરતા વધુ સારા દેખાઇએ છીએ. અમે બધા અલગ અલગ સમયે ટેક ધેટને ટૂર પર જોવા જતા હતા અને ફરી પાછા એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું, પણ ટેક ધેટે અમને પ્રેરણા આપવાનું કામ કર્યું અને અમે નિર્ણય કર્યો કે હવે ફરી ભેગા થવાનો સમય છે. અમે ખૂબ સારી રીતે જાણતા હતા કે ટેક ધેટ કેટલુ સારૂ છે, અને અમારે તેમના સમાન બનવું પડશે તેમ પણ જાણતા હતા. કોઇ પ્રદર્શન નિરસ કે કંટાળાજનક ન હોવું જોઇએ. તેમના પોલ ડાન્સિક જેવા પ્રકારો સામે ટક્કર આપવા અમે બધા ફરી ડાન્સ કરી રહ્યા છીએ અને કંઇક એવું શીખી રહ્યા છીએ જે અમે પહેલા ક્યારેય નહોતું કર્યું. અમે હવે થોડા સમય માટે ફરી પાછા સાથે મળવા વિશે વાત કરી રહ્યા હતાં. હું લોકોની સામે આવવા અધીરો બની ગયો છું અને બધા સભ્યો આવી લાગણી અનુભવે છે."

29 દિવસનો પ્રવાસ કાર્ડિફ, ન્યુકેસલ, લિવરપૂલ, લંડનમાં 02 અરેના અને વેમ્બલિ, માન્ચેસ્ટર, બિર્મિંગહામ, ગ્લેસગો, એબરડીન, શીફિલ્ડ, ન્યુકેસલ, નોટિંગહામ, એડિનબર્ગ કેસલ અને ડબલિનમાં આરડીએસ જેવા શહેરોમાં થયો હતો. આ પ્રવાસની શરૂઆત 25 મે 2008માં બેલફેસ્ટના ઓડિસી અરેનામાં થઇ હતી અને તેની પૂર્ણાહૂતિ 23 ઓગસ્ટ 2008ના દિવસે કાર્લિસલ બિટ્ટસ પાર્કમાં થઇ હતી. 29 ઓગસ્ટ 2008માં બોયઝોને બીજા કામ સાથે બ્લેકપૂલમાં થઇ રહેલા ઇવેન્ટમાં સેન્ડી થોમ અને સ્કાઉટિંગ ફોર ગર્લ્સ માટે પણ સંગીત આપ્યું હતું,તે શહેરના વાર્ષિક ઉત્સવ બ્લેપૂલ ઇલ્યુમિનેશન્સની શરૂઆત માટે હતું. આ પ્રસંગ બીબીસી રેડિયો 2 પર રજૂ થયો હતો.


3 સપ્ટેમ્બરે “લવ યુ એની વે”નો વિડિઓ પહેલીવાર ડિજિટલ મ્યુઝિક ચેનલ ધ બોક્સ પર રજૂ થયો હતો. તેમાં બોયઝોનના પાંચેય સભ્યો હતો અને કેટિંગ તેમાં મહત્વના ગીતો ગાયા હતાં. આ સિંગલની પહેલીવાર 20 ઓગસ્ટ 2000માં ટેરી વોગનના રેડિયો 2 બ્રેકફાસ્ટ શોમાં જીવંત રજૂઆત થઇ હતી. છ ઓક્ટોબરે “લવ યુ એની વે” યુકેના ચાર્ટસ પર પાંચમા નંબરે પ્રવેશ્યું હતું, અને તે તેમનું સત્તરમું ગીત હતું જે ટોપ ફાઈવમાં સ્થાન પામ્યું હતું. 28 ઓગસ્ટ 2009માં ગ્રુપ આઇટીવી2 શો ઘોશથંટીંગ વીથ.. માટે એડિનબર્ગમાં વ્યેટ ફિલ્ડીંગ સાથે જોડાયું હતું.

સ્ટિફન ગેટલીનું મૃત્યુ[ફેરફાર કરો]

10 ઓક્ટોબર 2009માં, સ્ટિફન ગેટલી 33 વર્ષની વયે મૃત્યુ પામ્યો હતો, ત્યારે તે પોતાના સિવિલ પાર્ટનર એન્ડ્રુ કાઉલીસ સાથે મજોર્કામાં રજાઓ ગાળી રહ્યો હતો. 13 ઓક્ટોબર 2009ના દિવસે એપીના રિપોર્ટમાં જણાવાયું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બતાવે છે કે પલ્મનરી ઇડેમા અથવા ફેફસામાં કોઇ પ્રવાહી હોવાને લીધે તેનું મૃત્યુ થયું હતું. બેલારિક આઇલેન્ડ્સના મુખ્ય નાન્યાધીશે જણાવ્યું હતું કે, આઇરિશ ગ્રુપ બોયઝોનના ગાયકનું મૃત્યુ કુદરતી કારણોથી, ગંભીર ‘પલ્મનરી ઇડેમા’ને કારણે થયું છે”. તેના અચાનક મૃત્યુ વિશે કંઇ પણ શોધવુ મુશ્કેલ હતું છતાં લિન્ચે તાજેતરમાં કહ્યું હતું કે ગેટલીનું મૃત્યુ કોઇ કારણથી થયું હતું. તેણે આ પ્રમાણે જણાવ્યું હતું, “મને એવુ સમજાય છે કે તે કોઇ કારણસર હતું. કેમ થયું તે મને નહીં સમજાય તો એક દિવસ મને ચોક્કસ ખબર પડશે.

બ્રધર (2009 – હમણાં સુધી)[ફેરફાર કરો]

કેટિંગે એવી અફવાઓને નકારી કાઢી છે કે તેમનું તાજેતરનું આલ્બમ રદ થવાનું છે અને તેણે જાહેર કર્યું છે કે બોયઝોન ગેટલીને શ્રધ્ધાંજલી આપવા તેઓ 2010માં નવુ આલ્બમ રિલિઝ કરશે જેમાં ગેટલીએ મૃત્યુ પહેલા ગાયેલા બે ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક ગીત ગાયક અને ગીતકાર માઇકા દ્વારા લખાયેલુ હતું[૧૦][૧૧] તેણે એવો પણ દાવો કર્યો હતો કે બોયઝોન માટે તેણે જે નવુ ગીત લખ્યું હતું તે સ્ટિફન ગેટલીના અવાજમાં ગવાયેલુ છેલ્લુ ગીત હતું, જે તેમના ચોથા સ્ટુડિયો આલ્બમ તરીકે 8 માર્ચ 2010માં રિલિઝ થયું હતું.[૧૨]

માઇકા દ્વારા લખાયેલુ ગીત નવા આલ્બમનું મુખ્ય ગીત બન્યું હતું, જેનું ટાઇટલ “ગેવ ઇટ ઓલ અવે” હતું. બોયઝોનને આ ગીત ખૂબજ પ્રિય હતું અને તેમના પુનઃપ્રવેશના ગીત તરીકે તેની રજૂઆત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ગીત સૌથી પહેલા 17 જાન્યુઆરી 2010ના દિવસે રજૂ થયું હતું.[૧૩] મીકી ગ્રેહામે જણાવ્યું હતું કે ગેવ ઇટ ઓલ અવે પહેલી માર્ચ 2010ના દિવસે રજૂ થશે અને આલ્બમ તેના એક સપ્તાહ બાદ રજૂ થશે. [૧૪]

10 જાન્યુઆરી 2010 થી 7 જાન્યુઆરી 2010 સુધી મીકી ડાન્સિંગ ઓન આઇસની પાંચમી શૃંખલામાં ભાગ લીધો હતો. તે સ્પર્ધાના નવમા સપ્તાહમાં ઇસ્ટએન્ડર્સની અભિનેત્રી ડેનિલા વેસ્ટબ્રૂક સાથે સ્કેટ કર્યા બાદ તેના 2 વોટ સાથે હારી ગયો હતો, સામે વેસ્ટબ્રૂકના 3 વોટ હતા. તેમનું ચોથુ સ્ટુડિયો આલ્બમ બ્રધર 8 માર્ચ 2010માં રિલિઝ થયું હતું અને હમણાં સુધીનું ચોથુ સ્ટુડિયો નંબર વન આલ્બમ બન્યું હતું.[૧૫] "લવ ઇઝ અ હરિકેન" બ્રધર નું બીજુ અને છેલ્લુ ગીત હતું.[૧૬] તે 17મી મેએ રજૂ થયું હતું, અને યુકે સિંગલ્સ ચાર્ટમાં #44 સુધી પહોચ્યું હતું.[૧૭]

ભવિષ્યના પ્રવાસ[ફેરફાર કરો]

એવું જાણવા મળે છે કે ગેટલીના મૃત્યુને કારણે બોયઝોન પ્રવાસ નહીં કરે છતાં કેટિંગે તાજેતરમાં કે ન્યુઝિલેન્ડમાં થઇ રહેલા એક સોલો કોન્સર્ટમાં જણાવ્યું હતું કે બોયઝોન 2010ના અંતમાં પ્રવાસ કરશે.[૧૮]

રોનાને સ્ટિફન ગેટલીના મૃત્યુના "દુઃખ" છતાં ભવિષ્યના પ્રવાસ વિશે સ્કાય ન્યુઝને આડકતરી સૂચના પણ આપી હતી.[૧૯] 21મી માર્ચે બોયઝોનની અધિકૃત વેબસાઇટમાં સ્પષ્ટ થયું હતું કે ગ્રૂપ કદાચ ફેબ્રુઆરી અને માર્ચ 2011માં પ્રવાસ કરશે. હાલમાં, ડબલિનમાં એક દિવસ અને યુકેના 13 શહેરોમાં 15 દિવસની જાહેરાત કરવામાં આવી હતી.

અંજલિ[ફેરફાર કરો]

લંડનના રોક સર્કસ દ્વારા બોયઝોનને આમંત્રણ આપીને "વોલ્સ ઓફ હેન્ડ્સ" પર એરિક ક્લેપટન અને માઇકલ જેક્સનની જેમ તેમના હાથની છાપ લઇને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.[સંદર્ભ આપો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Picture". મૂળ માંથી 2009-10-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  2. "બોયઝોન ટુ હૂક અપ વિથ માર્ક રોનસન સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૬ ના રોજ વેબેક મશિન". ટેક 40 . 26 જુલાઈ 2009. સુધારો, 27 જાન્યુઆરી 2010
  3. વેલ્ક, એન્ડી. "બોયઝોન મમ્સ ધ વર્ડ ફોર રોનન કીટિંગ". હેલેસોવેન ન્યૂઝ . 28 માર્ચ 2009 સુધારો, 27 જાન્યુઆરી 2010
  4. "ફર્સ્ટ ગે કપલ ઇન બોયબેન્ડ વિડીયો". બીબીસી . 12 નવેમ્બર 2008. સુધારો, 27 જાન્યુઆરી 2010
  5. "Boyzone return to go head-to-head with rivals Take That". Sunday Mail. 11 May 2008.
  6. બોયઝોન હિસ્ટરી
  7. "Boyzone to reunite as Ronan Keating says 'Yes'". Fashion.ie. 9 January 2007. મૂળ માંથી 25 જૂન 2009 પર સંગ્રહિત. મેળવેલ 9 January 2007.
  8. "X Factor to replace Kate and Louis". MSN Entertainment. 8 March 2007. મૂળ માંથી 25 જૂન 2009 પર સંગ્રહિત. મેળવેલ 8 March 2007.
  9. "Boyzone back for Children In Need". BBC News. 5 November 2007. મેળવેલ 26 April 2010.
  10. Alex Fletcher (27 July 2009). "Ronson 'to produce new Boyzone album'". Digital Spy. મૂળ માંથી 1 સપ્ટેમ્બર 2009 પર સંગ્રહિત. મેળવેલ 15 October 2009.
  11. બોયઝોન ટુ રિલીઝ આલ્બમ ફિચરિંગ ગેટલી
  12. David Balls, music reporter (24 November 2009). "Mika 'wrote final Stephen Gately song". digitalspy. મૂળ માંથી 27 ડિસેમ્બર 2009 પર સંગ્રહિત. મેળવેલ 19 December 2009.
  13. "Mika puts a spoke in Boyzone's comeback plans". 14 October 2007. મૂળ માંથી 16 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 8 January 2010. Unknown parameter |source= ignored (મદદ); Check date values in: |archive-date= (મદદ)
  14. "Boyzone upset over new album". RTÉ entertainment. 9 December 2009. મૂળ માંથી 14 જાન્યુઆરી 2010 પર સંગ્રહિત. મેળવેલ 8 January 2010. Unknown parameter |source= ignored (મદદ)
  15. બોયઝોન ટુ રિલીઝ ન્યૂ સોંગ ફિચરિંગ સ્ટિફન ગેટલી
  16. ન્યૂ બોયઝોન આલ્બમ શેલ્વ્ડ+ નો ફરધર સિંગલ્સ ફ્રોમ "બ્રધર"
  17. "New boyzone single". Boyzone.net. 10 April 2010. મૂળ માંથી 21 ફેબ્રુઆરી 2012 પર સંગ્રહિત.
  18. "Boyzone singer at his best crooning mainstream hits". 7 February 2010. મેળવેલ 8 February 2010.
  19. Huw Borland (2 March 2010). "Boyzone 'May Tour' Despite Pain Over Gately". Sky News Online. મેળવેલ 10 March 2010.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]